You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વીરપ્પનને કેવી રીતે મરાયો હતો અને એના અંતિમ દિવસોમાં શું થયું હતું?
- લેેખક, પ્રભાકર, તામિલનાડુ
- પદ, બીબીસી તામિલ માટે
"વીરપ્પન જો જંગલમાં જ રહ્યો હોત તો એને હરાવી ના શકાયો હોત."
વીરપ્પન પર ઘાત લગાવવાનારી સ્પેશિયલ ટાસ્ક ફૉર્સના તત્કાલીન સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (એસપી) સેન્થામરાઈકાન્નનના આ શબ્દો છે. તેમણે વીરપ્પનને પકડવાના ઑપરેશનમાં મહત્ત્ત્વની ભૂમિકા નિભાવી હતી.
વીરપ્પન કેવો હતો એ વિશે વર્ણવતાં તેઓ કહે છે, “તેની કોઈ નબળાઈ નહોતી. તે દારૂનું સેવન નહોતો કરતો. ન મહિલાઓનો તેને કોઈ શોખ હતો. તે ઇશ્વરથી ડરતો હતો. જ્યોતિષશાસ્ત્રમાં વિશ્વાસ રાખનારો અને તેને જે ગમે તે કરનારી વ્યક્તિ હતો. તેના જીવનમાં તેણે ઘણો રક્તપાત જોયો હતો. તેને કોઈનો પણ ડર નહોતો.”
વર્ષ 2004માં 18 ઑક્ટોબરનો દિવસ તામિલનાડુ પોલીસ માટે ખૂબ જ યાદગાર છે. પોલીસ દળ છેલ્લા એક દાયકાથી વીરપ્પનને પકડવાની કોશિશમાં હતું પણ તેમને સફળતા મળી નહોતી.
જોકે, જંગલમાંથી પહેલીવાર બહાર આવેલા વીરપ્પનને તામિલનાડુની ટાસ્ક ફોર્સે ધર્માપુરી જિલ્લામાં પપ્પેરેટ્ટીપટ્ટી પાસે ઠાર માર્યો હતો.
વિજય કુમાર તામિલનાડુ ટાસ્ક ફોર્સના વડા હતા અને સેન્થામરાઈકાન્નન એ ટાસ્ક ફોર્સની ઇન્ટલિજન્સ વિંગના સ્પેશિયલ એસપી હતા. તેઓ 'ઑપરેશન કોકૂન'ના માસ્ટરમાઇન્ડ હતા.
આ કેસમાં ચંદનના તસ્કર વીરપ્પનની છેલ્લી ઘડીની ચોંકાવનારી માહિતીઓ બહાર આવી હતી છતાં ટાસ્કફોર્સ તરફથી પ્રતિક્રિયા નહોતી મળી. પરંતુ વર્ષ 2017માં જ્યારે આઈપીએસ વિજય કુમારે ‘ચૅઝિંગ ધી બ્રિગેન્ડ’ નામનું પુસ્તક લખ્યું તેમાં તેમણે ઑપરેશન કોકૂનના વડા તરીકેના તેમની અનુભવો લખ્યા છે.
એમાં તેમણે વીરપ્પનને કઈ રીતે મારવામાં આવ્યો તેની વિગતો લખી હતી અને જે આરોપોને નકારવામાં આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વાત એમ છે કે 4થી ઑગસ્ટના રોજ નેટફ્લિક્સ પર વીરપ્પન વિશેની ડૉક્યુમેન્ટરી ‘ધી હન્ટ ફૉર વીરપ્પન’ રિલીઝ થઈ છે. એમાં સેન્થામરાઈકાન્નને વીરપ્પનની અંતિમ ઘડીઓ વિશે જે કહ્યું હતું તે અને વિજય કુમારે જે લખ્યું છે તેમાં વિરોધાભાસ હોવાના આરોપ લાગ્યા છે.
વિજય કુમાર અને સેન્થામરાઈકાન્નને વાત મળી હતી કે વીરપ્પન તેની આંખોનો ઇલાજ કરાવવાના પ્રયાસમાં છે અને 'લિબરેશન ટાઇગર્સ ઑફ તામિલ ઇલમ' (એલટીટીઈ)માં જોડાવા શ્રીલંકા જવા પ્રયાસરત છે. તેમણે આ તકનો લાભ ઉઠાવવનું નક્કી કર્યું. વિજય કુમાર અને સેન્થામરાઈકાન્નને કહ્યું કે ઑપરેશન કોકૂન બનાવાયું અને પછી વીરપ્પન ઠાર મરાયો.
ટાસ્ક ફોર્સમાંથી વીરપ્પન સાથે સંપર્કમાં કોણ હતું?
શિવાસુબ્રમણિયમ એ વીરપ્પનની તસવીરો ખેંચનારી પ્રથમ વ્યક્તિ હતા. તેઓ કહે છે, “શંકા થવી સ્વાભાવિક છે. જ્યારથી વીરપ્પનને ઠાર મારાયો, ત્યારથી તે કેવી રીતે ઠાર મારવામાં આવ્યો એના વિશે અનેક રહસ્યો હતાં. વિજય કુમારે પુસ્તકમાં ઘણું છુપાવ્યું છે અને સેન્થામરાઈકાન્નને પણ તેમની સ્પિચમાં ઘણં છુપાવ્યું છે. સવાલ એ છે કે બંનેએ વીરપ્પનને મારવામાં આવ્યો એ વિશે કહ્યું એમાં વિરોધાભાસ કેમ છે?”અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે દક્ષિણ ભારતના સ્ટાર રાજકુમારને વીરપ્પને બંધક બનાવ્યા ત્યારે તામિલનાડુ સરકારે વાટાઘાટો માટે જે ટીમ મોકલી હતી તેમાં સુબ્રમણિયમ પણ હતા.
વિજય કુમાર અને સેન્થામરાઈકાન્નન બંનેએ જે કહ્યું એમાં દેખાતા વિરોધાભાસ વિશે શિવાશુબ્રમણિયમે બીબીસી સાથે વિગતે વાત કરી. તેઓ કહે છે, “જ્યારે વીરપ્પનને આંખોની સારવાર કરાવવી હતી, એલટીટીઈમાં જોડાવું હતું અને હથિયારો જોઈતાં હતાં. એ વખતે આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર વેલ્લાથુરાઈની એલટીટીઈના સભ્ય તરીકેની ઓળખ આપી ભેટો કરાવાયો હતો. વિજય કુમાર પુસ્તકમાં કહે છે કે વેલ્લાથુરાઈને એલટીટીઈની વ્યક્તિ તરીકે વીરપ્પન સાથે વાત કરાવાઈ હતી પરંતુ સેન્થામરાઈકાન્નન ડૉક્યુમેન્ટરીમાં કહે છે કે તેઓ ખુદ જ વીરપ્પન સાથે સંપર્કમાં હતા. આ બંનેમાંથી કોણ સાચું? એનો ખુલાસો કોણ કરશે?”
વીરપ્પનને લઈ જતી ઍમ્બ્યૂલન્સની બારી અંદરથી ખૂલી શકતી હતી?
વીરપ્પનનાં દીકરી વિદ્યા પણ આ જ સવાલ કરે છે. વીરપ્પને જે ઍમ્બ્યૂલન્સમાં સફર કરી હતી તે વિશે પણ બંને પોલીસ અધિકારીના દાવાઓમાં વિરોધાભાસ હોવાનું તેઓ બીબીસીને કહે છે.
વિદ્યા વીરપ્પન કહે છે, “વિજય કુમાર પુસ્તકમાં લખે છે કે વીરપ્પન(તેમના પિતા)ને જે ઍમ્બુલન્સમાં લવાયા હતા તે ખાસ રીતે બનાવાઈ હતી. તેની બારીઓ અને દરવાજા અંદરથી નહોતાં ખૂલી શકતાં પરંતુ સેન્થામરાઈકાન્નન અનુસાર જ્યારે ઍમ્બ્યૂલન્સ ઊભી રહી ત્યારે મારા પિતાએ બારીમાંથી માથું બહાર કાઢ્યું હતું. હવે આમાંથી શું સાચું હોઈ શકે. આમાંથી બંને સાચું નથી. તેમણે મારા પિતાને જીવતા પકડ્યા હતા.”
વિદ્યા વધુમાં કહે છે, “તેમને પોલીસ માટે પહેલાં સન્માન હતું પરંતુ હવે એ માન નથી રહ્યું કેમ કે તેમના પિતાના મૃત્યુ વિશે તેમની પાસે આવાં વિરોધાભાસી નિવદનો તેમણે આપ્યાં છે.”
તેઓ કહે છે, “તેઓ એક અધિકારી છે અને મારા પિતાને મારી નાખ્યા. આ તેમનું કામ હતું. તેમને ઇનામ મળ્યું અને આજીવન તેમણે એને સિદ્ધી ગણાવી. એક વ્યક્તિનું મોત થયું એની વિગતો છુપાવતું પુસ્તક કેમ લખ્યું? એવું લાગે છે કે માત્ર ડ્રામાવાળું પુસ્તક લખ્યું અને ઘણું બધું છુપાવ્યું. તેમણે જે કહ્યું એના વિશે તેઓ પ્રામાણિકપણે કહી નથી શકતા એટલે શકાં અને સવાલ ઉપજે છે કે તેમણે જે કહ્યું તેમાં તેઓ કેટલા ઇમાનદાર હતા.”
તેમણે ઉમેર્યું, “પોલીસના લીધે મારાં માતાપિતાએ ઘણું સહન કરવું પડ્યું હશે. વ્યક્તિગત રીતે અમને કંઈ નથી ખબર. પોલીસ પ્રત્યે મને માન છે. પરંતુ પોલીસે કરેલો અત્યાચાર જે રીતે ગાયબ કરી દેવાયો અને તેમણે મારા પિતા વિશે જે કહ્યું એ પછી તેમના પ્રત્યેનું મારું માન એમના માટે ઘટી ગયું છે.”
“મારી માતાની સાથે સાથે અન્ય મહિલાઓ પર પણ પોલીસે અત્યાચાર કર્યાં છે. વર્કશૉપમાં ઘણા બધા લોકો માર્યા ગયા હતા. સતશિવમ કમિશનના રિપોર્ટ અનુસાર હજુ સુધી કોઈ પીડિતને વળતર નથી મળ્યું.”
સેન્થામરાઈકાન્નન શું કહે છે?
વીરપ્પનની અંતિમ ઘડીમાં શું થયું હતું એ વિશેના દાવા, સવાલો અને આરોપો વિશે સેન્થામરાઈકાન્નને બીબીસીને જણાવ્યું કે, “વીરપ્પન એવી વ્યક્તિ નહોતી કે જેને આવી રીતે ઠાર મારવામાં આવે.”
“જેઓ સત્ય સ્વીકારી નથી શકતા તેઓ આરોપો લગાવે છે. ખરેખર જો કોઈને પકડી લેવામાં આવે અને એના ભોજનમાં ઝેર નાખી દેવામાં આવે તો ઘણી મોટી સમસ્યા સર્જાઈ શકે. પરંતુ વીરપ્પન એવી વ્યક્તિ નહોતી જેને મારી જ નાખવામાં આવે. પરંતુ તેને પકડવો અશક્ય હતો એટલે કપરી સ્થિતિ સર્જાઈ હતી. દરેકનું લક્ષ્ય વીરપ્પનને જીવતો પકડવાનું હતું.”
વીરપ્પનની મોત વિશેના વિરોધાભાસ વિશે તેઓ કહે છે, “આ ઑપરેશન માટે ખાસ પ્રકારનું વાહન તૈયાર કરાયું હતું. પાછળની બારી અને દરવાજો એ રીતે તૈયાર કરાયાં હતાં, જેને બહારથી ખોલી શકાય. ડ્રાઇવર સરાવાનન અને દુરા આગળની સીટ પર હતા, તેમની સુરક્ષા માટે ડ્રાઇવર બાજુની અને આગળ બેસવાની સીટની બારી અંદરથી ખૂલી શકે એવી હતી. તેમની સેફ્ટી માટે એવું કરવામાં આવ્યું હતું.”
વીરપ્પનને મૂછ કાઢી નાખવાની સેન્થામરાઈકાન્નનની સલાહ
વીરપ્પનને બહાર લાવવા માટે તેમની સાથે કોણ વાત કરી રહ્યું હતું એ વિશે ઉપસી આવેલા વિરોધાભાસ વિશે તેઓ કહે છે કે, શરૂઆતથી જ તેઓ વીરપ્પન સાથે વાત કરી રહ્યા હતા.
“વેલ્લાથુરાઈને ઑપરેશનના સપ્તાહ કે મહિના પહેલાં બોલાવવામાં આવ્યા હતા. પરંતુ એ પહેલાંથી જ હું વીરપ્પન સાથે સંપર્કમાં હતો. એ પ્રત્યક્ષ સંવાદ નહોતા. પરંતુ પત્રો અને સંદેશાવહકો દ્વારા કરવામાં આવતો હતો. મેં જ તેને અમારી વાતચીતમાં એને મૂછ કાઢી નાખવાની સલાહ આપી હતી. વીરપ્પને મને પૂછ્યું કે મૂછ રાખવાથી શું વાંધો છે. મેં કહ્યું કે હૉસ્પિટલ જવાનું છે ત્યાંથી બોટમાં શ્રીલંકા જવાનું છે, જો મૂછ નહીં હોય તો કોઈ સરળતાથી તેને ઓળખી નહીં શકે. એટલે તેણે મૂછ કાઢી નાખી હતી.”
“અમારા જૂથમાં કોઈએ પણ તેને પહેલાં ક્યારેય રૂબરૂમાં નહોતો જોયો. ઑપરેશન પૂરું થયા પછી અમે પણ તેને મૂછ વગર ઓળખી ન શક્યા. ઘણાએ કહ્યું કે શું ખરેખર આ વીરપ્પન જ છે કે નહીં. પરંતુ વીરપ્પનનો ભત્રીજો અમારી ટાસ્ક ફોર્સમાં જ હતો. તેણે પુષ્ટિ કરી આપી કે આ વીરપ્પન જ છે.”