લેસ્ટરમાં હિંદુ-મુસ્લિમ હિંસા ભડકાવવા માટે ભારતથી સોશિયલ મીડિયા પર ભ્રામક પોસ્ટ કરાઈ?

લેસ્ટરમાં હિંસા

ઇમેજ સ્રોત, LEICESTER MEDIA

    • લેેખક, રેહા કંસારા અને અબ્દીરહીમ સઈદ
    • પદ, બીબીસી ટ્રેન્ડિંગ અને બીબીસી મૉનિટરિંગ
લાઇન

મુખ્ય તથ્યો

  • કેટલાક લોકો તણાવ અને તેની પ્રતિક્રિયાને હિંદુત્વની વિચારધારા સાથે જોડે છે. તેમનું માનવું છે કે ભારતીય હિંદુવાદી રાજનીતિને લેસ્ટરમાં લાવવામાં આવી રહી છે.
  • સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલ ઘણા વીડિયો અને પોસ્ટ તદ્દન ખોટા ન હતા, પરંતુ તથ્યોને તોડી-મરોડીને અને સંદર્ભ બદલીને શૅર કરવામાં આવ્યા હતા.
  • બીબીસીએ બે લાખ ટ્વિટર ઍકાઉન્ટને મૉનિટર કર્યા અને જાણવા મળ્યું કે તેમાંથી એક લાખ ઍકાઉન્ટની જિયો-લોકેશન ભારત છે.
  • ઘણા ભારતીય ઍકાઉન્ટમાં કોઈ તસવીર ન હતી અને મોટાભાગના આ મહિનાની શરૂઆતમાં જ બનાવવામાં આવ્યા હતા.
  • આ ભારતીય ઍકાઉન્ટ્ પરથી #Leicester, #HindusUnderAttack and #HindusUnderattackinUK જેવા હૅશટેગ વાપરવામાં આવ્યા હતા.
  • બીબીસીને અત્યાર સુધી આ પ્રકારના કોઈ સમૂહ સાથે તેનો સીધો સંબંધ હોવાનું જાણવા મળ્યું કે નહીં? વાંચો આ અહેવાલમાં.
લાઇન

બ્રિટનના શહેર લેસ્ટરમાં હિંદુ અને મુસ્લિમ સમુદાયના લોકો વચ્ચે હાલમાં જ થયેલી હિંસામાં 16 પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે. આ હિંસાની શરૂઆત 28 ઑગસ્ટે ભારત-પાકિસ્તાન વચ્ચેની મૅચથી થઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

પણ સવાલ એ છે કે આ હિંસામાં ઑનલાઇન મિસઇન્ફૉર્મેશન એટલે કે ભ્રામક માહિતીની શું ભૂમિકા હતી અને તેના લીધે સાંપ્રદાયિક તણાવ કેટલી ઝડપથી પ્રસર્યો? આ સમજવા માટે બીબીસીએ એક અઠવાડિયા સુધી લેસ્ટર હિંસાને લઈને ફેલાવવામાં આવેલા ફેક ન્યુઝ અને દાવાઓની તપાસ કરી અને એ શોધવાનો પ્રયાસ કર્યો કે હિંસા પહેલાં, દરમિયાન અને બાદમાં તેનાંથી માહોલ કેટલો બગડ્યો?

ટૅમ્પરરી ચીફ કૉન્સટેબલ રૉબ નિક્સને 'બીબીસી ટૂ'ના શો 'ન્યૂઝનાઇટ'માં કહ્યું કે લોકોએ જાણી જોઈને સોશિયલ મીડિયાનો ઉપયોગ માહોલને વધુ બગાડવા માટે કર્યો હતો.

મેયર સર પીટર સોલ્સબીએ પણ ઑનલાઇન ડિસઇન્ફૉર્મેશનને તણાવમાં વધારો થવા પાછળ જવાબદાર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે સોશિયલ મીડિયાના કારણે આ મામલો વધ્યો છે બાકી સ્થાનિક કક્ષાએ આમ થવાનું કોઈ કારણ નજરે પડતું નથી.

જ્યારે અમે લેસ્ટરમાં લોકો અને સમુદાયના નેતાઓ સાથે વાત કરી તો તેમણે કેટલીક ભ્રામક માહિતીનો ઉલ્લેખ કર્યો જેના લીધે 17 અને 18 સપ્ટેમ્બરે હિંસા દરમિયાન માહોલને વધુ ખરાબ કર્યો.

line

એ ભ્રામક માહિતી જેને લોકો સાથે શૅર કરવામાં આવી

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

"આજે મારી 15 વર્ષીય પુત્રી કિડનેપ થતાથતા બચી. ત્રણ ભારતીય યુવકોએ તેને પૂછ્યું કે શું તે મુસ્લિમ છે? જ્યારે તેણે હા પાડી તો તેમાંથી એકે તેને પકડવાનો પ્રયત્ન કર્યો."

ફેસબુક પર આ પોસ્ટ કરવામાં આવી હતી અને લખનાર વ્યક્તિ ખુદને બાળકીના પિતા ગણાવતો હતો.

આ પોસ્ટને 13 સપ્ટેમ્બરે જ્યારે એક કૉમ્યુનિટી વર્કર માજિદ ફ્રીમેને ટ્વિટર પર શૅર કરી તો તેને સેંકડો લાઇક મળી.

જોકે, પોસ્ટમાં જેમ કહેવામાં આવી રહ્યું હતું, એમ કિડનૅપિંગની ઘટના હકીકતમાં બની ન હતી.

તેના એક દિવસ બાદ લેસ્ટર પોલીસે આ મામલાની તપાસ બાદ નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે "આ પ્રકારની કોઈ ઘટના બની નથી."

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

ત્યાર બાદ મજિદે પોતાનું જૂનું ટ્વીટ ડીલિટ કરી દીધું હતું અને કહ્યું કે તેમનું ટ્વીટ પરિવાર સાથેની વાતચીતના આધારે હતું. માજિદે બાદમાં પોલીસના નિવેદનને ટ્વીટ કર્યું હતું, પણ ત્યાર સુધીમાં જે નુકસાન થવાનું હતું, તે થઈ ગયું હતું અને કિડનૅપિંગના ફેક ન્યૂઝ ઘણા પ્લૅટફૉર્મ સુધી પહોંચી ગયા હતા.

આ મૅસેજ વૉટ્સઍપ પર 'ફૉરવર્ડેડ મૅની ટાઇમ્સ'ના ટૅગ સાથે ફેલાઈ રહ્યો હતો. જેને ઘણા લોકોએ સાચો માની લીધો હતો. હજારો-લાખો ફૉલોઅર્સ ધરાવતા ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ્સ પરથી આ પોસ્ટનો સ્ક્રીનશૉટ શૅર થયો અને એ સાથે દાવો કરવામાં આવ્યો કે હિંદુ યુવકોએ આ કિડનૅપિંગનો પ્રયત્ન કર્યો હતો.

જોકે, પ્રાઇવેટ મૅસેજિંગ ઍપ પર આ મૅસેજ કેટલી હદે ફેલાયો હતો, તે ચોક્કસપણે જાણવું સંભવ નથી. જોકે, ક્રાઉડટૅંગલ ટૂલનો ઉપયોગ કર્યો તો અમને 'કિડનૅપિંગનો પ્રયાસ' અંગે કોઈ પોસ્ટ ન મળી, પણ શક્ય છે કે આ દાવો પ્રાઇવેટ મૅસેજ ગ્રૂપ્સમાં હાલ પણ ફેલાવાઈ રહ્યો હોય.

લેસ્ટરમાં ઘણા લોકો એમ કહે છે કે આ તણાવની જડ ઘણી પાછળ સુધી જાય છે. ઘણા મીડિયા અહેવાલોમાં લેસ્ટરમાં થયેલી એક ઘટનાનો ખાસ કરીને ઉલ્લેખ મળે છે. જે 28 ઑગસ્ટે દુબઈમાં એશિયા કપમાં પાકિસ્તાનની નાટકીય જીત બાદ ઘટી હતી.

પણ બાદમાં ઘણા પ્રકારની ભ્રામક માહિતી પ્રસરવા લાગી અને તે સમગ્ર રીતે ખોટી ન હતી. પણ તથ્યોને અલગ-અલગ સંદર્ભોમાં તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યા હતા.

line

મૅચ અગાઉ 22 મેના રોજ રોપાયાં હતાં બીજ

લેસ્ટરમાં હિંસા

ઇમેજ સ્રોત, LEICESTER MEDIA

ઇમેજ કૅપ્શન, લેસ્ટરમાં તણાવ વખતે પોલીસ

કંઈક તો જરૂર થયું હતું. હિંસા પ્રસરે તે પહેલાં અને પોલીસ આવતા પહેલાં એ રાતનો વીડિયો સામે આવ્યો, જેમાં ભારતની જર્સી પહેરેલા લોકોનું એક જૂથ 'પાકિસ્તાન મુર્દાબાદ'ના સૂત્રોચ્ચાર સાથે મેલ્ટન રોડ પરથી પસાર થતું જોવા મળ્યું હતું.

પણ સોશિયલ મીડિયા પર અન્ય એક વીડિયો વાઇરલ થવા લાગ્યો. જેને જોઈને એમ લાગી રહ્યું હતું કે જાણે આ જૂથે મુસ્લિમો પર હુમલો કર્યો હોય. પરંતુ બાદમાં જાણવા મળ્યું કે એ વ્યક્તિ શીખ હતી.

લેસ્ટરમાં કેટલાક લોકોનું કહેવું છે કે આ ઘટનાનાં બીજ ઘણા પહેલાં રોપાઈ ગયાં હતાં. તેઓ 22 મેની એક ઘટનાનો ઉલ્લેખ કરે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં એક ટોળું 19 વર્ષીય મુસ્લિમ યુવકનો પીછો કરતું હોવાનું સામે આવ્યું હતું.

સોશિયલ મીડિયા પર કહેવામાં આવ્યું કે તે 'હિંદુ ચરમપંથીઓ'નું ટોળું હતું. કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેને હિંદુત્વ સાથે જોડવામાં આવ્યું જે ભારતમાં દક્ષિણપંથી હિંદુ રાષ્ટ્રવાદીઓની વિચારધારા છે.

જોકે, આ વીડિયોમાં વધારે કંઈ દેખાતું નથી. આ એક બ્લૅક ઍન્ડ વ્હાઇટ અને નબળી ક્વૉલિટીનો વીડિયો છે. જેમાં રસ્તા પર ભાગતા કેટલાક લોકો દેખાય છે. વીડિયો પરથી કહેવું મુશ્કેલ છે કે તેમાં દેખાતા લોકો કોણ છે અને તેની પૃષ્ઠભૂમિ શું છે.

આ મામલે પોલીસે કહ્યું કે તેઓ પબ્લિક ઑર્ડરના ઉલ્લંઘનની ફરિયાદની તપાસ કરી રહ્યા છે અને આ મામલે એક 28 વર્ષીય વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી છે અને તપાસ ચાલુ છે. પરંતુ વીડિયોમાં પીડિત વ્યક્તિની ધાર્મિક ઓળખ વિશે જાણકારી આપવામાં આવી ન હતી.

આ મામલાની તપાસ અત્યારે પણ ચાલી રહી છે, પરંતુ સોશિયલ મીડિયા પર તેને લઈને ધર્મ પ્રેરિત પોસ્ટ શૅર કરવામાં આવી હતી.

જોકે, સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવેલી ભ્રામક માહિતીઓ અને તોડી-મરોડીને રજૂ કરાયેલા તથ્યોએ હકીકતમાં માહોલને કેટલી હદે પ્રભાવિત કર્યો, તેનો ચોક્કસ અંદાજ લગાવવો ઘણો મુશ્કેલ છે.

કેવી રીતે ભારતીય ઍકાઉન્ટ્સે ફેલાવી ભ્રામક માહિતી?

લેસ્ટરમાં હિંસા

આ ત્રણ ઘટનાઓએ ન માત્ર સોશિયલ મીડિયા પર ગતિવિધિઓ અને પ્રતિક્રિયાઓનું પૂર લાવ્યું પણ 17-18 સપ્ટેમ્બરે લેસ્ટરમાં ફેલાયેલી હિંસામાં તેની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે.

બીબીસી મૉનિટરિંગે કૉમર્શિયલ ટ્વિટર ઍનાલિસિસ ટૂલ બ્રેંડવૉચનો ઉપયોગ કરીને તપાસ કરતા જાણવા મળ્યું કે લેસ્ટરની ઘટનાને લઈને પાંચ લાખ એવાં ટ્વીટ હતા જે અંગ્રેજીમાં કરવામાં આવ્યાં હતાં.

બીબીસી મૉનિટરિંગે તેમાંથી બે લાખ ટ્વીટનું સૅમ્પલસાઇઝ લીધું. તેમાંથી અડધા એટલે કે એક લાખ ઍકાઉન્ટની જિયો-લોકેશન ભારત હતી. આ ભારતીય ઍકાઉન્ટમાં #Leicester, #HindusUnderAttack and #HindusUnderattackinUK જેવા હૅશટેગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

બીબીસીને જાણવા મળ્યું કે ઘણાં ઍકાઉન્ટ્સે આ હૅશટેગ સાથે રજૂ કરેલી માહિતીને તોડી-મરોડીને રજૂ કરી હતી.

ભારતની લોકેશનવાળાં આ ઍકાઉન્ટ્સમાંથી ઘણામાં કોઈ પ્રોફાઇલ ફોટો ન હતા અને તે આ મહિનામાં જ બનાવવામાં આવ્યા હતા. આ સંકેત છે કે આ ઍકાઉન્ટ પર થનારી ગતિવિધિ 'અપ્રામાણિક' છે અને આ વાત તરફ ઈશારો કરે છે કે એક જ વ્યક્તિ ઘણાં ઍકાઉન્ટ દ્વારા એક કથાનક પ્રસરાવવાનું કામ કરી રહ્યો છે.

લેસ્ટરમાં હિંસા

ઇમેજ સ્રોત, TWITTER

ઇમેજ કૅપ્શન, બર્મિંઘમમાં સોમવારે 19 સપ્ટેમ્બરે આગ લાગી હતી. જેની માહિતી ખોટી રીતે સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવી હતી

બીબીસીએ આ હૅશટેગ્સ સાથે શૅર કરવામાં આવેલી ટૉપ-30 લિંકની પણ તપાસ કરી. તેમાંથી 11 આર્ટિકલની લિંક ન્યૂઝ વેબસાઇટ ઑપઇન્ડિયા ડૉટ કૉમની છે. આ વેબસાઇટ ખુદ વિશે લખે છે, 'બ્રિંગિંગ ધ રાઇટ સાઇડ ઑફ ઇન્ડિયા ટૂ યુ.'

સાથે જ સંભવિત રીતે અપ્રમાણિક ઍકાઉન્ટ્સ સાથેસાથે ઑપઇન્ડિયાની લિંક એવા ઍકાઉન્ટ્સ પરથી પણ શૅર કરવામાં આવી છે, જેના હજારો ફૉલોઅર્સ છે.

ઑપઇન્ડિયાનો એક અહેવાલ એવો છે, જેમાં તેમણે બ્રિટિશ થિંક ટૅંક 'હૅનરી જૅક્સન સોસાયટી'ના શોધકર્તા શૉરલેટ લિટલવુડે જીબી ન્યૂઝને આપેલા એક ઇન્ટરવ્યૂને ટાંકીને જણાવ્યું છે કે ઘણા હિંદુ પરિવાર મુસલમાનોની હિંસાથી ડરીને લેસ્ટર છોડીને જઈ રહ્યા છે. આ અહેવાલને 2500 વખત રિટ્વીટ કરવામાં આવ્યું છે.

લેસ્ટર પોલીસનું કહેવું છે કે તેમને આ રીતે હિંદુ પરિવારો લેસ્ટર છોડીને જઈ રહ્યા હોવા વિશે કોઈ જાણકારી નથી.

અહીં નોંધવાલાયક બાબત એ છે કે 17-18 સપ્ટેમ્બર પહેલાં મોટી સંખ્યામાં ટ્વીટ સામે આવી રહ્યા ન હતા.

બ્રિટનમાં વાઇરલ થઈ રહેલી સોશિયલ મીડિયા પોસ્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો કે બસોમાં ભરીને હિંદુ કાર્યકર્તાઓ લેસ્ટર આવી રહ્યા છે જેથી માહોલમાં તણાવ ઊભો થાય.

23 સપ્ટેમ્બર સુધી પોલીસે 47 લોકોની આ મામલે ધરપકડ કરી છે. જેમાંથી આઠ લોકોને પોલીસે આરોપી બનાવ્યા છે. 47માંથી 38 લોકો લેસ્ટરના જ રહેવાસી છે. આઠ લોકો બર્મિંઘમના છે અને બે લોકો લંડનના રહેવાસી છે. પણ પોલીસે જે આઠ લોકોને આરોપી બનાવ્યા છે, તે તમામ લોકો લેસ્ટરના જ રહેનારા છે.

line

ભ્રામક સૂચના - બસમાં લંડનથી લેસ્ટર ગયા હિંદુઓ

લેસ્ટરમાં હિંસા

ઇમેજ સ્રોત, TWITTER

ઇમેજ કૅપ્શન, 18 સપ્ટેમ્બરે એક વીડિયો વૉટ્સઍૅપ અને ટ્વિટર પર જોવા મળ્યો, જેમાં લંડનના એક મંદિરની સામે ઊભેલી બસ જોવા મળી રહી છે.

18 સપ્ટેમ્બરે એક વીડિયો વૉટ્સઍૅપ અને ટ્વિટર પર જોવા મળ્યો, જેમાં લંડનના એક મંદિરની સામે ઊભેલી બસ જોવા મળી રહી છે. આ વીડિયોમાં એક અવાજ પણ સંભળાઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ બસ લેસ્ટર પરત ફરી રહી છે.

આના પછીના દિવસે બસમાલિકે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો અને કહ્યું, "કેટલાય લોકો મને ફોન કરી રહ્યા છે, મને ધમકાવી રહ્યા છે અને કોઈ કારણ વગર મને ગાળો કાઢી રહ્યા છે."

તેમણે જણાવ્યું કે છેલ્લા બે મહિનાથી તેમની કોઈ પણ બસ લેસ્ટર ગઈ જ નથી. તેમણે પુરાવા સ્વરૂપે જીપીએસ ટ્રૅકરનો રૅકોર્ડ રજૂ કર્યો. જેમાં વીડિયોમાં દેખાતી બસની લોકેશન 17-18 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ-પૂર્વ ઇંગ્લૅન્ડ છે.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

બર્મિંઘમમાં સોમવાર 19 સપ્ટેમ્બરે આગ લાગવાનાં કારણો વિશે ખોટા દાવા પ્રસારિત કરવામાં આવ્યા હતા. ટ્વિટર પર હજારો વખત જોવા મળેલ પોસ્ટ વગર કોઈ પુરાવાએ આગ લગાવવા માટે 'ઇસ્લામિક ચરમપંથીઓ'ને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

પણ જ્યારે વેસ્ટ મિડલૅન્ડ્સ ફાયર સર્વિસે આગ લાગવાનાં કારણની તપાસ કરી તો જાણવા મળ્યું કે આ દુર્ઘટના ઇમારતની બહાર સળગી રહેલા કચરામાં આગ પ્રસરતા ઘટી હતી.

ચોક્કસપણે એ ન કહી શકાય કે લેસ્ટરની ઘટના બાદ તમામ સોશિયલ મીડિયા પોસ્ટ ખોટી અને ભ્રામક હતી.

line

મુસ્લિમ વિસ્તારમાં 'જય શ્રીરામ'ના સૂત્રોચ્ચારનો વીડિયો

લેસ્ટરમાં હિંસા

ઇમેજ સ્રોત, MIKE KEMP

લેસ્ટરની હિંસામાં જે વીડિયો સૌથી વધુ વાઇરલ થયો તેમાંથી એક વીડિયોમાં હિંદુ લોકો મ્હોં ઢાંકીને ગ્રીન લેન રોડ પર 'જય શ્રીરામ' સૂત્રોચ્ચાર કરીને ચાલતા નજરે પડતા હતા. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં મુસ્લિમ લોકોની વસતી છે.

અન્ય એક વીડિયો ફેલાવવામાં આવ્યો. જેમાં કહેવામાં આવ્યું કે મુસ્લિમ વ્યક્તિ મંદિર પરથી ભગવો ઝંડો ઉતારી રહ્યો છે. શહેરના બેલગ્રેવ રોડસ્થિત એક મંદિર પરથી 17 સપ્ટેમ્બરે રાત્રે એક ઝંડો ઉતારવામાં આવ્યો હતો અને પોલીસ તેની તપાસ કરી રહી છે. જોકે, ઝંડો ઉતારનાર કોણ હતું, તેની ઓળખ અત્યાર સુધી જાહેર કરવામાં આવી નથી.

ખોટા દાવા અને ભડકાવનારી સોશિયલ મીડિયા પોસ્ટથી હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે તણાવમાં વધારો કર્યો. આ સમુદાયો વર્ષોથી અહીં સાથે રહેતા હતા.

ઘણા દાયકાથી લેસ્ટર શહેર દક્ષિણ એશિયન લોકોનું ઘર રહ્યું છે. જે ભારત અને પૂર્વ આફ્રિકાથી બ્રિટન આવીને વસ્યા હતા. આ લોકો સાથે મળીને રહેતા હતા અને સમાન અધિકારો માટે એક સાથે સંઘર્ષ કરતા હતા.

કેટલાક લોકો તણાવ અને તેની પ્રતિક્રિયાને હિંદુત્ત્વની વિચારધારા સાથે જોડે છે. તેમનું માનવું છે કે ભારતીય રાજનીતિને લેસ્ટરમાં લાવવામાં આવી રહી છે. પણ બીબીસીને અત્યાર સુધી કોઈ એક ચોક્કસ સમૂહ સાથે તેનો સંબંધ હોય તેવું કંઈ મળ્યું નથી.

લેસ્ટરમાં થયેલી હિંસક અથડામણનું ચોક્કસ કારણ શું હતું, તે કહેવું મુશ્કેલ છે, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે સોશિયલ મીડિયા પર લોકોના ધ્રુવીકરણનો પ્રયાસ થઈ રહ્યો છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન