દિલ્હી વિ. પંજાબ : કૅચ છૂટવાથી મળેલા જીવતદાનને પ્રભસિમરને સદીમાં ફેરવી દીધું

પ્રભસિમરનસિંહ

ઇમેજ સ્રોત, Getty Images

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચે ચાલી રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગની 59મી મૅચમાં પંજાબના ઓપનર પ્રભસિમરનસિંઘ શતક નોંધાવીને છવાઈ ગયા.

દિલ્હી કૅપિટલ્સે ટૉસ જીતી પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

પંજાબની ટીમે સાત વિકેટના નુકસાને 167 રન બનાવી લીધા હતા. જેમાં પ્રભસિમરનસિંહે શાનદાર બેટિંગનું પ્રદર્શન કરતાં 103 રનનું જંગી યોગદાન કર્યું હતું.

તેઓ 65 બૉલમાં છ છગ્ગા અને દસ ચોગ્ગા ફટકારીને મુકેશ શર્માના બૉલે બોલ્ડ થયા હતા.

નોંધનીય છે કે આ વખતની આઈપીએલ સિઝનમાં ઘણા ભારતીય બૅટરોએ શાનદાર પ્રદર્શન કર્યું છે, અને ટી-20 ફૉર્મેટમાં સદી જાણે સામાન્ય બાબત બનાવી દીધી છે.

પંજાબના કપ્તાન શીખર ધવાન પોતાના બૅટ વડે ઝાઝી કમાલ કરી શક્યા ન હતા. તેઓ પ્રભસિમરનસિંઘ સાથે ઓપનિંગ કરવા મેદાને તો ઊતર્યા પરંતુ માત્ર સાત રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થઈ ગયા હતા.

પ્રભસિમરનની કમાલ છતાં પંજાબ દિલ્હી સામે 168 રનનું લક્ષ્ય જ મૂકી શક્યું હતું. જેના કારણે એવું કહેવાઈ રહ્યું હતું કે પ્રભસિમરનના ઝંઝાવાત છતાં દિલ્હી પંજાબને વધુ સ્કોર કરવાથી દૂર રાખી શક્યું હતું.

ગ્રે લાઇન

પ્રભસિમરનની લાજવાબ ઇનિંગ

પ્રભસિમરન

ઇમેજ સ્રોત, Getty Images

પ્રભસિમરનસિંહની શરૂઆત પણ ધીમી રહી હતી. તેઓ 44 બૉલમાં 53 રને હતા.

પરંતુ તે બાદ તેઓ આક્રમક બેટિંગના મૂડમાં આવી ગયા.

પરંતુ આ દરમિયાન જ તેમને 68 રનના વ્યક્તિગત સ્કોરે જીવનદાન મળ્યું.

15મા ઓવરમાં પ્રવીણ દુબેના બૉલ પર રુશોએ તેમનો કૅચ ન ઝડપી શક્યા. આ જીવનદાનનો પ્રભસિમરને પણ પૂરો ફાયદો ઉઠાવ્યો.

અંતે તેમણે છેલ્લા 17 બૉલમાં જ 49 રન બનાવી પોતાની સદી પૂરી કરીને બધાને લગભગ ચોંકાવી દીધા.

તેમની આ ઇનિંગ એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ હતી કારણ કે પંજાબની આખી ટીમ જાણે તેમની બેટિંગ પર જ નિર્ભર હોય એવું લાગી રહ્યું હતું. તેમની ટીમના અન્ય કોઈ બૅટર 20 રનનો સ્કોર પણ પાર નહોતા કરી શક્યા. પરંતુ પ્રભસિમરન અડગ રહ્યા.

મુશ્કેલ પિચ પર તેમની આ ઇનિંગની ઘણી પ્રશંસા થઈ રહી છે.

ગ્રે લાઇન

પંજાબનો મિડલ ઑર્ડર રહ્યો ફ્લૉપ

ઈશાંત શર્મા

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પંજાબની શરૂઆત સારી રહી નહોતી. આઈપીએલની 100મી મૅચ રમી રહેલા ઈશાંત શર્માએ બીજી જ ઓવરમાં પંજાબ કિંગ્સના કપ્તાન શિખર ધવનને રાઇલી રુસોના હાથે કૅચઆઉટ કરાવી દીધા.

પરંતુ પ્રભસિમરન સારા ફૉર્મમાં લાગી રહ્યા હતા. તેમણે ત્રીજી ઓવરમાં ખલીલ અહમદની બૉલિંગ પર બે ચોગ્ગા ફટકાર્યા.

પરંતુ સામે છેડે લિયમ લિવિંગસ્ટોન વધુ ન ટકી શક્યા. ચોથા ઓવરમાં ઈશાંત શર્માએ તેમને બોલ્ડ કર્યા. લિવિંગસ્ટોન પાંચ બૉલમાં ચાર રન બનાવી શક્યા.

પરંતુ પ્રભસિમરનનું બૅટ જાણી રન વરસાવી રહ્યું હતું.

અક્ષર પટેલની આગામી ઓવરમાં પંજાબની ટીમને ત્રીજો ફટકો પડ્યો.

અક્ષર પટેલે જિતેશ શર્માને બોલ્ડ કર્યા. શર્ણાએ પાંચ બૉલમાં પાંચ રન કર્યા હતા.

તે બાદ વિકેટ પડવાનો અને પ્રભસિમરનના બૅટમાંથી રન નીકળવાનો સિલસિલો પણ ચાલુ જ રહ્યો.

દિલ્હીની બૉલિંગની વાત કરીએ તો ઈશાંત શર્માને સૌથી વધુ બે વિકેટ હાંસલ થઈ હતી. તેમણે ત્રણ ઓવરમાં 27 રન આપ્યા હતા.

168 રનનો ટાર્ગેટ ચૅઝ કરવા માટે આ સમાચાર લખાઈ રહ્યા છે, ત્યાં સુધીમાં દિલ્હીના કપ્તાન ડેવિડ વૉર્નર અને ઓપનર ફિલ સૉલ્ટ મેદાને હતા. બંને બૅટરોએ દિલ્હીને ઝડપી શરૂઆત અપાવી હતી.

રેડ લાઇન
રેડ લાઇન