You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચૅમ્પિયન્સ ટ્રૉફીની ફાઇનલ : 25 વર્ષ બાદ ન્યૂઝીલૅન્ડને હરાવીને ઇતિહાસ રચવાની તક
- લેેખક, વિમલકુમાર
- પદ, સ્પૉર્ટ્સ પત્રકાર, દુબઈથી
આઈસીસી ચૅમ્પિયન્સ ટ્રૉફીની ફાઇનલમાં આજે ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ટક્કર છે. ભારતીય ટીમે ગ્રૂપ સ્ટેજમાં ન્યૂઝીલૅન્ડને 44 રને હરાવ્યું હતું. હવે ભારતીય ટીમની કોશિશ ફાઇનલમાં પણ તેને હરાવીને ત્રીજી વખત ચૅમ્પિયન્સ ટ્રૉફી જીતવાની રહેશે. ન્યૂઝીલૅન્ડે આ મૅચમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે.
ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં અત્યાર સુધી એક પણ મૅચ ન હારનારી ટીમ ઇન્ડિયાને ન્યૂઝીલૅન્ડની સામે ફાઇનલ જીતવાની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. આ મૅચમાં ભારતે તેની ટીમમાં કોઈ બદલાવ કર્યો નથી.
બેટિંગ હોય કે બૉલિંગ. કૅપ્ટન રોહિત શર્મા પાસે તેમની ટીમમાં વિકલ્પોની કમી નથી. પરંતુ શું એમ માની શકાય કે ટીમ ઇન્ડિયા માટે કોઈ ચિંતાનો વિષય નથી?
ક્રિકેટ મામલે કહેવાય છે કે તે અનિશ્ચિતતાનો ખેલ છે. પરંતુ અહીં ન્યૂઝીલૅન્ડ પોતાની શ્રેષ્ઠતા મારફતે ટીમ ઇન્ડિયાને ચોંકાવી શકે છે.
જો તમે કીવી કૅમ્પમાં હોવ અને જો તમે ટીમ ઇન્ડિયાને એક આલોચકની નજરે જોતા હોવ તો આ પાંચ વાતો છે જે તમને ચિંતામાં નાખી શકે છે.
ટૉપ ઑર્ડર
શુભમન ગિલ, વિરાટ કોહલી, રોહિત શર્મા અને શ્રેયસ અય્યર. આ ચાર ટૉપ ઑર્ડર બૅટ્સમૅનોને જો સસ્તામાં પેવેલિયન પરત મોકલવામાં આવે તો ટીમ ઇન્ડિયા તકલીફમાં આવી શકે છે.
ભારતના આ ચારેય બૅટ્સમૅનો આઈસીસી વન-ડે રૅંકિંગમાં ટૉપ 8માં સામેલ છે.
ન્યૂઝીલૅન્ડની ટીમે વિશ્વકપ 2019માં રોહિત અને કોહલીને સસ્તામાં આઉટ કરી દીધા હતા. જેમાં બૉલર મૅટ હેનરીનું મોટું યોગદાન હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જો ન્યૂઝીલૅન્ડની ટીમ ફરીથી ટૉપ ઑર્ડરના બૅટ્સમૅનોને આઉટ કરી દે છે કે ત્રણને બદલે બે બૅટ્સમૅનોને પણ આઉટ કરી દે છે તો ટીમ ઇન્ડિયા દબાણમાં આવી જશે.
કોહલી અને અય્યર દરેક મૅચમાં રન બનાવે છે. પરંતુ આ ફાઇનલમાં ન્યૂઝીલૅન્ડ આ મામલે કમાલ કરે તો તેને માટે 25 વર્ષ બાદ ફરીથી વન-ડે મૅચમાં ગ્લોબલ ટ્રૉફી જીતવાનો મોકો બને છે.
શમી પર જ મદાર
ટીમ ઇન્ડિયામાં દુબઈમાં સ્પિનની ચોકડી જ હાવી રહી છે. પરંતુ તમામ મૅચમાં એક જ ફાસ્ટ બૉલર પર મદાર રાખવો તેને ભારે પડી શકે છે. ખાસ કરીને મોહમ્મદ શમી ઉપર જ મદાર રાખવો ભારે પડી શકે છે. તર્ક આપવામાં આવે છે કે હાર્દિક પંડ્યા પણ છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી તેઓ તમામ દસ ઓવર નાખતા નથી.
એવા સંજોગોમાં ન્યૂઝીલૅન્ડની ટીમ કે જે મૅચનું વિશ્લેષણ કરવા માટ જાણીતી છે, તે તેનો ફાયદો જરૂરથી ઉઠાવશે.
ન્યૂઝીલૅન્ડની અસાધારણ ફીલ્ડિંગ
ન્યૂઝીલૅન્ડની ફીલ્ડિંગ ભારતને ભારી પડી શકે છે. રોહિત શર્મા માટે સૌથી કપરી બાબત ન્યૂઝીલૅન્ડની અદ્ભૂત ફીલ્ડિંગ પણ છે.
ગત મૅચમાં ગ્લેન ફિલિપે જે પ્રકારે વિરાટ કોહલીનો કૅચ પકડ્યો તે જોતા સૌ દંગ રહી ગયા હતા.
જો ન્યૂઝીલૅન્ડની ટીમ આ પ્રકારના બે-ત્રણ કૅચ પકડી લે તો બૉલ કે બેટ ઉપરાંત તે ફીલ્ડિંગ મારફતે પણ ખેલનું પરિણામ બદલી શકે છે.
ન્યૂઝીલૅન્ડ મોટા મુકાબલામાં હાવી રહે છે
ઇતિહાસ સાક્ષી છે કે 2000માં વન-ડે ક્રિકેટમાં પહેલી વખત આઈસીસી ટ્રૉફી ન્યૂઝીલૅન્ડે જીતી હતી અને તેની વિરોધી ટીમ ભારત હતી.
2019માં ટીમ ઇન્ડિયા વિશ્વકપની સેમિફાઇનલમાં કીવી ટીમથી હારીને ટુર્નામેન્ટથી બહાર ફેંકાઈ ગઈ હતી.
2021માં ટેસ્ટ ક્રિકેટમાં પહેલી વખત ટેસ્ટ ચૅમ્પિયનશિપ ફાઇનલમાં પણ ન્યૂઝીલૅન્ડ ભારત પર ભારે પડી હતી. તે વખતે પણ ભારતનો ન્યૂઝીલૅન્ડની ટીમ સામે પરાજય થયો હતો.
જોકે, તેની સામે ટીમ ઇન્ડિયાના ફૅન્સ એ તર્ક આપી શકે કે 2023ના વન-ડે વિશ્વકપ દરમિયાન ભારતે ન્યૂઝીલૅન્ડને રહાવ્યું હતું.
પણ ક્યાંકને ક્યાંક આ પરિણામોની અસર મનોદબાવ પેદા કરે છે.
લેફ્ટ આર્મ પડકાર
ન્યૂઝીલૅન્ડના આક્રમણમાં હાલ મિચેશ સેંટનર લેફ્ટ આર્મ સ્પિનર છે. ત્યાં ઝડપી બૉલર તરીકે વિલ ઓ રુર્ક પણ લેફ્ટ આર્મ ઍન્ગલથી કેર વર્તાવી શકે છે. મુખ્ય મૅચો દરમિયાન ભારતને આ મામલે પરેશાની થઈ જોવાનું જોવા મળ્યું છે.
હાલ ઇન્કાર ન કરી શકાય કે ભારતના ખેલાડીઓને પીચો માટે કોઈ સ્વાભાવિક કમજોરી નથી જ. તેમની પાસે એકથી એક સારા બૅટ્સમૅનો છે અને એકથી એક ચઢિયાતા બૉલરો.
વાઇસ કૅપ્ટન શુભમન ગિલે મૅચ પહેલાંની પ્રેસ કૉન્ફરન્સમાં આ લેખકના સવાલના જવાબમાં કહ્યું હતું કે તેમણે આનાથી બહેતર બેટિંગક્રમમાં ક્યારેય ક્રિકેટ નથી રમી.
બૉલરમાં પણ આ ટીમ પાસે વરુણ ચક્રવર્તી જેવું શાનદાર હથિયાર છે. તો કુલદીપ યાદવ પણ મધ્યક્રમમાં મૅચ વિનર સાબિત થાય તેમ છે. રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ સક્ષમ ઑલરાઉન્ડર સાબિત થયા છે.
હવે તો અક્ષર પટેલ નંબર પાંચ પર બેટિંગ કરવા ઉતરે છે.
ટૉપ ઑર્ડરની બેટિંગની ચર્ચા વચ્ચે રાહુલ અને હાર્દિક પંડ્યાની બેટિંગ પર લોકોનું ધ્યાન જ નથી ગયું.
ઑસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલમાં આ બંને ખેલાડીઓએ દબાણ વચ્ચે મૅચને જીત સુધી લઈ જવામાં મદદ કરી હતી.
એટલે માની શકાય કે ટીમ ઇન્ડિયા 2023ની વન-ડે વિશ્વકપમાં જોવા મળી હતી તેવી જ શાનદાર ટીમ છે.
પરંતુ રોહિત શર્માની ટીમ 19 નવેમ્બર, 2023ના રોજ અમદાવાદમાં ફાઇનલમાં દબાણ આગળ વિખેરાઈ ગઈ હતી.
શું 2025ની ચૅમ્પિયન્સ ટ્રૉફીમા આવું થઈ શકે?
કદાચ નહીં, કારણકે રોહિત શર્માએ 2024ના જૂનમાં બારબાડોસમાં સફેદ બૉલની ક્રિકેટમાં 11 વર્ષના ટ્રૉફીના દુષ્કાળને ખતમ કર્યો હતો. એથી ન્યૂઝીલૅન્ડ માટે જીત ચોંકાવનારા પરિણામ પર આધારીત છે જ્યારે ટીમ ઇન્ડિયા માટે આ પરંપરા સ્વર્ણિમ પડાવ માની શકાય.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન