આથેલો ખોરાક આંતરડા માટે સ્વાસ્થ્યવર્ધક હોય છે?

ઇડલીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇડલી બનાવવા માટે પણ આથો લાવવામાં આવે છે
    • લેેખક, જેસિકા બ્રૅડલી
    • પદ, બીબીસી ફ્યૂચર

કેફિર, કિમચી, સાવરક્રાઉટ અને કૉમ્બુચા. આ બધા અલગ-અલગ ખોરાક છે, પરંતુ તેમાં નિર્ણાયક વસ્તુ સમાન છેઃ આ બધા આથેલા આહાર (ફર્મૅન્ટેડ ફૂડ્સ) છે.

માનવજાતે તેના આહારને સાચવવા માટે સમગ્ર ઇતિહાસમાં ફર્મૅન્ટેશનનો ઉપયોગ કર્યો છે. આર્જેન્ટિનાની નેશનલ યુનિવર્સિટી ઑફ લિટોરલ ખાતે માઇક્રોબાયૉલૉજીના પ્રોફેસર ગૅબ્રિયેલ વિન્ડેરોલા કહે છે, "દરેક સંસ્કૃતિનો પોતાનો આથેલો આહાર હોય છે."

"હવે ફર્મૅન્ટેશન વધારે વ્યાપક બની રહ્યું છે. તેના હજારો પ્રકાર છે અને તેનું વધુને વધુ ઉત્પાદન ઔદ્યોગિક સ્તરે કરવામાં આવી રહ્યું છે.”

આપણા રસોડાને બદલે ઔદ્યોગિક ધોરણે આથાવાળા આહારનું ઉત્પાદન કરવાના ફાયદાની સાથે ગેરફાયદા પણ છે.

ફર્મૅન્ટેશનથી રાસાયણિક પ્રિઝર્વૅટિવ્ઝની જરૂરિયાત રહેતી નથી, પરંતુ લંડનની કિંગ્ઝ કૉલેજના સંશોધકોને તાજેતરમાં બ્રિટનની સુપરમાર્કેટ્સમાં મળતી ફર્મૅન્ટેડ ફૂટ પ્રોડક્ટ્સના પરીક્ષણમાં કુલ પૈકીની લગભગ 33 ટકા પ્રોડક્ટ્સમાં ઍડિટિવ્ઝ મળ્યાં હતાં.

આ ઍડિટિવ્ઝ એટલે કે ઉમેરણમાં મીઠું, ખાંડ અને વસ્તુમાં મીઠાશ લાવતા સ્વીટનર્સનો સમાવેશ થાય છે. તે ઍડિટિવ્ઝ કાયદેસરની મર્યાદા અનુસારનાં હતાં. તેનો અર્થ એવો પણ થાય કે કેટલીક પ્રોડક્ટ્સને ટેકનિકલ રીતે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.

પાયાનો સવાલ એ છે કે ફર્મૅન્ટેડ ફૂડ આપણા સ્વાસ્થ્ય માટે ઉપકારક છે કે પછી વધુ એક અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ છે, જેનો આહાર કરવાનું આપણે ટાળવું જોઈએ?

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો.
ઇમેજ કૅપ્શન, બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો.

ફર્મૅન્ટેડ ફૂડ એટલે શું?

અથાણાંની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આથાવાળાં ઘણાં ખાદ્યપદાર્થ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવાનો મત

ખોરાકને ફર્મેન્ટ કરવાથી ચોક્કસ પ્રકારના ખોરાકમાંના પોષક તત્ત્વોની જૈવઉપલબ્ધતા બદલાઈ શકે છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આપણું શરીર ચોક્કસ ખોરાકમાંથી કેટલા પોષક તત્ત્વોને શોષી શકે છે અને તેનાથી કેટલો ફાયદો થાય છે તેનું નિર્ધારણ પણ કરે છે.

પશ્ચિમના દેશોમાં આથેલા આહારના સંભવિત સ્વાસ્થ્ય લાભોની સમજવાની શરૂઆત માત્ર થઈ છે.

ફર્મૅન્ટેડ ફૂડ્ઝમાં વધેલા રસનું મૂળ આપણા આંતરડાના માઇક્રોબાયૉમ અને એકંદર આરોગ્ય વચ્ચેની કડી તથા તેમાં આપણો આહાર કેવી રીતે ફાળો આપે છે તે બાબતે વધેલી જાગૃતિમાં છે.

આયર્લૅન્ડની રાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ ઍજન્સી ટીગાસ્ક ફૂડ રિસર્ચ સેન્ટરના વરિષ્ઠ સંશોધક પૉલ કોટર કહે છે, "આથાની પ્રક્રિયામાં, આપણા સ્વાસ્થ્ય પર વિવિધ અસર કરતા કાર્બનિક ઍસિડ્સ અને વિવિધ પૅપ્ટાઇડ્સ જેવા નવા જૈવ સંયોજનો પેદા થાય છે."

કેટલાંક ફર્મૅન્ટેડ ફૂડ્ઝ આથવામાં ન આવ્યાં હોય તેવા ફૂડ્ઝની સરખામણીએ વધુ પોષક તત્ત્વો ધરાવતા હોવાનું જાણવા મળ્યું છે. કેટલાંકમાં આંતરડાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પ્રોબાયોટિક્સ હોય છે.

આથાવાળા આહારને બે જૂથમાં વિભાજિત કરી શકાયઃ જેમાં જીવંત બૅક્ટેરિયા હોય તેવા અને જેમાં ઉત્પાદન દરમિયાન બૅક્ટેરિયા માર્યા ગયા હોય તેવા, જેમ કે બ્રેડ, બિયર અને વાઈન.

વિન્ડરોલાના કહેવા મુજબ, ફર્મૅન્ટેશનની પ્રક્રિયા દરમિયાન માઇક્રોબ્સ (સુક્ષ્મ જીવાણુ) ખોરાકમાંની ખાંડનો આહાર કરે છે અને એ ખાંડ તેમની તમામ બાયોકેમિકલ પ્રતિક્રિયાઓને ઈંધણ આપે છે.

તેઓ કહે છે, "એ પછી તે, ખોરાકમાં અગાઉ ન હતા તેવા લૅક્ટિક ઍસિડ જેવા તત્ત્વોને મુક્ત કરવાનું શરૂ કરે છે. તે આપણા આંતરડા માટે ફાયદાકારક નાના ફ્રેક્શન્શને મુક્ત કરવા ઍમિનો ઍસિડની ચેઇન્સ પણ કાપી શકે છે."

આથાવાળા ખોરાકનો આહાર કરવામાં આવે ત્યારે તેમાંના લાઇવ બૅક્ટેરિયા ગટ માઇક્રોબાયોટામાં ક્ષણિક મહેમાન અથવા કાયમી નિવાસી બની શકે છે. તેનાથી સ્વાસ્થ્ય સંબંધી લાભ થાય છે અને હાનિકારક બૅક્ટેરિયા સામે સ્પર્ધા કરીને તેમની વિપુલતા ઘટાડી પણ શકે છે.

વિન્ડરોલાના કહેવા મુજબ, આથાવાળા ખોરાકમાં જીવંત બૅક્ટેરિયા ન હોવા છતાં તેનાથી લાભ થાય છે. મૃત્યુ પામતા પહેલાં માઇક્રોબ્સ, પૅપ્ટાઇડ્ઝ જેવા સ્વાસ્થ્યને પ્રોત્સાહિત કરતા મોલેક્યુલ્સ ઉત્પન્ન કરે છે.

અલબત, આરોગ્ય સંબંધી આ લાભો ફર્મૅન્ટેડ ફૂડ્સ અને ડ્રિંક્સની અન્ય વિશેષતાઓ કરતાં વધારે જરૂરી નથી. દાખલા તરીકે, ફર્મૅન્ટેડ સાવરડોમાં હીટિંગની પ્રક્રિયા પછી પણ પ્રિબાયોટિક્સ યથાવત રહે છે અને તે આપણા આંતરડાના માઇક્રોબાયોમ માટે ફાયદાકારક હોઈ શકે છે.

આપને આ પણ વાંચવું ગમશે

આથાવાળા આહારથી આંતરડાનું સ્વાસ્થ્ય સુધરે છે?

માઇક્રોબ્સ

ઇમેજ સ્રોત, Getty Images

સામાન્ય રીતે આપણા પેટનું સ્વાસ્થ્ય વિજ્ઞાનીઓ માટે દિલચસ્પીનો વિષય બની રહ્યું છે. દાખલા તરીકે અમેરિકામાં અનેક વયસ્ક લોકો પૂરતા પ્રમાણમાં રેસાવાળા ખોરાકનું સેવન કરતા નથી અને અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે આવા લોકો પાચન સંબંધી આમવાતને કારણે બેચેની અથવા પેટ ફૂલવા જેવી કમસે કમ એક સમસ્યાથી પીડાતા હોય છે.

આથેલો આહાર કેટલાક લોકોમાં ‘ફોડમેપ’ સહિતના ગૅસ્ટ્રોઇન્ટેસ્ટિનલ સમસ્યાનું કારણ બનતા કેટલાક કમ્પાઉન્ડ્સને ઘટાડી અથવા ખતમ કરી શકે છે. (ફર્મૅન્ટેબલ ઑલિગોસેકેરાઇડ્સ, ડિસેકરાઇડ્સ, મૉનોસેકરાઇડ્સ અને પોલીઓલ્સનું સંક્ષિપ્ત નામ ફોડમેપ -FODMAP - છે)

આ શર્કરા આપણા આંતરડામાં પચી જાય છે અથવા શોષાઈ જાય છે અને આંતરડાની દીવાલમાં ખેંચાણ સર્જી શકે છે, જેનાથી કેટલાક લોકોને પીડા તથા પરેશાની થઈ શકે છે. ડૉક્ટરો ઇરિટેબલ ફૂડ સિન્ડ્રૉમથી પીડાતા તેમના દર્દીઓને ફોડમેપ આહાર લેવાની સલાહ વારંવાર આપતા હોય છે.

ફર્મૅન્ટેશનની પ્રક્રિયા કેટલાક ખોરાકમાંથી ગ્લુટન ઘટાડી શકે છે અથવા ખતમ પણ કરી શકે છે, જે આંતરડાની એક અન્ય સમસ્યા સીલિએક ડિસીઝથી પીડાતા લોકો માટે લાભકારક છે.

આથેલો ખોરાક રોગપ્રતિકારક પ્રણાલીને મજબૂત કરી શકે?

કોરિયન ખોરાક કિમીચીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોરિયન ખોરાક કિમીચી

આધુનિક જીવનશૈલી માઇક્રોબ્સના વૈવિધ્યને બદલીને આપણી રોગપ્રતિકારક પ્રણાલીને કેવી રીતે પ્રભાવિત કરી રહી છે એ બાબતે તાજેતરનાં વર્ષોમાં વિજ્ઞાનીઓમાં ચિંતા વધી છે.

વિન્ડરોલા ચેતવણી આપે છે, "આપણા આહારમાં સામાન્ય રીતે ફાઇબરની માત્રા ઓછી હોય છે. આપણે બધુ બધા ઍન્ટીબાયૉટિક્સ લઈએ છીએ. આપણું સ્ટ્રેસ વધ્યું છે અને આપણે પૂરતી ઊંઘ પણ લેતા નથી. આ બધાને કારણે આપણા શરીરમાં માઇક્રોબ્સનું વૈવિધ્ય ઘટે છે."

ફર્મૅન્ટેડ ફૂડ્સ તેમાં સૈદ્ધાંતિક રીતે ફેરફાર કરી શકે છે.

વિન્ડરોલા કહે છે, "ફર્મૅન્ટેડ ફૂડ્સની મુખ્ય ભૂમિકા એ છે કે તે લાઇવ માઇક્રોબ્સ પ્રદાન કરી શકતા નથી. તે માઇક્રોબ્સ આંતરડામાં પ્રવેશે છે અને રોગપ્રતિકારક કોષોને સોજાને અંકુશિત કરવાની તાલીમ આપે છે."

વિન્ડેરોલાના કહેવા મુજબ, નિમ્ન-સ્તરનો દાહ એક સમસ્યા છે, કારણ કે દાહક સંયોજનો લોહીના પ્રવાહમાં સમગ્ર શરીરમાં પ્રવાસ કરી શકે છે. મગજ, હૃદય અને યકૃત સુધી પહોંચી શકે છે. દાખલા તરીકે, તે ક્રૉનિક પરિસ્થિતિ તરફ દોરી શકે છે.

પોલ કોટરના કહેવા મુજબ, વધુ માઇક્રોબ્સનો આહાર કરવાથી રોગપ્રતિકારક તંત્ર સારી અને ખરાબ ભૂલો વચ્ચેનો તફાવત વધુ સારી રીતે સમજવા તૈયાર થઈ શકે છે. આપણા રોગપ્રતિકારક તંત્ર માટે તેની સાથે કામ પાર પાડવું મુશ્કેલ હોઈ શકે છે. એ ઉપરાંત ઇન્ફ્લેમેટરી બોવેલ જેવા ઑટોઇમ્યુન રોગો વિકસવાનું જોખમ પણ વધી શકે છે.

સંશોધકોએ તાજેતરના એક અભ્યાસમાં શોધી કાઢ્યું હતું કે સાવરક્રાઉટ એટલે કે બારીક કાપેલી, ફર્મૅન્ટેડ કાચી કોબીનું સેવન કરવાની નોંધપાત્ર દાહ-વિરોધી અસર થાય તે શક્ય છે.

એવું કેવી રીતે? જર્મનીની યુનિવર્સિટી ઑફ લીપઝિંગના ક્લાઉડિયા સ્ટાઉબર્ટ અને તેમના સાથીઓએ જોયું હતું કે સારવક્રાઉટ લોહીના પ્રવાહમાં લેક્ટિક ઍસિડ બૅક્ટેરિયાની સાંદ્રતા વધારે છે. તે એચસીએથ્રી નામના રિસૅપ્ટરને સક્રિય કરી શકે છે, જે શરીરમાં કોઈ અજાણ્યા પદાર્થની જાણ રોગપ્રતિકારક શક્તિને કરે છે.

તેમના સંશોધનના આધારે સ્ટાઉબર્ટ એ વાતની પુષ્ટિ કરી શક્યા હતા કે સાવરક્રાઉટ એચસીએથ્રીની ક્રિયા દાહ-વિરોધી હોય છે.

"તેનો અર્થ એ છે કે રોગપ્રતિકારક તંત્ર ઓછું સક્રિય છે, જે સારું છે," તેઓ કહે છે.

"ખરાબ રોગપ્રતિકારક તંત્ર વધારે ખરાબ પ્રતિક્રિયા આપે છે અને તે ઑટોઇમ્પ્યુન રોગો પેદા કરી શકે છે. તેથી રોગપ્રતિકારક તંત્રને ઓછી પ્રતિક્રિયાશીલ બનવાની તાલીમ આપવા માટે આથાવાળો ખોરાક ખાવો તે સારું છે."

ઍંગ્ઝાયટી અને ડિપ્રેશનમાં મદદરૂપ છે?

ફર્મૅન્ટેડ કોબીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફર્મૅન્ટેડ કોબી

આથેલો આહાર માનસિક સુખાકારી માટે લાભકર્તા હોય તે શક્ય છે, પરંતુ આ વિષે કોઈ નિશ્ચિત સંશોધન થયું નથી.

2023ના એક અભ્યાસમાં સહભાગીઓને બે જૂથમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. એક જૂથમાં એવા લોકો સમાવિષ્ટ હતા, જેઓ સપ્તાહમાં ઓછામાં ઓછા ત્રણ વખત આથાવાળા પ્લાન્ટ ફૂડનો આહાર કરતા હતા અને બીજા જૂથના લોકો એવું કરતા ન હતા.

સંશોધકોએ તે લોકોના આંતરડામાંના માઇક્રોબાયોમ્સ તથા અન્ય પોષક તત્ત્વોનું વિશ્લેષણ તથા તુલના કરી હતી. તેમને જાણવા મળ્યું હતું કે જેઓ આથેલો આહાર કરે છે તેમનામાં બૅક્ટેરિયાનું વૈવિધ્ય તથા શૉર્ટ-ચેઇન ફૅટી ઍસિડ્સનું પ્રમાણ, જે લોકો આથેલો આહાર નથી કરતા તેમની સરખામણીએ વધારે હોય છે.

યુનિવર્સિટી ઑફ મિનેસોટામાં માઇક્રોબાયોમ્સ સ્ટડીઝના પ્રોફેસર અને ઉપરોક્ત અભ્યાસના સહ-લેખક આંદ્રેઝ ગોમેઝ કહે છે, "આથાવાળો આહાર કરતા અને નહીં કરતા લોકોના આંતરડામાંના નાના રસાયણો એકમેકથી બહુ અલગ હતાં, જે સૌથી વધુ મહત્ત્વનું તારણ હતું."

સમાન સહભાગીઓ સાથેના એક ટૂંકા અભ્યાસમાં ગોમેઝ અને તેમના સહકર્મીઓએ શોધી કાઢ્યું હતું કે આથાવાળો આહાર કરતા લોકોનું માનસિક સ્વાસ્થ્ય વધારે સુસંગત હતું, જ્યારે આથાવાળો આહાર ન કરતા લોકોનો મૂડ અસ્થિર રહેતો હતો. જોકે, આ પરિણામ હજુ સુધી પ્રકાશિત કરાયું નથી.

ગોમેઝનો બીજો અભ્યાસ પણ પ્રકાશિત થવો બાકી છે. તે અભ્યાસમાં ઑર્ગેનિક વિરુદ્ધ આથાવાળા પરંપરાગત આહારની અસરોની તુલના કરવામાં આવી છે. ગોમેઝનો દાવો છે કે તેમણે આથાવાળા આહારના વપરાશ અને ન્યૂરોટ્રાન્સમીટર ગામા-ઍમિનોબ્યુટીરિક ઍસિડ, ખાસ કરીને કાર્બનિક ખોરાક વચ્ચેની કડી મળી આવી છે.

તેઓ કહે છે, "આ એક અવરોધક ન્યૂરૉટ્રાન્સમીટર છે, જે તમને શાંતિનો અનુભવ કરાવે છે. તે એંગ્ઝાયટી એટલે કે અસ્વસ્થતા અને હતાશા માટે ઉપયોગી હોઈ શકે છે."

પ્રકાશિત ન થયેલા એક અન્ય અભ્યાસમાં ગોમેઝે ઊંદરડાને વધારે ખાંડ તથા વધારે ચરબીયુક્ત પશ્ચિમી ખોરાક ખવડાવ્યો હતો. ઊંદરડાઓમાં ડિપ્રેશન આકાર પામ્યું હોવાની પુષ્ટિ કરવા માટે તેમણે પ્રયોગશાળામાં પરીક્ષણો કર્યાં હતાં. એ પછી તેમણે કુલ પૈકીના અડધા ઊંદરોને કોમ્બુચા (આથાવાળી એક વાનગી) ખવડાવ્યું હતું. તેમને જાણવા મળ્યું હતું કે સંભવતઃ કોમ્બુચા ન ખાતા ઊંદરોની સરખામણીએ માઇક્રોબાયોમમાં ફેરફારને લીધે તેમની સ્થિતિમાં સુધારો થયો હતો.

તેનો ઉપયોગ સ્થૂળતાની સારવાર માટે કરી શકાય?

કબજિયાતથી પીડિત મહિલાની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમુક પ્રકારના આથેલા ખોરાકથી કબજિયાતમાં લાભ થાય

ગોમેઝને તેમના અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે આથાયુક્ત ખોરાક સ્થૂળતાની સારવાર માટે જાણીતા મેટાબૉલિક્સ ઉત્પન્ન કરી શકે છે. આ બાબતે વ્યાપક અભ્યાસ કરવામાં આવ્યો છે, પરંતુ કઈ પદ્ધતિથી આ અસર પેદા થાય છે તે હજુ અસ્પષ્ટ છે.

અલબત, તેની એક સ્પષ્ટતા એ છે કે આથાવાળા ખોરાકમાંના કેટલાક પોષક તત્ત્વોમાં મેટાબૉલિક્સ હોય છે, જે શરીરમાં ભૂખ સંબંધિત ચેતાપ્રેષકો દ્વારા આપણી ભૂખને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.

આથાવાળા ખોરાક અને સ્થૂળતાના જોખમો વચ્ચેની કડી પાછળ અનેક કારણો હોઈ શકે છે, એવું તારણ વિજ્ઞાનીઓએ 2023ના વિશ્લેષણમાં કાઢ્યું હતું.

અત્યાર સુધીના અભ્યાસો આશાસ્પદ દેખાતા હોવા છતાં તેઓ કહે છે કે સંપૂર્ણ સ્પષ્ટતા માટે હજુ લાંબો પંથ કાપવાનો છે.

તેને બહારથી ખરીદવા અને ઘરે બનાવવા એકસમાન છે?

આથેલા ખોરાકની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોટાપાયે ઉત્પાદન દરમિયાન આથેલાં ખોરાકના લાભ નાશ થવાની સંભાવના રહે છે

સ્વાસ્થ્યના ઘણા ક્ષેત્રોની માફક અહીં પણ સંશોધકો સવાલ કરી રહ્યા છે કે પ્રોસેસ્ડ ફૂડ્સને દરેક વ્યક્તિની આગવી જરૂરિયાત અનુસારના કેવી રીતે બનાવી શકાય?

પૉલ કોટર કહે છે, "આથાવાળા ખાદ્યપદાર્થોના સ્વાસ્થ્ય સંબંધી લાભોને બહેતર કઈ રીતે બનાવી શકાય એ જાણવા માટે અમે અને અન્ય લેબોરેટરીઝ ઊંડાણપૂર્વક વિચાર કરી રહ્યા છીએ."

દાખલા તરીકે, કોટરને જાણવા મળ્યું હતું કે કેટલાક પ્રકારનાં કિફીર (આથાવાળી વાનગી) કૉલેસ્ટ્રૉલના નિયંત્રણ માટે બહેતર છે, જ્યારે અન્ય આંતરડા તથા મગજ વચ્ચેની ધરી દ્વારા ઍંગ્ઝાયટી અને માનસિક તણાવને દૂર કરવા માટે ઉપયોગી છે.

તેઓ કહે છે, "અહીં પડકાર એ છે કે આથાયુક્ત ખાદ્યપદાર્થો ઘરે બનાવતી વ્યક્તિને ખબર નહીં પડે કે તેની પાસે ક્યું સંસ્કરણ છે. તે ચોક્કસ જરૂરિયાત માટે યોગ્ય સંસ્કરણ ન હોય તે પણ શક્ય છે."

"તમારી ચોક્કસ જરૂરિયાત મુજબના યોગ્ય માઇક્રોબ્સ કૅપ્ચર કરી શકાય એટલા માટે કસ્ટમાઇઝ્ડ ફર્મૅન્ટેશનના માર્ગે સંશોધન કરવાની તક છે."

લંડનની કિંગ્ઝ કૉલેજ દ્વારા હાથ ધરવામાં આવેલા યુનાઇટેડ કિંગ્ડમના ફર્મૅન્ટેડ ફૂડ ઍનાલિસિસમાં વિવિધ બ્રાન્ડ્સના આથાવાળા ખોરાકની પોષક સામગ્રીમાં વિસંગતતા જોવા મળી હતી ત્યારે સંશોધકોને આશા છે કે તેમના કામથી આથાવાળા ખોરાકમાંની સામગ્રીમાં સુધારો કરી શકાશે.

દાખલા તરીકે, આથાવાળા ખોરાકનાં વિવિધ સંસ્કરણોમાં કયા માઇક્રોબ્સની હાજરી હોય છે તેની બહેતર સમજ, આવા ફૂડના ઉત્પાદકોને, તેઓ ઉત્પાદનનું પ્રમાણ વધારે ત્યારે બૅક્ટેરિયાને જાળવી રાખવામાં મદદરૂપ થઈ શકે.

કોટર કહે છે, "ભૂતકાળમાં સમસ્યા નહોતી. લોકો કુદરતી પ્રક્રિયા દ્વારા ઘરે આથાવાળો ખોરાક બનાવે છે અને તેમાં સંખ્યાબંધ માઇક્રોઑર્ગેનિઝમ્સ હોય છે, પરંતુ તેનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવે ત્યારે તેને સરળ બનાવવામાં આવે છે અને ગુણવત્તા જાળવી રાખવાના હેતુસર તેમાં થોડાક માઇક્રોઑર્ગેનિઝમ્સનો જ ઉપયોગ કરવામાં આવે છે. એ પ્રક્રિયામાં કેટલાક લાભ ગુમાવવા પડે છે."

નકારાત્મક પાસાં શું છે?

ખમણ અને ઢોકળાની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ખમણ તથા ઢોકળા બનાવવા માટે પણ આથો લાવવાની જરૂર પડે

આથાવાળા કેટલાક ખોરાકમાં ઍમિનો ઍસિડ્સ પણ હોય છે, જે ચોક્કસ બૅક્ટેરિયા દ્વારા એમિનો ઍસિડ્સને તોડી નાખવામાં આવે ત્યારે ઉત્પન્ન થાય છે. જે લોકો હિસ્ટમાઇન્સ તેમજ અન્ય ઍસિડ્સ પ્રત્યે સંવેદનશીલ હોય તેમને, જે આડપેદાશોમાં આ તત્વો વધારે પ્રમાણ હોય તેવો આથાવાળો ખોરાક ખાવાથી માથાનો દુખાવો થઈ શકે છે.

કોમ્બુચા આધારિત પીણાં અને ચા જેવા કેટલાક મોટા પ્રમાણમાં ઉત્પાદિત ફર્મૅન્ટેડ ફૂડ્સમાં સુગરનું પ્રમાણ પણ વધુ હોઈ શકે છે.

ફર્મેન્ડેટ ફૂડ્સમાંના પ્રોબાયોટિક બૅક્ટેરિયા હાનિકારક માઇક્રોબ્સના વિકાસને અટકાવી શકતા હોવા છતાં પૅશ્ચરાઇઝ્ડ ન હોય તેવા ખોરાકમાં ફૂડ્સ બૅક્ટેરિયાનું જોખમ તો હોય જ છે.

દાખલા તરીકે, દૂષિત કિમચીને કારણે દક્ષિણ કોરિયામાં 2013 અને 2014માં બે વખત ઈ. કોલાઈનો મોટો રોગચાળો ફાટી નીકળ્યો હતો.

તમારે કયું ફૂડ ખાવું જોઈએ?

આથાવાળો ક્યો ખોરાક સૌથી વધારે આરોગ્યપ્રદ હોય છે એ બાબતે બહુ ઓછા સંશોધન થયાં છે. તેનું કારણ એ છે કે દરેક ફર્મૅન્ટેડ ફૂડનું બૅક્ટેરિયલ પ્રોફાઇલ અલગ હોય છે. તેનો આધાર તે ફૂડ કેવી રીતે બનાવવામાં આવ્યું છે તેના પર હોય છે.

વિનેરોલા સમજાવે છે, "પ્રોબાયોટિક્સ અને પ્રિબાયોટિક્સ એ બે ચોક્કસ માઇક્રોબ્સ છે, જેનો ક્લિનિકલ ટ્રાયલ્સમાં અભ્યાસ કરી શકાય છે, પરંતુ આપણે એ નથી જાણતા કે આથાવાળા કયા ચોક્કસ ખોરાકમાં કયા માઇક્રોબ્સ હોય છે."

તેઓ ઉમેરે છે, "આથાવાળા ખોરાકમાં માઇક્રોબ્સનો જટિલ સમૂહ હોય છે. તે એક કોમ્બુચાથી બીજા કોમ્બુચામાં અલગ-અલગ હોઈ શકે છે."

વિનેરોલાના જણાવ્યા મુજબ, સૌથી વધુ અભ્યાસ કરાયો હોય તેવું ફર્મૅન્ટેડ ફૂડ દહીં છે. તે ભલે વિશ્વના ગમે તે ભાગમાં બનાવવામાં આવતું હોય, પરંતુ કાયમ બે ચોક્કસ પ્રકારના બૅક્ટેરિયા વડે બનાવવામાં આવે છે. તે બૅક્ટેરિયાના નામ લેક્ટોબેસિલસ બલ્ગેરિક્સ અને સ્ટ્રેપ્ટોકોકસ થર્મૉફિલસ છે. તેનાથી વિશ્વસનીય પુરાવા શોધવા માટે અગાઉના સંશોધનોને આધારે આગળ વધવું આસાન છે.

વિનેરોલા કહે છે, "અલબત, કેફિરની વાત કરીએ તો વિશ્વના વિવિધ ભાગોમાં એ સંદર્ભે અલગ-અલગ પરિણામ મળશે, કારણ કે તેમાં અલગ-અલગ બૅક્ટેરિયા હશે. તેથી પરિણામોની તુલના કરવી અને પુરાવાનો આધાર વિકસાવવો મુશ્કેલ છે."

આપણા જ્ઞાનમાંના આ અંતરને ધ્યાનમાં રાખીને આપણે આથાવાળો ખોરાક વધુ ખાવો જોઈએ? કોટર હા કહે છે, "પરંતુ તેઓ તેને તબક્કાવાર આહારમાં સામેલ કરવાની ભલામણ કરે છે."

તેઓ સલાહ આપે છે, "હું આથાવાળા 10 ફૂડ ખરીદવાની સલાહ આપીશ અને તમારા શરીરને કયા ખોરાકથી સારું લાગે છે તે સમજવા તેને તબક્કાવાર આહારમાં સામેલ કરવાનું સૂચન કરીશ. તમે શું ખાધું છે અને તે ખાધા પછી તમને કેવું લાગે છે તેની નોંધ જરૂર રાખજો."

તેનું કારણ એ છે કે આથાવાળા અમુક ખોરાકની આદત પાડવા માટે આપણે આંતરડાને થોડા દિવસનો સમય લાગી શકે છે અને તે જૂજ કિસ્સામાં જ ઍલર્જિક રિઍક્શનનું કારણ બની શકે છે.

કેટલી વખત આથાવાળા ખોરાકનું સેવન કરવું જોઈએ?

દહીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બે પ્રકારના બૅક્ટેરિયામાંથી દહીં બને

ગોમેઝે શોધી કાઢ્યું છે કે તેઓ આખી જિંદગી આથાવાળો ખોરાક ખાતા રહ્યા છે તેમના આંતરડાના માઇક્રોબાયોમમાં તંદુરસ્ત ફાયદો થઈ શકે.

આથાવાળા ખોરાક અને માનસિક સ્વાસ્થ્ય વિશેના તેમના અભ્યાસના સહભાગીઓમાં એક કોરિયાના હતા, જ્યારે અન્ય અમેરિકાના હતા અને એશિયન સહભાગીઓમાં કિમચી સાથે સંકળાયેલા ગટ બૅક્ટેરિયા હતા.

ગોમેઝ કહે છે, "અમેરિકન સહભાગીઓએ જીવનમાં કદાચ મોડેથી આથાવાળો ખોરાક ખાવાનું શરૂ કર્યુ હતું, જ્યારે કોરિયનો તો બહુ કિમચી ખાય છે. કોરિયન સહભાગીઓ કદાચ તે નાનપણથી જ ખાતા હશે."

આ શોધથી ગોમેઝ એ વિચારતા થઈ ગયા હતા કે જીવનમાં લાંબા સમય સુધી આથાવાળો ખોરાક ખાવાની અસર કાયમી રહે છે કે કેમ.

આથાવાળો ખોરાક ખાવાનું મોડેથી શરૂ કરનાર લોકોના સંદર્ભમાં તેઓ કહે છે, "તેનો અર્થ એવો નથી કે તમે ફર્મૅન્ટેડ ફૂડના લાભને માણી ન શકો."

તમે ફર્મૅન્ટેડ ફૂડ ખાવા ઇચ્છતા હો તો વિનેરોલા તે નિયમિત ખાવાની સલાહ આપે છે. તેઓ કહે છે, "તેના સ્વાસ્થ્ય વિષયક લાભોનો આધાર તમે તે કેટલી વખત ખાઓ છો તેના પર છે. તમારે તે નિયમિત રીતે ખાવું જોઈએ, કારણ કે રોગપ્રતિકારક તંત્રને સતત ઉત્તેજનાની જરૂર હોય છે."