પેલેસ્ટાઇનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા મળી જાય તો તેનું નેતૃત્વ કોણ કરશે?

પેલેસ્ટાઈન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, પોલ ઍડમ્સ

પેલેસ્ટિનિયન રાજદ્વારી હુસમ જોમલાતને આ મહિનાની શરૂઆતમાં લંડનમાં ચેથમ હાઉસ થિંક ટેન્કમાં વાટાઘાટ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

ન્યૂયૉર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં પેલેસ્ટાઇનને એક રાજ્ય તરીકે માન્યતા આપનારા દેશોની યાદીમાં બેલ્જિયમ યુકે, ફ્રાન્સ સહિતના દેશોનાં નામ જોડાયાં છે.

બ્રિટનમાં પેલેસ્ટિનિયન મિશનના વડા ડૉ. ઝોમલતે કહ્યું કે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ક્ષણ હતી.

તેમણે કહ્યું કે "તમે ન્યૂયોર્કમાં જે જોવા જઈ રહ્યા છો તે ટુ સ્ટેટ સોલ્યુશનને અમલમાં મૂકવાનો ખરેખર છેલ્લો પ્રયાસ હોઈ શકે છે."

આ પ્રયાસ નિષ્ફળ ન જાય.

લાંબા સમયથી ઇઝરાયલના સાથી રહેલા બ્રિટન, કૅનેડા અને ઑસ્ટ્રેલિયાએ પણ આખરે પેલેસ્ટાઇનને એક રાજ્ય તરીકે માન્યતા આપવાનો નિર્ણય લીધો છે.

બ્રિટિશ વડા પ્રધાન કીએર સ્ટાર્મરે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટમાં યુકેના નિર્ણયની જાહેરાત કરી હતી.

તેમણે કહ્યું કે "મધ્યપૂર્વમાં વધતી જતી ગંભીર પરિસ્થિતિઓની પૃષ્ઠભૂમિ સામે, અમે ટુ સ્ટેટ સોલ્યુશન અને શાંતિની સંભાવનાને જીવંત રાખવા માટે પગલાં લઈ રહ્યા છીએ."

તેમણે કહ્યું કે આનો અર્થ એ છે કે ઇઝરાયલને એક સક્ષમ પેલેસ્ટિનિયન રાજ્યની સાથે સુરક્ષિત રાખવું.

અત્યાર સુધીમાં 150થી વધુ દેશોએ પેલેસ્ટાઇનને એક રાજ્ય તરીકે માન્યતા આપી છે.

વધુમાં, યુકે અને અન્ય દેશો દ્વારા મળેલી માન્યતાને ઘણા લોકો એક મહત્ત્વના વિકાસના પડાવ તરીકે જુએ છે.

"પેલેસ્ટાઇન દુનિયામાં ક્યારેય એટલું શક્તિશાળી નહોતું જેટલું તે અત્યારે છે," ભૂતપૂર્વ પેલેસ્ટાઇન અધિકારી ઝેવિયર અબુ ઇદે જણાવ્યું હતું.

દુનિયા પણ પેલેસ્ટાઇન તરફ આગળ વધી રહી છે.

જોકે, ઘણા અન્ય પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, જેમાં પેલેસ્ટાઇન ખરેખર શું છે? શું કોઈ રાજ્યને માન્યતા આપવી જોઈએ?

પેલેસ્ટાઇન સામે કયા કયા પડકારો છે?

પેલેસ્ટાઈન, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

1933ના મોન્ટેવિડિયો સંમેલનમાં અલગ રાષ્ટ્ર માટે ચાર માપદંડ નક્કી કરવામાં આવ્યા હતા.

પેલેસ્ટાઇન કાયદેસર રીતે આમાંથી બેનો દાવો કરી શકે છે. એક કાયમી વસ્તી (જેનો દાવો તે કરી શકે છે, ભલે ગાઝામાં યુદ્ધ તેને જોખમમાં મૂકે), અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પ્રવેશવાની ક્ષમતા. ડૉ. ઝોમલાત આનું વાસ્તવિક ઉદાહરણ છે.

જોકે, આ 'નિર્ધારિત પ્રદેશ'ની જરૂરિયાતને પૂર્ણ કરતું નથી.

પેલેસ્ટાઇનની અંતિમ સરહદો પર કોઈ કરાર થયો નથી. આ સાથે કોઈ શાંતિ પ્રક્રિયા નથી.

પેલેસ્ટિનિયનો તેમના પ્રદેશને ત્રણ ભાગમાં દાવો કરે છે: પૂર્વ જેરુસલેમ, વેસ્ટ બેન્ક અને ગાઝા પટ્ટી.

1967માં છ દિવસના યુદ્ધ દરમિયાન ઇઝરાયલે ત્રણેય પર વિજય મેળવ્યો હતો.

1948માં સ્વતંત્ર થયા પછી ઇઝરાયલે એક સદી દરમિયાન 75 વર્ષથી વેસ્ટ બેન્ક અને ગાઝા પટ્ટીને ભૌગોલિક રીતે અલગ કરી છે.

પેલેસ્ટિનિયન ઓથોરિટીના નેતા મહમૂદ અબ્બાસ, કીઅર સ્ટાર્મર, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Shutterstock

ઇમેજ કૅપ્શન, બ્રિટિશ વડા પ્રધાન કીઅર સ્ટાર્મર અને પેલેસ્ટિનિયન ઑથૉરિટીના નેતા મહમૂદ અબ્બાસ

વેસ્ટ બેન્કમાં ઇઝરાયલી સૈન્ય અને યહૂદી વસાહતીઓની હાજરીનો અર્થ પેલેસ્ટિનિયન ઑથૉરિટી છે.

આ તે ઑથૉરિટી છે જે 1990ના દાયકામાં ઓસ્લો શાંતિકરાર પછી સ્થાપિત થઈ હતી. પેલેસ્ટિનિયન ઑથૉરિટી ત્યાંના લગભગ 40 ટકા પ્રદેશ પર કબજો કરે છે.

1967થી વિસ્તરેલી વસાહતોએ વેસ્ટ બૅન્કનો ધીમે ધીમે નાશ કર્યો છે.

પૂર્વ જેરુસલેમ, જેને પેલેસ્ટિનિયનો તેમની રાજધાની માને છે કે જ્યાં યહૂદી વસાહતો ખૂબ છે એ શહેર ધીમે ધીમે વેસ્ટ બૅન્કથી અલગ થઈ ગયું છે.

ગાઝાની વાત કરીએ તો, તે વધુ ખતરનાક બની ગયું છે. ઑક્ટોબર 2023માં હમાસના હુમલા પછી લગભગ બે વર્ષથી યુદ્ધનો સામનો કરી રહેલા ગાઝા પટ્ટીએ પોતાનો મોટા ભાગનો પ્રદેશ ગુમાવી દીધો છે.

જોકે, આ બધું સમસ્યાનો ઉકેલ લાવવા માટે પૂરતું નથી, પરંતુ મોન્ટેવિડિયો કન્વેન્શનમાં પ્રસ્તાવિત ચોથી જોગવાઈ, જેને દેશ તરીકે માન્યતા આપવી જરૂરી છે, તેમાં કાર્યરત્ સરકારની જરૂર છે.

પેલેસ્ટિનિયનો માટે આ સૌથી મોટો પડકાર બની ગયો છે.

નવા નેતૃત્વની જરૂર

1994માં ઇઝરાયલ અને પેલેસ્ટિનિયન લિબરેશન ઑર્ગેનાઇઝેશન (PLO) વચ્ચે થયેલા કરારને કારણે પેલેસ્ટિનિયન નૅશનલ ઑથૉરિટી (જેને ફક્ત પેલેસ્ટિનિયન ઑથૉરિટી અથવા પીએ તરીકે ઓળખવામાં આવે છે)ની રચના થઈ, જેણે ગાઝા અને વેસ્ટ બેન્કમાં પેલેસ્ટિનિયનો પર આંશિક સિવિલ કંટ્રોલનો ઉપયોગ કર્યો.

પરંતુ 2007માં હમાસ અને મુખ્ય પીએલઓ જૂથ ફતાહ વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયા પછી, ગાઝા અને વેસ્ટ બૅન્કના પેલેસ્ટિનિયનો પર બે હરીફ સરકારો શાસન કરી રહી છે: ગાઝામાં હમાસ અને વેસ્ટ બૅન્કમાં આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતાપ્રાપ્ત પેલેસ્ટિનિયન ઑથૉરિટી, જેના પ્રમુખ મહમૂદ અબ્બાસ છે.

મહમૂદ અબ્બાસ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Bloomberg via Getty Images

ઇમેજ કૅપ્શન, મહમૂદ અબ્બાસનો 90મો જન્મદિવસ નજીક આવી રહ્યો છે

આ દરમિયાન પેલેસ્ટિનિયન રાજકારણ અસ્થિર બની ગયું છે, જેના કારણે મોટા ભાગના પેલેસ્ટિનિયનો તેમના નેતૃત્વના વિરોધી બન્યા હતા.

છેલ્લી રાષ્ટ્રપતિ અને સંસદીય ચૂંટણીઓ 2006માં થઈ હતી, જેનો અર્થ એ થયો કે 36 વર્ષથી ઓછી ઉંમરના કોઈ પણ પેલેસ્ટિનિયન વ્યક્તિએ ક્યારેય વેસ્ટ બૅન્ક અથવા ગાઝામાં મતદાન કર્યું નથી.

પેલેસ્ટિનિયન વકીલ ડાયના બુટ્ટુ કહે છે, "આટલા બધા સમય દરમિયાન ચૂંટણીઓ ન થઈ એ વાત મનને મૂંઝવી નાખે છે. અમને એક નવા નેતૃત્વની જરૂર છે."

ઑક્ટોબર 2023માં ગાઝામાં ફાટી નીકળેલા યુદ્ધને પગલે આ મુદ્દો વધુ તીવ્ર બન્યો છે.

પોતાના હજારો નાગરિકો મૃત્યુ પામી રહ્યા છે ત્યારે અબ્બાસની પેલેસ્ટિનિયન ઑથૉરિટી લાચાર નજરે પડે છે.

વર્ષોનો આંતરિક વિખવાદ

હમાસ, ગાઝા, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, MAHMUD HAMS/AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ઓક્ટોબર 2023થી ગાઝામાં 60,000 થી વધુ લોકો માર્યા ગયા છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નેતૃત્વની હરોળમાં સંઘર્ષ વર્ષો જૂનો છે.

જ્યારે પીએલઓ અધ્યક્ષ યાસર અરાફાત, વર્ષોના દેશનિકાલ પછી પેલેસ્ટિનિયન ઑથૉરિટીનું નેતૃત્વ કરવા પાછા ફર્યા, ત્યારે સ્થાનિક પેલેસ્ટિનિયન રાજકારણીઓએ લાગ્યું કે પોતાની અવગણના થઈ રહી છે.

વધુ મહત્ત્વની વાત એ છે કે, નવી રચાયેલી પેલેસ્ટિનિયન ઑથૉરિટી વેસ્ટ બૅન્ક પર વસાહતીકરણ કરવાના ઇઝરાયલના પ્રયાસોને રોકવામાં અસમર્થ છે.

આ ઉપરાંત સપ્ટેમ્બર 1993માં વ્હાઇટ હાઉસ ખાતે જ્યારે તેમણે તત્કાલીન ઇઝરાયલી વડા પ્રધાન યિત્ઝાક રાબિન સાથે હાથ મિલાવ્યા હતા, ત્યારે સ્વતંત્રતા અને સાર્વભૌમત્વનાં વચનો પૂરાં કરવામાં પણ નિષ્ફળ જણાતી હતી.

ત્યારથી તે સમયગાળામાં સરળ રાજકીય વિકાસ માટે પરિસ્થિતિઓ અનુકૂળ રહી નથી. શાંતિ મંત્રણા નિષ્ફળ ગઈ, યહૂદી વસાહતોનો વિસ્તાર થયો છે. બંને બાજુના ઉગ્રવાદીઓ વચ્ચે હિંસક અથડામણો વધી છે. 2007માં હમાસ અને ફતાહ વચ્ચે હિંસક અથડામણો થઈ હતી.

પેલેસ્ટિનિયન ઇતિહાસકાર યેઝિદ સેયીએ જણાવ્યું, "સામાન્ય પરિસ્થિતિઓમાં નવી પેઢીઓ, લોકો વતી ઊભી રહેલી નવી વ્યક્તિઓ ઊભરી આવશે."

"પરંતુ, આ અશક્ય છે. કબજા હેઠળના પ્રદેશોમાં પેલેસ્ટિનિયનોને અલગ-અલગ નાના વિસ્તારોમાં વિભાજિત કરવામાં આવ્યા છે."

જોકે, આ બધી પરિસ્થિતિઓ છતાં એક માણસ, મારવાન બરઘૌતી, પેલેસ્ટિનિયનો માટે આવ્યો.

વેસ્ટ બૅન્કમાં જન્મેલા અને ઉછરેલા તેઓ 15 વર્ષની ઉંમરે અરાફાતના નેતૃત્વ હેઠળના પીએલઓ જૂથ, ફતાહમાં સક્રિય થયા હતા.

યાસિર અરાફત, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, REUTERS/Gary Hershorn

ઇમેજ કૅપ્શન, વ્હાઇટ હાઉસના લૉન પર, યુએસ પ્રમુખ બિલ ક્લિન્ટન અને હાથ મિલાવી રહેલા યાસિર અરાફાત અને ઇઝરાયલી વડા પ્રધાન યિત્ઝાક રાબીન

બીજા પેલેસ્ટિનિયન બળવા દરમિયાન બરઘૌતી એક અગ્રણી નેતા તરીકે ઊભરી આવ્યા.

તેમના પર હુમલાનું આયોજન કરવાનો અને પાંચ ઇઝરાયલીઓની હત્યા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને તેમની ધરપકડ કરવામાં આવી હતી.

તેમણે આ આરોપોને નકારી કાઢ્યા છે અને 2002થી ઇઝરાયલી જેલમાં છે.

જ્યારે પણ પેલેસ્ટિનિયનો ભાવિ નેતાઓની ચર્ચા કરે છે, ત્યારે તેઓ એ માણસ વિશે વાત કરે છે જે 23 વર્ષથી જેલમાં છે.

વેસ્ટ બૅન્કસ્થિત પેલેસ્ટિનિયન સેન્ટર ફૉર પૉલિસી ઍન્ડ સર્વે રિસર્ચ દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના મતદાનમાં જાણવા મળ્યું છે કે 50 ટકા પેલેસ્ટિનિયનો બરઘૌતીને તેમના રાષ્ટ્રપતિ તરીકે ઇચ્છે છે.

ગાઝામાં ઇઝરાયલી બંધકોની મુક્તિના બદલામાં રાજકીય કેદીઓની મુક્તિ માટેની હમાસની માગણીઓની યાદીમાં તેમનું નામ મુખ્ય હોવાનું માનવામાં આવે છે.

નોંધનીય છે કે તેઓ ફતાહના વરિષ્ઠ સભ્ય છે, જે લાંબા સમયથી હમાસ સાથે મતભેદ ધરાવે છે.

જોકે, ઇઝરાયલ બરઘૌતીની મુક્તિ અંગે કોઈ સંકેત આપી રહ્યું નથી.

ઑગસ્ટના મધ્યમાં એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં ઇઝરાયલના સુરક્ષામંત્રી, ઇટામાર બેન ગ્વીર એક નબળા, 66 વર્ષીય બરઘૌતીની મજાક ઉડાવતા બતાવે છે.

વર્ષો પછી પહેલી વાર બરઘૌતી જાહેરમાં જોવા મળ્યા હતા.

નેતન્યાહૂ અને પેલેસ્ટાઇન

બરઘૌતી, મહમૂદ અબ્બાસ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, બરઘૌતી પેલેસ્ટિનિયનોના નેતા માટે ટોચની પસંદગી છે, જે મહમૂદ અબ્બાસ કરતાં ઘણા આગળ છે

ગાઝા યુદ્ધ પહેલાં પણ બેન્જામિન નેતન્યાહૂએ પેલેસ્ટાઇનના વિચારને નકારી કાઢ્યો હતો.

તેમણે ફેબ્રુઆરી 2024માં કહ્યું હતું, "બધા જાણે છે કે હું એ માણસ છું જેણે દાયકાઓથી પેલેસ્ટિનિયનના નિર્માણને રોક્યું છે, આ આપણા અસ્તિત્વ માટે ખતરો છે."

ગાઝા પર નિયંત્રણ મેળવવા માટે પેલેસ્ટિનિયન ઑથૉરિટીને આંતરરાષ્ટ્રીય સ્તરે હાકલ કરવામાં આવી હોવા છતાં નેતન્યાહૂએ ભારપૂર્વક જણાવ્યું છે કે ગાઝાના ભાવિ શાસનમાં પીએની કોઈ ભૂમિકા નથી.

અબ્બાસે 7 ઑક્ટોબરના રોજ હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલાઓની પણ નિંદા કરી ન હતી.

ઇઝરાયલે ઑગસ્ટમાં પૂર્વ જેરુસલેમને વેસ્ટ બૅન્કથી અલગ કરવાના સમાધાન પ્રોજેક્ટને મંજૂરી આપી હતી.

3,400 ઘરોની યોજનાઓને મંજૂરી આપવામાં આવી હતી, ઇઝરાયલના નાણામંત્રી બેઝાલેલ સ્મોટ્રિચે કહ્યું હતું કે આ યોજના પેલેસ્ટિનિયન રાજ્યના વિચારને દફનાવી દેશે, "કારણ કે ત્યાં ઓળખવા જેવું કંઈ નથી અને ઓળખવા જેવું કોઈ નથી".

સૈયગ દલીલ કરે છે કે, આ કોઈ નવી સ્થિતિ નથી.

"તમે મુખ્ય દેવદૂત માઇકલને પૃથ્વી પર ઉતારી શકો છો અને તેમને પેલેસ્ટિનિયન ઑથૉરિટીનું નેતૃત્વ સોંપી શકો છો, પરંતુ તેનાથી કોઈ ફરક પડશે નહીં, કારણ કે તમારે એવી પરિસ્થિતિઓમાં કામ કરવું પડશે જે કોઈ પણ પ્રકારની સફળતાને સંપૂર્ણપણે અશક્ય બનાવે છે."

"અને ઘણા સમયથી આમ જ રહ્યું છે."

નેતન્યાહુ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, નેતન્યાહૂએ ફેબ્રુઆરીના મધ્યમાં કહ્યું હતું કે ગાઝામાં યુદ્ધ પછીના દિવસે હમાસ કે પેલેસ્ટિનિયન ઑથૉરિટી ત્યાં રહેશે નહીં

એક વાત ચોક્કસ છે: જો પેલેસ્ટિનિયન રાજ્ય ઊભરી આવે છે, તો હમાસ તેને ચલાવશે નહીં.

ફ્રાન્સ અને સાઉદી અરેબિયા દ્વારા પ્રાયોજિત ત્રણ દિવસીય પરિષદના અંતે જુલાઈમાં બહાર પાડવામાં આવેલી એક ઘોષણામાં જાહેર કરવામાં આવ્યું હતું કે "હમાસે ગાઝામાં તેનું શાસન સમાપ્ત કરવું જોઈએ અને તેના શસ્ત્રો પેલેસ્ટિનિયન સત્તાવાળાઓને સોંપવા જોઈએ."

"ન્યૂયૉર્ક ડીકલેરેશન"ને બધાં આરબ રાજ્યો દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું અને ત્યાર બાદ યુએન જનરલ ઍસૅમ્બલીના 142 સભ્યો દ્વારા તેને અપનાવવામાં આવ્યું હતું.

તેના તરફથી હમાસ કહે છે કે તે ગાઝામાં સત્તા ટેકનોક્રેટ્સના સ્વતંત્ર વહીવટને સોંપવા તૈયાર છે.

માત્ર માન્યતા મળવાથી શું થશે?

બરઘૌતી જેલમાં છે, અબ્બાસ 90 વર્ષની ઉંમરે પહોંચી રહ્યા છે, હમાસનો નાશ થયો છે અને વેસ્ટ બૅન્ક ટુકડાઓમાં વિભાજિત થઈ ગયું છે, તે સ્પષ્ટ છે કે પેલેસ્ટાઇનમાં નેતૃત્વ અને સુસંગતતાનો અભાવ છે, પરંતુ તેનો અર્થ એ નથી કે આંતરરાષ્ટ્રીય માન્યતા અર્થહીન છે.

"તે ખરેખર ખૂબ જ મૂલ્યવાન હોઈ શકે છે," ડાયના બટ્ટુ કહે છે, જોકે તે ચેતવણી આપે છે: "તે આ દેશો શા માટે તે કરી રહ્યા છે અને તેમનો હેતુ શું છે તેના પર નિર્ભર છે."

નામ ન આપવાની શરતે બોલતા એક બ્રિટિશ સરકારી અધિકારીએ મને કહ્યું કે માત્ર માન્યતાનું પ્રતીક પૂરતું નથી.

તેઓ કહે છે, ''અહીં પ્રશ્ન એ છે કે... ફક્ત યુએન જનરલ ઍસૅમ્બલી દ્વારા માન્યતાપ્રાપ્ત દેશ તરીકે માન્યતા પ્રાપ્ત કરવી જ નહીં... પરંતુ શું આપણે દેશની પ્રગતિ માટે કંઈ કરી શકીએ છીએ?''

હમાસ, વેસ્ટ બેન્ક, પેલેસ્ટાઈન, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Shutterstock

ઇમેજ કૅપ્શન, હમાસનો નાશ થયો અને વેસ્ટ બૅન્ક અનેક ટુકડાઓમાં વિભાજિત થયું, પેલેસ્ટાઇનમાં નેતૃત્વ અને સુસંગતતાનો અભાવ છે

'ન્યૂયૉર્ક ડિકલેરેશન'માં બ્રિટન સહિતના સહી કરનારા દેશોને "પેલેસ્ટાઇનના પ્રશ્નના શાંતિપૂર્ણ સમાધાન માટે મૂર્ત, સમયબદ્ધ અને બદલી ન શકાય તેવાં પગલાં" લેવા માટે પ્રતિબદ્ધ કરવામાં આવ્યા હતા.

લંડનના અધિકારીઓ પણ માન્યતા પછી લેવામાં આવનારા પગલાં માટે ઘોષણાનાં સૂચનોનો ઉલ્લેખ કરી રહ્યા છે, જેમ કે ગાઝા અને વેસ્ટ બૅન્કનું એકીકરણ, પેલેસ્ટિનિયન ઑથૉરિટીને સમર્થન અને પેલેસ્ટિનિયન ચૂંટણીઓ તેમજ ગાઝા માટે આરબ પુનર્નિર્માણ યોજનાને સમર્થન આપવા તરફ ધ્યાન દોરે છે

ઇઝરાયલે આનો સખત વિરોધ કર્યો અને વેસ્ટ બૅન્કના બધા અથવા તેના કેટલાક ભાગોને પોતાનામાં ભેળવીને બદલો લેવાની ધમકી આપી છે.

દરમિયાન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે આ વિષય પર પોતાની નારાજગી સ્પષ્ટ કરતા કહ્યું: "મારો આ મુદ્દા પર વડા પ્રધાન સાથે મતભેદ છે."

ટ્રમ્પ, સ્ટાર્મર, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પ અને સ્ટાર્મરના આ મુદ્દા પર અલગ-અલગ મંતવ્યો છે

ઑગસ્ટમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ડઝનબંધ પેલેસ્ટિનિયન અધિકારીઓના વિઝા રદ કરવાનું અથવા નકારવાનું અભૂતપૂર્વ પગલું ભર્યું હતું.

આ યુએનના પોતાના નિયમોનું પણ ઉલ્લંઘન કરે છે.

પેલેસ્ટાઇનને એક રાજ્ય તરીકે માન્યતા આપવા માટે અમેરિકા યુએનમાં પોતાના વીટો પાવરનો ઉપયોગ કરશે.

જોકે, ટ્રમ્પ "રિવેરા યોજના" તરીકે ઓળખાતા કાર્ય માટે પ્રતિબદ્ધ છે, જેના હેઠળ અમેરિકા ગાઝામાં લાંબા ગાળાની માલિકી લેશે.

જોકે, ગાઝાનું લાંબા ગાળાનું ભવિષ્ય હાલમાં ન્યૂયૉર્ક ડિકલેરેશન, ટ્રમ્પ યોજના અને આરબ રિકન્સ્ટ્રકશન પ્લાન વચ્ચે ફસાયેલું છે.

બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન