પોર્ન વીડિયો બનાવવામાં વપરાતી ડીપ ફેક ટેકનૉલૉજીની દુનિયા કેવી છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સારાહ મેકડર્મોટ અને જેસ ડેવિસ
- પદ, બીબીસી ન્યૂઝ
અભિનેત્રી રશ્મિકા મંદાના ચર્ચામાં છે અને એ સાથે જ ડીપફેક ટેકનિકને લઇને એક નવી ચર્ચા શરૂ થઈ રહી છે.
'પુષ્પા' જેવી ફિલ્મોથી અલગ ઓળખ બનાવનાર રશ્મિકા મંદાનાની ચર્ચા હાલમાં એક વાયરલ વીડિયોને લઇને થઈ રહી છે.
આ વીડિયોમાં દેખાતી મહિલાને ડીપફેક વીડિયો દ્વારા રશ્મિકા મંદાના તરીકે બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જોકે આ વીડિયો ફેક હોવાની પુષ્ટિ કરીને કાર્યવાહી માટે પગલાં લેવાનું પણ કહેવામાં આવ્યું છે. ત્યારે વાંચો ડીપ ફેક ટેકનૉલૉજીની એ કહાણી જેમાં એક મહિલાએ પોર્ન વીડિયોમાં પોતાનો ચહેરો જોયા પછી કેવી રીતે લડત આપી.
તમારી મંજૂરી વિના તમારો ચહેરો ડિજિટલી એડિટ કરીને કોઈ પોર્ન વીડિયોમાં ઘૂસાડી દેવામાં આવે અને તે ઇન્ટરનેટ પર શેર કરવામાં આવે તો શું થઈ શકે તે ક્યારેય વિચાર્યું છે? આવા ભયાનક અનુભવમાંથી પસાર થયેલી એક મહિલાનો અનુભવ વાંચો.
એક સાંજે પોતાની ટ્વીટર ફીડને સ્ક્રોલ કરી રહેલાં કૅટ આઈઝેક્સની નજર તેમનાં નોટિફિકેશન્શમાં વિચલિત કરનારા એક વીડિયો પર પડી હતી.
એ પછી શું થયું હતું તેની વાત સૌપ્રથમ જાહેરમાં કરતાં કેટે કહ્યું હતું કે "હું એકદમ ભયભીત થઈ ગઈ હતી. કોઈએ મારા ચહેરાનો ઉપયોગ એક પોર્ન વીડિયોમાં કર્યો હતો અને તે હું હોઉં એવું દર્શાવ્યું હતું."

કૅટ ડીપફેકનો શિકાર બન્યાં હતાં. કોઈ અન્ય સ્ત્રીના ચહેરા પર કૅટના ચહેરાને ડિજિટલી લગાવી દેવા કોઈએ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો હતો અને આ કિસ્સામાં તે અન્ય સ્ત્રી પોર્ન ફિલ્મોમાં કામ કરતી એક અભિનેત્રી હતી.
કૅટ સંમતિ વિનાના પોર્ન સામે ઝૂંબેશ ચલાવે છે અને ટ્વિટર પરનો તેમનો ડીપફેક વીડિયો તે ઝૂંબેશ દરમિયાન તેમણે આપેલા ટીવી ઈન્ટરવ્યૂઝના ફૂટેજમાંથી લેવામાં આવ્યો હતો. વીડિયોમાં કૅટ સેક્સ કરતાં હોય તેવું દર્શાવવામાં આવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૅટે કહ્યું હતું કે "મારા હૃદયના ધબકારા વધી ગયા હતા, મારું મગજ બહેર મારી ગયું હતું. મને થયું હતું કે એ વીડિયો બધે જ જશે. તે ભયાનક હતું."
હાઈ-પ્રોફાઈલ સેલેબ્રિટીઝ અને રાજકારણીઓ ભૂતકાળમાં ડીપફેક્સનું બહુ આસાન નિશાન બનતા રહ્યા છે. એ બધાના મોર્ફ કરેલા વીડિયો પોર્ન જ ન હતા. કેટલાક રમૂજી પણ હતા, પરંતુ સાયબર સિક્યુરિટી કંપની ડીપટ્રેસના જણાવ્યા મુજબ, તાજેતરમાં વર્ષોમાં ઘણુંબધું બદલાયું છે. 96 ટકા ડીપફેક્સ સંમતિ વિનાના પોર્ન વીડિયો હોય છે.
કોઈની સામે વેરની વસૂલાત માટે બનાવવામાં આવતા રીવેન્જ પોર્ન વીડિયોની માફક ડીપફેક પોર્નોગ્રાફી ઈમેજ આધારિત જાતીય સતામણી છે. તેમાં કોઈ પણ વ્યક્તિની અતિ અંગત તસવીરો તેની પરવાનગી વિના ક્લિક કરવાનો, એવી તસવીરો બનાવવાનો અને તેને શેર કરવાનો સમાવેશ થાય છે.
કોઈ અન્ય વ્યક્તિના અંગત પળોના ફોટોગ્રાફ્સ કે વીડિયોને, તેની પરવાનગી વિના શેર કરવા તે સ્કૉટલેન્ડમાં ગુનો છે, પરંતુ બ્રિટનના અન્ય પ્રદેશોમાં, આવું કામ કોઈ વ્યક્તિને પીડા આપવા માટે કરવામાં આવ્યાનું પૂરવાર થાય તો જ તેને ગુનો ગણવામાં આવે છે. આ છટકબારીને લીધે પોર્ન વીડિયોના સર્જકો કાયદાની જાળમાં સપડાતા નથી.
સમગ્ર યુનાઈટેડ કિંગડમને આવરી લેતા ઓનલાઈન સેફટી ખરડામાં અનેક વખત સુધારા કરવામાં આવ્યા છે અને વારંવાર તેને અભરાઈ પર ચડાવી દેવામાં આવ્યો છે.
એ ખરડો કાયદો બનશે પછી નિયમનકાર ઑફકોમને, યુનાઈટેડ કિંગડમના કોઈ પણ યુઝરને નુકસાન પહોંચાડતી, વિશ્વના ગમે ભાગમાંથી સંચાલિત વેબસાઈટ્સ સામે પગલાં લેવાની સત્તા મળશે.
જોકે, બ્રિટનના કલ્ચર સેક્રેટરી મિશેલ ડોનેલને આ મહિનાની શરૂઆતમાં જણાવ્યું હતું કે આ ખરડો પસાર થઈ જાય એ માટે તેઓ અમે તેમની ટીમ પ્રયાસ કરી રહ્યાં છે.

#નોટયોરપોર્ન ઝૂંબેશ

30 વર્ષનાં કૅટે #નોટયોરપોર્ન ઝૂંબેશની શરૂઆત 2019માં કરી હતી. તેમની ઝૂંબેશને કારણે એક વર્ષ પછી એડલ્ટ એન્ટરટેઈન્મેન્ટ વેબસાઈટ પોર્નહબે અનવેરિફાઈડ યુઝર્સના તમામ અપલોડેડ વીડિયોઝ હટાવી લેવા પડ્યા હતા.
તેથી કૅટ માને છે કે તેમની ઝૂંબેશથી ગુસ્સે થયેલી કોઈ વ્યક્તિએ જ તેમનો ડીપફેક વીડિયો બનાવ્યો હશે, પણ એ વ્યક્તિ કોણ છે અને કેટલા લોકોએ તે વીડિયો જોયો છે એ કૅટ જાણતાં નથી.
એ વીડિયોમાં પોર્ન એક્ટરના ચહેરા પર એટલી ચતુરાઈપૂર્વક કૅટનો ચહેરો લગાવવામાં આવ્યો છે કે તે વીડિયો નકલી છે તેની કોઈને ખબર જ ન પડે.
કૅટ કહ્યું હતું કે "આ તો કાયદાનું ઉલ્લંઘન છે. મારી મંજૂરી વિના મારી ઓળખનો ઉપયોગ તેમાં કરવામાં આવ્યો છે."
એ વીડિયો પછી લોકોએ સંખ્યાબંધ અપમાનજનક કમેન્ટ્સ કરી હતી. તેમણે લખ્યું હતું કે તેઓ તેઓ કૅટના ઘરે જશે, તેના પર બળાત્કાર કરશે, તે બળાત્કારનો વીડિયો બનાવશે અને તેનું ફૂટેજ ઈન્ટરનેટ પર પ્રકાશિત કરશે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
આંખમાં આંસુને રોકી રાખતાં કૅટે કહ્યું હતું કે "આ પરિસ્થિતિમાં પરિવારનો વિચાર જરૂર આવે. તેઓ આ વીડિયો જોશે તો શું વિચારશે?"
તે ડીપફેક વીડિયોની નીચે કૅટના ઘરનું તથા ઓફિસનું સરનામું પ્રકાશિત કરવામાં આવ્યું એ પછી જોખમ વધ્યું હતું.
કૅટે કહ્યું હતું કે "એ પછી હું લગભગ પાગલ બની ગઈ હતી. મારા ઘરનું સરનામું કોને ખબર હોય? મારા પરિચિતોમાંથી કોઈએ આ કામ કર્યું હશે?"
"મને થયું કે અહીં હું ખરેખર મુશ્કેલીમાં ફસાઈ છું. આ ઈન્ટરનેટ પરનો કેટલાક લોકોનો બબડાટ જ નથી. તે વાસ્તવમાં જોખમ છે."
પોતાના અનુભવથી કૅટ એટલું સમજી ગયા હતા કે તેમના જેવી પરિસ્થિતિનો ભોગ કોઈ અન્ય વ્યક્તિ બની હોય તો શું કરવું જોઈએ.
કૅટે કહ્યું હતું કે "હું મારી પોતાની એકેય સલાહને અનુસરી ન હતી. એક ઝૂંબેશકર્તા તરીકે હું બહુ મજબૂત હતી. મેં ક્યારેય નબળાઈ દેખાડી ન હતી. અને મારા ડીપફેક વીડિયો વખતે હું ભયભીત થઈ ગઈ હતી."
કૅટના એક સાથી કર્મચારીએ એ વીડિયો બાબતે, ઝેરીલી કમેન્ટ્સ બાબતે ટ્વિટરને જણાવ્યું એ પછી તમામ સામગ્રી ટ્વિટરે પ્લેટફોર્મ પરથી હટાવી લીધી હતી, પરંતુ એકવાર ડીપફેક પ્રકાશિત થઈ જાય અને ઓનલાઈન શેર થઈ જાય પછી તેને સર્ક્યુલેશનમાંથી સંપૂર્ણપણે હટાવવાનું બહુ મુશ્કેલ હોય છે.
કૅટે કહ્યું હતું કે, "તે વીડિયો ઈન્ટરનેટ પર ક્યાંય જોવા ન મળે એવું હું ઈચ્છતી હતી, પરંતુ એ બાબતે હું કશું કરી શકું તેમ ન હતી."

ડીપફેક વીડિયો સામે શું કરી શકાય?

પુરાવા એકઠા કરોઃ ડીપફેક પોર્ન વીડિયોને ઈન્ટરનેટ પરથી સંપૂર્ણપણે દૂર કરવા માટે વીડિયો ડાઉનલોડ કરવાનું, તેની સ્ક્રીનગ્રેબ તારીખો, ટાઈમસ્ટેમ્પ્સ, યુઝરનેમ્સ અને યુઆરએલ્સ એમ બધી વિગત એકઠી કરવી જરૂરી છે. એ બધી વિગત પાસવર્ડ પ્રોટેક્ટેડ, સલામત ફોલ્ડરમાં રાખવી જોઈએ.
અકાઉન્ટ રિપોર્ટ કરોઃ પુરાવા એકઠા કરી લીધા પછી, જે પ્લેટફોર્મ પર તે વીડિયો પ્રકાશિત કરવામાં આવ્યો હોય તે પ્લેટફોર્મને સમગ્ર ઘટનાની જાણ કરવી જોઈએ.
પોલીસનો સંપર્ક કરોઃ જે થયું છે તેની નોંધ કરવી અને એકત્ર કરવામાં આવેલા પુરાવા પોલીસને આપવા જરૂરી છે.
સહયોગ અને સલાહ લોઃ સંબંધિત હેલ્પલાઈન નંબર કે વેબસાઈટનો સંપર્ક સાધીને મદદ માગવી જોઈએ અને કાયદાકીય સલાહ લેવી જોઈએ.
ઓનલાઈન ફોરમ્સમાં ડીપફેક્સ માટેનું મોટું માર્કેટ છે. ઘણા લોકો પોતાની પત્ની, પાડોશણ, સાથી કર્મચારીઓ, સગી મા, દીકરી અને કઝીન્સના ડીપફેક વીડિયો બનાવવાની વિનતી કરતા હોય છે.
એવા લોકોને કન્ટેન્ટ ક્રિએટર્સ, તેમને કઈ-કઈ સામગ્રીની જરૂર પડશે. ક્યા એન્ગલ વીડિયો શૂટ કરવો જોઈએ તેની અને પોતે કેટલા પૈસા લેશે તેની તબક્કાવાર સૂચના આપતા હોય છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
દક્ષિણ-પૂર્વ ઈંગ્લેન્ડમાં રહેતા એક ડીપફેક કન્ટેન્ટ ક્રિએટર ગોર્કેમ સાથે બીબીસીએ છદ્મનામે વાત કરી હતી. તેણે બડાશ મારતાં જણાવ્યું હતું કે પોતે કેટલી સેલેબ્રિટીના ડીપફેક્સ બનાવ્યા છે. તેણે કહ્યું હતું કે "અમે લોકોને તેમની કલ્પના સાકાર કરવાની સગવડ કરી આપીએ છીએ."
એ પછી ગોર્કેમે તે જેના પ્રત્યે આકર્ષાયો હતો એવી મહિલાઓની ડીપફેક્સની વાત કરી હતી. એ સ્ત્રીઓમાં તેના સહકર્મચારીઓનો સમાવેશ થાય છે.
તેણે કહ્યું હતું કે "એક પરિણીત હતી અને બીજી રિલેશનશીપમાં હતી. ડીપફેક્સ પછી એ મહિલાઓ માટે ઓફિસે આવવાનું મુશ્કેલ બન્યું હતું, પણ મેં મારી જાતને કાબુમાં રાખી હતી. મેં કશું ખોટું નથી કર્યું એવું વર્તન કરું તો કોઈને શંકા ન પડે."
ડીપફેકિંગને ગોર્કેમ પોતાનો શોખ ગણાવે છે, પરંતુ તેમાંથી કમાણી કરી શકાય એવું સમજાયા પછી ગોર્કેમે ઓર્ડર મુજબના ડીપફેક્સ બનાવવા માટે કમિશન લેવાનું શરૂ કર્યું હતું. મહિલાઓના સોશિયલ મીડિયા પ્રોફાઈલ્સમાંથી તેની ઘણીબધી સામગ્રી મળી રહેતી હતી. તેના જણાવ્યા મુજબ, તેણે ઝૂમ કોલ રેકોર્ડિંગનો ઉપયોગ કરીને તાજેતરમાં જ એક મહિલાનો ડીપફેક વીડિયો બનાવ્યો હતો.
તેણે કહ્યું હતું કે "કોઈ મહિલાએ કેમેરા સામે નજર કરીને બનાવેલા સારા વીડિયો મને બહુ ઉપયોગી થાય છે. એ પછીનું કામ અલ્ગોરિધમ કરે છે અને જે વીડિયોમાં મહિલાના ચહેરાનો ઉપયોગ કરવાનો હોય તે ગોઠવી આપી છે."
કેટલીક મહિલાઓના માનસ પર ડીપફેક્સની માઠી અસર થતી હોવાનું તેણે સ્વીકાર્યું હતું, પરંતુ એ મહિલાઓના ચિત્રણનો માઠા પ્રભાવની વાત સાથે તે સહમત ન હતો.
તેણે કહ્યું હતું કે "ડીપફેકમાં છે તે મહિલા હું નથી, એવું કોઈ પણ સ્ત્રી કહી શકે. તેમણે જણાવીને આગળ વધવું જોઈએ."
"મને આ કામ કરતાં નૈતિક રીતે અટકાવી શકે તેવું કશું નથી. મને કમિશનમાંથી કમાણી થતી હોય તો હું તે કરીશ જ. બહુ સીધી વાત છે."
ડીપફેકનું ધોરણ ખૂબ જ અલગ અલગ હોઈ શકે છે અને તેનો આધાર વિડિયો બનાવનાર વ્યક્તિની કુશળતા અને ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજી બંને પર હોય છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
જોકે, વિશ્વની સૌથી મોટી ડીપફેક વેબસાઈટના સંચાલકે કબૂલ્યું હતું કે સાચી અને ખોટી ઈમેજ વચ્ચેનો ભેદ પારખવાનું હવે સહેલું નથી. તેની વેબસાઈટની મુલાકાત દર મહિના 1.30 કરોડ લોકો લે છે અને તેમાં કોઈ પણ સમયે અંદાજે 20,000 વીડિયો હોસ્ટ કરવામાં આવે છે. એ વ્યક્તિ અમેરિકામાં રહે છે અને મીડિયા સાથે ભાગ્યે જ વાત કરે છે, પરંતુ બીબીસી સાથે અજ્ઞાત રીતે વાત કરવા તે સહમત થયા હતા.
પોતે સામાન્ય મહિલાઓના ડીપફેક વીડિયો નહીં બનાવતા હોવાનું જણાવતાં તેણે કહ્યું હતું કે સેલેબ્રિટીઝ, સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુઅન્સર્સ અને રાજકારણીઓના પોર્નોગ્રાફિક ડીપફેક્સ હોસ્ટ કરવામાં કશું ખોટું નથી.
તેણે કહ્યું હતું કે આ બધા તો નેગેટિવ મીડિયાથી ટેવાયેલા હોય છે. તેમનું કન્ટેન્ટ મુખ્યધારામાં ઉપલબ્ધ હોય છે. સામાન્ય નાગરિકો કરતાં તેઓ અલગ હોય છે. તેઓ ડીપફેક્સ સાથે અલગ રીતે કામ પાર પાડતા હોય છે. તેઓ સદંતર ઈનકાર કરી શકે. તેમની મંજૂરી મેળવવાનું મને જરૂરી લાગતું નથી. એ વાસ્તવિકતા નથી, કલ્પનાવિહાર છે.
પોતે કશું ખોટું કરતા હોય એવું તેમને લાગતું નથી. તેમણે જણાવ્યું હતું કે જીવન નિર્વાહ માટે હું શું કરું છું તેની મારા જીવનસાથીને ખબર નથી. મેં મારી પત્નીને કશું જણાવ્યું જ નથી.
હજુ હમણાં સુધી ડીપફેક સોફ્ટવેર આસાનીથી ઉપલબ્ધ ન હતાં. સરેરાશ વ્યક્તિ તેનો ઉપયોગ પણ કરી શકે નહીં, પરંતુ હવે બાર વર્ષથી મોટી વયની કોઈપણ વ્યક્તિ સંખ્યાબંધ ઍપ્સ ડાઉનલોડ કરી શકે છે અને આસાનીથી ડીપફેક્સ બનાવી શકે છે.
કૅટ માને છે કે આ બાબત ચિંતાજનક અને ડરામણી છે. તેમણે કહ્યું હતું કે "તે ડાર્ક વેબમાં નહીં, પરંતુ ઍપ સ્ટોરમાં છે. આપણી આંખોની સામે જ."
પોતાના ડીપફેક વીડિયોના કેટના આરોગ્ય અને બીજા લોકો પર ભરોસો કરવાની ક્ષમતા પર માઠી અસર થઈ છે. તેઓ માને છે કે તેમનો ડીપફેક વીડિયો જેમણે બનાવ્યો એ લોકો તેમને માત્ર ડરાવવા કે અપમાનિત કરવા ઈચ્છતા ન હતા, પરંતુ તેમને ચૂપ કરવા ઈચ્છતા હતા.
તેમણે તેમની ઝૂંબેશ અટકાવી દીધી હતી, પણ હવે તેમનામાં વધારે જોમ આવ્યું છે. કૅટે કહ્યું હતું કે "હું તેમને જીતવા દઈશ નહીં."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














