You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચંદ્રયાન-3 પછી લૉન્ચ થયેલું રશિયાનું લૂના-25 ચંદ્ર પર પહેલા કેવી રીતે પહોંચી જશે?
રશિયાએ શુક્રવારે પોતાનું મૂન મિશન લૂના 25 લૉન્ચ કરી દીધું.
ગત 47 વર્ષોમાં ચંદ્ર પર અંતરિક્ષયાન મોકલવાની રશિયાની આ પ્રથમ કોશિશ છે. રશિયાએ 1976માં પોતાનું પહેલું મૂન મિશન લૉન્ચ કર્યું હતું.
શુક્રવારે લૉન્ચ કરવામાં આવેલા મિશન હેઠળ રશિયાનું અંતરિક્ષયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઊતરશે. એવું મનાય છે કે અહીં પાણી હોઈ શકે છે.
રશિયાના મૂન મિશન પહેલાં 14 જુલાઈના રોજ ભારતે ચંદ્રયાન-3 લૉન્ચ કર્યું છે. ચંદ્રયાન-3 પણ ચંદ્રની સપાટી પર ઊતરશે. રશિયાના આ અભિયાનની હોડ ચીન અને અમેરિકાના મૂન મિશન સાથે પણ છે.
અમેરિકા અને ચીને ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર અંતરિક્ષયાન ઉતારવા માટે એડવાન્સ મિશન શરૂ કર્યું છે.
રશિયાની સ્પેસ એજન્સી રોક્સૉસ્મૉસ અનુસાર લૂના-25ને સોયૂઝ 2.1વી રૉકેટથી વોસ્તોની કૉસ્મોડ્રોમથી લૉન્ચ કરવામાં આવ્યું. આ જગ્યા મૉસ્કોથી લગભગ 5500 કિમી પૂર્વમાં છે.
સોયૂઝ 2.1વી રૉકેટનો ઉપરનો ભાગ લૉન્ચ કરવામાં એક કલાક બાદ તેને પૃથ્વીની કક્ષાથી બહાર તરફે ધકેલીને ચંદ્રની તરફ લઈ ગયો.
લૂના-25માં રોવર અને લૅન્ડર છે. તેનાથી લૅન્ડરનું વજન 800 કિલો છે. લૂના-25 પહેલા સૉફ્ટ લૅન્ડિંગની પ્રૅક્ટિસ કરશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યાર બાદ તે ચંદ્રની જમીનના નમૂના લેવા અને તેનું વિશ્લેષણ કરવાનું કામ કરશે. સાથે તે લાંબા સમય સુધી ચાલનારું સંશોધન પણ કરશે.
લૂના-25 સોયૂઝ 2.1બી રૉકેટની મદદથી લૉન્ચ કરવામાં આવ્યું છે. તે 46.3 મીટર લાંબુ છે. 10.3 મીટર વ્યાસવાળા આ રૉકેટનું વજન 313 ટન છે. ચાર તબક્કાના આ રૉકેટે લૂના-25 લૅન્ડરને ધરતીની બહાર એક ગોળાકાર ભ્રમણકક્ષામાં મૂકી દીધું છે.
કેવું છે લૂના-25? શું છે હેતુ?
લૂના-25નો આકાર એક નાનકડી કાર જેવો છે. તે ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર એક વર્ષ સુધી કામ કરશે.
હાલનાં કેટલાંક વર્ષોમાં નાસા અને બીજી અંતરિક્ષ એજન્સીઓને ચંદ્ર પર બરફ હોવાના સંકેતો મળ્યા છે.
રશિયાના મૂન મિશનના રાજકીય અર્થઘટનો પણ કરવામાં આવી રહ્યા છે. રશિયાએ કહ્યું કે યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ પશ્ચિમી દેશોએ પ્રતિબંધ લગાવીને તેના અંતરિક્ષ કાર્યક્રમને નિશાન બનાવવાની કોશિશ કરી. પરંતુ પશ્ચિમી દેશોના પ્રતિબંધ રશિયાની અર્થવ્યવસ્થાને ધ્વસ્ત કરવામાં નિષ્ફળ રહ્યાં છે.
રશિયા ગત કેટલાક દાયકાઓથી એની તૈયારી કરી રહ્યું હતું. જો તેનું મૂન મિશન સફળ રહ્યું તો એ તેની મોટી સફળતા હશે. યુક્રેન પર હુમલા બાદ પશ્ચિમી દેશોની સ્પેસ એજન્સીનો રશિયાની એજન્સીઓ વચ્ચે પરસ્પર સહયોગ ખતમ થઈ ચૂક્યો છે.
યુરોપિયન સ્પેસ એજન્સીએ લૂના-25માં પોતાનું પાયલટ-ડી નેવિગેશન કૅમેરા જોડીને તેનો ટેસ્ટ કરવાની યોજના બનાવી હતી. પરંતુ યુક્રેન પર રશિયાના હુમુલા બાદ તેમણે આ યોજના છોડી દીધી હતી.
અમેરિકા અંતરિક્ષ યાત્રી નીલ આર્મસ્ટ્રોંગ 1969માં ચંદ્રમા પર પહોંચનારા પ્રથમ વ્યક્તિ હતા. રશિયા (સોવિયેત સંઘ)નું લૂના-2 મિશન 1959માં ચંદ્રમાની સપાટી પર પહોંચનારું પ્રથમ અંતરિક્ષયાન હતું. 1966માં લૂના-9 મિશન ચંદ્ર પર રશિયાનું પ્રથમ સૉફ્ટ લૅન્ડિંગ મિશન હતું.
રોસ્કૉસ્મૉસે જણાવ્યું કે મિશનનો હેતુ સૉફ્ટ-લૅન્ડિંગ ટૅક્નૉલૉજી વિકસિત કરવાનું છે. સાથે જ ચંદ્રમાની આંતરિક સંરચના પર શોધ કરવા અને પાણી સહિત બીજી જરૂરી વસ્તુઓની શોધ કરવાનું તેનું મિશન છે.
રશિયાનું ચંદ્રયાન-3 પહેલાં કઈ રીતે પહોંચી જશે?
રશિયાની સ્પેસ એજન્સીના ચીફ યૂરી બોરિસોવે જણાવ્યું કે લૂના-25 આ મહિને 21 ઑગસ્ટના રોજ ચંદ્રની સપાટીને સ્પર્શી શકે છે.
લૂના-25 મિશન 11 ઑગસ્ટ (શુક્રવાર)ની સવારે 4 વાગ્યો લૉન્ચ કરવામાં આવ્યું હતું. પહેલા તેના 23 ઑગસ્ટે ચંદ્રની સપાટીને સ્પર્શ કરવાની આશા હતી. પરંતુ હવે તે 21 ઑગસ્ટના રોજ ત્યાં પહોંચવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જ્યારે ચંદ્રની સપાટી સ્પર્શવા માટે નીકળેલું ચંદ્રયાન-3 ગત મહિને 14 જુલાઈ 2023ના રોજ લૉન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન 23 ઑગસ્ટે ચંદ્રની સપાટી પર ઊતરી શકે છે.
સવાલ એ છે કે આખરે લગભગ એક મહિના બાદ પણ લૉન્ચ થવા છતાં લૂના-25 ચંદ્રયાન-3થી પહેલા ચંદ્રની સપાટી સ્પર્શ કરવામાં સફળ થશે?
રશિયાનું મિશન ચંદ્ર તરફે 5 દિવસની સફર પૂરી કરશે. ત્યાં તે 100 કિલોમિટરની કક્ષામાં 3થી 7 દિવસ વિતાવ્યા બાદ ચંદ્રની સપાટી પર ઊતરશે.
ચંદ્રયાન-3 મિશન રશિયાના લૂના-25 મિશન પછી ચંદ્રની સપાટી પર પહોંચી શકે છે. તેનું કારણ એ છે કે ચંદ્રયાન3 લૂના-25 મિશનની સરખામણીમાં લાંબા રસ્તાની સફર કરી રહ્યું છે.
જોકે ચંદ્રયાન-3 પોતાની સફર મારફતે પૃથ્વી અને ચંદ્રમાંના ગુરુત્વાકર્ણનો લાભ લેવા માગે છે. જેથી તે ઘણું ઓછું ઇંધણ વાપરશે.
લૂના-25 જલ્દી ચંદ્ર પર પહોંચવા વિશેના સવાલો મામલે અમે 'રિચિંગ ફૉર ધ સ્ટાર્સ : ઇન્ડિયાઝ જર્ની ટુ માર્સ ઍન્ડ બિયોન્ડ'ના લેખક તથા વિજ્ઞાન પત્રકાર પલ્લવ બાગલા સાથે વાત કરી.
તેમણે કહ્યું, “આ શક્તિશાળી રૉકેટ ધરાવવાનો મામલો છે. રશિયાનું રૉકેટ વધુ મોટું છે. આપણું રૉકેટ નાનું છે. એટલે આપણું રૉકેટ ચંદ્રયાન-3ને આટલો વેગ નહીં આપી શકે, જેથી એ વધુ ઝડપે ચંદ્ર તરફ જઈ શકે.”
તેમણે કહ્યું, “શક્તિશાળી અને મોટું રૉકેટ વધુ ખર્ચાળ હોય છે એટલા માટે ભારતે નાના રૉકેટ મારફતે હેતુ પાર પાડવાનો પ્લાન બનાવ્યો. પરંતુ મોટી વાત એ છે કે ભારતે તક ન ગુમાવી. તેણે પોતાના મર્યાદિત સંસાધનો છતાં, પોતાના મિશનને લૉન્ચ કરી બતાવ્યું. આ ભારતીય વૈજ્ઞાનિકોની ઉપલબ્ધિ છે. જ્યારે રશિયાની તુલનામાં એ રશિયાના અંતરિક્ષ મિશન મામલામાં ભારત દેશ નાનો ખેલાડી છે.”
ઇસરોએ લૂના-25ની સફળ લૉન્ચિંગ પર રોસ્કૉસ્મૉસને શુભેચ્છા આપી છે.
ઇસરોએ ટ્વીટ કરીને લખ્યું છે – લૂના-25ના સફળ લૅન્ડિંગ પર રોસ્કૉસ્મૉસને અભિનંદન. આપણી અંતરિક્ષ યાત્રાઓમાં મુલાકાત માટે વધુ એક પડાવ હોવાની બાબત અદ્ભુત છે.
ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહેલીવાર લૅન્ડિંગ કરવાનું, આ મિશન ખાસ કેમ છે?
રશિયા આ પૂર્વે 1976માં ચંદ્ર પર મિશન લૂના-24 પહોંચી ચૂક્યું છે. હજુ સુધી મૂન મિશન હેઠળ છોડવામાં આવેલા અંતરિક્ષ યાન આના ઇક્વેટર સુધી પહોંચ્યું છે. એવું પહેલીવાર બનશે કે કોઈ મિશન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઊતરશે.
1976માં લૉન્ચ કરવામા આવેલું લૂના-24 ચંદ્રથી લગભગ 170 ગ્રામ માટી લઈને સુરક્ષિત પૃથ્વી પર પરત ફરશે.
અંતરિક્ષ વૈજ્ઞાનિક વ્લાદિમીર સાર્ડિનનું કહેવું છે કે લૂના-35 મિશનની સફળતાની સંભાવતા 50 ટકા છે.
(કોપી – દીપક મંડલ)