સાપ પોતાની કાંચળી કેમ ઉતારે છે? કાંચળી ન કાઢે તો શું થાય?

બીબીસી ગુજરાતી, સાપ, ગુજરાત, પ્રાણીઓ
    • લેેખક, લક્કોજુ શ્રીનિવાસ
    • પદ, બીબીસી

ક્યારેક ઝાડીઓમાં, નાના ખાડાઓમાં, ખડકો વચ્ચે અને ઘરની દીવાલોની તિરાડોની નજીક સાપના દર જોવા મળે છે.

એવું પણ સાંભળવા મળે છે કે જો તમે સાપને પકડશો તો પણ તમને ઝેર લાગશે. કેટલાક લોકો કહે છે કે જો તમે પ્રજનન કરતા સાપને જોશો તો તે તમને ડંખ મારશે.

આ બધી વાતોમાં કેટલું તથ્ય છે? શું દુનિયામાં બધા જ પ્રકારના સાપ ઝેર છોડતા હોય છે? સાપ કેટલા દિવસમાં તેની કાંચળી છોડી દે છે? શું સાપ પોતાની કાંચળી છોડવાનું ભૂલી જાય છે ? જો આમ થાય તો તેને શું સમજવું ? શું તમે જાણો છો કે સાપ પોતાની કાંચળી કેમ છોડે છે?

જવાબો શોધવા માટે બીબીસીએ આંધ્ર યુનિવર્સિટીનાં પ્રાણીશાસ્ત્ર વિભાગનાં પ્રોફેસર સી. મંજુલતા તેમજ પૂર્વીય ઘાટ વાઇલ્ડલાઇફ સોસાયટી માટે સંરક્ષણ જીવવિજ્ઞાની તરીકે કામ કરતા મૂર્તિ કાંતિમહંતી સાથે વાત કરી.

પ્રોફેસર મંજુલતા કહે છે કે કાંચળીનું (સાપના શરીર પર હાજર એક જાતનું પટલ) ખરી પડવું એ સાપના શરીર સાથે થતી સામાન્ય કુદરતી પ્રક્રિયા જ છે.

બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી એક્સપ્લેનર, સાપ

ઇમેજ સ્રોત, Getty Images

આવું માણસોમાં પણ થાય છે પણ આપણને એ વાતનો ખ્યાલ નથી આવતો કારણ કે આપણે દરરોજ સ્નાન કરીએ છીએ. પરંતુ સાપ માટે કાંચળી કાઢવી એ જૂના સ્તરની નીચે એક નવું સ્તર બન્યા પછી જૂના સ્તરને ઉતારવાની પ્રક્રિયા છે. સાપ એકસાથે પોતાની આ કાંચળી છોડી દે છે.

જેમ આપણે આપણા શરીરનું કદ વધે ત્યારે જૂના કપડાં કાઢી નાખીએ છીએ અને પોતાના માટે નાવા કપડાં લઈએ છીએ તેવી જ રીતે સાપમાં પણ આમ જોવા મળે છે. સાપની ચામડીની પર જામેલી પરત સખત થઈ જાય છે અને તેની નીચે એક નવું પડ બને છે ત્યારે તે તેની ચામડીનું જૂનું પડ કાઢી નાખે છે.

સાપ પોતાની કાંચળી છોડવા માટે ખરબચડી સપાટી પર શરીર ઘસે છે. તેનાથી સાપના શરીર પરના પટલ પર એક તિરાડ રચાય છે. આ તિરાડમાંથી સાપ પોતાનું જૂનું કવચ ત્યજી બહાર નીકળે છે. આને ચક્ર તોડવું એમ કહેવાય છે.

જીવે ત્યાં સુધી સાપનું કદ વધતું રહે છે
બીબીસી ગુજરાતી, સાપ, ગુજરાત, પ્રાણીઓ

ઇમેજ સ્રોત, UGC

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જ્યાં સુધી સાપ જીવતો હોય છે ત્યાં સુધી તેનું શરીર ધીમે ધીમે વધતું રહે છે. જેમ જેમ સાપનું શરીર વધે છે તેમ તેમ તેની ચામડી કુદરતી રીતે ખેંચાય છે અને કડક થાય છે. આવું માણસોમાં પણ થાય છે. આ પછી સાપ તેની કડક થયેલી જૂની ચામડી અથવા કાંચળીને છોડી દે છે.

આ કાંચળીનો દેખાવ પણ સાપ જેવો જ હોય છે કારણ કે તે આખા શરીર પર ચપોચપ વીટળાયેલી હોય છે.

મંજુલતાએ જણાવ્યું કે હાલમાં દુનિયામાં ત્રણ હજારથી વધુ પ્રજાતિના સાપ છે કે જે પોતાની કાંચળી ઉતારે છે. અને એવો કોઈ જ સાપ નથી જે પોતાની કાંચળી ઉતારતો નથી.

એક્સ્ફોલિયેશન એટલે ત્વચાના તે સ્તરને દૂર કરવું કે જે જંતુઓ અને અશુદ્ધિઓથી ભરાઈ ગયું છે. સાપ ચોક્કસ સમયગાળા માટે એક સમયે એક જ સમૂહમાં પોતાનું કાંચળી છોડે છે. પ્રોફેસરે કહ્યું કે સાપને તેમની જૂની ત્વચા પર રહેલા સુક્ષ્મસજીવોથી બચાવવા માટે તેને છોડવાની પ્રક્રિયા ખૂબ જ ઉપયોગી થાય છે.

મૂર્તિ કાંતિ મહંતી કહે છે, "જ્યારે સાપ તેની કાંચળી ઉતારે છે ત્યારે તેનો અર્થ એ થાય કે ઉપરના સ્તરની નીચે એક નવું સ્તર બની ચુક્યું છે."

તેમણે સાપની કાંચળી ઉતારતી વખતની તેની સ્થિતિ સમજાવી. જ્યારે સાપને ખબર પડે છે કે તેની ચામડી પર એક નવું પડ બની ગયું છે, ત્યારે તે તરત જ જૂના પડને ઉતારવાનો પ્રયાસ શરૂ કરી દે છે. તેની આંખો પહેલાંથી જ યોગ્ય રીતે જોઈ શકતી હોતી નથી. કારણ કે તેની આંખો પર પણ એક સ્તર બનેલું હોય છે. વધુમાં તેની આંખો વાદળી થઈ જાય છે. આવા સમયે સાપ તેની કાંચળીનાં છિદ્રોમાંથી બહાર આવવાની તૈયારી કરે છે.

સાપ કાંચળી કાઢે તે સમયે અસ્વસ્થ થાય છે?
બીબીસી ગુજરાતી, સાપ, ગુજરાત, પ્રાણીઓ
ઇમેજ કૅપ્શન, આંધ્ર યુનિવર્સિટીનાં પ્રાણીશાસ્ત્ર વિભાગનાં પ્રોફેસર સી. મંજુલતા

આનો અર્થ એ થયો કે જ્યારે સાપ તેની કાંચળીમાંથી બહાર આવવાનો હોય છે ત્યારે તે મુશ્કેલીમાં હોય છે. આ પાંજરામાંથી બહાર આવ્યા પછી તમને અચાનક હળવાશનો અનુભવ થતો હશે. તે સક્રિય બનશે અને તાજગી અનુભવશે. આનું કારણ એ છે કે સાપ તેના આ જૂની પરત છોડવાની પ્રક્રિયા દરમિયાન અસ્વસ્થતા અનુભવતો હોય છે અને ખોરાક ખાતો નથી. માટે કાંચળી ઉતાર્યા બાદ તે પોતાની ભૂખ સંતોષવાનો પ્રયાસ વધુ જોરથી કરે છે.

આ નિષ્ણાતે લોકોની વિવિધ ગેરમાન્યતાને પણ સ્પષ્ટ કરી. જેમ કે ઘરની બહાર નીકળતી વખતે સાપ દેખાય તો તે તમારો દુશ્મન બની જાય અને કરડે છે.

મૂર્તિ કાંતિમંથીએ કહ્યું કે, "જ્યારે સાપના શરીર પર કાંચળી સખત રીતે ચોંટી જાય છે ત્યારે તે અસ્વસ્થતા અનુભવે છે. તે પોતાની જાતને અંધારાવાળી જગ્યાએ રાખશે જેથી કોઈ તેના પર હુમલો ન કરી શકે. આ સમયે જો તમે તેને ખલેલ પહોંચાડો છો અથવા તેને ખસેડવાનો પ્રયત્ન કરશો તો તે પરેશાન અને અસ્વસ્થ થઈને હુમલો પણ કરી શકે છે."

"વધુમાં જો કાંચળી પણ યોગ્ય રીતે ન છોડવામાં આવે તો પણ તેની મુશ્કેલી વધી શકે છે. તેઓ સમાગમ કરતી વખતે પણ નજીકમાં અવાજ સાંભળે છે તો તેઓ સ્વાભાવિક રીતે હુમલો કરવાનો પ્રયાસ કરશે. " સાપનાં આ વર્તનને લોકો બદલો કહે છે."

શું બધા સાપ કાંચળી કાઢે છે?
બીબીસી ગુજરાતી, સાપ, ગુજરાત, પ્રાણીઓ

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, મૂર્તિ કહે છે કે કાંચળી ઉતારવી એ કુદરતી પ્રક્રિયા છે

દુનિયાના બધા જ સાપ કાંચળી છોડતા હોય છે. મૂર્તિ કાંતિમંથીએ જણાવ્યું કે જે સાપ બેથી ત્રણ અઠવાડિયાંના જ હોય છે તે નાના હોય છે. કેટલાક સાપ જે સાવ નાના હોય છે તેઓ મહિનામાં ત્રણથી ચાર વખત તેમની કાંચળી છોડતા હોય છે. તેમણે ઉમેર્યું કે, મોટી ઉંમરના સાપ વર્ષમાં એક કે બે વાર પોતાની કાંચળી છોડે છે.

મૂર્તિ કાંતિમંથી કહે છે, "સાપ કેટલી વાર તેની કાંચળી ઉતારે છે તેની સંખ્યા નિશ્ચિત નથી હોતી. આનો આધાર સાપ શું ખાય છે, તે ક્યાં રહે છે, ત્યાંનું તાપમાન અને ભેજ શું છે તેના પર હોય છે. આ ઉપરાંત સાપની પ્રજાતિ પણ એક મુખ્ય પરિબળ છે."

તેઓ કહે છે કે સાપ એકમાત્ર પ્રાણીની પ્રજાતિ છે કે જે એક જ વખતમાં આંખોથી પૂંછડી સુધી આખા શરીર પરની કાંચળી કોટની જેમ ઉતારી શકે છે.

મૂર્તિ કાંતિમંથીએ ઉમેર્યું કે જ્યારે પણ સાપ ઉપરના પડના લીધે અસ્વસ્થતા અનુભવે છે ત્યારે તે તેના માટે અસહ્ય બની જાય છે. તેની સેન્સર જેવી સિસ્ટમ સાપને કાંચળી છોડવાનો સંકેત આપે છે.

મૂર્તિ કાંતિ મહંતીએ કહ્યું, "કાંચળી છોડવી એ એક કુદરતી પ્રક્રિયા છે."

જો આમ ન થાય તો સાપને બીમાર ગણવો જોઈએ. પછી તે સક્રિય નહીં રહી શકે. તે ત્વચાના રોગો પ્રત્યે પણ ઘણો સંવેદનશીલ હોય છે. બરાબર ખોરાક ના લેવાના કારણે અને બીજી સમસ્યાઓ કારણે સાપનું મૃત્યું થાય છે.

મૂર્તિ કાંતિમંથીએ બીબીસીને જણાવ્યું કે જો તમે આ સમયે તેમને મદદ કરવાનો પ્રયાસ પણ કરો તો પણ તેઓ સંપૂર્ણપણે અસ્વસ્થ થઈ જાય છે. અને તેમની નજીક આવનાર કોઈપણ વ્યક્તિ પર હુમલો કરી શકે છે.

એક ગેરસમજ એવી પણ છે કે સાપ દ્વારા છોડવામાં આવતી કાંચળીમાં ઝેર હોય છે.

પ્રોફેસર મંજુલથાએ આ વાત સ્પષ્ટ કરતા કહ્યું કે, "તેને સ્પર્શ કરવો એ હાનિકારક નથી. તે એક કોષોનું નિર્જીવ જાળું છે. તેમાં કોઈ ઝેર નથી હોતું. આ બધી ગેરમાન્યતા હોય છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.