તસવીરોમાં : મહારાણીના અવસાન બાદ બ્રિટન શોકાતુર

એલિઝાબેથ દ્વિતીય સૌથી લાંબા સમય સુધી બ્રિટનનાં મહારાણી રહ્યાં. તેમના અવસાનના સમાચાર મળતાં જ દેશભરમાં લોકો ઠેર-ઠેર ફૂલ રાખીને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યા છે.

બ્રિટનના રાજનિવાસ બકિંઘમ પૅલેસની બહાર હજારો લોકો એકઠા થઈ ગયા અને તેમના સન્માનમાં ફૂલો મૂક્યાં. લોકો મહારાણીના ઘરની તસવીરો લઈ રહ્યા છે, અહીં ઝંડો અડધી કાઠીએ ફરકી રહ્યો છે.

બકિંઘમ પૅલેસ જતા રસ્તામાં ટ્રાફિક જામ થઈ ગયો હતો અને વિખ્યાત બ્લૅક કૅબ (કાળી ટૅક્સીઓ)ની લાંબી લાઇનો લાગી હતી.

બકિંઘમ પૅલેસના મુખ્ય દરવાજા પર તેમના અવસાનની સૂચના મૂકવામાં આવી હતી.

બકિંઘમ પૅલેસ દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે મહારાણીનું અવસાન ગુરૂવારે બપોરે સ્કૉટલૅન્ડના બાલમોરલ કાસલ ખાતે થયું હતું.

વિન્ડસર કાસલ મહારાણીનું પ્રિય નિવાસસ્થાન હતું. અહીં રહેતા સ્થાનિકો તેમને પોતાના પાડોશીની જેમ જોતા હતા.

લંડનના એક સ્ટેડિયમમાં વેસ્ટ હૅમ યુનાઇટેડ તથા એફસીએસબીની વચ્ચે યુરોપા કૉન્ફરન્સ લીગની ફૂટબૉલ મૅચ પહેલાં એક મિનિટ માટે મૌન પાળવામાં આવ્યું હતું.

મહારાણીના અન્ય એક નિવાસસ્થાન, સ્કૉટલૅન્ડના એડિનબર્ગ ખાતેના ધ પૅલેસ ઑફ હૉલીરુડહાઉસમાં શોકાતુર લોકોએ પુષ્પ અર્પિત કરીને દિવંગત મહારાણી પ્રત્યે સન્માન વ્યક્ત કર્યું હતું. બૂકે પર સરળ સંદેશ લખ્યો હતો.

લંડનના વિખ્યાત સ્થળ પિકાડિલી સર્કસ ઉપર લાગેલા વિશાળ બિલબોર્ડ પર મહારાણીની તસવીર પ્રદર્શિત કરવામાં આવી હતી, જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો