એક સમયે નાનું એવું અમેરિકા કયા-કયા દેશના વિસ્તારને ખરીદીને આવડું મોટું થઈ ગયું?

અમેરિકા, ઇતિહાસ, ફ્રાન્સ, લુઇસિયાના, યુદ્ધ, ‘અંકલ સૅમ’, મેક્સિકો, રશિયા, અલાસ્કા, બીબીસી ગુજરાતી, અમેરિકાનો ઇતિહાસ, વિશ્વનો ઇતિહાસ, ગ્રીનલૅન્ડ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1848માં મૅક્સિકો સાથેના યુદ્ધના વિજયથી તેના દક્ષિણ તરફના પડોશી દેશો સાથેના સંબંધોના ભોગે અમેરિકાના વિસ્તરણનો માર્ગ ખૂલી ગયો
    • લેેખક, ગિલેર્મો ડી. ઓલ્મો
    • પદ, બીબીસી ન્યૂઝ, મુંડો
  • વાંચવાનો સમય: 7 મિનિટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આર્કટિકમાં એક સેમિ-ઑટોનૉમસ વિસ્તાર ગ્રીનલૅન્ડ પર નિયંત્રણ મેળવવા ઇચ્છે છે, જે ડેનમાર્કને આધીન છે. ઇતિહાસકારો વિસ્તરણ માટે જમીન ખરીદવાના અમેરિકાના ઇતિહાસને યાદ કરે છે.

મિસૌરી યુનિવર્સિટીના ઇતિહાસકાર જે સેક્સટન કહે છે, "ગ્રીનલૅન્ડ વિશે અમેરિકા કહે છે કે તે બીજી શક્તિઓને હાથમાં આવી જાય તે પહેલાં તેણે આ વિસ્તાર પર કબજો કરી લેવાની જરૂર છે."

ટ્રમ્પ એ વાત પર ભાર મૂકે છે કે સુરક્ષા માટે ગ્રીનલૅન્ડ પર અમેરિકાનો "માલિકી હક" હોવો જોઈએ.

જોકે, એક સમયે તેમણે કહ્યું હતું કે "મુશ્કેલીઓ હોવા છતાં" તેઓ આવું કરવા માટે તૈયાર છે; હવે તેઓ કહી રહ્યા છે કે તેઓ "તરત વાતચીત" ઇચ્છે છે અને તેના માટે "બળજબરી નહીં કરે".

અહીં અમે છેલ્લી બે સદીમાં અમેરિકા દ્વારા કેટલીક સૌથી મોટી જમીનખરીદીનો ઉલ્લેખ કરી રહ્યા છીએ, જેના કારણે અમેરિકાએ પોતાની સરહદો વિસ્તારી છે.

લુઇસિયાના (1803)

અમેરિકા, ઇતિહાસ, ફ્રાન્સ, લુઇસિયાના, યુદ્ધ, ‘અંકલ સૅમ’, મેક્સિકો, રશિયા, અલાસ્કા, બીબીસી ગુજરાતી, અમેરિકાનો ઇતિહાસ, વિશ્વનો ઇતિહાસ, ગ્રીનલૅન્ડ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાએ પોતાના ઇતિહાસમાં ઘણા દેશોના ઘણા વિસ્તારો ખરીદ્યા છે અને પોતાની સીમાઓનો વિશાળ વિસ્તાર કર્યો છે

અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ થૉમસ જેફરસને વર્ષ 1803માં ફ્રાન્સ પાસેથી લુઇસિયાના ખરીદવાનો નિર્ણય કર્યો હતો. આ એક મહત્ત્વનો વળાંક હતો.

20 લાખ ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારને આવરી લેતા લ્યુઇસિયાનાની ખરીદી, અમેરિકા માટે એક મોટો વળાંક હતો, જેણે ખંડ પર એક નવો દેશ અને એક મુખ્ય શક્તિ સ્થાપી.

નૉર્થ અમેરિકામાં લુઇસિયાનાનો વિસ્તાર ફ્રાન્સની સૌથી મોટી વસાહત હતી, પરંતુ ફ્રાન્સના આધિપત્ય હેઠળના સેંટ ડોમિંગુ (જેને આપણે હૈતી નામથી ઓળખીએ છીએ) આયલૅન્ડ પર વારંવાર થતા ગુલામોના વિદ્રોહ અને બ્રિટન સાથેના યુદ્ધના જોખમે તેને અમેરિકાને વેચવા માટે ફ્રાન્સના નેતા નેપોલિયન બોનાપાર્ટેને મજબૂર કરી દીધા.

તે સમયનું લુઇસિયાના આજના લુઇસિયાના પ્રાંત કરતાં ઘણું મોટું હતું. અત્યારે અહીં 15 આધુનિક રાજ્ય છે, જે મિસિસિપી નદી અને રૉકી પહાડોની વચ્ચે આવેલાં છે.

જેફરસનના પશ્ચિમની તરફ વધવાનાં સપનાં માટે આ જમીનના માલિક હોવું જરૂરી હતું, જેને તેઓ અમેરિકાનું ભવિષ્ય માનતા હતા.

નવેમ્બર 1803માં અમેરિકા અને ફ્રાન્સની સરકારો વચ્ચે એક સમજૂતી થઈ, જેમાં અમેરિકાએ લુઇસિયાના માટે દોઢ કરોડ ડૉલર આપ્યા, જે આજની ગણતરીએ 40 કરોડ ડૉલર કરતાં વધારે થાય.

મૅક્સિકન વિસ્તારો (1848)

અમેરિકા, ઇતિહાસ, ફ્રાન્સ, લુઇસિયાના, યુદ્ધ, ‘અંકલ સૅમ’, મેક્સિકો, રશિયા, અલાસ્કા, બીબીસી ગુજરાતી, અમેરિકાનો ઇતિહાસ, વિશ્વનો ઇતિહાસ, ગ્રીનલૅન્ડ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

1840ના દાયકા સુધીમાં મોટા ભાગના અમેરિકનોને લાગવા માંડ્યું હતું કે તેમનું "નિશ્ચિત નસીબ" પશ્ચિમ તરફ પ્રશાંત મહાસાગરના તટ સુધી વિસ્તરવામાં છે. આખરે, મૅક્સિકોના ભોગે આવું થવાનું હતું.

રાષ્ટ્રપતિ જેમ્સ કે પોલ્ક અમેરિકાની વિસ્તારવાદી નીતિના સૌથી મોટા સમર્થકોમાંના એક હતા. વર્ષ 1845માં તેમની સોગંદવિધિ થઈ હતી.

ટૅક્સાસ પર નિયંત્રણ મુદ્દે ચાલતા ઝઘડા રાષ્ટ્રપતિ પોલ્કને વારસામાં મળ્યા હતા, જે 1836માં મૅક્સિકોથી આઝાદ થયું હતું.

અમેરિકાએ વર્ષ 1845માં ટૅક્સાસ પર કબજો કરી લીધો અને તે એક અમેરિકન રાજ્ય બની ગયું. પછીના વર્ષે, અમેરિકા અને મૅક્સિકોના સૈનિકો વચ્ચે અથડામણ થયા પછી અમેરિકન કૉંગ્રેસે મૅક્સિકો વિરુદ્ધ યુદ્ધની જાહેરાતને મંજૂરી આપી દીધી, પરંતુ સંઘર્ષનાં કારણો વધુ ઊંડાં હતાં.

ઇતિહાસકાર જે સેક્સટન અનુસાર, "અમેરિકાએ કૅલિફોર્નિયામાં રુચિ બતાવી હતી, જે તે સમયે મૅક્સિકોનું હતું અને ખંડના સૌથી વધુ આર્થિક રીતે સધ્ધર વિસ્તારમાંનું એક હતું, જેમાં ઊંડાં પાણીવાળાં બંદરો હતાં, જે એશિયા સાથે વેપાર માટે ઘણાં પ્રખ્યાત હતાં."

સેક્સટન જણાવે છે કે તે સમયે મૅક્સિકોની કોઈ પણ સરકાર કૅલિફોર્નિયાને વેચવાની અને સત્તામાં રહેવાની આશા નહોતી રાખી શકતી.

આ યુદ્ધમાં અમેરિકા જીતી ગયા પછી બંને દેશોએ 1848માં ગ્વાદાલૂપ હિદાલ્ગોની સંધિ પર હસ્તાક્ષર કર્યા.

અમેરિકાને જે જમીન મળી, તેના બદલામાં તેણે દોઢ કરોડ ડૉલર આપ્યા, જે આજની ગણતરી પ્રમાણે લગભગ 60 કરોડ ડૉલરથી વધુ છે. એમાં આજના કૅલિફોનિયા, નેવાડા અને યૂટાની સાથોસાથ એરિઝોના, કોલોરાડો, ન્યૂ મૅક્સિકો અને વ્યોમિંગના કેટલાક ભાગોનો પણ સમાવેશ થતો હતો.

સેક્સટન કહે છે કે જો મૅક્સિકન પક્ષ યુદ્ધ ન હાર્યો હોત, તો તે આ વિસ્તારો વેચવા તૈયાર ન થયો હોત.

તેઓ જણાવે છે, "તે બંદૂકના નાળચે વેચાયું હતું."

બધું મળીને, મૅક્સિકોએ યુદ્ધ પહેલાં પોતાના અડધાથી વધુ વિસ્તારો અમેરિકાને સોંપી દીધા, જેનાથી અમેરિકાને લગભગ સાડા તેર લાખ વર્ગ કિલોમીટરથી વધુ જમીન મળી.

લા મેસિલા (1853)

અમેરિકા, ઇતિહાસ, ફ્રાન્સ, લુઇસિયાના, યુદ્ધ, ‘અંકલ સૅમ’, મેક્સિકો, રશિયા, અલાસ્કા, બીબીસી ગુજરાતી, અમેરિકાનો ઇતિહાસ, વિશ્વનો ઇતિહાસ, ગ્રીનલૅન્ડ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુદ્ધો અને ખરીદીના સમગ્ર ઇતિહાસમાં 'અંકલ સૅમ'નું કદ વધતું ગયું છે (સાંકેતિક તસવીર)

1848માં મૅક્સિકો–અમેરિકા યુદ્ધ સમાપ્ત થયું હોવા છતાં બંને દેશ વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ રહી. વર્ષ 1854માં થયેલી અંતિમ સમજૂતીમાં બંને સરકારો દક્ષિણમાં મૅક્સિકન વિસ્તારનો એક નાનો પટ્ટો વેચવા સંમત થયા, જે પછીથી એરિઝોના અને ન્યૂ મૅક્સિકોનો ભાગ બની ગયો.

મૅક્સિકોમાં વેંટા ડે લા મેસિલા અને અમેરિકામાં ગૅડ્સડેન પર્ચેજ નામથી ઓળખાતો આ સોદો કંઈક અંશે ટ્રાન્સકૉન્ટિનેન્ટલ રેલવે બનાવવામાં અમેરિકાની રુચિનું પરિણામ હતો. થોડાઘણા અંશે તે મૅક્સિકોની સરકારની આર્થિક મુશ્કેલીઓના કારણે પણ થયો હતો.

અમેરિકાની સરકારે આ સોદામાં લગભગ 77 હજાર ચોરસ કિલોમીટર જમીન માટે 1 કરોડ ડૉલર ચૂકવ્યા, જે આજના હિસાબે 40 કરોડ ડૉલરથી વધુ હતા. આ વિસ્તાર આજના અમેરિકાની દક્ષિણ બૉર્ડર બની ગયો.

રશિયા પાસેથી અલાસ્કાની ખરીદી (1867)

અમેરિકા, ઇતિહાસ, ફ્રાન્સ, લુઇસિયાના, યુદ્ધ, ‘અંકલ સૅમ’, મેક્સિકો, રશિયા, અલાસ્કા, બીબીસી ગુજરાતી, અમેરિકાનો ઇતિહાસ, વિશ્વનો ઇતિહાસ, ગ્રીનલૅન્ડ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Al Drago / Getty

ઇમેજ કૅપ્શન, અલાસ્કાની જેમ આર્કટિક ક્ષેત્રને હસ્તગત કરવામાં અમેરિકા સફળ રહ્યું હતું, હવે ટ્રમ્પ ગ્રીનલૅન્ડ સાથે પણ એવું કશુંક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે (ફાઇલ ફોટો)

ઘણા લોકો એ નથી સમજી શક્યા કે 1867માં અમેરિકાના વિદેશમંત્રી વિલિયમ સીવર્ડે રશિયન સામ્રાજ્ય પાસેથી અલાસ્કાના દૂરના આર્કટિકને ખરીદવાનો ઇરાદો શા માટે કર્યો.

સીવર્ડ માનતા હતા કે આ જમીનનું વ્યૂહાત્મક મહત્ત્વ ઘણું વધારે છે, કેમ કે, તે બ્રિટિશરોને નૉર્થ અમેરિકામાં દખલ કરતા રોકશે અને તેનાથી અમેરિકાને પ્રશાંત મહાસાગરમાં માછીમારી કરવા માટે સારી જગ્યાઓ ઉપલબ્ધ થશે.

રશિયાનું માનવું હતું કે તે પોતાને એક એવા વિસ્તારમાંથી છુટકારો અપાવી રહ્યું છે, જેનું કશું મહત્ત્વ નહોતું, જેનું સંચાલન કરવું મોઘું હતું અને એવું પણ મનાતું હતું કે તેના પર એ સમયે રશિયાના મુખ્ય દુશ્મન બ્રિટનના હુમલાનું જોખમ હતું.

જ્યારે સીવર્ડે રશિયા સાથે 72 લાખ ડૉલરમાં 15 લાખ 54 હજાર ચોરસ કિલોમીટર જમીન ખરીદવાનો સોદો કર્યો—જે આજની ગણતરીએ લગભગ 16 કરોડ ડૉલર થાય—ત્યારે મોટા ભાગના અમેરિકનોએ આને ખોટો સોદો માન્યો હતો.

તેમના વિરોધીઓએ આને "સીવર્ડની મૂર્ખાઈ" પણ કહ્યો, જેના પર ઘણો વિવાદ થયો. કેટલાક લોકો માનતા હતા કે અમેરિકાએ નકામી જમીન ખરીદી છે.

ટીકાઓ છતાં અમેરિકાની કૉંગ્રેસે આ ખરીદી સમજૂતીને મંજૂરી આપી દીધી અને અલાસ્કા અમેરિકાનો ભાગ બની ગયું. જોકે તે વર્ષ 1959 સુધી એક રાજ્ય નહોતું બન્યું.

આખરે, અલાસ્કામાં સીવર્ડનું રોકાણ સોના અને તેલના મોટા ભંડારોની શોધ સાથે મહત્ત્વનું બન્યું અને શીતયુદ્ધ દરમિયાન આ વિસ્તારનું લશ્કરી મહત્ત્વ ખૂબ વધી ગયું.

ડેનમાર્ક પાસેથી અમેરિકન વર્જિન ટાપુઓની ખરીદી (1971)

અમેરિકા, ઇતિહાસ, ફ્રાન્સ, લુઇસિયાના, યુદ્ધ, ‘અંકલ સૅમ’, મેક્સિકો, રશિયા, અલાસ્કા, બીબીસી ગુજરાતી, અમેરિકાનો ઇતિહાસ, વિશ્વનો ઇતિહાસ, ગ્રીનલૅન્ડ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1803માં અમેરિકાએ ફ્રાન્સ પાસેથી લુઇસિયાના (વચ્ચેનો લીલા રંગનો વિસ્તાર) ખરીદ્યો તે વિસ્તારવાદની દૃષ્ટિએ પહેલી મોટી ઘટના હતી

છેલ્લે જ્યારે અમેરિકાએ કોઈ દેશ પાસેથી કોઈ વિસ્તાર ખરીદ્યો, તો તે ડેનમાર્ક હતો. એ સમયે ડેનિશ વેસ્ટ ઇન્ડીઝ તરીકે ઓળખાતો એ વિસ્તાર કૅરેબિયનમાં દ્વીપોનો એક સમૂહ હતો. તેના પર 19મી સદીના મધ્યથી જ અમેરિકાના વ્યૂહરચનાકારોની નજર હતી.

આ વિસ્તારને વિલિયમ સીવર્ડે શાંતિ સાથે વિસ્તરણના પોતાના પ્લાનનો એક મહત્ત્વનો ભાગ ગણ્યો.

આજે જે વર્જિન આયલૅન્ડ્સ છે, તેને બનાવનાર ત્રણ મુખ્ય આયલૅન્ડ્સમાંના એક ગણાતા સૅન્ટ થૉમસ પર બનેલું પૉર્ટ ખાસ મહત્ત્વ ધરાવતું હતું. કેમ કે, તેનું હાર્બર કૅરેબિયનને કન્ટ્રોલ કરવા માટે એક આઇડિયલ બેઝ મનાતું હતું.

લગભગ એ જ સમયે, ડેનમાર્કનો આ આયલૅન્ડ્સ માટેનો રસ ઘટવા લાગ્યો હતો. તેણે પહેલાં આ જમીન પર શેરડીનાં મોટાં ખેતરો બનાવ્યાં હતાં, જેમાં યુરોપિયન વેપારીઓ દ્વારા એટલાન્ટિક પારથી લવાયેલા ગુલામ આફ્રિકનોએ કામ કર્યું હતું.

પરંતુ, જેમ જેમ દુનિયામાં ખાંડના ભાવ ઘટવા લાગ્યા, તેમ તેમ એ ખેતરોને જાળવી રાખવા માટેનો ડેનમાર્કનો ઉત્સાહ પણ ઘટવા લાગ્યો.

અમેરિકા, ઇતિહાસ, ફ્રાન્સ, લુઇસિયાના, યુદ્ધ, ‘અંકલ સૅમ’, મેક્સિકો, રશિયા, અલાસ્કા, બીબીસી ગુજરાતી, અમેરિકાનો ઇતિહાસ, વિશ્વનો ઇતિહાસ, ગ્રીનલૅન્ડ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1867માં રશિયા પાસેથી અલાસ્કા ખરીદવાના નિર્ણયની અમેરિકામાં ખૂબ જ ટીકા થઈ હતી (સાંકેતિક તસવીર)

1867 સુધી, બંને દેશોએ બે ટાપુને 75 લાખ ડૉલરમાં વેચવા માટે એક પ્રાથમિક સમજૂતી કરી. જોકે, આ સોદો પૂરો ન થઈ શક્યો, કેમ કે, અમેરિકન કૉંગ્રેસે તેની મંજૂરી ન આપી.

પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થવાથી અને જર્મન સબમરીન દ્વારા અમેરિકાનાં જહાજો સામે ઊભા થનારા જોખમના લીધે અમેરિકાને ફરીથી તેમાં રસ જાગ્યો. તેને બીક હતી કે જર્મની ડેનમાર્ક પર હુમલો કરી દેશે અને આયલૅન્ડ્સની સાથોસાથ સૅન્ટ થૉમસના વ્યૂહાત્મક રીતે મહત્ત્વના બંદર પર પણ કબજો કરી લેશે.

અમેરિકાના વિદેશ વિભાગની વેબસાઇટ અનુસાર, રાષ્ટ્રપતિ વુડ્રો વિલ્સનના વિદેશમંત્રીએ ડેનમાર્કને ચેતવણી આપી હતી કે, 'જો તે આ વિસ્તારને વેચવાનો ઇનકાર કરશે, તો અમેરિકા આયલૅન્ડ્સ પર કબજો કરી શકે છે, જેથી તેના પર બીજા કોઈનો કબજો થતો અટકાવી શકાય.'

ડેનિશ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઇન્ટરનૅશનલ સ્ટડીઝનાં સિનિયર રિસર્ચર ઍસ્ટ્રિડ એન્ડરસન માટે અમેરિકન વર્જિન આયલૅન્ડ્સની સાથે જે થયું અને જે આપણે આજે જોઈ રહ્યા છીએ, તેમાં રહેલી સમાનતાઓ મૂલવવાનું મુશ્કેલ છે.

અમેરિકા, ઇતિહાસ, ફ્રાન્સ, લુઇસિયાના, યુદ્ધ, ‘અંકલ સૅમ’, મેક્સિકો, રશિયા, અલાસ્કા, બીબીસી ગુજરાતી, અમેરિકાનો ઇતિહાસ, વિશ્વનો ઇતિહાસ, ગ્રીનલૅન્ડ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Sean Gallup/Getty

ઇમેજ કૅપ્શન, એક સર્વમાં ગ્રીનલૅન્ડના લોકોએ કહ્યું છે કે તેઓ અમેરિકાના વિસ્તારવાદ માટે એક વેચાણવસ્તુ બનવા નથી માગતા

એન્ડરસન કહે છે, "આપણે અત્યારે ગ્રીનલૅન્ડ વિશે જે સાંભળી રહ્યા છીએ તેની ઝલક એ કાળખંડમાં પણ જોવા મળે છે. અમેરિકાએ એ સમયે પણ કહેલું કે 'કાં તો તમે અમને તે વેચી દો અથવા અમે તેના પર હુમલો કરીશું."

વર્ષ 1917 સુધીમાં બંને પક્ષો વચ્ચે એક કરાર થઈ ગયો હતો, જેના અનુસાર, એ સમયે અમેરિકાને 2.5 કરોડ ડૉલરની કિંમતે કૅરેબિયન દ્વીપો વેચવાના હતા.

એ સોદા હેઠળ અમેરિકા એ બાબતે સંમત થયું કે તે ડેનમાર્કનો "આખા ગ્રીનલૅન્ડ પર તેનાં રાજકીય અને આર્થિક હિત વધારવા"નો વિરોધ નહીં કરે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન