માનવીનું મૃત્યુ કેમ થાય છે?

દરિયામાં, નદીઓમાં વિચિત્ર પ્રકારના જીવો જોવા મળતા હોય છે. તેમાં હાઈડ્રા નામનો જીવ છે જેને પ્રાચીન ગ્રીક પૌરાણિક સાપ પરથી નામ આપવામાં આવ્યું છે અને તે ફરી જીવંત થઈ શકે છે. આ જીવ જેલીફિશનો સંબંધી લાગે છે જેનું શરીર લાંબુ હોય છે અને શરીરના અંતના ભાગમાં એક ચોટલી જેવો દેખાતો એક અવયવ હોય છે.

તેમાં જોવાલાયક કંઈ નથી. પરંતુ તેની પાસે એક એવી સંપત્તિ છે જે તેના વિશે જાણવા માટે ઉત્સુક કરે છે. તે છે તેની બાયૉલૉજી. આ એક એવો જીવ છે જે પોતાને ફરી જીવીત કરી શકે છે. જો તમે હાઇડ્રાને અલગ અલગ ભાગોમાં કાપી પણ નાખો, તો પણ દરેક ભાગ એક આખા જીવ તરીકે ફરી જીવીત થશે.

તેમની આ ખાસિયતે જીવવૈજ્ઞાનિકોમાં ઉત્સુકતા ઉત્પન્ન કરી છે અને તેઓ એ પુરાવા એકઠા કરવાના પ્રયાસમાં છે કે શું આ જીવ અમર છે? આ જીવ કુદરતી રીતે મૃત્યુ કેમ નથી પામતો?

આ અંગે સમજણ મેળવવા માટે 20મી સદીમાં જવું જરૂરી છે જ્યારે વધતી ઉંમરને પ્રજનન અને કોષની જાળવણી વચ્ચેના સંબંધ તરીકે રજૂ કરવામાં આવી હતી.

શરૂઆતમાં સજીવોનું શરીર વિકાસ માટે સ્રોતોનો ઉપયોગ કરે છે અને આપણને સ્વસ્થ રાખે છે જેનાથી આપણા કોષો જળવાઈ રહે. નાનપણથી કિશોરાવસ્થા સુધી વધુ પડતો ભાર જીવતા રહેવા અને જેમ બને તેમ વધારે મજબૂત અને સ્વસ્થ રહેવા પર આપવામાં આવે છે.

જાતીય પરિપક્વતા પછી, બચ્ચાંનાં જન્મ પર ભાર આપવામાં આવે છે. કેમ કે મોટા ભાગના સજીવો માટે સ્રોતો મર્યાદિત છે, એક સમય પછી સંતાન પેદા કરવાની પ્રાથમિકતા તંદુરસ્ત રહેવાના ભોગે આવી શકે છે.

એક સૅલ્મન (માછલીનો પ્રકાર) લો કે જે ઈંડાં આપવા માટે ઉપર તરફ તરીને આવે છે અને તે પછી તરત જ મૃત્યુ પામે છે. સૅલ્મન તરીને ફરી નીચે જાય, દરિયામાં વધુ એક વર્ષ વિતાવે ફરી ઉપર તરીને આવે અને ફરી ઇંડાં મૂકે તે આ જીવ માટે શક્ય નથી.

સજીવો મૃત્યુ કેમ પામે છે?

અત્યારે આપણો ભાર એ જાણવા પર છે કે સજીવો મૃત્યુ કેમ પામે છે. જ્યારે સજીવો જાતીય પરિપક્વતા પર પહોંચે છે, નેચરલ સિલેક્શનનો ફૉર્સ ઘટી જાય છે અને પછી ઉંમર વધવાની પ્રક્રિયા શરૂ થાય છે જે અંતે મૃત્યુ પર આવીને પૂર્ણ થાય છે.

યુકેની યુનિવર્સિટી ઑફ ઇસ્ટ એંગ્લિયાના બાયૉલૉજી અને બાયૉજેરોન્ટોલૉજીના પ્રોફસર એલેક્સી મૅક્લાકોવ કહે છે કે એ આગામી પેઢી માટે રસ્તો બનાવવા માટે નથી.

જીવનકાળ દરમિયાન આપણા જીનોમ પરિવર્તન જુએ છે. કેટલાક સંપૂર્ણપણે રેન્ડમ હોય છે જ્યારે કેટલાક ખાવાપીવાની આદત અને યુવી લાઇટ જેવાં બહારનાં પરિબળોનું પરિણામ હોય છે. મોટા ભાગના મ્યુટેશન હાનિકારક હોતા નથી, જોકે, ખૂબ ઓછા હોય છે જે ઉપયોગદાયી હોય છે.

ઑક્સફર્ડ યુનિવર્સિટીનાં ઍન્થ્રોપૉલૉજી ડિપાર્ટમૅન્ટના બાયલૉજિસ્ટ ગેબ્રિયાલા કૌન્ટૉર્રીયુડેસ કહે છે કે જાતીય પરિપક્વતા પહેલાં કોઈ પણ જનીન પરિવર્તન જે જીવતંત્રની પુનર્ઉત્પાદન કરવાની સંભાવનાને ઘટાડે છે, અથવા તે પુનર્ઉત્પાદન કરતાં પહેલાં જીવતંત્રને મારી નાખે છે, તેની સામે મજબૂત રીતે પસંદ કરવામાં આવશે.

જ્યારે એક સજીવ જાતીય પરિપક્વતા સુધી પહોંચે છે ત્યારે તે પોતાના જનીન આગામી પેઢી સુધી પાસ કરી શકે છે. આ સમયે નેચરલ સિલેક્શનનું બળ નબળું પડે છે.

ઈંડાં આપતી સૅલ્મનનું ઉદાહરણ લો. તે સફળતાપૂર્વક પુખ્તવય સુધી પહોંચે છે અને બચ્ચાંને જન્મ આપે છે. તેનાં સંતાનોમાં પણ સંભવતઃ લડાઈની તક હશે.

ઈંડાં આપ્યા બાદ સૅલ્મનમાં જનીન મ્યુટેશન થયું તો તેનાથી તેનું જીવન વધી ગયું અને તેનો મતલબ છે કે તેને વધુ એક વર્ષ જીવન મળ્યું. તેનાં બચ્ચાંને તેનો નોંધપાત્ર ફાયદો થશે નહીં.

નેચરલ સિલેક્શનના દૃષ્ટિકોણથી બચ્ચાંને જન્મ આપ્યા બાદ સ્વસ્થ રહેવાના પ્રયાસોનો ખૂબ ઓછો ફાયદો છે.

પ્રજનનશક્તિના ફાયદા

કૌન્ટૉર્રીયુડેસ પ્રમાણે, "કોઈ પણ જીવતું રહેવા માગશે. પરંતુ તે પૉઇન્ટ પર નેચરલ સિલેક્શન વધારે કામ નથી કરતું કેમ કે આગામી પેઢીને આપવામાં માટે કંઈ ખાસ બચતું નથી."

જોકે, સૅલ્મનની જેવા જ બધા જીવો હોતા નથી. કેટલાક જીવો વધારે બચ્ચાં માટે વધારે પણ જીવે છે. આપણા ડીએનએમાં મોટા ભાગના મ્યુટેશન નકારાત્મક અથવા તો કોઈ પણ અસર છોડતા નથી. ડીએનએના કેટલાક નુકસાનને આપણું શરીર રિપેર કરી શકે છે. પરંતુ નેચરલ સિલેક્શનના નબળા બળના કારણે આમ કરવાની આપણી ક્ષમતા વય સાથે બગડી જાય છે.

ઉંમર વધવી અને મૃત્યુ બે રીતે થાય છે. નબળા નેચરલ સિલેક્શનના પગલે નકારાત્મક મ્યુટેશનનો સંચય અને અને એવા મ્યુટેશન જે બાળજન્મ માટે લાભદાયી હોય છે પણ લાંબાગાળામાં તે નકારાત્મક બની જાય.

એક ઉદાહરણ હોઈ શકે છે BRCA જીન મ્યુટેશન. આ મ્યુટેશન છાતી અને અંડાશયના કૅન્સરનો ખતરો વધારવા માટે જાણીતા છે. સાથે જ જે મહિલાઓમાં આ મ્યુટેશન હોય છે તેમની પ્રજનનક્ષમતા વધારે હોય છે.

તો કેસ એવો હોઈ શકે છે કે BRCA જીન મ્યુટેશન પ્રારંભિક જીવનમાં પ્રજનનશક્તિ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. પરંતુ આગળના જીવનમાં મોટો ખતરો હોઈ શકે છે. પરંતુ નેચરલ સિલેક્શન જાતીય પરિપક્વતા બાદ નબળું પડી જાય છે, પ્રજનના લાભ ગેરલાભ બની જાય છે.

કૈટલિન મૅકહ્યુ ઑરેગોન સ્ટેટ યુનિવર્સિટીના બાયૉલૉજિસ્ટ છે અને તેઓ કહે છે, "જીવનમાં જે કંઈ પહેલા થાય છે તેનું મહત્ત્વ પ્રજનનની ઉંમર બાદ જે કંઈ થાય એના કરતાં વધી જાય છે. કારણ કે પ્રજનન ક્ષમતા ખરેખર મહત્ત્વની છે."

કોષો વૃદ્ધાવસ્થામાં પહોંચી જાય છે અને ત્યાં કોષો વિભાજિત થતા નથી. આ પણ એક પ્રાથમિક જીવનના ફાયદાનું એક ઉદાહરણ છે જે આગળ જઈને ગેરલાભમાં બદલાઈ જાય છે.

જીવનમાં પછી, વૃદ્ધાવસ્થાના કોષોનો ટીશ્યૂમાં સંચય થાય છે જેનાથી નુકસાન અને પ્રજ્વલન થાય છે જે ઉંમર સંબંધિત બીમારીઓના પુરોગામી હોય છે.

મોટા ભાગના જીવોની ઉંમર વધે છે જોકે, કેટલાક જીવ છે જેમની ઉંમર વધતી નથી.

કેટલાક છોડમાં નજીવી વૃદ્ધાવસ્થા જ દેખાય છે. ઉદાહરણ તરીકે કેટલાક જીવ એવા છે જે હજારો વર્ષો સુધી જીવવાના કારણે જાણીતા છે.

તેનું ઉદાહરણ છે અમેરિકાના ઉટાહમાં ફિશલેક નેશનલ ફોરેસ્ટમાં આવેલું પાન્ડો ટ્રી.

આ ઝાડની એક કૉલોની બનેલી છે જેનાં મૂળિયાંની સિસ્ટમ એક જ છે. આ ઝાડ 4 લાખ સ્ક્વેર મિટર વિસ્તારમાં ફેલાયેલાં છે અને તેનો વજન આશરે 6613 ટન કરતાં વધારે હોવાનું અનુમાન છે. કેટલાક અનુમાનો જણાવે છે કે આ ઝાડ 10 હજાર કરતાં વધારે વર્ષ જૂનાં છે.

આયુષ્ય કઈ રીતે વધે?

હાઇડ્રાની સંબંધી અમર જેલીફીશ છે જેની ઉંમર ખૂબ લાંબી હોય છે. તે એવો જીવ છે જે પુખ્તવયનો થતાં ફરી કંઈક વાગવા પર કે રોગ થતાં નાની ઉંમરે પહોંચી શકે છે.

મૅકહ્યુ કહે છે, "કેટલાક સમયે તમારે તમારી જાતને પૂછવું પડે છે કે આ એ જ વસ્તુ છે કે કંઈક અલગ છે?"

માક્લાકોવ કહે છે કે કેટલાક જીવો ઉંમરની સાથે વધારે સફળ બની જાય છે જેને નકારાત્મક વૃદ્ધાવસ્થા કહેવામાં આવે છે. જોકે, તેના પુરાવા હજુ શંકાસ્પદ છે.

માક્લાકોવ કહે છે, "જો પ્રજાતિઓની ઇકોલૉજી એવી હોય કે કોઈ કારણસર પ્રજનન સામાન્ય રીતે ઓછું હોય અથવા તમે જીવનની શરૂઆતમાં જ પ્રજનન કરી શકતા નથી, તો આવી સ્થિતિમાં સિલેક્શન કામ કરે છે."

તેનું ઉદાહરણ એ પ્રાણીઓમાં શોધી શકાય છે કે જેઓ હેરમમાં સમાગમ કરે છે. ઉદાહરણ તરીકે દરિયાઈ ઘોડો અથવા હરણ. તેમાં એક નર પ્રાણી માદા પ્રાણીઓના ગ્રૂપને નિયંત્રિત કરી શકે છે.

ગ્રૂપના કદ અને તેના કારણે વધતી બચ્ચાંઓની સંખ્યા તેની ઉંમર અને કદ સાથે વધી શકે છે. તો રિપ્રોડક્ટિવ આઉટપુટ સતત વધતું જાય છે.

એ વાત સાચી છે કે કેટલાક જીવો પ્રજનનની શક્તિને વર્ષો સુધી સાચવી શકે છે. તેઓ નકારાત્મક વૃદ્ધાવસ્થાના સાચાં ઉદાહરણ નથી. અને માક્લાકોવના પ્રમાણે સંશોધનોમાં દાવા કરાયા છે કે તેમાં ખામી જણાઈ આવે છે. અંતે, દરિયાઈ ઘોડો અનંતકાળ સુધી હેરમ પર નિયંત્રણ જાળવી શકે તેમ હોતો નથી.

પરંતુ આપણી ઉંમરની સાથે સંભોગ એક મહત્ત્વની ભૂમિકા ભજવે છે. યુકેની યુનિવર્સિટી કૉલેજનાં મેગન અર્નોટ અને રુથ મેસ દ્વારા કરવામાં આવેલા એક સંશોધન પ્રમાણે જે મહિલાઓ નિયમિતપણે સેક્સ કરે છે તેમનું મેનોપૉઝ મોડું થાય છે.

તેઓ જણાવે છે કે આ વિકલ્પ વિનિયમનું ઉદાહરણ છે કે જો ગર્ભધારણની કોઈ શક્યતા ન હોય તો ઓવ્યુલેશન પર ખર્ચવામાં આવતી ઊર્જાનો બાકીના શરીર દ્વારા વધુ સારી રીતે ઉપયોગ કરી શકાય છે.

જૌકે, બાકીનાં પ્રાણીઓની દુનિયામાં જેટલી વધારે પ્રજનનક્ષમતા હોય છે તેટલી જ જલદી ઉંમર પણ વધે છે.

જોકે, ચામાચિડીયાંનાં બચ્ચાં વધારે હોય છે પણ તેમનું જીવન ટૂંકું હોય છે. કદાચ, તેમની પાસે પ્રજનનની તક હોય છે અને તેઓ તેમાં બધું જ રોકી લે છે.

મૅકહ્યુ કહે છે, "સમયાંતરે આમાં ફેરફાર થાય છે. જે જીવ પ્રજનન વહેલું કરે છે એ જીવનનાં પછીનાં વર્ષોમાં એટલું સારું કામ કરી શકતો નથી."

પછી એવી પ્રજાતિઓ છે જેનું આયુષ્ય લિંગ વચ્ચે મોટા પ્રમાણમાં બદલાય છે.

કીડી, માખી કે ઉધઈનાં રાજારાણીની પ્રજનનક્ષમતા ખૂબ વધારે હોય છે અને તેમનું આયુષ્ય પણ વધારે હોય છે.

તેમના કેસમાં પ્રજનન તેમનાં જીવનને કેમ ઓછું કરતું નથી? તેનો જવાબ હોઈ શકે છે કે મોટા ભાગના ખતરાથી રાજા કે રાણીને કવચ મળેલું હોય છે, અને તેમના લાઇફસ્ટાઇલમાં અંતર છે જે તેમના ઉંમરના સિદ્ધાંત સાથે મેળ ખાતું નથી.

તો જો પ્રજનનની આપણા જીવનકાળ પર આટલી અસર છે, તો મનુષ્યો કેમ લાંબુ જીવે છે, એ પણ ત્યારે જ્યારે આપણામાંથી ઘણાં લોકોએ બાળકોને જન્મ આપવાનું છોડી દીધું છે.

દાદી તેના પૌત્રોમાં રોકાણ કરીને તેના પોતાના કેટલાક જનીનોના અસ્તિત્વની ખાતરી કરી શકે છે તો નેચરલ સિલેક્શનના દૃષ્ટિકોણથી લાંબુ જીવન કેટલાક લાભો લઈને આવે છે.

કૌન્ટૉર્રીયુડેસ કહે છે, "જે પરિવારોમાં દાદીઓ હોય છે તેમનાં બચ્ચાંઓનું સ્વાસ્થ્ય વધારે સારું રહે છે. કદાચ તેના કારણે મહિલા બીજાં બાળકોને જન્મ આપવા પર ધ્યાન આપી શકે છે અને દાદી એ બાળકનો ઉછેર કરે છે જે પહેલેથી દુનિયામાં છે."

પરંતુ પૌત્રો માત્ર 25 ટકા જનીન તેમનાં દાદી સાથે શૅર કરે છે, તેથી તેઓ તેમની સાથે એટલા જ સંબંધિત છે જેટલા તે તેમનાં ભત્રીજીઓ અને ભત્રીજાઓ સાથે છે.

માક્લાકોવ કહે છે, "તેનો સામાન્ય મતલબ એ પણ હોઈ શકે છે ભૂતકાળમાં મહિલાઓ 50 વર્ષની ઉંમરે પ્રજનનક્ષમતા ધરાવતી ન હતી. 50 વર્ષની ઉંમરે મહિલાઓ પ્રજનન કરી શકે તેની શક્યતા ખૂબ જ વધારે ઓછી રહે છે. કેમ કે પ્રજનન બાદ નેચરલ સિલેક્શન નબળું પડી જાય છે."

આપણા જીવનનાં પછીનાં વર્ષોમાં આપણી સાથે જે થાય છે તે વધારે સુખદાયી હોઈ શકતું નથી, પરંતુ એવી કોઈ શક્તિ પણ નથી જે આપણને તેમાંથી બચાવી શકે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો