ગુજરાત પર બની નવી સિસ્ટમ, આગામી પાંચ દિવસ સુધી આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

ચોમાસું

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં બુધવારના દિવસે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પેદા થઈ હતી.

હવે ઉત્તર ગુજરાત પર એક સિસ્ટમ બની છે અને બંગાળની ખાડી તરફથી આવી રહેલી સિસ્ટમ મધ્ય પ્રદેશ પર પહોંચી છે, જેથી આ બંને સિસ્ટમની અસર ગુજરાત પર થવાની શક્યતા દેખાઈ રહી છે.

હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની સ્થિતિને જોતાં રેડ ઍલર્ટ જારી કર્યું છે એટલે કે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

જોકે, હવે વરસાદની વિસ્તારોમાં ફેરફાર થઈ રહ્યા છે એટલે કે જ્યાં વરસાદ નહોતો અત્યાર સુધી એવા વિસ્તારોમાં ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધી રહ્યું છે અને આગામી દિવસોમાં હજી પણ રાજ્યમાં સતત વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે.

ગુજરાતની સાથે-સાથે મહારાષ્ટ્ર, ગોવા, મુંબઈની આસપાસના વિસ્તારો અને મધ્ય પ્રદેશમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે. હવામાન વિભાગે મુંબઈ તેમજ મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ રેડ ઍલર્ટ જારી કર્યું છે.

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો...

ગુજરાતમાં ક્યાં સુધી ભારે વરસાદની શક્યતા?

ચોમાસું

ઇમેજ સ્રોત, IMD

ગુજરાતમાં 15 જુલાઈથી વરસાદનું પ્રમાણ વધવાનું શરૂ થયું હતું અને ત્યારથી આજ સુધી એટલે કે 25 જુલાઈ સુધી સતત વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે.

આવનારા દિવસોમાં પણ હજી ગુજરાતમાં વરસાદ સાવ બંધ થાય તેવી શક્યતા ખૂબ ઓછી છે અને ઘણા વિસ્તારોમાં હજી ભારે વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે.

બંગાળની ખાડી સતત સક્રિય છે અને ત્યાં એક બાદ એક નવી વરસાદી સિસ્ટમો બની રહી છે, જે આગળ વધીને ગુજરાત ઉપર અથવા મધ્ય ભારત પર ગુજરાતની નજીક આવી રહી છે અને તેના કારણે રાજ્યમાં સતત ભારેથી અતિભારે વરસાદનો ખતરો તોળાઈ રહ્યો છે.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં 31 જુલાઈ એટલે કે આ મહિનાના અંત સુધી સતત વરસાદ થવાની સંભાવના છે. ક્યારેક વરસાદનું પ્રમાણ વધશે તો ક્યારે થોડું ઓછું રહેશે પરંતુ રાજ્યમાં સતત વરસાદી માહોલ રહેશે.

હવામાનનાં વિવિધ મૉડલો અનુસાર આગામી મહિનાની શરૂઆતમાં પણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે. હાલની સ્થિતિ પ્રમાણે ઑગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.

ગુજરાતમાં હવે કયા વિસ્તારોમાં વરસાદનું જોર વધશે અને ક્યાં ઘટશે?

ચોમાસું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

છેલ્લા કેટલાક દિવસોમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ સતત પડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ, રાજકોટ, ગીર-સોમનાથ જિલ્લામાં અત્યંત ભારે વરસાદ પડ્યો હતો.

આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, ડાંગ, તાપી, નર્મદા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, આણંદ, ખેડા, દાહોદ, અમદાવાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ગાંધીનગર, મહેસાણા જિલ્લાના વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં વરસાદ પડવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ તો કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ થવાની શક્યતા છે.

કચ્છમાં હવે વરસાદનું પ્રમાણ ઘટશે અને ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થઈ જશે. એ જ રીતે જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં પણ વરસાદનું પ્રમાણ ઘટશે. આ જિલ્લાઓમાં છુટોછવાયો હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ પડી શકે છે.

અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ અને કોઈ વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. રાજ્યમાં હાલ સતત પડી રહેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે. ઘણા રસ્તાઓ ધોવાઈ ગયા છે, કેટલાક લોકોનાં વરસાદને કારણે મોત પણ થયાં છે.