ચૅમ્પિયન્સ ટ્રૉફી : કોણે સૌથી વધુ રન બનાવ્યા, સૌથી વધારે વિકેટો કોણે ઝડપી?

બીબીસી ગુજરાતી ચૅમ્પિયન્સ ટ્રૉફી વિરાટ કોહલી ભારત ન્યૂઝીલૅન્ડ ટુર્નામેન્ટ દુબઈ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઑફિશિયલ ટીમ ઑફ ધ ટુર્નામેન્ટમાં વિરાટ કોહલી સામેલ છે

ચૅમ્પિયન્સ ટ્રૉફી 2025નું સમાપન થઈ ગયું છે. આઠ વર્ષ અગાઉ આ ટુર્નામેન્ટમાં પરાજયનો સામનો કર્યા પછી ભારતે જ્વલંત દેખાવ કર્યો છે અને દુબઈમાં ટ્રૉફી જીતી છે.

આ ટુર્નામેન્ટના આંકડા પર નજર નાખીને જાણીએ કે કોણે સૌથી વધુ રન બનાવ્યા છે અને કોને સૌથી વધુ વિકેટો મળી છે. આ ઉપરાંત સત્તાવાર ટીમ ઑફ ધ ટુર્નામેન્ટમાં કોને પસંદ કરાયા છે તે જાણીએ.

બીબીસી સ્પૉર્ટ્સ તમને તમામ આંકડા આપે છે.

2025 ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં સૌથી વધુ રન કોણે બનાવ્યા?

1. રચીન રવીન્દ્ર (ન્યૂઝીલૅન્ડ) - 263 રન

2. શ્રેયસ અય્યર (ભારત) - 243 રન

3. બેન ડકેટ (ઇંગ્લૅન્ડ) - 227 રન

4. જો રૂટ (ઇંગ્લૅન્ડ) - 225 રન

5. વિરાટ કોહલી (ભારત) - 218 રન

બીબીસી ગુજરાતી ચૅમ્પિયન્સ ટ્રૉફી વિરાટ કોહલી ભારત ન્યૂઝીલૅન્ડ ટુર્નામેન્ટ દુબઈ

2025 ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં સૌથી વધુ વિકેટ કોણે ઝડપી?

બીબીસી ગુજરાતી ચૅમ્પિયન્સ ટ્રૉફી વિરાટ કોહલી ભારત ન્યૂઝીલૅન્ડ ટુર્નામેન્ટ દુબઈ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ન્યૂઝીલૅન્ડના મેટ હેન્રીએ સૌથી વધારે વિકેટો ઝડપી હતી

1. મેટ હેન્રી (ન્યૂઝીલૅન્ડ) - 10 વિકેટ

2. વરુણ ચક્રવર્તી (ભારત) - નવ વિકેટ

2. મોહમ્મદ શમી (ભારત) - નવ વિકેટ

2. મિચેલ સેન્ટનર (ભારત) - નવ વિકેટ

5. મિચેલ બ્રેસવેલ (ન્યૂઝીલૅન્ડ) - આઠ વિકેટ

ટીમ ઑફ ધ ટુર્નામેન્ટમાં કયા ખેલાડીઓનાં નામ છે?

બીબીસી ગુજરાતી ચૅમ્પિયન્સ ટ્રૉફી વિરાટ કોહલી ભારત ન્યૂઝીલૅન્ડ ટુર્નામેન્ટ દુબઈ

વિજેતા ભારતીય ટીમમાંથી પાંચ ખેલાડીઓનાં નામ સત્તાવાર ટીમ ઑફ ધ ટુર્નામેન્ટમાં સામેલ છે. ન્યૂઝીલૅન્ડના ચાર ખેલાડી સામેલ કરાયા છે.

  • રચીન રવીન્દ્ર (ન્યૂઝીલૅન્ડ)
  • ઈબ્રાહીમ ઝદરાન (અફઘાનિસ્તાન)
  • વિરાટ કોહલી (ભારત)
  • શ્રેયસ અય્યર (ભારત)
  • કેએલ રાહુલ (ભારત, વિકેટકીપર)
  • ગ્લેન ફિલિપ્સ (ન્યૂઝીલૅન્ડ)
  • અઝમાતુલ્લા ઓમરઝાઈ (અફઘાનિસ્તાન)
  • મિચેલ સેન્ટનર (ન્યૂઝીલૅન્ડ, કેપ્ટન)
  • મોહમ્મદ શમી (ભારત)
  • મેટ હેન્રી (ન્યૂઝીલૅન્ડ)
  • વરુણ ચક્રવર્તી (ભારત)

ભારતના અક્ષર પટેલને 12મા ખેલાડી તરીકે પસંદ કરાયા હતા.