બ્રિટનના વડા પ્રધાન ચૂંટાવા બદલ ઋષિ સુનકને તેમના સસરા નારાયણ મૂર્તિએ શું કહ્યું?- પ્રેસ રિવ્યૂ

ઇમેજ સ્રોત, Getty Images
બ્રિટનના આગામી વડા પ્રધાન તરીકે પદનામિત થઈ ચૂકેલા ઋષિ સુનકને તેમના સસરા અને ભારતીય આઈટી કંપની ઇન્ફોસિસના સ્થાપક એન આર નારાયણ મૂર્તિએ અભિનંદન આપ્યા છે.
સમાચાર સંસ્થા એએનઆઈ સાથેની વાતચીતમાં નારાયણ મૂર્તિએ કહ્યું, "ઋષિને અભિનંદન. અમને તેમના પર ગર્વ છે અને અમે તેમને આ સફળતા માટે વધામણી આપીએ છીએ. અમને પૂરો વિશ્વાસ છે કે તે બ્રિટનના લોકો માટે સૌથી શ્રેષ્ઠ (કામગીરી) કરશે."
નારાયણ મૂર્તિના પત્ની અને લેખિકા સુધા મૂર્તિએ પણ જમાઈ ઋષિ સુનક અને દીકરી અક્ષતા સાથે તેમની બન્ને પૌત્રીઓની તસવીર ટ્વીટ કરીને અભિનંદન આપ્યાં છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
બ્રિટનની સૌથી ધનાઢ્ય મહિલાઓમાં સામેલ છે ઋષિના પત્ની અક્ષતા
ઋષિએ નારાયણ મૂર્તિના પુત્રી અક્ષતા સાથે 2009માં બેંગલુરુમાં લગ્ન કર્યાં હતાં. તેમને બે સંતાન છે.
અક્ષતા મૂર્તિનો સમાવેશ બ્રિટનની સૌથી ધનાઢ્ય મહિલાઓની યાદીમાં થાય છે. એમ કહેવાય છે કે ઋષિએ જાહેર કરેલી 730 મિલિયન પાઉન્ડની સંપત્તિમાંથી મોટાભાગની સંપત્તિનાં માલિક તેમના પત્ની છે.

પ્રતિબંધ છતાં દિલ્હીમાં ફૂટ્યા ફટાકડા, હવા 'ઝેરીલી' બની

ઇમેજ સ્રોત, ANI
એનડીટીવીના અહેવાલ અનુસાર, દેશની રાજધાની દિલ્હીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ હોવા છતાં દિવાળીમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા.
મોડી સાંજે જ લોકોએ ફટાકડા ફોડવાનું શરૂ કરી દીધું હતું અને મોડી રાત સુધી મોટા અવાજવાળા ફટાકડા ફોડવામાં આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એના કારણે દિલ્હીમાં સોમવારે વાયુ પ્રદૂષણ વધી ગયું હતું અને 'બહુ ખરાબ' સ્થિતિમાં પહોંચી ગયું હતું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
'સફર'નું પૂર્વાનુમાન હતું કે જો આ વખતે પણ ગયા વર્ષની જેમ ફટાકડા ફોડવામાં આવે તો દિવાળીની રાતની હવા વધુ 'ગંભીર' સ્તર પર પહોંચી શકે છે.
દિલ્હીના પર્યાવરણમંત્રી ગોપાલ રાયે ગ અઠવાડિયે કહ્યું હતું કે દિલ્હીમાં દિવાળી પર ફટાકડા ફોડવાથી છ મહિના સુધીની જેલની સજા અથવા 200 રૂપિયાનો દંડ થઈ શકે છે.

મ્યાનમાર સંકટ : કાચીન વિદ્રોહીઓ પર હવાઈ હુમલો, 50નાં મોત

ઇમેજ સ્રોત, Getty Images
અહેવાલો અનુસાર, મ્યાનમારના સૌથી મોટા વિદ્રોહી સમૂહોમાંથી એક એવા કાચીન વિદ્રોહી પર થયેલા હવાઈ હુમલામાં કમસે કમ 50 લોકોનાં મોત થયા છે, જ્યારે 100 લોકો ઘાયલ થયા છે.
બીબીસીના દક્ષિણ પૂર્વ એશિયાના સંવાદદાતા જોનાથન હેડના જણાવ્યા અનુસાર, કાચિન ઇન્ડિપેન્ડેન્સ આર્મીના પ્રવક્તા કર્નલ નૉ બુએ બીબીસીને આ મૃત્યુઆંક અંગે માહિતી આપી છે.
પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે મ્યાનમારના ઉત્તરી ક્ષેત્રમાં કેઆઈએ દ્વારા આયોજિત કાંસી ગામમાં યોજાયેલા એક કાર્યક્રમમાં એકઠા થયેલાં લોકો પર એક વિમાનમાંથી ત્રણ બૉમ્બ નાખવામાં આવ્યા હતા.
ગ્રામીણોનું કહેવું છે કે હુમલા પહેલાં કોઈ ચેતવણી અપાઈ નહોતી.
આ સંગીત કાર્યક્રમ કાચિન સ્વતંત્રતા માટે રચાયેલી વિદ્રોહી સેનાની 62મી વર્ષગાંઠ નિમિત્તે યોજવામાં આવ્યો હતો.

કેન્યામાં 'ભૂલ'થી પાકિસ્તાની પત્રકારને ગોળી મારી

ઇમેજ સ્રોત, youtube grab
પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર અરશદ શરીફનું કેન્યાના નરૌબીમાં પોલીસની ગોળી વાગતા મોત થયું છે.
પોલીસે આ ઘટનાને વ્યક્તિને ઓળખવામાં થયેલી એક 'ભૂલ' ગણાવી હતી.
નૈરોબી પોલીસે સોમવારે કહ્યું કે કેન્યામાં છુપાઈને રહેતા એક વરિષ્ઠ પાકિસ્તાની પત્રકારનું પોલીસની ગોળી વાગતા મોત થયું છે.
પોલીસે કહ્યું કે નૈરોબી પાસે રોડબ્લૉક પર તેમણે ગાડી રોકવી જોઈતી હતી, પણ રોકી નહોતી અને તેના કારણે આ ઘટના ઘટી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
કેન્યા પોલીસે આ અંગે દુખ વ્યક્ત કર્યું છે. પોલીસે આ ઘટનાને 'મિસ્ટેકન-આઇડેન્ટિટી' ગણાવી છે.
50 વર્ષીય અરશદ શરીફે પાકિસ્તાનની સેનાની ટીકા કર્યા બાદ ધરપકડથી બચવા માટે જુલાઈમાં પાકિસ્તાન છોડી દીધું હતું.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો















