તસવીરોમાં : મહારાણીના અવસાન બાદ બ્રિટન શોકાતુર

બ્રિટિશ મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

એલિઝાબેથ દ્વિતીય સૌથી લાંબા સમય સુધી બ્રિટનનાં મહારાણી રહ્યાં. તેમના અવસાનના સમાચાર મળતાં જ દેશભરમાં લોકો ઠેર-ઠેર ફૂલ રાખીને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યા છે.

બકિંઘમ પૅલેસની બહાર લોકો

ઇમેજ સ્રોત, SAMIR HUSSEIN/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, બકિંઘમ પૅલેસની બહાર લોકો

બ્રિટનના રાજનિવાસ બકિંઘમ પૅલેસની બહાર હજારો લોકો એકઠા થઈ ગયા અને તેમના સન્માનમાં ફૂલો મૂક્યાં. લોકો મહારાણીના ઘરની તસવીરો લઈ રહ્યા છે, અહીં ઝંડો અડધી કાઠીએ ફરકી રહ્યો છે.

બકિંઘમ પૅલેસની બહાર મહારાણીના અવસાનના સમાચાર સાંભળીને ભાવુક થઈ ગયેલાં મહિલા

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, બકિંઘમ પૅલેસની બહાર મહારાણીના અવસાનના સમાચાર સાંભળીને ભાવુક થઈ ગયેલાં મહિલા
બકિંઘમ પૅલેસ

ઇમેજ સ્રોત, TOM PILSTON

બકિંઘમ પૅલેસની બહાર લોકો

ઇમેજ સ્રોત, TOM PILSTON

બકિંઘમ પૅલેસની બહાર લોકો

ઇમેજ સ્રોત, GETTY IMAGES

બકિંઘમ પૅલેસ જતા રસ્તામાં ટ્રાફિક જામ થઈ ગયો હતો અને વિખ્યાત બ્લૅક કૅબ (કાળી ટૅક્સીઓ)ની લાંબી લાઇનો લાગી હતી.

બકિંઘમ પૅલેસના મુખ્ય દરવાજા પર તેમના અવસાનની સૂચના મૂકવામાં આવી હતી.

બકિંઘમ પૅલેસના મુખ્ય દરવાજે તેમના નિધનની સૂચના મૂકવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, TOM PILSTON

ઇમેજ કૅપ્શન, બકિંઘમ પૅલેસના મુખ્ય દરવાજે તેમના નિધનની સૂચના મૂકવામાં આવી હતી.

બકિંઘમ પૅલેસ દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે મહારાણીનું અવસાન ગુરૂવારે બપોરે સ્કૉટલૅન્ડના બાલમોરલ કાસલ ખાતે થયું હતું.

મહારાણીના નિધન પર શોકગ્રસ્ત લોકો ફૂલ સમર્પિત કરતા

ઇમેજ સ્રોત, RUSSELL CHEYNE / REUTERS

વિન્ડસર કાસલ મહારાણીનું પ્રિય નિવાસસ્થાન હતું. અહીં રહેતા સ્થાનિકો તેમને પોતાના પાડોશીની જેમ જોતા હતા.

વિન્ડસર કાસલની બહાર શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહેલા લોકો

ઇમેજ સ્રોત, JONATHAN BRADY/PA

શ્રદ્ધાંજલિ અર્પિત કરતા લોકો

ઇમેજ સ્રોત, CHRIS JACKSON/GETTY IMAGES

મહારાણી એલિઝાબેથને શ્રદ્ધાંજલિ

ઇમેજ સ્રોત, PETER CZIBORRA/REUTERS

લંડનના એક સ્ટેડિયમમાં વેસ્ટ હૅમ યુનાઇટેડ તથા એફસીએસબીની વચ્ચે યુરોપા કૉન્ફરન્સ લીગની ફૂટબૉલ મૅચ પહેલાં એક મિનિટ માટે મૌન પાળવામાં આવ્યું હતું.

મહારાણીના અન્ય એક નિવાસસ્થાન, સ્કૉટલૅન્ડના એડિનબર્ગ ખાતેના ધ પૅલેસ ઑફ હૉલીરુડહાઉસમાં શોકાતુર લોકોએ પુષ્પ અર્પિત કરીને દિવંગત મહારાણી પ્રત્યે સન્માન વ્યક્ત કર્યું હતું. બૂકે પર સરળ સંદેશ લખ્યો હતો.

શ્રદ્ધાંજલિ અર્પિત કરતા લોકો

ઇમેજ સ્રોત, CARL RECINE/REUTERS

શ્રદ્ધાંજલિ અર્પિત કરતાં મહિલા

ઇમેજ સ્રોત, CARL RECINE/REUTERS

મહારાણી એલિથાબેથની તસવીર

ઇમેજ સ્રોત, REUTERS

ઇમેજ કૅપ્શન, પિકાડિલી સર્કસના વિખ્યાત બિલબોર્ડ પર દિવંગત એલિઝાબેથ દ્વિતીયની તસવીર

લંડનના વિખ્યાત સ્થળ પિકાડિલી સર્કસ ઉપર લાગેલા વિશાળ બિલબોર્ડ પર મહારાણીની તસવીર પ્રદર્શિત કરવામાં આવી હતી, જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન