અફવાઓમાં ફેક્ ન્યૂઝ ફેલાવવાનું બંધ કેવી રીતે કરવું?

વીડિયો કૅપ્શન, ફેક્ ન્યૂઝ માટે કામ કરતા પત્રકાર જેન્સી જેકબ

ફેક્ ન્યૂઝ પર બીબીસીની ખાસ શ્રેણી ‘Beyond Fake News અંતર્ગત જાણો એવા પત્રકારોને જેમણે ભારતમાં અફવાઓ અને ફેક્ ન્યૂઝ રોકવાનું લક્ષ્ય બનાવ્યું છે.

અમે જેન્સી જેકબ સાથે વાત કરી હતી જે આ પ્રકારની વેબસાઇટ boomlive.com માટે કામ કરે છે.

લોકો તેમને એક હેલ્પ-લાઇન દ્વારા કોઈ પણ માહિતી કે વીડિયો મોકલી શકે છે.

જેન્સી અને તેમની ટીમ વિવિધ પ્રકારના ટૂલ્સનો ઉપયોગ કરીને ચકાસણી કરે છે કે માહિતી સાચી છે કે નહીં.

જેન્સીએ જણાવ્યું કે તેઓ પ્રાદેશિક ભાષામાં ફેલાતી અફવાઓની પણ ખરાઈ કરે છે.

(ભારતમાં ફેક ન્યૂઝના પ્રસાર અંગે બીબીસીનું રિસર્ચ વાંચવા માટે અહીં ક્લિક કરો.)

વધુ માહિતી મેળવવા માટે જુઓ આ વિશેષ વીડિયો અહેવાલ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો