વીગન અને અરાજકતાવાદી 'સંપ્રદાય'ના સભ્યો, જે અમેરિકામાં અનેક હત્યાના આરોપી છે

ઇમેજ સ્રોત, Sonoma County Police
- લેેખક, માઇક વેન્ડલિંગ
- પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
આ લોકો ઝિઝિયન્સ તરીકે ઓળખાય છે. આ એક પ્રકારનો સંપ્રદાય છે જે અમેરિકામાં સિલસિલાબંધ હત્યાઓ સાથે જોડાયેલો છે. અમેરિકામાં આના લીધે આ સંપ્રદાયના ઘણા સભ્યોની ધરપકડ પણ કરાઈ છે.
પરંતુ આ સંપ્રદાયની પાછળ રહેલો લોકો કોણ છે અને તેઓ શેમાં માને છે.
જેક લસોટા એ 34 વર્ષનાં ટ્રાન્સજેન્ડર મહિલા છે કે જેઓ આ સંગઠન ચલાવતા હતા. આમની બે દિવસ પહેલા જ ધરપકડ કરાઈ છે. તેમની સાથે 32 વર્ષીય મિશેલ ઝાજ્કો, 26 વર્ષીય ડેનિયલ બ્લેન્કની પણ ન્યાયીક પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવા અને અતિક્રમણના આરોપો હેઠળ ધરપરડ કરાઈ છે.
અધિકારીઓનું કહેવું છે કે તેઓ અમેરિકામાં છ હત્યાની તપાસ કરી રહ્યા છે જેનો સંબંધ આ જૂથના લોકો સાથે હોઈ શકે છે. આમાં પેન્સિલ્વેનિયામાં ડબલ મર્ડર, કૅલિફોર્નિયામાં ચાકુબાજીની અને જાન્યુઆરીમાં સરહદ પર ફરજ બજાવતા અધિકારી પર ગોળી ચલાવવાની ઘટનાઓ સામેલ છે.
આ સમૂહના અન્ય ત્રણ સભ્યો પર પહેલાંથી જ હત્યાના આરોપો લાગેલા છે.
આ સંપ્રદાય શું છે અને તેની સ્થાપના કોણે કરી હતી?

ઇમેજ સ્રોત, Getty Images
લાસોટાના બ્લૉગ પર આપેલી માહિતી પ્રમાણે, તેઓ 2013માં એન્જિનિયરિંગની ડિગ્રીની સાથે સ્નાતક પણ થયા હતા. ત્રણ વર્ષ બાદ સાન ફ્રાન્સિસ્કો જતા રહ્યા હતા.
ત્યાં તેમણે ઘણી કંપનીઓમાં નોકરી મેળવવા માટે અરજીઓ કરી હતી. તેમણે ટૂંક સમય માટે નાસામાં પણ ઇન્ટર્નશિપ કરી હતી. અહીંયાં તેમણે તર્કવાદી આંદોલનમાં સામેલ લોકો સાથે સંપર્ક બનાવવાનું શરૂ કર્યું. સિલિકોન વેલીમાં આ આંદોલન ઘણું લોકપ્રિય બન્યું હતું.
આ વિચારધારા સત્યની પરખ, પૂર્વગ્રહો અને નકારાત્મક વિચારીનો ખાત્મો કરી વ્યક્તિ અને સમાજને વધુ સારો બનાવવા તરફ મનને વાળવાની તરફેણ કરતી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લાસોટાએ ઝીઝ નામથી બ્લૉગ લખવાનું શરૂ કર્યું. તેમનાં લખાણમાં વિચિત્રતા જોવા મળતા અધિકાંશ તર્કવાદીઓની નજરથી તેઓ ઓઝલ થઈ ગયા.
આ બ્લૉગમાં હજારો શબ્દોની પોસ્ટ છે. જેમાં લાસોટાએ વ્યક્તિગત અનુભવો દર્શનશાસ્ત્રના સિદ્ધાંતો, પોપ સંસ્કૃતિ, કમ્પ્યુટર કોડિંગ અને અન્ય વિષયો પર ગૂઢ ટિપ્પણીનું મિશ્રણ છે.
એક વાર ટીવી સિરીઝ "ધ ઑફિસ" અને કૃત્રિમ બુદ્ધિ, અન્ય વિષયો પરની લાંબી ટિપ્પણી દરમિયાન તેમણે લખ્યું કે, "મને સમજાયું છે કે હું હવે લોકોને સહન નથી કરી શકતી. તર્કવાદીઓને પણ નહીં. હવે હું મારું જીવન સંપૂર્ણ એકાંતમાં ગાળીશ. મારી પ્રતિક્રિયાઓને અન્યથી છુપાવીશ. સુંદરતા જોવાની ક્ષમતા મેં ગુમાવી દીધી છે. અને એટલે હવે હું દુષ્ટતાને જોઈ શકું છું."
અન્ય ચર્ચા કરાયેલા વિષયોમાં વીગન (પ્રાણી સંબંધિત કોઈ પણ આહાર ના લેવો) અને અરાજકતાવાદ મુખ્ય છે.
2019માં લાસોટા અને અન્ય ત્રણ લોકોની એક તર્કવાદી સંગઠન દ્વારા આયોજિત એક કાર્યક્રમનો વિરોધ કરતી વખતે ધરપકડ કરવામાં આવી હતી.
તેમના બ્લૉગ પર છેલ્લી પોસ્ટ્સ આ જ તારીખની મળે છે.
મૃત્યુનો નકલી શ્રદ્ધાંજલિ લેખ

ઇમેજ સ્રોત, Lind family.
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પછીનાં થોડાં વર્ષોમાં લાસોટા અને તેમના સાથીઓએ યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવાસ કરતા રહ્યા.
અહેવાલો અનુસાર તેઓ કૅલિફોર્નિયા અને ઉત્તર કેરોલિનામાં એક બોટ પર અને ઘરોમાં રહેતા હતા.
2022માં જ્યારે લાસોટા તર્કવાદી સંગઠન સામેના વિરોધ સંબંધિત ટ્રાયલ સુનાવણીમાં હાજર રહેવામાં નિષ્ફળ ગઈ ત્યારે તેમની ધરપકડનું વૉરંટ જારી કરવામાં આવ્યું હતું.
તે સમયે તેમના વકીલે કહ્યું હતું કે તેમનું "સાન ફ્રાન્સિસ્કોમાં બોટિંગ અકસ્માતમાં મૃત્યુ થયું છે."
અલાસ્કાના એક અખબારમાં તેમના મૃત્યુ અંગેની શ્રદ્ધાંજલિનો લેખ પણ પ્રકાશિત થયો હતો. જેમાં લખવામાં આવ્યું હતું કે લાસોટાને "સાહસ, મિત્રો, સંગીત, સાયકલિંગ, કમ્પ્યુટર રમતો અને પ્રાણીઓ" ખૂબ ગમતા હતા.
પણ મોતની આ વાત તદ્દન ઉપજાવી કાઠેલી હતી. લાસોટા તો જીવતા જ હતા.
એઆઇ પર સંશોધન કરતા જેસિકા ટેલર કહે છે કે તેઓ આ જૂથના ઘણા સભ્યોને ઓળખે છે. તેમણે એપી ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે લાસોટા અને અન્ય ઝિઝિયન તેમનાં ગેરકાયદે કાર્યોને ન્યાયી ઠેરવવા માટે તેમની તર્કવાદી માન્યતાઓનો ઉપયોગ કરે છે.
" ભાડું ન આપવું અને જ્યારે તમને ઘરમાંથી કાઢી મૂકવામાં આવે ત્યારે પ્રતિકાર કરવાને એ યોગ્ય માને છે," તેમ ટેલર કહે છે.
યુનિવર્સિટી ઑફ કૅલિફોર્નિયા-બર્કલેના પ્રોફેસર પોલોમુ સાહાએ જણાવ્યું હતું કે, "સંપ્રદાય"ની કાનૂની વ્યાખ્યામાં આ જૂથ બંધબેસતું નથી. તેમ છતાં ઝિઝિયનોનાં ઘણાં લક્ષણો અને કાર્યો આ શબ્દની સાંસ્કૃતિક સમજ સાથે સુસંગત તો છે."
"આ એવા વ્યક્તિઓનો સમૂહ છે જે કેટલાક અપરંપરાગત વિચારોમાં માને છે," એમ કહેતા તેઓ ઉમેરે છે કે, "આનો અર્થ એ નથી કે તેઓ કોઈ પંથ કે સંપ્રદાય છે. જોકે તેમની પાસે નેતાની છબી પણ છે. 'ઝીઝ'ની છબી."
જોકે સાહાએ કહ્યું કે જૂથના સભ્યો વચ્ચેના સંબંધો અને તેમને આ હિંસાત્મક કૃત્યો કરવા માટે કોણે ભડકાવ્યા તે અંગે હજુ પણ અનિશ્ચિતતા બનેલી છે.
હિંસામાં વધારો

ઇમેજ સ્રોત, Getty Images
શ્રદ્ધાંજલિ પ્રકાશિત થયાના થોડા સમય બાદ લાસોટા જૂથના અન્ય સભ્યો સાથે સાન ફ્રાન્સિસ્કોની ઉત્તરે આવેલા કૅલિફોર્નિયાના વાલેજોમાં દેખાયા હતા.
તેઓ જૂથના સભ્ય કર્ટિસ લિન્ડની માલિકીની વાન અને વાહનોમાં રહેતા હતા.
સૂત્રો કહે છે કે કોઈક સમયે ઝિઝિયાન પરિવારે ભાડું ચૂકવવાનું બંધ કરી દીધું. અને લિન્ડે તેમને કાઢી મૂકવા માટે ફરિયાદ નોંધાવી.
પરંતુ વિવાદ આ વધતો ગયો અને નવેમ્બર 2022માં લિન્ડ પર હુમલો કરવામાં આવ્યો. તેમના પર લગભગ 50 વાર છરીના ઘા કરવામાં આવ્યા. આ ઘટનામાં તેમણે એક આંખ ગુમાવી દીધી.
હુમલા દરમિયાન લિન્ડે બંદૂક કાઢી જેને પોલીસે સ્વબચાવના કાર્ય તરીકે જોયું. તેમણે એમ્મા બોરહાનિયનને ગોળી મારીને મારી નાખી. તેઓ ગૂગલનાં ભૂતપૂર્વ કર્મચારી હતાં અને ઝિઝન્સનાં સભ્ય હતાં. તેમની પણ તર્કવાદી સંગઠન સામેના વિરોધપ્રદર્શન દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી.
અન્ય બે સભ્યો સુરી દાઓ અને સોમની લોજેન્સિયાની પણ ધરપકડ કરવામાં આવી હતી, તેમના પર લિન્ડની હત્યાના પ્રયાસનો આરોપ મૂકવામાં આવ્યો હતો. બંને હજુ પણ જેલમાં ટ્રાયલની રાહ જોઈ રહ્યા છે.
લાસોટા ઘટનાસ્થળે હાજર હતા પરંતુ તેમના પર કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો ન હતો.
બીજા મહિને પેન્સિલવેનિયાના એક નાના શહેરમાં ઝિઝિયનના એક સભ્યનાં માતાપિતાની હત્યા કરવામાં આવી.
71 વર્ષીય રિચાર્ડ ઝાજ્કો અને 69 વર્ષીય તેમની પત્ની રીટા માથામાં ગોળીના ઘા સાથે ઘરમાંથી મૃત હાલતમાં મળી આવ્યાં હતાં.
ઝાજ્કો દંપતી ઝીઝીઅન્સના સભ્ય મિશેલનાં માતાપિતા હતાં. તેમની પુત્રીને કસ્ટડીમાં લેવામાં આવી પરંતુ તેના પર કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો ન હતો.
આ ઘટનાના સંદર્ભમાં જ લાસોટાની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર ન્યાયમાં અવરોધ અને અવ્યવસ્થિત વર્તનનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
શિકાર ચાલુ જ રહ્યા
આ બે હુમલા સાથે જોડાયેલા હોવા ઉપરાંત આ જૂથ પર મોટા ભાગે કોઈનું ધ્યાન ગયું ન હતું. આ વર્ષની શરૂઆત સુધી તેના પર લોકોનું ધ્યાન આપ્યું જ નહતું.
17 જાન્યુઆરીના રોજ લિંડ નામના એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. તેમણે આ જૂથ પર હુમલો કરવાનો આરોપ મૂક્યો હતો.
વાલેજો પોલીસ વિભાગે જણાવ્યું હતું કે માસ્ક અને કાળો હૂડ પહેરેલા હુમલાખોરે તેમના પર છરીથી ઘા કર્યો હતો.
પોલીસે બાદમાં મેક્સિમિલિયન સ્નેઇડર પર હત્યાનો આરોપ મૂક્યો. લીસને સંદેહ હતો કે સ્નેઇડરે લિંડની હત્યા એટલા માટે કરી હતી જેથી તે પ્રથમ હુમલાના ટ્રાયલમાં જુબાની આપી ન શકે.
પછી એ હકીકત છે કે લિન્ડના મૃત્યુના થોડા દિવસો બાદ દેશની બીજી બાજુ એક સરહદ પર નિયુક્ત અધિકારીની હત્યા કરવામાં આવી હતી.
વર્મોન્ટમાં કૅનેડિયન સરહદ નજીક બૉર્ડર પેટ્રોલ એજન્ટ ડેવિડ મેલેન્ડે બે ઝિજિયન ટેરેસા યંગબ્લટ અને ફેલિક્સ બોકહોલ્ટને કસ્ટડીમાં લીધા હતા.
ત્યાં એકદમ ગોળીબાર શરૂ થયો. જર્મન નાગરિક બોકહોલ્ટ (જે ઓફેલિયાના નામથી પણ ઓળખાતા)નું પણ ગોળીબારમાં મૃત્યુ થયું.
યંગબ્લટ - જે અગાઉ મિલો તરીકે ઓળખાતા હતા - ઘાયલ થયા હતા અને બાદમાં પોલીસે તેમની ધરપકડ કરી હતી.
ત્યાર બાદ જૂથના અન્ય સભ્યોની શોધખોળ શરૂ કરવામાં આવી, કારણ કે પોલીસે અહેવાલ આપ્યો હતો કે મેલેન્ડની હત્યામાં વપરાયેલી બંદૂકની ખરીદી મિશેલ ઝાજ્કો દ્વારા જ થઈ હતી.
કબજો મેળવ્યો

ઇમેજ સ્રોત, U.S. Department of Homeland Security
વર્મોન્ટમાં થયેલા ગોળીબાર બાદ પેન્સિલવેનિયામાં પોલીસે જણાવ્યું હતું કે તેમને ઝાજ્કોનાં માતાપિતા પરના હુમલાના સંબંધમાં નવા પુરાવા મળ્યા છે. લાસોટા અનેક કોર્ટ સમન્સનો જવાબ આપવામાં નિષ્ફળ ગયા પછી તેમની ધરપકડ માટે પણ વૉરંટ જારી કરવામાં આવ્યું છે.
જ્યારે તેમની જૂથના અન્ય સભ્ય ડેનિયલ બ્લેન્ક સાથે મેરીલૅન્ડ ખાતે ધરપકડ કરવામાં આવી હતી, ત્યાં સુધી આ બંનેનાં ઠેકાણાં અજાણ હતાં.
પોલીસ રિપોર્ટ મુજબ વૉશિંગ્ટન ડીસીથી લગભગ 160 માઈલ ઉત્તરપશ્ચિમમાં આવેલા ફ્રોસ્ટબર્ગ શહેરના રહેવાસીએ પોલીસને ફોન કરીને કહ્યું કે તે ત્રણ "શંકાસ્પદ" માણસોને તેમની જમીન પરથી હટાવવા માગે છે, કારણ કે તેઓએ તેમને એક મહિના માટે તેમની જમીન પર કૅમ્પ કરવાનું કહ્યું હતું.
મેરીલૅન્ડ સ્ટેટ પોલીસે જણાવ્યું હતું કે ત્રણેય પર અતિક્રમણ અને ન્યાયીક અવરોધનો આરોપ મૂકવામાં આવ્યો છે. લાસોટા અને ઝાજ્કો પર પણ બંદૂક હિંસાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
ત્રણેયને જામીન આપવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો છે.
લાસોટાના વકીલ ડેનિયલ મેકગેરિગલે ધરપકડ અંગે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ તેના બદલે બીબીસીને તેમના ક્લાયન્ટ વિશે અગાઉ જારી કરાયેલ એક નિવેદન મોકલ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે, "હું પત્રકારો અને સામાન્ય જનતાને અનુમાન લગાવવાનું અને ઉતાવળમાં તારણો કાઢવાનું ટાળવા વિનંતી કરું છું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












