જેમ્સ વૅબ ટેલિસ્કોપે પ્રારંભિક બ્રહ્માંડની તસવીરો કેદ કરી, બ્રહ્માંડનો આરંભ આ રીતે થયો હતો?

બ્રહ્માંડની શરૂઆત

ઇમેજ સ્રોત, NASA/ESA/CSA/STSCI

ઇમેજ કૅપ્શન, વોલાન્સના દક્ષિણ ગોળાર્ધ નક્ષત્રમાં આવેલું આકાશગંગાઓનું આ ક્લસ્ટર બિગ બૅંગના 600 મિલિયન વર્ષ બાદ અસ્તિત્વમાં આવ્યું હોવાનું માનવામાં આવે છે

જેમ્સ વૅબ ટેલિસ્કોપ દ્વારા ખેંચવામાં આવેલી સૌપ્રથમ તસવીર જાહેર કરવામાં આવી છે. રંગોથી ભરપૂર આ તસવીર નિરાશ કરે તેમ નથી.

વૅબ ટેલિસ્કોપ દ્વારા લેવામાં આવેલી તસવીરો અત્યાર સુધીમાં બ્રહ્માંડની સૌથી વિગતવાર તસવીરો છે. જેમાં અબજો પ્રકાશવર્ષ દૂર આકાશગંગાઓનો રંગબેરંગી પ્રકાશ જોઈ શકાય છે.

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનને આ તસવીરો વ્હાઇટ હાઉસના એક બ્રીફિંગ દરમિયાન બતાવવામાં આવી હતી.

ત્યાર બાદ જેમ્સ વૅબ ટેલિસ્કોપ દ્વારા લેવાયેલી વધુ તસવીરો મંગળવારે નાસા દ્વારા સત્તાવાર વૈશ્વિક પ્રેઝન્ટેશનમાં રજૂ કરાશે.

રાષ્ટ્રપતિ બાઇડને કહ્યું, "આ તસવીરો વિશ્વને યાદ અપાવશે કે અમેરિકા મોટું કામ કરી શકે છે અને અમેરિકાના લોકો અને તેમાં પણ ખાસ કરીને બાળકોને સમજાવશે કે આપણી પહોંચથી દૂર કશું જ નથી."

તેમણે વધુમાં કહ્યું, "આપણે એવી શક્યતાઓ જોઈ શકીએ છે જે કોઈએ ક્યારેય જોઈ ન હોય, આપણે એવી જગ્યાઓએ જઈ શકીએ છીએ. જ્યાં કોઈ ક્યારેય ગયું ન હોય."

line

પ્રગાઢ બ્રહ્માંડની તસવીર

બ્રહ્માંડની શરૂઆત

ઇમેજ સ્રોત, NASA

ઇમેજ કૅપ્શન, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનને એક બ્રીફિંગમાં આ તસવીરો બતાવવામાં આવી.

જેમ્સ વૅબ ટેલિસ્કોપને આશરે 10 બિલિયન ડૉલરના ખર્ચે ગયા વર્ષે ડિસેમ્બરમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. તેને પ્રખ્યાત હબલ ટેલિસ્કોપના અનુગામી તરીકે ઓળખવમાં આવે છે.

આ ટેલિસ્કોપ તમામ પ્રકારનાં અવકાશીય અવલોકનો કરશે પરંતુ તેનાં બે સર્વોચ્ચ લક્ષ્યોમાં 13.5 અબજ વર્ષ પહેલાં બ્રહ્માંડમાં ચમકનારા પ્રથમ તારાઓની તસવીરો લેવી અને દૂરના ગ્રહો રહેવાલાયક છે કે નહીં, તેની તપાસ કરવી.

વૅબ ટેલિસ્કોપ દ્વારા લેવાયેલી જે તસવીર રજૂ થઈ છે તેમાં વોલાન્સના દક્ષિણ ગોળાર્ધ નક્ષત્રમાં આકાશગંગાઓનું એક ક્લસ્ટર છે. આ ક્લસ્ટર હકીકતમાં એટલું દૂર નથી.

તે માત્ર 4.6 બિલિયન પ્રકાશવર્ષ દૂર છે પરંતુ આ તસવીરમાં ક્લસ્ટરમાં આવેલા દૂરદૂરના પ્રકાશને આવરી લેવામાં આવ્યો છે. જેથી તસવીર વધુ રંગબેરંગી અને રસપ્રદ બની જાય છે.

6.5 મીટર પહોળા ગોલ્ડન મિરર અને અતિસંવેદનશીલ ઇન્ફ્રારેડ સાધનો સાથે વૅબ ટેલિસ્કોપ એવી આકાશગંગાઓને પણ તસવીરમાં કંડારી શક્યું છે, જે બિગ બૅંગ એટલે કે બ્રહ્માંડના સર્જનનાં 600 મિલિયન વર્ષ બાદ અસ્તિત્વમાં આવી હોય.

વૅબ ટેલિસ્કોપ દ્વારા મોકલવામાં આવતા ડેટા પરથી સંશોધકો એમ પણ કહી રહ્યા છે કે તે ટેલિસ્કોપ તસવીરમાં દેખાતા સૌથી દૂરના પદાર્થની આગળ પર અવકાશ હોવાનું અનુભવી રહ્યો છે.

જેથી આ તસવીર અત્યાર સુધીમાં લેવામાં આવેલી ગાઢ બ્રહ્માંડની તસવીર હોવાનું મનાઈ રહ્યું છે.

line

માત્ર 12.5 કલાકમાં આ જાણકારી મેળવાઈ

બ્રહ્માંડની શરૂઆત

ઇમેજ સ્રોત, QAI PUBLISHING

ઇમેજ કૅપ્શન, જેમ્સ વૅબ ટેલિસ્કોપ

નાસાના ઍડમિનિસ્ટ્રેટર બિલ નેલસને આ અંગે વાત કરતાં જણાવ્યું, "પ્રકાશ 1,86,000 માઇલ પ્રતિ સૅકન્ડની ગતિએ યાત્રા કરે છે અને એ પ્રકાશ જે તસવીરોમાં એક નાના ડાઘ જેવો દેખાય છે, તે 13 અબજ વર્ષથી વધુ સમયથી યાત્રા કરી રહ્યો છે."

"અને અમે તેનાંથી પણ પાછળ જઈ રહ્યા છીએ કારણ કે આ માત્ર પ્રથમ તસવીર છે, જે સામે આવી છે. આપણે જાણીએ છીએ કે બ્રહ્માંડ 13.8 બિલિયન વર્ષ જૂનું છે, અમે બિલકુલ તેની શરૂઆતમાં જઈ રહ્યા છીએ."

આવી તસવીરો ખેંચવામાં હબલ ટેલિસ્કોપને એક અઠવાડિયાનો સમય લાગતો હતો. જ્યારે વેબ ટેલિસ્કોપ આ કામ માત્ર 12 કલાકમાં કરી લે છે.

વેબ WASP-96b ના વાતાવરણનું વિશ્લેષણ કર્યું છે, "જે પૃથ્વીથી એક હજાર પ્રકાશવર્ષ દૂર આવેલો એક ગ્રહ છે. આ આપણને ત્યાંના વાતાવરણ વિશે માહિતી આપશે."

વૈજ્ઞાનિકોને ભરોસો છે કે વેબ ટેલિસ્કોપ એવા ગ્રહ શોધવામાં મદદ કરશે જ્યાં જીવન શક્ય છે.

line

'મેં શરૂઆતી તસવીરો જોઈ અને તે ખૂબ આહ્લાદક છે'

બ્રહ્માંડની શરૂઆત

ઇમેજ સ્રોત, ALEX WONG

ઇમેજ કૅપ્શન, ટેલિસ્કોપમાં લગાવવામાં આવેલ મિરર

નાસાના વૈજ્ઞાનિકોને ભરોસો છે કે જેમ્સ વૅબ ટેલિસ્કોપ પોતાના લક્ષ્યાંકોને પૂર્ણ કરશે.

આ પ્રોજેક્ટના ડૅપ્યુટી સાયન્ટિસ્ટ ડૉ. ઍમ્બર સ્ટ્રૉને મંગળવારે જાહેર કરવામાં આવનારી વધુ તસવીરો અને માહિતી વિશે કહ્યું, "મેં શરૂઆતી તસવીરો જોઈ અને તે ખૂબ આહ્લાદક છે."

તેમણે બીબીસીને જણાવ્યું, "એક રીતે તસવીરો તરીકે પણ તે ખૂબ જ સુંદર છે પણ જ્યારે તેની પાછળના વિજ્ઞાનને સમજવામાં આવે તો તે વધારે સુંદર લાગે છે."

'ધ વૅબ પ્રોજેક્ટ'ના પ્રોગ્રામ સાયન્ટિસ્ટ ડૉ. ઍરિક સ્મિથે કહ્યું કે લોકો પહેલાંથી જ આ નવા ટેલિસ્કોપનું મહત્ત્વ સમજી ગયા હતા.

તેમણે વધુમાં કહ્યું, "જે પ્રકારની ટેલિસ્કોપની ડિઝાઇન છે અને તેણે જે તસવીરો ખેંચી છે, તેનાંથી લોકો આ મિશન પ્રત્યે આકર્ષાયા છે."

લાઇન

મંગળવારે નાસા અને તેના આંતરરાષ્ટ્રીય સહયોગી યુરોપિયન અને કૅનેડિયન સ્પેસ એજન્સીઓએ વેબ ટેલિસ્કોપ દ્વારા લેવામાં આવેલી અન્ય રંગીન તસવીરો જાહેર કરી છે. આવો જોઈએ એ તસવીરોને...

લાઇન

કરિના નૅબ્યુલા

કરિના નૅબ્યુલા

ઇમેજ સ્રોત, NASA/ESA/CSA/STSCI

ઇમેજ કૅપ્શન, નૅબ્યુલા હકીકતમાં ગૅસનું એક ભીમકાય વાદળ છે.

નૅબ્યુલા તારાકીય એટલે કે સ્ટેલર નર્સરીઓ હોય છે. કરિના નૅબ્યુલા અવકાશમાં આવેલ સૌથી મોટી અને ચમકતી નૅબ્યુલા છે. જે પૃથ્વીથી લગભગ 7,600 પ્રકાશવર્ષ દૂર છે.

નૅબ્યુલા હકીકતમાં ગૅસનું એક ભીમકાય વાદળ છે.

આ ગેસના વાદળો અને કણોથી તારાઓનો જન્મ થાય છે. જેમ્સ વેબનો એક ધ્યેય એ પણ જાણવાનો છે કે તારા કેવી રીતે બને છે. કરિના નૅબ્યુલા આ શોધ માટે મદદરૂપ સાબિત થઈ શકે છે.

line

SMACS 0723

નાસા વેબ ટેલિસ્કોપ

ઇમેજ સ્રોત, NASA/ESA/CSA/STSCI

ઇમેજ કૅપ્શન, હબલ ટેલિસ્કોપ દ્વારા લેવામાં આવેલી ધ સર્જન રિંગની ઘણી તસવીરો અગાઉ પ્રકાશિત થયેલી છે.

SMACS 0723 એ આકાશગંગાઓનો એક મોટો સમૂહ છે. ખગોળશાસ્ત્રીઓ તેને ગ્રૅવિટેશનલ લૅન્સ કહે છે કારણ કે તેમાંથી પ્રકાશ દૂર-દૂર સુધી પ્રસરેલો હોય છે. તેમાં કેટલાક સ્થાનોથી આપણા સુધી પહોંચવામાં પ્રકાશને 13 અબજ વર્ષ લાગે છે.

line

ધ સર્જન રિંગ

નાસા વેબ ટેલિસ્કોપ

ઇમેજ સ્રોત, NASA/ESA/CSA/STSCI

હબલ ટેલિસ્કોપ દ્વારા લેવામાં આવેલી ધ સર્જન રિંગની ઘણી તસવીરો અગાઉ પ્રકાશિત થયેલી છે. આ ભીમકાય નૅબ્યુલા પણ ગૅસ અને ધૂળના કણોથી બનેલ છે. આ ગેસ અને કણ ત્યારે ફેલાય છે, જ્યારે તારા મૃત્યુ પામતા હોય છે. જેમ્સ વેબ દ્વારા લેવામાં આવેલી તેની તસવીરો પણ નયનરમ્ય છે.

આ નૅબ્યુલા લગભગ બે હજાર પ્રકાશવર્ષ દૂર છે. આ પ્રકારની સંરચનાને પ્લૅનેટરી નૅબ્યુલા કહે છે. જોકે, ગ્રહો સાથે તેને કોઈ લેવા દેવા હોતું નથી.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન