You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કુરાનની સાક્ષીએ શપથ લેનાર ઑસ્ટ્રેલિયાનાં પહેલા મહિલા મુસ્લિમ મંત્રી કોણ છે?
ઑસ્ટ્રેલિયામાં નવી સરકાર બની છે અને 23 મંત્રીઓએ બુધવારે શપથ લીધાં જેમાં 10 મંત્રીઓ મહિલાઓ છે.
આમાં યુવા બાબતોનાં મત્રી એની અલી અને ઉદ્યોગમંત્રી એડ હુસિક ઑસ્ટ્રેલિયાનાં પ્રથમ મુસ્લિમ મંત્રીઓ બન્યાં છે.
હાથમાં કુરાન લઈને શપથ ગ્રહણ કરનાર એની અલી ઑસ્ટ્રેલિયાનાં પ્રથમ મહિલા મુસ્લિમ મંત્રી છે.
ઑસ્ટ્રેલિયાની નવી સંઘીય સરકારને દેશના ઇતિહાસની સૌથી વૈવિધ્યપૂર્ણ સરકાર માનવામાં આવી રહી છે જેમાં લઘુમતીઓ ઉપરાંત સ્થાનિક આદિવાસી સમુદાયોનાં પ્રતિનિધિઓને સ્થાન આપવામાં આવ્યું છે.
વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયાથી સાંસદ એની અલી પહેલાં લેબર પાર્ટી સાથે કાર્યકર તરીકે જોડાયાં હતાં, પછી તેઓ પાર્ટી યુનિયનનાં સભ્ય બન્યાં અને હવે સાંસદ અને મંત્રી બન્યાં છે.
શપથ ગ્રહણ બાદ મીડિયા સાથે વાત કરતાં ડૉ. એની અલીએ કહ્યું, "મંત્રી બનવું ક્યારેય મારા લાઇફ પ્લાનનો ભાગ ન હતો."
ડૉ. અલી પહેલાં ઑસ્ટ્રેલિયાનાં પ્રથમ મહિલા સાંસદ હતાં અને હવે તેઓ પ્રથમ મુસ્લિમ મંત્રી પણ છે.
ડૉ. એની અલીનો જન્મ ઇજિપ્તામાં થયો હતો
ડૉ. એની અલી પર્થના બાહરી વિસ્તાર કોવાનની બેઠક પરથી ચૂંટાયાં છે. આ બેઠકનું નામ ઑસ્ટ્રેલિયાની પ્રથમ મહિલા સાંસદ એડિથ કોવાનનાં નામ પરથી પાડવામાં આવેલું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એની અલીનો જન્મ ઇજિપ્તમાં થયો હતો. તેઓ બે વર્ષનાં હતાં ત્યારે તેમનો પરિવાર સિડનીના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં ચિપિંગ નોર્ટનમાં આવીને વસ્યો હતો.
ડૉ. એની અલીએ 2020માં ઘરેલું હિંસા સામે રાષ્ટ્રીય અભિયાનની માગ કરી હતી અને એ સાથે પોતાની સાથે થયેલી ઘરેલું હિંસાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ત્યારે મીડિયા સાથે વાત કરતાં એની અલીએ કહ્યું હતું કે, "મેં ધીરજ રાખી, હું સાથે રહી. હું મારાં જખ્મોને મલમ લગાવતી રહી અને દર્દ સંતાડતી રહી. હું ચૂપ રહી, બહું લાંબો સમય ચૂપ રહી. દરેક પીડા, દરેક દુખ અને શોષણ વેઠ્યાં પછી પણ પોતાનાં બાળકોનાં પિતાને છોડવા એ સૌથી કપરો નિર્ણય હતો."
55 વર્ષીય એની અલી રાજનીતિમાં આવ્યાં તે અગાઉ પ્રોફેસર અને શિક્ષણવિદ્ રહી ચૂક્યાં છે. એમણે 'આતંકવાદ' પર શોધનિબંધ લખ્યો છે બાળકો કેવી રીતે ચરમપંથ તરફ વળે છે એ મામલે એમનો શોધ નિંબધ ઉલ્લેખનીય છે.
એની અલીએ એડિથ કોવાન યુનિવર્સિટીમાંથી પીએચ.ડી કર્યું છે. રાજનીતિમાં આવતાં અગાઉ તેઓ પશ્ચિમી ઑસ્ટ્રેલિયામાં અનેક વહીવટીપદો પર રહી ચૂક્યાં છે.
એની અલીનું જીવન પ્રેરણાદાયી રહ્યું છે. જિંદગીનાં શરૂઆતનાં દિવસોમાં એમણે સામાન્ય મજૂરીકામ કરીને એકલ માતા તરીકે બાળકોનું ભરણપોષણ કર્યું.
એની અલીને ફેશનનો પણ શોખ છે તેઓ એક મૉડેલ તરીકે કૅટવૉક પણ કરી ચૂક્યાં છે.
ઑસ્ટ્રેલિયામાં 6 લાખની મુસ્લિમ વસ્તી
એનીના પિતાએ ટેક્સટાઇલ ઍન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો પણ તેમને ઑસ્ટ્રેલિયામાં એવી કોઈ નોકરી ન મળી, તેઓ એક બસ ડ્રાઇવર હતા.
ઑસ્ટ્રેલિયાની અઢી કરોડની વસતિમાં આશરે છ લાખ મુસ્લિમો છે.
એની અલી મંત્રી બન્યાં એ વાતે ઑસ્ટ્રેલિયન મુસ્લિમ સમુદાયમાં પણ ખુશી છે. ઑસ્ટ્રેલિયન ફેડરેશન ઑફ ઇસ્લામિક કાઉન્સિલે તેમને પત્ર લખીને અભિનંદન પાઠવ્યા છે.
સંસ્થાના વડા કેર ટ્રાડે નિવેદન આપ્યું છે કે ઑસ્ટ્રેલિયામાં મુસલમાનનું ટોચના સ્થાને પહોંચવું એક શક્તિશાળી સંદેશ આપે છે.
એમણે કહ્યું, "ઑસ્ટ્રેલિયાના યુવા મુસ્લિમોએ હવે જો સમાજની સેવા કરવા માગતા હોય તો રાજનીતિને પણ એક વિકલ્પ તરીકે જોશે."
એમણે કહ્યું કે, "આનાથી એ સંદેશ પણ જાય છે મુસ્લિમો ઑસ્ટ્રેલિયાનો મહત્ત્વનો હિસ્સો છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો