યુક્રેનમાં યુદ્ધ : 'બૂચામાં રશિયન સૈનિકે મારા પિતાને ગોળી મારી હત્યા કરી, મેં આ નજરે જોયું'

    • લેેખક, હ્યુગો બચેગા
    • પદ, બીબીસી ન્યૂઝ, લિવિવ, યુક્રેન

17 માર્ચ 11 વાગ્યાની આસપાસ યુરિ નાચીપોરેન્કો અને તેમના પિતા બૂચાની વહીવટી ઇમારત, જ્યાં માનવીય મદદ માટેની સામગ્રીનું વિતરણ ચાલી રહ્યું હતું, ત્યાં સુધી સાઇકલ પર જઈ રહ્યા હતા.

વીજળી, ગૅસ અને પાણીનાં કનેક્શન કાપી નખાયાં હતાં તેમજ શહેરમાં જરૂરિયાતની વસ્તુઓ ઓછા પ્રમાણમાં ઉપલબ્ધ હતી. બૂચા એ યુક્રેનના પાટનગર કિએવ તરફ રશિયન સૈન્યની આગેકૂચ શરૂ થઈ તે દરમિયાન સૌપ્રથમ કબજામાં લેવાયેલ નગર હતું.

યુરિ અને તેમના પિતા, રુસલાન માનવીય મદદ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા હતા તે સમયે રશિયન સૈનિકે તેમને રોક્યા હતા

ઇમેજ સ્રોત, FAMILY PICTURE

ઇમેજ કૅપ્શન, યુરિ અને તેમના પિતા, રુસલાન માનવીય મદદ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા હતા તે સમયે રશિયન સૈનિકે તેમને રોક્યા હતા

યુરિને તેમના પિતા કેટલીક દવા અને ભોજન મળશે તેવી આશામાં ત્યાં જઈ રહ્યા હતા. યુરિએ જણાવ્યું કે એક રશિયન સૈનિકે તેમને અને તેમના પિતાને તારાસિવસ્કા સ્ટેશન પર રોક્યા. તેમણે તરત જ તેમના હાથ ઊંચા કરી દીધા.

યુરિએ જ્યારે ફોન મારફતે બીબીસી સાથે વાત કરી તે સમયે તેમની બાજુમાં તેમનાં માતા અલ્લા પણ હતાં. એ સમયે આ 14 વર્ષીય તરુણે તે બાદ શું બન્યું તેની વિગતવાર માહિતી જણાવી.

તેમણે કહ્યું કે, "અમે એ સૈનિકને જણાવ્યું કે અમારી પાસે કોઈ હથિયાર નથી અને અમે તેમના માટે કોઈ ખતરારૂપ નથી."

"તે બાદ મારા પિતાએ મારી સામે જોયું અને એ જ સમયે તેમને ગોળી વાગી... તેમને છાતી પર બે ગોળી મારવામાં આવી હતી. ઠીક તેમના હૃદય પાસે. તે બાદ તેઓ ઢળી પડ્યા."

તરુણે આગળ કહ્યું, "સૈનિકે તેમને પણ ડાબા હાથે ગોળી મારી અને તેઓ પણ ઢળી પડ્યા. જ્યારે તેઓ જમીન પર ઢળી પડ્યા, ત્યારે તેમને ફરી વાર ગોળી મારવામાં આવી. આ વખતે પંજા પર."

યુરિએ કહ્યું, "હું જમીન પર ઊંધો પડ્યો હતો. મારી આસપાસ શું બની રહ્યું હતું એ હું જોઈ નહોતો શકતો. સૈનિકે ફરીવાર નિશાન તાક્યું, આ વખતે માથા પર. પરંતુ ગોળી તેમની ટોપીની આરપાર જતી રહી."

યુરિએ કહ્યું કે સૈનિકે ફરી એક વાર નિશાન તાક્યું, આ વખતે તેમના પિતાના માથા તરફ. પરંતુ રુસલાન તો પહેલાંથી જ મૃત્યુ પામ્યા હતા. "મને નાનો પૅનિક ઍટેક આવ્યો, મારો ઘાયલ હાથ મારા શરીર નીચે દબાયેલો હતો. મેં જોયું કે મારા હાથમાંથી લોહી નીકળી રહ્યું છે."

જ્યારે થોડી વાર પછી આ સૈનિક એક ટૅન્ક પાછળ ગયા તે બાદ જ યુરિ ઊઠ્યા અને ભાગ્યા.

બીબીસીએ યુરિની વાતોની સ્વતંત્રપણે ખરાઈ કરી નથી, પરંતુ રશિયન સેના દ્વારા ગુજારાયેલ અત્યાચાર અંગે નવા પુરાવા બહાર આવવાના સિલસિલા દરમિયાન આ હકીકત બહાર આવી છે. નોંધનીય છે કે પાછલા અમુક સમયથી બૂચા અને કિએવની ઉત્તરે આવેલાં કેટલાંક નગરો રશિયન સેનાના નિયંત્રમમાં હતાં.

માત્ર બૂચામાં જ, મૃત્યુ પામેલ લોકોના દેહ રસ્તે પડ્યા હતા, ઘણાનાં શરીર પર ગંભીર ઈજાનાં નિશાન હતાં. કેટલાકને કપાળ પર ગોળી મારવામાં આવી હતી. જાણે ઇરાદાપૂર્વક તેમની હત્યા કરાઈ હોય. તેમજ અમુક મૃતકોના હાથપગ બંધાયેલી હાલતમાં મળી આવ્યા હતા. તેમજ અમુક પર ટૅન્ક ફેરવી દેવાયું હતું.

line

રુસલાન લોકોની સેવા કરી રહ્યા હતા

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

યેબલોન્સ્કા સ્ટેશનના વિસ્તારમાં ઘણા મૃતદેહો મળી આવ્યા હતા, આ જગ્યા જ્યાં રુસલાનની હત્યા થઈ હોવાનું કહેવાય છે તેનાથી માત્ર બે કિલોમિટર દૂર છે.

યુરિના માતા અલ્લાએ બીબીસીને જણાવ્યું કે જ્યારે યુરિએ તેમને ઘરે પરત ફરીને જણાવ્યું કે તેમના પતિ સાથે શું થયું છે તેઓ તરત તેમની શોધમાં બહાર નીકળી ગયાં. તેમને વિચાર આવ્યો કે યુરિ કદાચ ખોટો પડી શકે, રુસલાનને કદાચ મદદની જરૂર હશે, તેમને મેડિકલ હેલ્પની દરકાર હશે.

અલ્લાએ કહ્યું કહ્યું, "મારા પુત્રે મને વિનંતી કરી કે હું ત્યાં ન જઉં. તેણે કહ્યું કે તારી પણ હત્યા થશે."

જ્યારે તેઓ બહાર નીકળવાની કોશિશ કરવા લાગ્યાં, ત્યારે તેમના પાડોશીઓએ તેમને રોકી દીધાં. "તેમણે મને કહ્યું કે મારે વધુ આગળ ન જવું જોઈએ, રશિયનો તેમના નિયંત્રણ હેઠળના વિસ્તારમાં બધાને મારી રહ્યા હતા."

બીજા દિવસે સવારે, અલ્લાએ તેમનાં માતાને મદદ માટે બોલાવ્યાં. સફેદ સ્કાર્ફ પહેરી તેઓ ગોળીબારવાળી જગ્યાએ ગયાં. તેમનાં માતાએ રશિયન સૈનિક સાથે વાત કરી અને તેઓ બીજી તરફ જઈ શક્યાં. તેમને અંતે રુસલાનનો મૃતદેહ મળ્યો, જેને તેઓ ઘરે લઈ આવ્યાં.

અડધો ઢંકાયેલા મૃતદેહનો અલ્લા દ્વારા લેવાયેલ ફોટો બીબીસી પાસે છે, જે યુરિની વાતની સાક્ષી પૂરે છે. આ તસવીરમાં તેમના શરીર પર છાતીના ભાગે બે ગોળીનાં નિશાન હતાં.

49 વર્ષીય રુસલાન એક વકીલ હતા. અલ્લાએ કહ્યું "તેઓ સમાજમાં ખૂબ જ સક્રિય હતા."

"તેઓ શૅલ્ટરમાં બેસીને રાહ જોઈ શકતા નહોતા. તેથી તેમણે સ્વયંસેવા અને લોકોની મદદ કરવાનું શરૂ કર્યું."

તેમના મૃતદેહને પરિવારના ઘરના બગીચામાં દફનાવવામાં આવ્યો છે.

યુરિએ કહ્યું તેમના પિતાને મારનાર સૈનિક રશિયન જ હતા. તેમનું યુનિફોર્મ ઘેરા લીલા રંગનો હતો, જે રશિયન સૈન્યનું જ છે.

તેમણે કહ્યું, "તેમના જાકિટ પર રશિયન ભાષામાં 'રશિયા' લખેલું હતું."

યુરિએ કહ્યું, "અમે સૈન્ય માટે કોઈ ખતરો નહોતા, અમે નાગરિકો હતા, જેમણે તે દર્શાવવા માટે સફેદ સ્કાર્ફ પણ પહેર્યાં હતાં. આ બધું ખૂબ અર્થહીન છે."

line

બૂચામાં શું થયું?

યુરિ બૂચામાં કથિતપણે રશિયન સૈનિક દ્વારા ચલાવાયેલ ગોળીથી પડેલા ઘા બતાવે છે

ઇમેજ સ્રોત, FAMILY PICTURE

ઇમેજ કૅપ્શન, યુરિ બૂચામાં કથિતપણે રશિયન સૈનિક દ્વારા ચલાવાયેલ ગોળીથી પડેલા ઘા બતાવે છે

યુદ્ધમાં બે-ત્રણ સપ્તાહ બાદ જ રશિયન સેનાએ ગતિ ગુમાવી દીધી હતી. બૂચાના રસ્તા પર આ સ્પષ્ટ નજરે પડે છે.

રશિયાના ઍબૉર્ન ફોપ્લના ઍલિટ ટ્રૂપ્સ બખ્તરબંધ વાહનોમાં શહેર સુધી આવ્યાં હતાં. આ વાહનો વજનમાં એટલાં હલકાં હતાં કે તેમને વિમાન દ્વારા એક જગ્યાએથી અન્યત્ર લઈ જવાય તેમ હતાં.

સૌથી પહેલાં રશિયાના અર્ધસૈનિકોએ બૂચા પાસે આવેલું હોસ્ટોમેલ હવાઈમથક પોતાના કબજામાં કર્યું હતું. જ્યાં આ બખ્તરબંધ વાહનો સાથે રશિયાની ઍલીટ ફોર્સ આવી હતી.

જ્યારે રશિયન તોપોને બૂચાથી કિએવ તરફ લઈ જવામાં આવી રહી હતી. ત્યારે યુક્રેનિયન સેના તરફથી તેમને આકરો પ્રતિકાર સહન કરવો પડ્યો હતો.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ આક્ષેપ કર્યો કે રશિયાએ બૂચા શહેરમાં 300 સામાન્ય નાગરિકોની હત્યા કરી છે.

રશિયાના કબજામાં રહેલા બૂચા શહેરમાં રશિયાના કથિત યુદ્ધ અપરાધોની સાબિતી મળી છે.

જોકે, બીબીસી સ્વતંત્ર રીતે આ દાવાની તપાસ કરી શક્યું નથી.

ઝૅલેન્સ્કીએ કહ્યું, "રશિયાએ જે કંઈ પણ કર્યું છે, અમે તેની તપાસ કરી રહ્યા છીએ."

તેમણે આગળ કહ્યું, "હાલમાં માત્ર બૂચામાં જ 300થી વધુ લોકોની હત્યાની માહિતી મળી રહી છે. સંભવિત છે કે જ્યારે સમગ્ર શહેરમાં તપાસ પૂરી થશે તો આ આંકડો વધી શકે છે અને આ હાલત માત્ર એક શહેરની છે."

તેમણે કહ્યું, "અન્ય કેટલાંક શહેરો જે રશિયન સેનાના કબજામાં હતાં, ત્યાં પીડિતોની સંખ્યા બૂચાથી પણ વધારે હોઈ શકે છે."

"રશિયાના કબજા હેઠળના સ્થળોએ સ્થાનિકો સાથે એવું વર્તન કરવામાં આવ્યું કે જેવું 80 વર્ષ નાઝીઓના શાસન વખતે પણ થયું ન હતું."

વધુ રિપોર્ટિગ સ્વિતલાના લિબેત.

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો