સેલ્ફીના ફોટો અને સોફ્ટવેરની મદદથી બને છે ફેક પોર્ન વીડિયો

નતાલી પોર્ટમેનની નકલી તસવીર
ઇમેજ કૅપ્શન, નતાલી પોર્ટમેનની આ નકલી તસવીર તેમનાં ઘણા ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીને કમ્પ્યૂટર પર તૈયાર કરવામાં આવી છે.
    • લેેખક, ડેવ લી
    • પદ, ઉત્તર અમેરિકાના ટેક્નોલૉજી રિપોર્ટર

તમને સેલ્ફી લેવાનો અને એને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનો શોખ છે? તમારા મિત્રને આવો શોખ છે? તો જરા સાવધાન રહેજો. કારણ કે તમારો એ શોખ આધુનિક ટેક્નોલૉજીની મદદથી તમારો નકલી પોર્ન વીડિયો બનાવવામાં મદદરૂપ બની શકે છે.

તમે હોલીવૂડની ઘણી અભિનેત્રીઓની અંગત પળોના વીડિયો બહાર આવ્યાના અને જે-તે અભિનેત્રીએ તેને નકલી ગણાવ્યા હોવાના સમાચાર વાંચ્યા હશે.

પરંતુ આવા નકલી પોર્ન વીડિયો તેમના જ બની શકે તેવું નથી, કોઈ તમારો પણ એવો વીડિયો બનાવી શકે તેવા સોફ્ટવેર બજારમાં ઉપલબ્ધ છે.

છેલ્લાં કેટલાંક અઠવાડિયાથી 'ડીપફેક્સ'ના ઘણા કિસ્સા સામે આવ્યા છે. તેમાં કોઈ અભિનેત્રીનો ચહેરો અન્ય કોઈના શરીર પર લગાવીને પોર્ન વીડિયો બનાવવામાં આવે છે.

તમને આ વાંચવું પણ ગમશે:

આ પ્રકારના વીડિયો બનાવવાનું ઘણું આસાન થઈ ગયું છે. લોકોની જાતીય કલ્પનાઓને ઇન્ટરનેટના માધ્યમથી સંતોષવા માટે આ પ્રકારના વીડિયો બનાવવામાં આવી રહ્યા છે.

આ ટેક્નિકના ઉપયોગના ગંભીર પરિણામો આવી શકે છે. જેમ આજે આપણને 'ફેક ન્યૂઝ'નું સંકટ અનુભવાઈ રહ્યું છે, તે પણ હજી પ્રારંભિક તબક્કામાં છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાને લઈને ઘણા વીડિયો બનાવવામાં આવ્યા છે. આ વીડિયો મજાક માટે તૈયાર થયા છે.

પણ કોઈ ચોક્કસ હેતુના પ્રચારમાં તેમનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેની જે અસર ઊભી થાય, તેની કલ્પના કરી જુઓ.

line

ડીપફેક માત્ર 3 સ્ટેપ્સમાં પતી જાય છે!

ડોનાલ્ડ ટ્રમ્પની ડીપફેક કરેલી તસવીર

ઇમેજ સ્રોત, Video Grab

ઇમેજ કૅપ્શન, એક વીડિયોમાં ડીપફેક ટેક્નોલૉજીના ઉપયોગથી ડોનાલ્ડ ટ્રમ્પને ફિલ્મોના ખલનાયક ‘ડૉ. એવિલ’માં પરિવર્તિત કરી દેવામાં આવ્યા

સંસ્થાઓ અને કંપનીઓ આ વિશે હજી જાગૃત અને તૈયાર નથી. જે વેબસાઇટ્સ પર આવી સામગ્રી આપવામાં આવી રહી છે, તે આ બાબતો પર નજર રાખી રહી છે. પરંતુ, મોટાભાગના લોકોને ખ્યાલ નથી કે આ મામલે શું કરી શકાય.

આ ટેક્નિક સાથે હવે પ્રયોગો થવા લાગ્યા છે. આ એક પ્રકારની ઉત્સુકતા છે કે, એનાથી જાણીતા ચહેરા અચાનક સેક્સ વીડિયોમાં દેખાવા લાગ્યા છે.

આવા વીડિયોઝ બનાવવા માટે વપરાતા સોફ્ટવેર તૈયાર કરનારા ડિઝાઇનર્સ કહે છે કે આ સોફ્ટવેરને જાહેરમાં રજૂ કર્યા બાદ એક જ મહિનામાં તેને ડાઉનલોડ કરવામાં આવ્યું છે.

જાતીય વીડિયોઝ સાથે સો વર્ષથી ચેડાં થઈ રહ્યાં છે, પરંતુ એ સમયે તે બનાવવાનું ઘણું મુશ્કેલ હતું.

હવે આ પ્રકારનું એડિટિંગ માત્ર ત્રણ સ્ટેપ્સમાં જ પૂરું થઈ જાય છે. કોઈ વ્યક્તિનો ફોટોગ્રાફ મેળવવો, એક પોર્ન વીડિયો પસંદ કરવો અને પછી રાહ જોવી. બાકીનું કામ કમ્પ્યૂટર કરી લેશે. જોકે, આ એક નાની ક્લિપ માટે 40 કલાક જેટલો સમય લાગી શકે છે.

line

તમારો પણ ડીપફેક વીડિયો બની શકે

ડીપફેક ટેક્નિકથી તૈયાર કરેલા વીડિયોની તસવીર

ઇમેજ સ્રોત, Video Grab

ઇમેજ કૅપ્શન, નતાલી ડૉર્મર સહિત ગેમ ઑફ થ્રોન્સની ઘણી અભિનેત્રીઓના ચહેરાનો આ ટેક્નિકથી પોર્ન વીડિયોમાં ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે

મોટાભાગે લોકપ્રિય ડીપફેક્સ મોટી હસ્તીઓના હોય છે, પરંતુ એનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિ માટે થઈ શકે છે. શરત માત્ર એટલી કે એ વ્યક્તિનાં સ્પષ્ટ અને વધારે ફોટોગ્રાફ્સ મળવા જોઈએ.

આવા ફોટોગ્રાફ્સ મેળવવા પણ હવે અઘરા નથી કારણ કે લોકો સોશિયલ મીડિયા પર પોતાની ઘણી બધી સેલ્ફીઝ મૂકતા રહે છે.

આ ટેક્નિક દુનિયાભરના લોકોનું ધ્યાન ખેંચી રહી છે. તાજેતરમાં જ દક્ષિણ કોરિયામાં ઇન્ટરનેટ પર 'ડીપફેક્સ'ની સર્ચ વધુ થઈ ગઈ છે.

એમા વૉટ્સનના વીડિયોની તસવીર

ઇમેજ સ્રોત, Video Grab

ઇમેજ કૅપ્શન, આ સ્કીનશોટ પણ એ વીડિયોનો છે જેમાં અભિનેત્રી એમા વૉટ્સનનો ચહેરા ડીપફેક ટેક્નિકથી કોઈ અન્ય વીડિયોમાં લગાવવામાં આવ્યો છે

ડીપફેક માટે કેટલીક સેલિબ્રિટીઝનાં ચહેરાનો વધુ ઉપયોગ થયો છે. હોલીવૂડની અભિનેત્રી એમા વૉટ્સનનો ડીપફેકમાં ખૂબ જ ઉપયોગ થયો છે.

એમનાં સિવાય મિશેલ ઓબામા, ઇવાંકા ટ્રમ્પ અને કેટ મિડલટનનાં પણ ડીપફેક બનાવવામાં આવ્યા છે.

ગેલ ગેડોટનો ડીપફેક ટેક્નિકથી તૈયાર કરેલા વીડિયોની તસવીર

ઇમેજ સ્રોત, Video Grab

ઇમેજ કૅપ્શન, વંડર વુમનનું પાત્ર ભજાવનારાં ગેલ ગેડોટનો ડીપફેક આ ટેક્નિકની અસર દર્શાવનારાં શરૂઆતનાં ડીપફેકમાંથી એક હતો જે આ વીડિયોમાં જોઈ શકાય છે

વંડર વુમનનું પાત્ર ભજાવનારાં ગેલ ગેડોટનો ડીપફેક આ ટેક્નિકની અસર દર્શાવનારાં શરૂઆતનાં ડીપફેકમાંથી એક હતો.

કેટલીક વેબસાઇટ જે આ પ્રકારનાં કન્ટેન્ટને શેર કરવાની સુવિધા આપે છે, એ આ સંદર્ભે ઉપલબ્ધ વિકલ્પો પર વિચાર કરી રહી છે. એક ઇમેજ હોસ્ટિંગ સાઇટ જિફકેટે ડીપફેક્સ ધરાવતી પોસ્ટ્સને હટાવી દીધી હતી.

ફેકએપનો સ્ક્રીનશોટ

ઇમેજ સ્રોત, FAKEAPP

ઇમેજ કૅપ્શન, એક વિંડો પ્રોગ્રામ ફેકએપે વીડિયો બનાવવાનું આસાન કરી દીધું છે

ગૂગલે પહેલાં પણ આ પ્રકારનાં કન્ટેન્ટની સર્ચને મુશ્કેલ બનાવવા માટે કેટલાંક પગલાં લીધી હતાં. પરંતુ હાલ એ કહેવું મુશ્કેલ છે કે, આ મુદ્દે પ્રારંભિક સ્તરે ગૂગલ કોઈ આવાં પગલાં લેશે.

તાજેતરના વર્ષોમાં આ વેબસાઇટે કથિત 'રિવેન્જ પોર્ન'ની સમસ્યાનો સામનો કર્યો છે. એમાં કોઈ વ્યક્તિને બદનામ કરવા માટે કોઈ પરવાનગી વિના જ એના અસલી ફોટોગ્રાફ્સ પોસ્ટ કરી દેવામાં આવે છે.

ડીપફેક્સે આ બાબતોને વધુ મુશ્કેલ બનાવી દીધી છે. ખોટા વીડિયોઝને કારણે થતી માનસિક પીડા સાચી જ હોય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો