મહારાણી એલિઝાબેથ દ્વિતીયની અંતિમ વિદાય, તસવીરોમાં

મહારાણીનો પાર્થિવ દેહ વેસ્ટમિન્સટર એબેમાં ધાર્મિક સભા પૂર્ણ થયા બાદ વિન્ડસર કાસલ લઈ જવામાં આવ્યો હતો.

મહારાણીના તાબૂતની વેસ્ટમિન્સટર એબેથી વૅલિંગ્ટન આર્ક સુધી ગન કૅરેજમાં યાત્રા બાદ તેમને સ્ટેટ હેર્સમાં વિન્ડસર કાસલ લઈ જવાયાં હતાં.

રાજવી પરિવારના વરિષ્ઠ સભ્યો, સશસ્ત્ર સેવાઓના સભ્યો અને રૉયલ કૅનેડિયન માઉન્ટેડ પોલીસ લંડનમાં મહારાણીની અંતિમયાત્રામાં જોડાયા હતા.

રાજવી પરિવારના સભ્યો વેસ્ટમિન્સટર એબેમાં મહારાણી એલિઝાબેથ દ્વિતીય માટે યોજાયેલી ધાર્મિક સભામાં પ્રથમ હરોળમાં બેઠા હતા. આ ધાર્મિક સભામાં બે હજાર જેટલા આમંત્રિતો હાજર રહ્યા હતા.

કૅન્ટરબરીના આર્કબિશપ જસ્ટિન વેલ્બીએ ઉપદેશ આપ્યો હતો.

રાજવી પરિવારના કેટલાક સભ્યોએ ઔપચારિક ગણવેશ પહેર્યો હતો, જ્યારે કેટલાક સભ્યોએ શોકનાં કાળાં વસ્ત્રો પહેર્યાં હતાં.

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુઅલ મૅક્રોં સહિત વિશ્વભરમાંથી ટોચના નેતાઓ મહારાણીની અંતિમયાત્રામાં જોડાયા હતા.

મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમસંસ્કારમાં સામેલ થવા આવેલા રાજવીઓમાં જાપાનના સમ્રાટ અને મહારાણીનો પણ સમાવેશ થાય છે.

નેધરલૅન્ડ્સ, સ્વીડન અને સ્પેનના રાજવી પરિવારના સભ્યો પણ મહારાણી એલિઝાબેથની અંતિમયાત્રામાં હાજર રહ્યા હતા.

યુકેનાં વડા પ્રધાન લિઝ ટ્રસે સેવામાં વાંચન આપ્યું હતું. જ્યાં પૂર્વ વડા પ્રધાનો એક સાથે બેઠા હતા.

તમામ ફોટોગ્રાફ્સ કૉપીરાઇટને આધીન છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો