મોટા પરિવારમાં ઊછરેલાં મહિલાનો મૃતદેહ ત્રણ વર્ષ સુધી ઘરમાં પડ્યો રહ્યો છતાં કોઈને ખબર કેમ ન પડી?

ઇમેજ સ્રોત, HUDGELL SOLICITORS
કાયદો જે નાગરિકોને પોતાની પ્રાઇવસી જાળવી રાખવાની છૂટ આપતો હોય, તેને માણવાની સ્વતંત્રતા આપતો હોય અને તેને સુરક્ષા આપતો હોય છે તે કાયદો ક્યારેક અંતિમ ક્ષણોમાં પોતાના સ્વજનોને મળવામાં પણ બાધારૂપ બનીને જીવનભરના રંજમાં પરિણમી શકે છે.
આવો એક કિસ્સો યુકેના સર્રેમાં આવેલા વોકિંગ વિસ્તારમાં બન્યો. જ્યાં સ્ક્રિઝોફેનિયાથી પીડાતાં એક 38 વર્ષીય મહિલાએ પરિવારજનોને મળવાનો ઇનકાર કરવા માટે પોતાની પ્રાઇવસીના કાયદાનો ઉપયોગ કર્યો હતો.
આ મહિલાનો મૃતદેહ વર્ષ 2021ના મે મહિનામાં તેમના નિવાસસ્થાનેથી મળ્યો હોવાનું મનાય છે કે, તેમનું મૃત્યુ નવેમ્બર 2017માં થઈ ચૂક્યું હતું.
38 વર્ષનાં લૉરા વિન્હમ સ્કિઝોફ્રેનિયાથી પીડાતાં હતાં અને તેમને એવું લાગતું હતું કે લોકો તેમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ પોતાના પરિવાર પર પણ આવી જ શંકા રાખતાં હતાં. તેથી તેઓ પરિવારના સંપર્કમાં ન હતાં.
તેમના ભાઈ રૉયનું કહેવું છે કે તેથી પરિવારને તેમના વિશે માહિતી ન હતી.
વારંવાર પરિવારે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ સંપર્ક ન થયો, જ્યારે તેમણે ફ્લેટનું લેટર-બૉક્સ જોયું ત્યારે આખા મામલાનો ખુલાસો થયો.
લૉરાનો મૃતદેહ મે 2021માં મળી આવ્યો હતો, પરંતુ નવેમ્બર 2017માં તેમનું મૃત્યુ થયું હોવાનું માનવામાં આવે છે.
તેમનાં ભાઈ-બહેનોએ કહ્યું કે, “તેઓ એક પ્રેમાળ પરિવારમાં ઊછર્યાં છે અને સ્કૂલ અને યુનિવર્સિટીનું શિક્ષણ મેળવ્યું છે, પરંતુ માનસિક આરોગ્ય કથળ્યું એ પછી તેઓ અમારી સાથે રહેતાં ન હતાં.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ “અત્યંત તાણ”માં રહેતાં હતાં, તેથી પરિવારે તેમનો સંપર્ક કરવાનું બંધ કરી દીધું, પરંતુ તેમને વિશ્વાસ હતો કે તેઓ સારવાર બાદ સાજા થઈ જશે.
જોકે પરિવારને તેમના વિશેની માહિતી મળતી બંધ થઈ ગઈ.
તેમનાં બહેન નિકીએ કહ્યું કે, “મેન્ટલ હેલ્થ ટીમની મદદથી તેમનો પરિવાર તેમના વિશેની માહિતી મેળવી શકે, પણ તેમણે તેનો ઇનકાર કર્યો હતો. જેના કારણે ડૉક્ટરો અમારી સાથે વાત કરતા ન હતા.”
તેમણે પત્ર, ટેક્સ્ટ મૅસેજ અને કાર્ડ મોકલવાનું ચાલુ રાખ્યું હતું.
રૉયે રેડિયો 4 પરના કાર્યક્રમમાં કહ્યું કે, આ “ઘણું મુશ્કેલ” હતું.
તેમણે કહ્યું કે, “પ્રાઇવસીના કારણે તેઓ અમારાથી દૂર થઈ ગયાં.”

લૉરાનો મૃતદેહ તેમના ભાઈને મળ્યો હતો

ઇમેજ સ્રોત, HUDGELL SOLICITORS
જ્યારે તેમના પિતા બીમાર થયા, ત્યારે સંપર્ક કરવાના પ્રયાસો વધારી દીધા હતા. તેમના મૃત્યુ બાદ પણ તેઓ તેમને ફોન કરી રહ્યા હતા.
રૉયે ફરી એક વાર તપાસ કરવાનું વિચાર્યું. તેમણે કહ્યું કે, "જ્યારે મેં લેટર-બૉક્સમાંથી અંદર જોયું, ત્યારે એવું લાગતું હતું કે ત્યાં ધાબળા હતા, પરંતુ જ્યારે મેં નીચે જોયું ત્યારે મને લાગ્યું કે મને એક પગ દેખાય છે.”
“જ્યાં મને કંબલ પડ્યો હોવાનું લાગતું હતું, ત્યાં તેઓ ટૉપ અને હૂડી પહેરીને પડ્યાં હતાં.”
“જ્યારે મેં બ્રશ ખસેડીને જોયું તો મને ચહેરો, શરીર દેખાયાં.
"ઍમ્બુલન્સ બોલાવી તો તેમણે મને પૂછ્યું કે, ‘શું તમને લાગે છે કે તેઓ હજી પણ જીવતાં હશે?’”
તેમણે કહ્યું કે, “એ દિવસે કંઈક એવું થયું હતું, જેનો ડર મને આજીવન લાગશે."














