નિમિષા પ્રિયાને યમનમાં મોતની સજા : બ્લડ મની શું છે જે મૃત્યુદંડને રોકી શકે છે?

- લેેખક, ગીતા પાંડે
- પદ, બીબીસી ન્યૂઝ, કોચિ
નિમિષા પ્રિયાનાં માતા તરફથી આ કેસ સંભાળતા માનવ અધિકાર કાર્યકર્તા સેમ્યુઅલ જેરોમે જણાવ્યું કે નિમિષાને બચાવવા તેમનો પરિવાર ઘણા પ્રયાસો કરે છે. પરંતુ હવે તેમને 16મી જુલાઈએ ફાંસી આપવાનો નિર્ણય લેવાયો છે.
નિમિષા પ્રિયા વર્ષ 2008માં કેરળથી યમન માટે એક મોટું સ્વપ્ન લઈને નીકળ્યાં હતાં. તે સમયે તે માત્ર 19 વર્ષનાં હતાં.
નિમિષાને યમનની રાજધાની સનાની એક સરકારી હૉસ્પિટલમાં નર્સની નોકરી મળી હતી. તેમણે હજારો કિલોમીટર દૂર કેરળમાં તેમનાં માતાને ફોન કર્યો અને ખુશખબર આપ્યાં હતાં અને કહે છે કે દુ:ખના દિવસો જલ્દી જ જશે કારણ કે તેમણે પૈસા કમાવવાનું શરૂ કરી દીધું છે.
15 વર્ષ બાદ આ સપનું નિમિષા અને તેમનાં પરિવાર માટે દુઃસ્વપ્ન બની ગયું છે. નિમિષા હાલમાં યુદ્ધગ્રસ્ત દેશ યમનમાં સ્થાનિક વ્યક્તિ તલાલ અબ્દો મહદીની હત્યા માટે મૃત્યુદંડનો સામનો કરી રહ્યાં છે.
13 નવેમ્બરે યમનની સુપ્રીમ જ્યુડિશિયલ કાઉન્સિલે તેમની અરજી ફગાવી દીધી હતી. યમનના રાષ્ટ્રપતિ રશદ મોહમ્મદ અલ-અલીમીએ સોમવાર, 30 ડિસેમ્બરે નિમિષા પ્રિયાની મોતની સજાને મંજૂરી આપી હતી.
યમનમાં શરિયા કાયદો છે અને કોર્ટે તેમને એક છેલ્લી તક આપી છે. જો પીડિતાનો પરિવાર તેમને માફ કરી દે તો, તેઓ સજામાંથી બચી શકે છે.
હવે ભારતમાં તેમના પરિવાર માટે સમય પૂરો થઈ રહ્યો છે અને લોકો તેમના માટે કોઈ ચમત્કારની આશા રાખી રહ્યા છે.
'તમે મારો જીવ લો'

યમન યુદ્ધગ્રસ્ત દેશ છે અને ત્યાં મુસાફરી કરવી સરળ કામ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2017માં ભારત સરકારે ભારતીય નાગરિકોની યમનની મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો હતો અને ઇમર્જન્સી સંજોગોમાં આમ કરવા માટે વિશેષ પરવાનગીની જરૂર છે.
નિમિષા માટે અભિયાન ચલાવતા જૂથ 'સેવ નિમિષા પ્રિયા ઇન્ટરનેશનલ ઍક્શન કાઉન્સિલે' દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. અપીલ કરવામાં આવી છે કે નિમિષાનાં માતા અને તેમનાં 11 વર્ષનાં પુત્રી મિશાલને સના જવા દેવામાં આવે.
જૂથનું કહેવું છે કે કાઉન્સિલના બે સભ્યો તેમની સાથે આવશે. પરંતુ ગયા અઠવાડિયે ભારતીય અધિકારીઓએ તેમની વિનંતીને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે, જ્યારે યમનમાં રાજદ્વારી પ્રવેશ ન હોય ત્યારે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાતી નથી.
સરકારનું આ મૂલ્યાંકન યમનની રાજકીય પરિસ્થિતિ પર આધારિત છે. સના પર હુતી બળવાખોરોનો કબજો છે જેઓ વર્ષોથી યમનની સત્તાવાર સરકાર સાથે સંઘર્ષમાં છે. યમનની સરકાર સાઉદી અરેબિયામાં નિર્વાસિત છે.
ભારત હૂતી બળવાખોરોને ઓળખતું નથી, તેથી યમનની મુસાફરી ભારતીય નાગરિકો માટે જોખમથી ભરપૂર છે.
નિમિષાને બચાવવાનું અભિયાન

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સેવ નિમિષા કાઉન્સિલે ફરી એકવાર દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરી છે અને હવે તેમનું કહેવું છે કે નિમિષાનાં માતા અને તેમનાં પુત્રીને યમન જવાની મંજૂરી આપવી જોઈએ.
આ બધાની વચ્ચે નિમિષાનાં માતાની બેચેની વધી રહી છે અને તેમનાં પર વિવિધ પ્રકારના ભય હાવી થઈ રહ્યા છે. તેઓ એ હકીકતથી ડરી ગયાં છે કે તેમની પુત્રી વિદેશમાં મૃત્યુનો સામનો કરી રહી છે.
સેવ નિમિષા કાઉન્સિલના સભ્ય અને સામાજિક કાર્યકર્તા બાબુ જ્હોન કહે છે, "નિમિષા સાથે જે પણ થયું તે દુર્ભાગ્યપૂર્ણ છે."
તેમણે કહ્યું કે, નિમિષા સારા ભવિષ્યનાં સપનાં સાથે યમન ગયાં હતાં અને આજે તે ત્યાં મોતનો સામનો કરી રહ્યાં છે. તેમની સાથે આવું ન થવું જોઈએ.
નિમિષાનાં માતાનું કહેવું છે કે, તેમની પુત્રી અભ્યાસમાં સારી હતી અને સ્થાનિક ચર્ચે તેમને દીકરીના અભ્યાસમાં મદદ કરી હતી અને ડિપ્લોમા કોર્સ માટે પૈસા પણ આપ્યા હતા પરંતુ તેમને કેરળમાં નર્સ તરીકે નોકરી મળી શકી ન હતી કારણ કે તેમણે ડિપ્લોમા કરતાં પહેલાં તેમનો અભ્યાસ પૂર્ણ કર્યો ન હતો.
આવી સ્થિતિમાં યમનમાં નોકરી મેળવવી એ તેમના માટે ગરીબીની ચુંગાલમાંથી બચવાની સારી તક હતી.
2011માં નિમિષા ટૉમી થૉમસ સાથે લગ્ન કરવા માટે ઘરે આવ્યાં હતાં અને પછી બંને યમન ગયાં હતાં. જ્યાં તેમને ઇલેક્ટ્રિશિયનના આસિસ્ટન્ટ તરીકે નોકરી મળી હતી પરંતુ તેમને માત્ર નજીવો પગાર મળતો હતો.
ડિસેમ્બર 2012માં તેમની પુત્રીનો જન્મ થયો હતો અને ત્યાર બાદ દંપતી માટે ઘરનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ બની ગયો હતો. 2014માં થોમસ કોચી પાછા ફર્યાં જ્યાં તે ટુક-ટુક ચલાવે છે.
2014માં નિમિષાએ તેમની ઓછા વેતનવાળી નોકરી છોડીને ક્લિનિક ખોલવાનું નક્કી કર્યું. યમનના કાયદા હેઠળ આ કરવા માટે સ્થાનિક ભાગીદાર હોવું જરૂરી છે અને અહીંથી મહદીનો આ પ્રકરણમાં પ્રવેશ થાય છે..
મહદી કપડાંની દુકાન ચલાવતા હતા અને નિમિષા જ્યાં કામ કરતાં હતાં તે ક્લિનિકમાં તેમની પત્નીએ એક બાળકીને જન્મ આપ્યો હતો. જ્યારે નિમિષા જાન્યુઆરી 2015માં ભારત આવ્યાં ત્યારે મહદી તેમની સાથે આવ્યા હતા.
નિમિષા અને તેમના પતિએ તેમના મિત્રો અને પરિવાર પાસેથી પૈસા લઈને લગભગ રૂ. 50 લાખ એકત્ર કર્યા અને એક મહિના પછી નિમિષા પોતાનું ક્લિનિક ખોલવા યમન પરત ફર્યાં.
તેમણે પેપરવર્ક પણ શરૂ કર્યું હતું જેથી તેમનાં પતિ અને પુત્રી યમન પરત ફરી શકે. પરંતુ તે દરમિયાન યમનમાં ગૃહયુદ્ધ શરૂ થયું અને તેથી તે મુસાફરી કરી શક્યાં નહીં.
યમનમાં ગૃહયુદ્ધની શરૂઆત

આગામી બે મહિનામાં ભારતે યમનમાંથી તેના 4,600 નાગરિકો અને 1,000 વિદેશી નાગરિકોને બહાર કાઢ્યા. નિમિષા એવા થોડા લોકોમાં હતાં જેઓ પાછાં ન ફર્યાં.
થૉમસે કહ્યું, "અમે ત્યાં એટલા પૈસા રોક્યા હતા કે તે આ બધું છોડીને પરત ન આવી શકે."
થૉમસે ફોન પર 14 બૅડનું ક્લિનિક અને સાઈનબોર્ડ પણ બતાવ્યું જેના પર લખ્યું હતું - અલ અમન મેડિકલ ક્લિનિક.
થૉમસે જણાવ્યું કે, ક્લિનિક સારી રીતે ચાલવા લાગ્યું હતું પરંતુ આ સમયે નિમિષાએ પણ મહદી વિશે ફરિયાદ કરવાનું શરૂ કર્યું હતું.
બીબીસીએ દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીની નકલ જોઈ છે.
તેમાં કહેવામાં આવ્યું હતું કે, "મહદીએ નિમિષાનાં લગ્નનાં ફોટા તેના ઘરમાંથી ચોરી લીધા હતા અને બાદમાં તેણે નિમિષા સાથે લગ્ન કર્યા હોવાનો દાવો કરવા માટે તેમની સાથે છેડછાડ કરી હતી."
તેમાં એમ પણ કહેવાયું છે કે, મહદીએ નિમિષાને અનેક પ્રસંગોએ ધમકી આપી હતી અને "તેમનો પાસપોર્ટ પણ રાખ્યો હતો અને જ્યારે નિમિષાએ આ અંગે પોલીસમાં ફરિયાદ કરી ત્યારે પોલીસે તેને છ દિવસ માટે જેલમાં પૂર્યો હતો."
મહદીની હત્યા અને નિમિષાની ધરપકડ

થૉમસને પહેલીવાર 2017માં એક ટીવી ન્યૂઝ ચૅનલ દ્વારા હત્યાની જાણ થઈ હતી.
તેમણે કહ્યું કે, સમાચારની હેડલાઇન હતી - "પતિની હત્યાના આરોપમાં મલયાલી નર્સ નિમિષાની ધરપકડ, લાશના ટુકડા કરવામાં આવ્યા."
મહદીનો વિકૃત મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળી આવ્યો હતો અને એક મહિના પછી નિમિષાની સાઉદી અરેબિયા સાથેની યમનની સરહદ નજીકથી ધરપકડ કરવામાં આવી હતી.
બીબીસીના પત્રકારને લગ્નનાં ફોટા બતાવતા થૉમસે કહ્યું, "જ્યારે મારી સાથે લગ્ન કર્યાં હતાં ત્યારે આ માણસ તેનો પતિ કેવી રીતે હોઈ શકે?"
થૉમસે જણાવ્યું કે, ધરપકડના થોડા દિવસો બાદ નિમિષાએ તેમને ફોન કર્યો હતો. તે દરમિયાન તેઓ ખૂબ જ રડી રહ્યાં હતાં.
તેણે કહ્યું, "આ બધું મારાં અને બાળક માટે કર્યું છે. તે સરળ રસ્તો પસંદ કરી શકી હોત અને મહદી સાથે આરામદાયક જીવન જીવી શકી હોત પરંતુ તેણે તેમ ન કર્યું."
માઇગ્રન્ટ્સના અધિકાર માટે કામ કરતા અને સુપ્રીમ કોર્ટના વકીલ કે.આર.સુભાષ ચંદ્રને જણાવ્યું હતું કે, "નિમિષાનો મહદીને મારવાનો ઇરાદો નહોતો. તેઓ પોતે આ કેસમાં પીડિત છે. મહદીએ તેમનો પાસપોર્ટ રાખ્યો હતો અને તેઓ તેની ચુંગાલમાંથી મુક્ત થવા માંગતાં હતાં. તેમણે બેહોશ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ડોઝ ખૂબ વધારે હતો.
રોજગાર માટે ગલ્ફ દેશોમાં જતા ભારતીયો
અખાતી દેશોમાં અર્ધ-કુશળ અને અકુશળ કામદારોની હેરાનગતિના અહેવાલો નવા નથી. સામાજિક કાર્યકરોનું કહેવું છે કે, પ્રદેશના ઘણા દેશોમાં એવી પ્રથા છે કે, જેઓ કામદારોને કામ પર લઈ જાય છે તેઓ તેમના પાસપોર્ટ રાખે છે. તેને ત્યાં કફલા કહેવાય છે.
ચંદ્રન નિમિષાની માતાનાં વકીલ પણ છે. તે કહે છે કે, કફાલાનો ભોગ બનેલી મોટાભાગની ભારતીય મહિલાઓ છે જે ઘરેલુ મદદગાર તરીકે મધ્ય પૂર્વમાં જાય છે.
તેમણે કહ્યું, "નિમિષાને ન્યાયી કાનૂની ટ્રાયલ પણ નહોતું મળ્યું. કોર્ટે એક જુનિયર વકીલ આપ્યો હતો પરંતુ તે પણ નિમિષાને મદદ કરી શક્યો નહીં કારણ કે તે અરબી નથી જાણતાં. તેને કોઈ અનુવાદક આપવામાં આવ્યો ન હતો."
દરમિયાન, યમનના અધિકારીઓએ આ મામલે કોઈ ટિપ્પણી કરી નથી.
'બ્લડ મની એકમાત્ર વિકલ્પ છે'
સેવ નિમિષા કાઉન્સિલના વાઇસ ચાન્સેલર અને સામાજિક કાર્યકર્તા દીપા જોસેફે કહ્યું, "મહદીના પરિવારની માફી માંગવી અને બ્લડ મની આપવાનો એકમાત્ર વિકલ્પ છે."
બ્લડ મની એ પૈસા છે જે પીડિતના પરિવારને માફીના બદલામાં આપવાના હોય છે.
કેરળના એક પ્રખ્યાત ઉદ્યોગપતિએ આ માટે 1 કરોડ રૂપિયા આપવાનું કહ્યું છે. કાઉન્સિલનું માનવું છે કે, કેરળના લોકો અને બહાર રહેતા લોકો પણ આમાં મદદ કરશે.
જ્યારે યમનની સુપ્રીમ કાઉન્સિલે નિમિષાની અરજી ફગાવી દીધી હતી ત્યારે થૉમસે તેમની (પત્ની) સાથે વાત કરી હતી. તેઓ ચિંતિત હતાં.
થૉમસે કહ્યું, "મેં તેને હિંમત આપવાનો પ્રયાસ કર્યો અને તેને કહ્યું કે, તેઓ તેનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ પછી તેણે પૂછ્યું કે હું કેવી રીતે તેની અપેક્ષા રાખી શકું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન












