દિલ્હીમાં હવાનું પ્રદૂષણ વધે તો એમ્સમાં દર્દીઓની સંખ્યા વધે છે

વીડિયો કૅપ્શન, દિલ્હીમાં હવાનું પ્રદૂષણ વધે તો એમ્સમાં દર્દીઓની સંખ્યા વધે છે

દિલ્હીમાં પ્રદૂષિત હવાઓને કારણે દેશની સૌથી મોટો હૉસ્પિટલ એઇમ્સમાં દર્દીઓની સંખ્યા સતત વધે છે.

હાલમાં થયેલા એક અભ્યાસ અનુસાર, દિલ્હી પ્રદૂષણની અહીંના લોકોના આરોગ્ય પર જોખમી અસર થઈ રહી છે.

જેને કારણે અંદાજે 20થી 40 ટકા દર્દીઓને શ્વાસને લગતી સમસ્યા અનુભવાય છે.

પ્રદૂષણને કારણે આરોગ્ય પર થતી આ અસરો છ દિવસ સુધી વર્તાય છે.

દરેક વયના કફ, શરદી, દમ અને ફેફસાંના દર્દીઓને તેની ગંભીર અસર થાય છે.

બે વર્ષ પહેલાં ઉનાળામાં એક અભ્યાસ શરૂ થયો હતો, જે આ વર્ષે પૂર્ણ થયો.

આ સંશોધનમાં શહેરના પ્રતિદિન પ્રદૂષણના આંકડા તેમજ એઇમ્સના ઇમર્જન્સી વૉર્ડમાં આવતા ફેફસાં અને શ્વાસના દર્દીઓની તપાસના આંકડાઓનો અભ્યાસ કરવામાં આવ્યો.

આ અભ્યાસના તારણોને આધારે એમ્સના ડૉક્ટર્સ હવે ઇમરજન્સી વૉર્ડની કામગીરી નક્કી કરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો