You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'દરરોજ દાંત સાફ કરવા પૂરતા નથી' - 7 વસ્તુઓ જે તમારા દાંતને નુકશાન કરે છે
- લેેખક, સિરાજ
- પદ, બીબીસી તામિલ
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) અનુસાર, મૌખિક સ્વાસ્થ્ય સંબંધિત રોગો વિશ્વભરમાં આશરે 3.5 અબજ લોકોને અસર કરે છે.
પણ જો તમે પૂછો કે, 'હું તો દરરોજ દાંત સાફ કરું છું, તો શું તે મૌખિક સ્વચ્છતા જાળવવા અને મારા દાંતને સુરક્ષિત રાખવા માટે પૂરતું નથી?' તો તેનો જવાબ હા છે. આટલું કરવું પૂરતું નથી.
આપણે રોજિંદા જીવનમાં કેટલીક એવી બાબતો કરીએ છીએ જે આપણને ખ્યાલ પણ નથી હોતો. જેની આપણા દાંત પર ખૂબ જ ખરાબ અસર પડે છે. આમાંની કેટલીક બાબતો તમને આશ્ચર્યચકિત કરી શકે છે, જેની ચર્ચા આપણે આ લેખમાં કરીશું.
ખૂબ દબાણથી દાંત સાફ કરવા
કેટલાક લોકોને સવારે ઊઠ્યા પછી 5 થી 10 મિનિટ સુધી દાંત સાફ કરવાની અને જોરથી દબાવીને બ્રશ કરવાની આદત હોય છે. તેઓ દાંત સાફ કરશે અને પછી અરીસામાં પોતાને જોશે, એમ માનીને કે સારી રીતે બ્રશ કરવાથી તેઓ સ્વચ્છ થઈ જશે.
પરંતુ, વાસ્તવમાં, આ રીતે દબાવીને અને જોરથી ઘસવું દાંત માટે હાનિકારક બની શકે છે, ડેન્ટિસ્ટ તારિણી કહે છે.
"આ એ એક ગેરસમજ છે કે જોરશોરથી અથવા ખૂબ લાંબા સમય સુધી દાંત સાફ કરવાથી બધા જંતુઓ મરી જશે. ખરેખર મહત્ત્વનું એ છે કે તમે કેવી રીતે બ્રશ કરો છો. ઉપર-નીચે અથવા બાજુ-બાજુ બ્રશ કરવાથી તમારા દાંતને નુકસાન થઈ શકે છે. તમારે તમારા દાંતને ગોળાકાર ગતિમાં હળવા હાથે બ્રશ કરવા જોઈએ," તે કહે છે.
તારિણી કહે છે કે વધુ પડતું દબાણ દાંત અને પેઢામાં બળતરા પેદા કરી શકે છે.
તેઓ ચેતવણી આપે છે તે, "જો આવું તમે ચાલુ રાખશો, તો સમય જતાં પેઢાં ખરી જશે અને દાંતના મૂળ ખુલ્લા થઈ જશે. દાંતની સંવેદનશીલતા પણ એનાથી અસર થાય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ ઉમેરે છે કે, "2-3 મિનિટ બ્રશ કરવું પૂરતું છે. પણ દિવસમાં બે વાર બ્રશ કરવું પણ જરૂરી છે. વટાણાના દાણા જેટલી ટૂથપેસ્ટ પણ પૂરતી છે."
તેઓ 'સૉફ્ટ' અથવા 'અલ્ટ્રા-સૉફ્ટ' બ્રિસ્ટલ્સવાળા બ્રશની ભલામણ કરે છે.
દાંતનો ઉપયોગ સાધનો તરીકે કરવો
ડેન્ટલ સર્જન અને ઇમ્પ્લાન્ટોલોજિસ્ટ ડૉ. અભિનવ કહે છે કે દાંતથી બોટલ ખોલવી, દાંતથી પરબિડીયાં ફાડી નાખવા અને નખ કરડવા જેવી બધી બાબતો સમય જતાં તમારા દાંતને ઘણું નુકસાન પહોંચાડી શકે છે.
અભિનવે ચેતવણી આપી કે, "દાંત ખોરાક ચાવવા માટે છે. એ સમજવું મહત્ત્વપૂર્ણ છે કે તે કાતર, બ્લેડ કે બૉટલ ઓપનોરનો વિકલ્પ નથી. દાંતનો ઉપયોગ સાધન તરીકે કરવાથી તે તૂટી શકે છે અને ક્યારેક ફાટી પણ જાય છે."
નખ કાપવાના જોખમો વિશે વાત કરતાં ડૉ. અભિનવ કહે છે, "ઘણા લોકોને દાંતથી નખ કાપવાની આદત હોય છે. તેનાથી દાંતનો આકાર બદલાઈ જાય છે. વધુ પડતા દબાણથી નખ કાપવાથી જડબાને નુકસાન થઈ શકે છે."
કૉફી/ચા અને ઠંડાં પીણાંનું વારંવાર સેવન
ઘણા લોકો વારંવાર સોડા, ફળોનો રસ, કૉફી, ચા અથવા ઠંડા પીણાં પીતા હોય છે. દંત ચિકિત્સક તારિણી કહે છે કે તેમાં રહેલી ઊંચી એસિડિટી ધીમે ધીમે દાંતનો નાશ કરે છે.
તેમનું કહેવું છે કે બોટલબંધ સૉફ્ટ ડ્રિંક્સ, કૉફી અને ચામાં ખાંડ અને કેફીનનું પ્રમાણ વધુ હોવાથી દાંતને નુકસાન થઈ શકે છે.
તારિણી કહે છે, "વારંવાર સોડા યુક્ત સૉફ્ટ ડ્રિંક્સ, કૉફી/ચા પીવાથી શરીરમાં ડિહાઇડ્રેશન થઈ શકે છે. પરિણામે, લાળનો સ્ત્રાવ ઓછો થાય છે. લાળ મૌખિક સ્વાસ્થ્યમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તે દાંતના સડો અને પેઢાના રોગને અટકાવે છે. જો તે ઓછું થાય છે, તો તે ફક્ત તમારા દાંતને જ નુકસાન પહોંચાડી શકે છે પરંતુ પેટની સમસ્યાઓનું કારણ પણ બની શકે છે."
તે સલાહ પણ આપે છે કે, "આવા પીણાં પીધા પછી કોગળા કરવા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તમારે પુષ્કળ પાણી પણ પીવું જોઈએ."
વારંવાર નાસ્તો કરો
દંત ચિકિત્સક તારિણી કહે છે કે, "દાંત પર હંમેશાં ખોરાકના કણો રહેતા હોય છે. આ બેક્ટેરિયાના વિકાસને વેગ આપી શકે છે. અને તે દાંતના સડોનું કારણ બની શકે છે."
તેમણે એમ પણ કહ્યું કે ઉકેલ એ છે કે દિવસમાં માત્ર એક જ વાર નાસ્તો કરવો, ઓછી માત્રામાં.
તારિણી કહે છે કે, "જો તેમાં ખાંડ ઓછી હોય તો તે વધુ સારું છે. વધુ પડતી ખાંડ ફક્ત શરીરના અન્ય ભાગો માટે જ નહીં, પણ તમારા દાંત માટે પણ હાનિકારક છે. ખાધા પછી પાણી અથવા માઉથવૉશથી તમારા મોં કોગળા કરવા એ એક સારો વિચાર છે."
દાંત પીસવા
ગુસ્સામાં દાંત પીસવા એ સામાન્ય વાત છે. પરંતુ, ડૉ. અભિનવ કહે છે કે આનાથી દાંતને ચોક્કસ નુકસાન થશે.
તેમનું કહેવું છે કે દાંત પીસવાનું કારણ ચિંતા અને તણાવ જેવા માનસિક પરિબળો પણ હોઈ શકે છે.
"કેટલાક લોકો ઊંઘમાં દાંત પીસે છે. આ એવી વસ્તુ છે જે તમને પરેશાન કરી શકે છે."
- દાંત નબળા પડી જાય છે,
- તેમનું કદ બદલાશે,
- દાંતમાં દુખાવો,
- આનાથી જડબામાં દુખાવો પણ થઈ શકે છે.
ક્યારેક મોં ખોલવા અને બંધ કરવાથી પણ દુખાવો થઈ શકે છે.
ડૉ. અભિનવ કહે છે, "દંત ચિકિત્સકની સલાહ લેવી અને 'ડેન્ટલ નાઈટગાર્ડ'નો ઉપયોગ કરવો એ તેનો ઉકેલ હોઈ હશે."
ધૂમ્રપાન/તમાકુનું સેવન
દંત ચિકિત્સક તારિણી ચેતવણી આપે છે, "તમાકુનો ઉપયોગ કરનારાઓ દ્વારા સામનો કરવામાં આવતી પહેલી સમસ્યા દાંત પર ડાઘા પડવાની છે. ત્યારબાદ મોંમાંથી દુર્ગંધ આવવી, પેઢા નબળા પડવા અને મોઢાના કેન્સરનું જોખમ વધી જાય છે."
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તમાકુનું સેવન છોડવાથી મૌખિક સ્વાસ્થ્ય અને એકંદર સ્વાસ્થ્યમાં ઘણો સુધારો થાય છે.
દંત ચિકિત્સકની સલાહ ન લેવી
ડેન્ટલ સર્જન તારિણી કહે છે કે એ વિચાર ખોટો છે કે દાંત દુ:ખે ત્યારે જ ડેન્ટિસ્ટ પાસે જાવ. દર છ મહિને દંત ચિકિત્સકની સલાહ લેવી મહત્ત્વપૂર્ણ છે.
તેમણે ઉમેર્યું, "જો તમારા હાથમાં હાડકું તૂટેલું હોય, તો તમે તેને ઠીક કરાવવા વિશે વિચારી શકો છો. પરંતુ લોકો વિચારે છે કે જો તમે ફક્ત તમારા દાંતનો ઉપયોગ કરો છો અને એને આસાનાથી તેને કાઢી શકો છો અને જો તમને કોઈ સમસ્યા હોય તો નકલી દાંત લગાવી શકો છો."
તે કહે છે, "લોકોએ સમજવાની જરૂર છે કે જો એક દાંત કાઢવામાં આવે તો સમય જતાં બીજા દાંત પર અસર થશે."
તારિણી ચેતવણી આપે છે, "દાંતનો સડો, પેઢાના ચેપ અને મૌખિક કેન્સર પણ કોઈ લક્ષણો પેદા કર્યા વિના શાંતિથી વિકસી શકે છે."
તેમણે વધુમાં કહ્યું, "ફક્ત દાંતને બ્રશ કરવું એ પૂરતું નથી. કારણ કે દાંતનું સ્વાસ્થ્ય એ એકંદર સમગ્ર સ્વાસ્થ્યનું સૂચક છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન