ગામોનાં ગામ તણાઈ ગયાં, મૃતદેહોના ઢગલા થઈ ગયા, દરિયામાં સર્જાયેલાં ખતરનાક વાવાઝોડાંનો ઇતિહાસ શું છે?

હવામાન, વાવાઝોડાં, દુનિયામાં આવેલાં ખતરનાક વાવાઝોડાં, બીબીસી ગુજરાતી, ધોધમાર વરસાદ, હવામાન વિભાગ, અમેરિકા

ઇમેજ સ્રોત, NASA

ઇમેજ કૅપ્શન, ગરમ પાણી અને વાતાવરણની અનુકૂળ પરિસ્થિતિઓને કારણે વાવાઝોડું મિલ્ટન ઝડપથી તીવ્ર બન્યું હતું

ઇતિહાસના પાને અનેક શક્તિશાળી વાવાઝોડાં નોંધાયાં છે. આવાં વાવાઝોડાં અનેક તબાહી સર્જતા હોય છે અને મોટી સંખ્યામાં જાનહાનિ પણ થતી હોય છે. આવાં કેટલાંક વાવાઝોડાં પર નજર નાખીએ.

દક્ષિણ-પૂર્વ લુઈસિયાનામાં આવેલા કેટરિના વાવાઝોડાને 20 વર્ષ થઈ ગયાં છે. જેમાં 1833 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને અકલ્પનીય વિનાશ નોતર્યો હતો.

29 ઑગસ્ટ, 2005ના રોજ આવેલા આ વાવાઝોડાએ શહેરના મોટા ભાગના વિસ્તારને પાણીમાં ડુબાડી દીધો હતો અને શહેરની વસતી વીજળી, ભોજન અને રહેઠાણ વગરની થઈ ગઈ હતી.

સ્થાનિક નિવાસી વિંડી સેબ્રેને એ સમયે બીબીસીને જણાવ્યું હતું કે ન્યૂ ઑરલિયન્સમાં મારું જીવન ખતમ થઈ ગયું. મારે નવેસરથી શરૂઆત કરવી પડશે. મારું શહેર અરાજકતામાં ડૂબી ગયું હતું.

કેટરિના યુનાઇટેડ સ્ટેટસમાં આવેલા ભીષણ વાવાઝોડામાં સ્થાન પામે છે. કેટરિના અને ઇતિહાસનાં અન્ય કેટલાંક શક્તિશાળી અને વિનાશકારી વાવાઝોડાંની તસવીરો આપણે જોઈ શકીએ છીએ.

1780નું ભયાનક વાવાઝોડું, સૌથી વધુ લોકોએ જીવ ખોયા

હવામાન, વાવાઝોડાં, દુનિયામાં આવેલાં ખતરનાક વાવાઝોડાં, બીબીસી ગુજરાતી, ધોધમાર વરસાદ, હવામાન વિભાગ, અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઑગસ્ટ 2005ના કેટરિના વાવાઝોડા પછી ન્યૂ ઓર્લિયન્સમાં લોકો જીવ બચાવવા માટે છાપરા પર ચઢી ગયા હતા

9 ઑક્ટોબર, 1780ની રાતે કેરેબિયન ટાપુ બારબાડોસમાં એક દિવસ બાદ વરસાદ શરૂ થયો. આગલી સવારે ઝડપી પવન ફૂંકાયો અને સાંજે છ વાગ્યા સુધી એક વાવાઝોડું પૂરી તાકાત સાથે દ્વીપ પર ત્રાટક્યું.

ગ્રેટ હરિકેન નામથી ઓળખાતું આ વાવાઝોડું અત્યાર સુધીનું સૌથી ખતરનાક એટલાન્ટિક હરિકેન ગણાય છે. મૃતકોની સંખ્યા 20,000થી 27,500 વચ્ચે હોવાનો અંદાજ છે.

આ વાવાઝોડું તેજીથી આખા દેશમાં આગળ ધપી રહ્યું હતું. આ વાવાઝોડાની ગતિ અંદાજે 322 કિમી પ્રતિ કલાક હતી. પવન એટલો તેજ હતો કે લોકો પોતાનો અવાજ પણ સાંભળી નહોતા શકતા. માત્ર કીચડ, કાટમાળ અને સડતા મૃતદેહો જ બચ્યા હતા.

બારબાડોસથી નીકળીને આ વાવાઝોડું માર્ટિનિક, સૅન્ટ લૂસિયા અને સૅન્ટ યૂસ્ટેટિયસ પરથી પસાર થયું. 25 ફૂટ ઊંચી મોજાં આખેઆખાં ગામ તાણી ગયાં હતાં. બ્રિટિશ-ફ્રાન્સ નૅવીનાં જહાજો પર સવારો સૈનિક સહિત હજારો લોકો સમુદ્રમાં ગરકાવ થઈ ગયા.

વાવાઝોડાને કારણે 6,000થી 8,000 લોકોનાં મોત થયાં

હવામાન, વાવાઝોડાં, દુનિયામાં આવેલાં ખતરનાક વાવાઝોડાં, બીબીસી ગુજરાતી, ધોધમાર વરસાદ, હવામાન વિભાગ, અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1900નું વાવાઝોડું પસાર થયા પછી ગેલ્વેસ્ટન તૂટી પડ્યું હતું

અમેરિકી ઇતિહાસનું સૌથી ઘાતક વાવાઝોડું 1900નું ગેલ્વેસ્ટન વાવાઝોડું હતું. આ વાવાઝોડું 1900ના પ્રારંભમાં મૅક્સિકોની ખાડી પરથી પસાર થયું હતું. 6 સપ્ટેમ્બરના રોજ ટૅક્સાસના ગેલ્વેસ્ટનમાં ટકરાતા પહેલાં આ ચોથી કૅટેગરીમાં તબદીલ થઈ ગયું હતું.

એક જીવિત બચેલા માછીમારે કહ્યું, "અમે એટલા બધા મૃતદેહો સાથે અથડાઈ રહ્યા હતા કે મારે એક પાઇપ લઈને આગળ વધવું પડ્યું અને રસ્તામાંથી મૃતદેહો ખસેડવા પડ્યા. આ અત્યાર સુધી જોયેલી સૌથી ભયાનક ચીજ હતી."

એક અંદાજ પ્રમાણે આ વાવાઝોડાને કારણે 6,000થી 8,000 લોકોનાં મોત થયાં હતાં.

ઍટલાન્ટિક બેસિનની બહાર આના કરતાં પણ વધારે ભયાનક વાવાઝોડાં આવ્યાં છે. આ વાવાઝોડાને હરિકેનને બદલે ચક્રવાત અથવા ટાઇફૂન કહેવાય છે. 1970માં આવેલું ભોલા વાવાઝોડું ભારત અને તત્કાલીન પૂર્વ પાકિસ્તાન (વર્તમાન બાંગ્લાદેશ) સાથે ટકરાયું હતું. આ વાવાઝોડામાં 5,00,000 લોકો માર્યા ગયા હતા.

કેટરિના અને મીચ વાવાઝોડાંએ કેવી તબાહી મચાવી હતી?

હવામાન, વાવાઝોડાં, દુનિયામાં આવેલાં ખતરનાક વાવાઝોડાં, બીબીસી ગુજરાતી, ધોધમાર વરસાદ, હવામાન વિભાગ, અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1970માં ભોલા વાવાઝોડું તે સમયના પૂર્વ પાકિસ્તાન (આજનું બાંગ્લાદેશ) પર ત્રાટક્યું ત્યારે પાંચ લાખ લોકો માર્યા ગયા હોવાનો અંદાજ છે

જે લોકોએ પોતાની સંપતિ, આજીવિકા અને પ્રિયજનો ગુમાવ્યાં છે એમના માટે હાલમાં આવેલું વાવાઝોડું વિનાશકારી હતું. પણ જો તમે સંપતિની સંખ્યાને મામલે તારાજી સર્જી હોય તો બે વાવાઝોડાંનો સૌથી ભયાવહ તરીકે ઉલ્લેખ થાય છે. આ બે વાવાઝોડાં એટલે કેટરિના અને મીચ.

ઇતિહાસમાં કેટરિના વાવાઝોડાને સૌથી ભયાનક માનવામાં આવે છે. દક્ષિણ-પૂર્વ અમેરિકામાં આ વાવાઝોડાએ ભારે તબાહી સર્જી હતી. અનુમાન છે કે આ વાવાઝોડાએ 2,17,000થી 3,00,000 જેટલાં ઘરોને નષ્ટ કરી નાખ્યાં હતાં.

દક્ષિણ-પૂર્વ લુઈસિયાનામાં 225 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. મિસિસિપીના તટ પર પ્રચંડ મોજાં સામાન્ય સ્તરથી 25-28 ફૂટ ઉપર અને દક્ષિણ-પૂર્વ લુઈસિયાના તટ પર 10-20 ફૂટ સુધી પહોંચી ગયાં હતાં. ન્યૂ ઑરલિયન્સમાં તોફાની મોજાંએ શહેરની રક્ષા માટે બનાવેલા તટબંધોને પણ તોડી નાખ્યા.

હવામાન, વાવાઝોડાં, દુનિયામાં આવેલાં ખતરનાક વાવાઝોડાં, બીબીસી ગુજરાતી, ધોધમાર વરસાદ, હવામાન વિભાગ, અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2005માં કેટરિના વાવાઝોડાએ અમેરિકાના લ્યુઇસિયાનામાં ભયાનક વિનાશ વેર્યો હતો

એટલે કે શહેરનો લગભગ 80 ટકા ભાગ પાણીમાં 20 ફૂટ સુધી ડૂબી ગયો. આ નુકસાને કેટરિના વાવાઝોડાને 'સૌથી મોંઘું વાવાઝોડું' બનાવી દીધું. જેમાં કુલ 201.3 અરબ ડૉલરનું નુકસાન થયું હતું.

કેટરિના બાદ બીજું આવેલું વાવાઝોડું હરિકેન હાર્વે હતું, જેણે ટૅક્સાસ અને લુઈસિયાનામાં ત્રાટકીને 160 અરબ ડૉલરનું નુકસાન પહોંચાડ્યું હતું.

પણ લગભગ સાત વર્ષ પહેલાં એક અન્ય વાવાઝોડાએ પણ કેટરિના જેટલો જ વિનાશ સર્જ્યો હતો.

અમેરિકામાં મીચ વાવાઝોડાએ સામાન્ય નુકસાન પહોંચાડ્યું હતું. ફ્લોરિડામાં 645 ઘર આ વાવાઝોડામાં નષ્ટ થઈ ગયાં હતાં. ઑક્ટોબર, 1998માં મૅક્સિકોના યુકાટન દ્વીપકલ્પથી મૅક્સિકોની ખાડીમાં આવ્યું હતું. ત્યાં સુધી તે પોતાનું સૌથી વરવું રૂપ બતાવી ચૂક્યું હતું.

હવામાન, વાવાઝોડાં, દુનિયામાં આવેલાં ખતરનાક વાવાઝોડાં, બીબીસી ગુજરાતી, ધોધમાર વરસાદ, હવામાન વિભાગ, અમેરિકા

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન, 1780માં આવેલા ગ્રેટ હરિકેને ઘણા કેરેબિયન ટાપુઓ પર વિનાશ કર્યો હતો

અગાઉ મીચ વાવાઝોડાએ હોંડુરાસમાં તબાહી મચાવી હતી. જેમાં આખો સમુદાય તબાહ થઈ ગયો હતો અને મધ્ય અમેરિકામાં મોટા પાયે વિનાશ વેર્યો હતો.

આ એક ભયંકર વાવાઝોડું હતું. પાંચમી કૅટેગરીમાં સ્થાન પામતું વાવાઝોડું સૌથી ભયાનક વાવાઝોડામાં સ્થાન પામે છે.

હોંડુરાસ પહોંચતાં સુધી આ વાવાઝોડું કૅટેગરી-1નું બની ગયું હતું. હોંડુરાસ પર મંડરાતા આ વાવાઝોડાને કારણે ધોધમાર વરસાદ થયો અને જળપ્રલયની સ્થિતિ સર્જાઈ. ભૂસ્ખલન પણ થયું, જેને કારણે હોંડુરાસ, નિકારાગુઆ, ગ્વાટેમાલા, બેલીઝ અને અલ સલ્વાડોરમાં 10,000થી 19,000 લોકો માર્યા ગયા.

આ વાવાઝોડામાં ઓછામાં ઓછાં 2,00,000 ઘરો ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયાં. માત્ર હોંડુરાસમાં 70,000 ઘર અને 92 પુલ નષ્ટ થઈ ગયાં. આખાં ગામો પહાડોથી વહીને કીચડની નદીઓમાં સમાઈ ગયાં. સંયુક્ત રાષ્ટ્રનું અનુમાન છે કે કુલ મળીને પાંચ લાખ લોકોએ પોતાનાં ઘર ગુમાવ્યાં હતાં.

હવામાન, વાવાઝોડાં, દુનિયામાં આવેલાં ખતરનાક વાવાઝોડાં, બીબીસી ગુજરાતી, ધોધમાર વરસાદ, હવામાન વિભાગ, અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેટરિના વાવાઝોડાને કારણે ન્યૂ ઓર્લિયન્સનો 80 ટકા ભાગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે સૌથી શક્તિશાળી વાવાઝોડું જ સૌથી વધુ નુકસાન પહોંચાડે છે અને સૌથી વધુ માનવ જિંદગીનો ભોગ લે છે, પરંતુ હંમેશાં આવું થતું નથી.

હરિકેન પેટ્રિશિયા 2015ના હરિકેન સિઝનનું 24મું વાવાઝોડું હતું.

23 ઑક્ટોબર, પેટ્રિસિયામાં 10 સેકન્ડથી વધુ સમય સુધી ચાલેલી પવનની ગતિ 356 કિમી પ્રતિ કલાક હતી. પશ્ચિમ ગોળાર્ધમાં નોંધાયેલી અત્યાર સુધીની સૌથી ઝડપી ગતિ હતી અને 1961ના ટાઇફૂન નેન્સી (જે અત્યાર સુધીના સૌથી શક્તિશાળી વાવાઝોડામાંનું એક હતું) જેટલું જ તીવ્ર હતું.

પેટ્રિસિયા મૅક્સિકોની ઓછી વસતીવાળા ભાગમાંથી પસાર થયું. મોટાં શહેરો બચી ગયાં અને તેના કારણે મૃતકોની સંખ્યા મર્યાદિત રહી.

મૅક્સિકોના તટ પર ત્રાટક્યા બાદ આ વાવાઝોડું નાટકીય રીતે નબળું પડી ગયું. પણ જમીન પર 265 કિમી પ્રતિકલાકથી ત્રાટક્યું હતું.

મૅક્સિકોના પહાડી વિસ્તારોને કારણે પેટ્રિસિયાને વધારે નબળું પાડી દીધું. 24 ઑક્ટોબર સુધીમાં આ વાવાઝોડું લગભગ પૂરી રીતે નબળું થઈ ગયું.

અમેરિકાના નૅશનલ ઓસેનિક ઍન્ડ ઍટમોસ્ફેરિક ઍડમિનિસ્ટ્રેશન અનુસાર, એની તીવ્રતા હોવા છતાં પણ મૃતકોની સંખ્યા આશ્ચર્યજનક રીતે ઓછી હતી. વાવાઝોડાને પરિણામે માત્ર બે લોકોનાં પ્રત્યક્ષ મોત થયાં અને અન્ય ચારનાં અપ્રત્યક્ષ મોત થયાં.

એરિન 2025નું ઍટલાન્ટિક મહાસાગરનું પહેલું વાવાઝોડું

હવામાન, વાવાઝોડાં, દુનિયામાં આવેલાં ખતરનાક વાવાઝોડાં, બીબીસી ગુજરાતી, ધોધમાર વરસાદ, હવામાન વિભાગ, અમેરિકા

ઇમેજ સ્રોત, Noaa

ઇમેજ કૅપ્શન, કેટરિના વાવાઝોડાના કારણે અમેરિકામાં અભૂતપૂર્વ નુકસાન થયું હતું

આ અઠવાડિયે એરિન વાવાઝોડું 2025નું ઍટલાન્ટિક મહાસાગરનું પહેલું વાવાઝોડું બન્યું, જેણે અમેરિકાની મુખ્ય જમીનને સ્પર્શી હોય અને હવામાન વિજ્ઞાનીઓને ચેતવણી આપવા માટે મજબૂર કરી દીધા.

આ સિઝનની શરૂઆતમાં સૌથી અત્યાર સુધીના સૌથી તીવ્ર વાવાઝોડામાંનું એક માનવામાં આવે છે.

સૌથી શક્તિશાળી વાવાઝોડા સામાન્ય રીતે વર્ષના અંતમાં પહેલી સપ્ટેમ્બર બાદ આવે છે. એરિન માત્ર 24 કલાકમાં કૅટેગરી-1માંથી કૅટેગરી-5માં પલટાઈ ગયું હતું અને પછી ફરી નબળુ પડીને કૅટેગરી-2માં ફેરવાઈ ગયું હતું.

અમેરિકાની નૅશનલ વેધર સર્વિસ અનુસાર, કોઈ ઉષ્ણકટિબંધીય વાવાઝોડાની તીવ્રતા આવા તેજ વાવાઝોડા વિશેષરૂપે ખતરનાક હોઈ શકે છે, કારણ કે લોકો પાસે આની તૈયારી માટેનો સમય ઓછો હોય છે.

(અહેવાલઃ સ્ટીફન ડૉલિંગ, ઇસાબેલ ગેરેટસેન, રિચાર્ડ ગ્રે, કેથરિન લેથમ અને જોસેલિન ટિમ્પલી)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન