You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
WI vs IND : ભારત મૅચ જીત્યું છતાં હાર્દિક પંડ્યા કઈ ભૂલને કારણે ટ્રોલ થઈ રહ્યા છે?
વેસ્ટઇન્ડીઝ સામેની ત્રીજી ટી-20 મૅચ ભારતે સાત વિકેટે જીતી લીધી. મૅચમાં સૂર્યકુમાર યાદવે કમાલની બેટિંગ કરીને 44 બૉલમાં 83 રન બનાવી ભારતની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી.
સિરીઝમાં વેસ્ટઇન્ડીઝ હજુ 2-1થી આગળ છે.
તિલક વર્માએ પણ શાનદાર બેટિંગ કરીને 37 બૉલમાં 49 રન બનાવી નોટઆઉટ રહ્યાં.
મૅચની વાત કરીએ તો વેસ્ટઇન્ડિઝે પહેલા દાવ લઈને 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 159 રન બનાવ્યા હતા. ભારતે જવાબમાં ત્રણ વિકેટો ખોઈને 17.5 ઓવરમાં 164 રન બનાવીને જીત હાંસલ કરી હતી.
સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માની બેટિંગ જોઈને ભારતીય ક્રિકેટ ફેન્સ ઝૂમી ઉઠ્યા, પણ છેલ્લે ભારતના કૅપ્ટન હાર્દિક પંડ્યાએ મૅચ જીતવા માટે મારેલો છગ્ગાને ક્રિકેટચાહકો ભૂલ ગણી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર તેમને ટ્રોલ કરવા લાગ્યા.
ફેન્સને કેમ યાદ આવ્યા ધોની?
ફેન્સ ભારતના પૂર્વ કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનું ઉદાહરણ પેશ કરી રહ્યા છે.
એકવાર ધોનીએ વિરાટ કોહલીને મૅચ ફિનિશ કરવાની તક આપી હતી અને જીતવા માટે એક રનની જરૂર હોવાં છતાં તેમણે બૉલ પર રન ન લઈને કોહલીને સ્ટ્રાઇક આપી હતી.
જોકે, તિલકે ડેબ્યૂ બાદ કેટલાક રેકર્ડ પણ બનાવ્યા. તિલકે વેસ્ટઇન્ડિઝ સામે જ ડેબ્યૂ કર્યું અને તે ડેબ્યૂ બાદની શરૂઆતની પહેલી ત્રણ મૅચમાં સતત 30 કે તેથી વધુનો સ્કોર બનાવનારા બીજા ભારતીય ખેલાડી બન્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ રેકર્ડ પહેલા સૂર્યકુમાર યાદવના નામે હતો. આ સિવાય તિલક વર્મા ડેબ્યૂ બાદ પહેલી ત્રણ ટી-20 મૅચમાં સૌથી વધુ રન ફટકારનારા બીજા ભારતીય ખેલાડી બન્યા છે.
આ મામલે દીપક હુડ્ડા ટોપ પર છે. તેમણે પહેલી ત્રણ ટી-20 મૅચમાં 172 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે પહેલી ત્રણ ટી-20માં 139 રન બનાવ્યા હતા.
આ સાથે સૂર્યકુમાર યાદવ ટી-20માં 100 છગ્ગા લગાવનારા ત્રીજા ભારતીય ખેલાડી બન્યા છે.
તેઓ દુનિયાના 14માં ખેલાડી બન્યા છે. ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા લગાવનારા ખેલાડીમાં રોહિત શર્મા ટોપ પર છે. તેમણે 182 છગ્ગા લગાવ્યા છે. ત્યારબાદ ન્યૂઝિલૅન્ડના માર્ટિન ગુપ્ટિલે 173 છગ્ગા લગાવ્યા છે.
શું કહી રહ્યા છે સોશિયલ મીડિયા પર ક્રિકેટ ફેન્સ?
ગઈકાલની મૅચમાં જ્યારે ભારતને જીત માટે બે રનની જરૂર હતી. તે સમયે ક્રિઝ પર હાર્દિક સાથે તિલક વર્મા પણ રમતા હતા. તિલક તેમના અર્ધશતકથી માત્ર એક રન દૂર હતા અને મૅચમાં 14 બૉલ બાકી હતા.
પણ મૅચને ફિનિશ કરવા માટે હાર્દિકે છગ્ગો લગાવી દીધો જેને કારણે તિલક વર્મા પોતાના બીજા અર્ધશતકથી માત્ર એક રન દૂર રહી ગયા.
આ ઘટનાને કારણએ ક્રિકેટ ચાહકો હાર્દિક પંડ્યાને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવા લાગ્યા. તેમની અપેક્ષા હતી કે તિલક તેમની અડધી સદી પૂર્ણ કરે, પણ હાર્દિકે છગ્ગો મારીને ભારતને મૅચ જીતાડી દીધી અને તિલક નોનસ્ટ્રાઇકર છેડે 49 રને નોટઆઉટ રહ્યા. જોકે તિલક વર્માના ચહેરા પર અર્ધશતક પૂર્ણ ન કરી શકવાનો કોઈ રંજ નહોતો.
સોશિયલ મીડિયા પર ક્રિકેટ ફેન્સ હાર્દિકના આ વ્યવહારની નિંદા કરી રહ્યા છે. ફેન્સનું માનવું છે કે હાર્દિકે એ ખોટું કર્યું. પોતાના અંગત સ્વાર્થ માટે છગ્ગો મારીને મૅચ પૂર્ણ કરી જ્યારે કે ઘણા બૉલ બાકી હતા. હાર્દિક પાસે એક રન લઈને તિલકને સ્ટ્રાઇક આપવાની તક હતી, પણ તેમણે તિલકને એ તક ન આપી. જેને કારણે યુવા બેટર તેમની બીજી અડધી સદી પૂર્ણ ન કરી શક્યા ગયા.