અમેરિકા ભારતના વિદ્યાર્થીઓને પાછા કેમ મોકલી રહ્યું છે? શું ધ્યાન રાખવું?

અમેરિકા

ઇમેજ સ્રોત, GETTY IMAGES

    • લેેખક, અમરેન્દ્ર યાર્લાગડ્ડા
    • પદ, બીબીસી સંવાદદાતા

તાજેતરમાં ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા પહોંચેલા ભારતીય વિદ્યાર્થીઓને ફ્લાઇટમાંથી ઊતરતાવેંત પરત મોકલી દેવાયા હતા.

વિમાન લૅન્ડ થયા બાદ ઇમિગ્રેશન ચેક વખતે અધિકારીઓને જણાયું કે આ તમામ વિદ્યાર્થીઓ પાસે રહેલા દસ્તાવેજો યોગ્ય ન હતા. આટલું ખબર પડતાં જ અધિકારીઓએ તેમને તાત્કાલિક નેક્સ્ટ ફ્લાઇટમાં બેસાડીને પરત મોકલી દેવાયા.

અમેરિકાની ઇમિગ્રેશન ઑથૉરિટીએ જણાવ્યું હતું કે આ શૈક્ષણિક વર્ષ દરમિયાન અમેરિકા આવી રહેલા ઘણા વિદ્યાર્થીઓને અમુક કારણસર પરત મોકલાઈ રહ્યા છે.

પરંતુ આવું કેમ થઈ રહ્યું છે? આ વિદ્યાર્થીઓ પાસે વિઝા હોવા છતાં કેમ તેમને અમેરિકામાં ભણવાની પરવાનગી નથી અપાઈ રહી? શું એક વાર પરત મોકલાયા બાદ ફરી વાર જઈ શકાય કે કેમ? આવા ઘણા પ્રશ્નો તાજેતરની ઘટના બાદથી ઊઠવા લાગ્યા છે.

એ પહેલાં જાણી લઈએ કે આ 21 વિદ્યાર્થીઓ સાથે ખરેખર શું બન્યું હતું.

ગ્રે લાઇન

શું હતો મામલો?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, GETTY IMAGES

જે 21 વિદ્યાર્થીઓને અમેરિકાથી પરત મોકલાયા હતા તેઓ દિલ્હી પહોંચી ચૂક્યા છે.

અમેરિકામાં મિશિગનસ્થિત યુનિવર્સિટી હબ કન્સલ્ટન્સીના સીઇઓ ડૉ. અનિલ પલ્લાએ બીબીસીને જણાવ્યું કે યોગ્ય દસ્તાવેજો ન રજૂ કરવાની સાથોસાથ આવું થવા પાછળ અન્ય કારણો પણ જવાબદાર હોઈ શકે.

તેમણે કહ્યું, “અમેરિકા જઈ રહેલા વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર વાતચીત કરતી વખતે ખૂબ જ સાવધ રહેવું જોઈએ. F-1 વિઝા માટે ખૂબ કડક નિયંત્રણો છે. જો તમે ભણવા માટે જઈ રહ્યા હો તો તમારો ઉદ્દેશ એ જ હોવો જોઈએ.”

“અભ્યાસ માટેના વિઝા સાથે અમેરિકા જતા લોકો તેમના ઓળખીતા સાથે સોશિયલ મીડિયા પર નોકરી, રહેવાની સગવડ અને મુસાફરી અંગે વાતો કરે છે. આ જ કારણે અમેરિકન ઑથૉરિટીને વિદ્યાર્થીઓ પર શંકા જાય છે. વધુમાં આવા લોકો પર અમેરિકામાં પ્રવેશબંધી મુકાય એવું પણ બની શકે.”

તેમણે સલાહ આપતાં કહ્યું કે અમેરિકન સત્તાધીશો સામે વાત કરતા તેમની વાતચીતના લહેકાને સમજીને તેમના પ્રશ્નોના લાગતાવળગતા જવાબ યોગ્ય રીતે અને ગભરાટ વગર આપો.

કન્સલ્ટન્સી આ વાતને લઈને વિદ્યાર્થીઓને પૂર્વતૈયારી નથી કરાવતી તેના કારણે આ પ્રકારની મુશ્કેલીઓ સર્જાય છે.

ગ્રે લાઇન

ઇમિગ્રેશન અધિકારોના ચેકિંગથી આવી શકે છે સપનાનો અંત

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ડૉ. અનિલ પલ્લા કહે છે કે, “કન્સલ્ટન્સી બિઝનેસ માફક વિચારે છે. તેમજ તેઓ વિદ્યાર્થીઓને જરૂરી સૂચન આપતા નથી. પરંતુ અહીં એ નોંધનીય છે કે બધા વિદ્યાર્થીઓ અમેરિકા કામ કરવાના આશય સાથે નથી આવતા, પરંતુ તેઓ કુતૂહલવશ કંઈક એવા સવાલો પૂછી લે છે જેના કારણે તેઓ મુશ્કેલીમાં ફસાઈ જાય છે.”

તાજેતરમાં અમેરિકાની વિવિધ યુનિવર્સિટીઓમાં ઍડમિશન મેળવીને દેશમાં આવી રહેલા વિદ્યાર્થીઓને અણધાર્યા અનુભવો થઈ રહ્યા છે.

તેઓ ઍડમિશન અને વિઝા મળ્યાના ઉત્સાહ સાથે ત્યાં પહોંચે છે, પરંતુ ઇમિગ્રેશનના અધિકારીઓની ચેકિંગ ઘણી વાર તેમની તમામ આશાઓ પર પાણી ફેરવી દે છે.

અમેરિકામાં ભણતા હૈદરાબાદના વેમુરી રાકેશે કહ્યું કે, “સ્વાભાવિકપણે જ અમેરિકા આવતા બધા વિદ્યાર્થીઓને સ્ક્રીન કરાતા નથી. મુસાફરોમાંથી યાદૃચ્છિકપણે પસંદ કરાયેલા લોકોનું જ ચેકિંગ થાય છે. તેમને પુછાય છે કે શું તેઓ ભણવા જ આવ્યા છે કે કામ કરવા?”

“અહીં અધિકારીઓને લાગે છે કે વિદેશમાંથી આવતા વિદ્યાર્થીઓ દેશમાં ભણવાની સાથે કામ કરવા આવે છે. આના કારણે કામ કરવાની તકો મર્યાદિત બની જાય છે. ઉપરાંત સ્ટુડન્ટ વિઝા પર આવેલા લોકોને માત્ર ભણવાની જ પરવાનગી હોય છે.”

બીબીસી ગુજરાતી

તપાસમાં શું જોવાય છે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

હૈદરાબાદસ્થિત એપેક્સ કન્સલ્ટન્સીના મૅનેજર એચએમ પ્રસાદે બીબીસી સાથેની વાતચીતમાં આ અંગે કહ્યું હતું કે જે વિદ્યાર્થીઓને યાદૃચ્છિકપણે પસંદ કરવામાં આવે છે તેમને આર્થિક સ્થિતિ, યુનિવર્સિટીની ફી, બૅન્ક એકાઉન્ટની વિગતો વગેરે ચકાસવામાં આવે છે.

તેઓ કહે છે કે, “વિદ્યાર્થીઓને મોટા ભાગે આર્થિક બાબતોને લઈને પ્રશ્નો કરાય છે. અધિકારીઓ જોશે કે વિદ્યાર્થી જાતે ફી ભરી શકે છે કે કેમ. તેઓ વિદ્યાર્થી અને તેના પિતાની બૅન્ક એકાઉન્ટ ડિટેઇલ પણ તપાસશે અને જોશે કે તેમાં કેટલું બેલેન્સ છે. આ વિગતોને અગાઉ અપાયેલ ડૉક્યુમૅન્ટ સાથે સરખાવાશે.”

પ્રસાદ કહે છે કે, “કેટલીક કન્સલ્ટન્સી દ્વારા વિદ્યાર્થીઓને નકલી ડૉક્યુમૅન્ટ આપે છે. આના કારણે પણ મુશ્કેલી સર્જાય છે.”

બીબીસી ગુજરાતી

ઇમિગ્રેશનના અધિકારીઓ શું સવાલ કરે છે?

અમેરિકામાં ઉતરાણ બાદ અધિકારીઓ દ્વારા પુછાતા સવાલો પ્રથમ દૃષ્ટિએ સાવ ક્ષુલ્લક લાગી શકે. પરંતુ કસલ્ટન્સીના મૅનેજરોના મતે આ સવાલો વિદ્યાર્થીઓની ક્ષમતાનો તાગ મેળવવા માટે પુછાય છે.

  • શું તમારી પાસે ડેબિટ-ક્રેડિક કાર્ડ છે?
  • બૅન્ક બૅલેન્સ કેટલું છે?
  • જો તમારી પાસે ક્રેડિક કાર્ડ હોય તો તેનો કેટલો ઉપયોગ કરો છો?
  • શું હું તમારો ફોન તપાસી શકું?

(ફોન આપ્યા બાદ તેની અંદરનો ડેટા તપાસાશે. વૉટ્સઍપ ચેટ અને સોશિયલ મીડિયા પોસ્ટ પર નજર કરાશે.)

  • શું તમે બીમારી માટેની કોઈ દવા લઈ રહ્યા છો?
  • તમે અમેરિકામાં ક્યાં રહેવાના છો?
  • અહીં કોઈ મિત્ર કે સંબંધીઓને ઓળખો છો?
  • શું તમે ઑનલાઇન ક્લાસિસ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે?
  • કૉન્સુલેટને આપેલા દસ્તાવેજોની વિગતો શું છે?

આવા ઘણા સવાલ પુછાય છે.

બીબીસી

ખોટી માહિતી આપનારનું શું થાય?

જો તમે ઇમિગ્રેશન ઑફિસરે પૂછેલા સવાલોના સાચા જવાબ ન આપો તો તેની ભારે કિંમત ચૂકવવી પડી શકે છે.

પહેલા તેઓ વિદ્યાર્થીઓ દ્વારા અપાયેલા જવાબો નોંધી લે છે.

જો અધિકારીઓ તેમના જવાબથી અસંતુષ્ટ હોય તો તેમને ‘ડિપોર્ટ’ કરી દેવાય છે. આવા વિદ્યાર્થીઓએ તાત્કાલિક બીજી જ ફ્લાઇટમાં પોતાના દેશ પરત ફરવું પડે છે.

જો ડૉક્યુમૅન્ટમાં ખોટી માહિતી રજૂ કરાય તો આવી સ્થિતિમાં અઢી મિલિયન ડૉલરનો દંડ થઈ શકે છે.

બીબીસી ગુજરાતી

એક વખત ડિપોર્ટ થયા બાદ અમેરિકા જઈ શકાય?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

જો વિદ્યાર્થી ઇમિગ્રેશન ઑથૉરિટીને ખોટી માહિતી આપે તો તેને ડિપોર્ટ કરી દેવાય છે. જો આવું થાય તો ડિપોર્ટ થયેલા વિદ્યાર્થી પાંચ વર્ષ સુધી ફરી વાર અમેરિકા ન જઈ શકે.

તેમને બ્લૅકલિસ્ટ કરી દેવાશે. જોકે, આ પ્રતિબંધ માત્ર અમેરિકા પૂરતો મર્યાદિત રહેશે.

ન્યૂયૉર્કનાં ઇમિગ્રેશન ઍટર્ની કવિતા રામાસ્વામીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “જો આવી રીતે પ્રતિબંધ લાદી દેવાય તો એ વિદ્યાર્થીની કારકિર્દી પર એક કાળા ટપકા સમાન બને છે. અમેરિકા સિવાય આ વિદ્યાર્થી અન્ય કોઈ પણ દેશમાં જઈ શકે છે. પરંતુ જો ત્યાં ખબર પડે કે અમેરિકાએ તેમના પર પ્રતિબંધ લાદ્યો છે, તો બીજા દેશોમાં પણ મુશ્કેલી થવાનું શક્ય છે.”

કોરોનાકાળ બાદથી વિદેશ જનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો. પરંતુ પાછલાં બે વર્ષમાં વિદેશની યુનિવર્સિટીઓ આ ઘટ પૂરી કરવા માટે ઑફર જાહેર કરી રહી છે. આના કારણે આ દેશો વિદેશમાંથી વિદ્યાર્થીઓની આકર્ષી રહ્યા છે.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, GETTY IMAGES

અમેરિકા, કૅનેડા અને બ્રિટન જેવા દેશો મોટા ભાગે વધુ વિઝા ઇશ્યુ કરે છે. આ વિઝામાં ઘણો મોટો ભાગ ભારતીય વિદ્યાર્થીઓનો હોય છે.

ચીન બાદ ભારતમાંથી અમેરિકા જતા લોકોની સંખ્યા સૌથી વધુ છે.

સ્ટેટિસ્ટા રિસર્ચ ડિપાર્ટમેન્ટના આંકડા અનુસાર 2021-22માં અમેરિકામાં ભણતા મોટા ભાગના વિદ્યાર્થીઓ ચીન અને ભારતના હતા.

અમેરિકામાં ચીનના 2,90,086 અને ભારતના 1,99,181 વિદ્યાર્થીઓ છે.

અમેરિકાના દૂતાવાસે જાહેર કર્યું છે એ પ્રમાણે આ વર્ષે રેકૉર્ડ સંખ્યામાં ભારતીયોની વિઝા અપાયા છે.

7 જૂનની પ્રેસ રિલીઝ અનુસાર આ વર્ષે અમેરિકાએ લગભગ બે લાખ વિઝા ઇશ્યુ કર્યા છે.

વધુ સંખ્યામાં વિઝા ઇશ્યુ થવાને કારણે વધુ ને વધુ વિદ્યાર્થીઓ અમેરિકા જવાની વાતને પ્રાથમિકતા આપી રહ્યા છે.

જોકે, કન્સલ્ટન્સીવાળા લોકોનું કહેવું છે કે કેટલાક લોકો સોશિયલ મીડિયા ચેટ અને વિઝાના નિયમોના ઉલ્લંઘનને કારણે પડી રહેલી મુશ્કેલીઓને કારણે સ્વદેશ પરત પણ ફરી રહ્યા છે.

રેડ લાઇન
રેડ લાઇન