You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કરણ થાપર સાથે જોડાયેલા ફેક ન્યૂઝ મામલે બીબીસીએ આપ્યો જવાબ
“આ બીબીસીની કન્ટેન્ટ નથી, અમે તેની પુષ્ટિ કરીએ છીએ. અમે સહુ લોકોને આગ્રહ કરીએ છીએ કે તેઓ લિંક અને યૂઆરએલ ચકાસે જેથી સુનિશ્ચિત કરી શકાય કે તેમને વિશ્વાસપાત્ર સ્રોતમાંથી સમાચાર મળી રહ્યા છે.”
બીબીસીના પ્રવક્તાએ એક વેબ પેજ બાબતે આ નિવેદન આપ્યું છે.
આ વેબ પેજ પર વરિષ્ઠ પત્રકાર કરન થાપરને કથિત રીતે એક પૈસા બનાવવાની યોજનાને ઉત્તેજન આપતાં દેખાડવામાં આવ્યા છે.
કરન થાપર આ વેબ પેજને બાબતે પહેલાંથી જ નિવેદન આપી ચૂક્યા છે અને સાથે જ તેમણે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે.
કરન થાપરે તેને ‘જૂઠ્ઠું અને નકલી’ ગણાવીને પોલીસમાં ફરિયાદ નોંધાવી જેથી “આ માનહાનિ કરનારી અને દુર્ભાવનાપૂર્ણ પોસ્ટને વેબ પેજ પરથી હઠાવી શકાય.”
કરન થાપરે શું સ્પષ્ટતા કરી?
આ સાથે કરન થાપરે એ સ્પષ્ટતા પણ કરી છે કે તેમણે વેબ પેજ પર દર્શાવવામાં આવ્યો છે તેવો કોઈ ઇન્ટરવ્યૂ આપ્યો જ નથી.
તેમણે નિવેદન જાહેર કરીને કહ્યું, “મારા મિત્રો અને શુભચિંતકો મારફતે મારી જાણકારીમાં લાવવામાં આવ્યું છે કે બીબીસી ઇન્ડિયા અને સન ટીવીનાં નામનો ઉપયોગ કરીને એક ફેક વેબ પેજ અને ફેસબુક પોસ્ટ મારા વિશે દુર્ભાવનાપૂર્ણ અને અપમાનજનક કન્ટેન્ટ શૅર કરવામાં આવી રહી છે.”
તેમણે કહ્યું, “octequiti.com પર દર્શાવવામાં આવેલા વેબ પેજમાં મારા અને સન ટીવીની પૂજિતા દેવરાજૂ વચ્ચે એક કથિત વાતચીત વિશે જણાવતા એક પૈસા બનાવવાની ધોખેબાજ વેબસાઇટનો એક ક્લિક બેઇટ કૅપ્શન સાથે પ્રચાર કરવામાં આવ્યો છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
થાપરે એ નિવેદન પણ આપ્યું કે, “સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવી રહેલા અપમાનજનક અને દુર્ભાવનાપૂર્ણ કન્ટેન્ટ ખોટી અને નકલી છે.”
કરન થાપરે પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું છે કે, “એક જાગૃત નાગરિક તરીકે હું આ મામલે મારી પ્રતિક્રિયા સામાન્ય જનતાની સામે બિલકુલ સ્પષ્ટ તથ્યો મૂકવાનું જરૂરી સમજું છું. એટલે, સૌથી પહેલા હું આ અપમાનજનક કન્ટેન્ટને રદિયો આપું છું જે જૂઠ્ઠું અને મનગડંત છે. સામાન્ય લોકોને હું અનુરોધ કરું છું કે તેઓ એના પર વિશ્વાસ ન કરે અને તેના વિશે કોઈ પગલાં ન ભરે.”
કરન થાપરે કહ્યું, “મેં આ કન્ટેન્ટની ફરિયાદ અગાઉથી જ ફેસબુકને કરી દીધી છે અને સાથે જ બીબીસી ઇન્ડિયા તથા સન ટીવીને પણ આ બાબતે સૂચિત કરી દિધાં છે અને આ કન્ટેન્ટને હઠાવવા તેમને તાત્કાલીક યોગ્ય કાર્યવાહી કરવાનો આગ્રહ કર્યો છે.”
તેમણે સામાન્ય જનતાને અનુરોધ કર્યો છે કે તેઓ સોશિયલ મીડિયા પર તેમના (કરન થાપરના) હવાલેથી શૅર કરવામાં આવેલા કોઈ પણ કન્ટેન્ટ પર કોઈ પણ પગલું ભરતાં પહેલાં તેની સત્યતાની ચકાસણી અવશ્ય કરે અથવા પોતાના જોખમે આવું કરે.
હાલમાં આ વેબસાઇટને બ્લૉક કરી દેવામાં આવી છે.
કરન થાપર ‘ધ વાયર’ માટે એક જાણીતા શોનું સંચાલન કરે છે.