રશિયા-યુક્રેન યુદ્ધ : યુક્રેનનું એ શહેર, જ્યાં મૃતદેહો અને રશિયન તોપોનો કાટમાળ રસ્તે રઝળે છે, જાણો આંખે દેખ્યો અહેવાલ
- લેેખક, જૅરેમી બૉવેન
- પદ, બીબીસી ન્યૂઝ, બૂચા
બૂચા એ રશિયાના કિએવને ઘેરવાના અને રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીની સરકારને પાડી દેવાના સપનાનું કબ્રસ્તાન છે. આ એ જગ્યા છે, જ્યાં રશિયાના તમામ ઇરાદા જમીનદોસ્ત થઈ ગયા.

ઇમેજ સ્રોત, BBC/LEE DURANT
24 ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેન પર હુમલો કર્યાના બે-ત્રણ દિવસમાં જ યુક્રેનિયન સેનાએ રશિયન ટૅન્કો અને બખ્તરબંધ વાહનોને નષ્ટ કરી દીધાં હતાં જે બૂચાથી કિએવ તરફ આગળ વધતાં હતાં.
યુક્રેનિયન સેનાની ટુકડીઓ દ્વારા અહીં રશિયન સેનાના કાફલાને નષ્ટ કરીને તેમને આગળ વધવામાં ઘણી મુશ્કેલી ઊભી કરી હતી.
બીબીસીની ટીમ બૂચા પહોંચી, કારણ કે શુક્રવારે રશિયાએ બૂચાથી પોતાની તમામ સેના પાછી બોલાવી લીધી હતી. આ ઘટના ક્રેમલિનના એ 'શાંત અને તર્કસંગત' નિર્ણયનો ભાગ છે. જેના ભાગરૂપે તેઓ પૂર્વ યુક્રેનમાં યુદ્ધ કેન્દ્રિત કરવા માગે છે.
રશિયા કહી રહ્યું છે કે મધ્ય યુક્રેનમાં તેમણે પોતાના યુદ્ધને ધ્યેય હાંસલ કરી લીધો છે અને તેમનો ધ્યેય ક્યારેય કિએવ પર કબજો કરવાનો હતો જ નહીં.
જોકે, સત્ય એ છે કે યુક્રેન તરફથી મળેલી ટક્કર અને સુવ્યવસ્થિત વિરોધની રશિયાને આશા નહોતી અને કદાચ એ જ કારણ છે કે રશિયાને રાજધાની કિએવ બહાર જ રોકી દેવામાં આવ્યું હતું.
આ વાતની સાબિતી રશિયાની બરબાદ થયેલી ટૅન્કો અને બખ્તરબંધ વાહનોનો કાટમાળ આપે છે, જે અત્યારે પણ બૂચાના રસ્તા પર પડેલો છે.

બૂચામાં શું થયું?

ઇમેજ સ્રોત, Getty Images
યુદ્ધમાં બે-ત્રણ સપ્તાહ બાદ જ રશિયન સેનાએ ગતિ ગુમાવી દીધી હતી. બૂચાના રસ્તા પર આ સ્પષ્ટ નજરે પડે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રશિયાના ઍબૉર્ન ફોપ્લના ઍલિટ ટ્રૂપ્સ બખ્તરબંધ વાહનોમાં શહેર સુધી આવ્યાં હતાં. આ વાહનો વજનમાં એટલાં હલકાં હતાં કે તેમને વિમાન દ્વારા એક જગ્યાએથી અન્યત્ર લઈ જવાય તેમ હતાં.
સૌથી પહેલાં રશિયાના અર્ધસૈનિકોએ બૂચા પાસે આવેલું હોસ્ટોમેલ હવાઇમથક પોતાના કબજામાં કર્યું હતું. જ્યાં આ બખ્તરબંધ વાહનો સાથે રશિયાની ઍલિટ ફોર્સ આવી હતી.
જ્યારે રશિયન તોપોને બૂચાથી કિએવ તરફ લઈ જવામાં આવી રહી હતી. ત્યારે યુક્રેનિયન સેના તરફથી તેમને આકરા પ્રતિકાર સહન કરવો પડ્યો હતો.

કાટમાળમાં પરિવર્તિત શહેર

ઇમેજ સ્રોત, BBC/KATHY LONG
બૂચામાં રસ્તા સાંકળા અને સીધા છે, જે સંતાઈને તેમજ અચાનક હુમલો કરવા માટે એકદમ આદર્શ છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે યુક્રેને તુર્કી પાસેથી ખરીદેલાં ઍટેક ડ્રોન મારફતે રશિયન કાફલા પર હુમલો કર્યો હતો.
આસપાસમાં રહેતા લોકોએ જણાવ્યું કે યુક્રેનિયન સેનાની સાથે કેટલાક વૉલેન્ટિયર્સ પણ ઉપસ્થિત હતા.
યુક્રેને આ કાફલો રોકી લીધો, રશિયાના મુખ્ય વાહનોને નષ્ટ કર્યા પણ તેમણે આ કાટમાળને હાથ સુધ્ધા લગાવ્યો નથી.
અત્યારે પણ 30 મિલીમીટર તોપના ગોળા ઘાસ પર પડ્યા છે, કેટલાક ગોળાઓના ટુકડા હજુ પણ રસ્તા પર પડ્યા છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
સ્થાનિક લોકોનું કહેવું છે કે ઘણા યુવા રશિયન સૈનિકો ભાગી ગયા હતા, તો કેટલાક પકડાઈ ગયા બાદ પોતાના જીવ માટે ભીખ માગવા લાગ્યા હતા.
70 વર્ષીય એક શખ્સ ખુદને અંકલ હૅરિશા ગણાવે છે. તેઓ કહે છે, "મને તેમના માટે દુખ થાય છે. તેઓ 18થી 20 વર્ષના છોકરા હતા. તેમની આગળ હજુ સમગ્ર જીવન હતું."
એમ લાગે છે કે બૂચાથી બહાર નીકળી રહેલા રશિયન સૈનિકોમાં કોઈ દયા ન હતી. 20થી વધુ મૃત રશિયન સૈનિકો રસ્તા પર પડ્યા હતા. જ્યારે રશિયન સેના બૂચા છોડીને ગઈ ત્યારે તે સૈનિકોના હાથ પાછળ બંધાયેલા હતા.
આ વિસ્તારના મેયરે જણાવ્યું કે તેમણે 280 લોકોના સામૂહિક અંતિમસંસ્કાર કર્યા છે.
આ વિસ્તારમાં જે સામાન્ય લોકો રોકાઈ ગયા હતા. તેમણે જણાવ્યું કે તેઓ કઈ રીતે રશિયન સેનાથી બચ્યા હતા. અહીં વીજળી અને ગૅસનો સપ્લાય ન હતો ત્યારે તેઓ ઘરની સામે આગ લગાવીને તેના પર જ ખાવાનું બનાવ્યું હતું.

ઇમેજ સ્રોત, BBC/KATHY LONG
મારિયા નામનાં એક મહિલા જેમના હાથમાં પ્લાસ્ટિકની એક થેલી હતી. તેમણે એ થેલી બતાવતા કહ્યું, "છેલ્લા 38 દિવસમાં આ પહેલી બ્રેડ હશે, જેને હું ખાઈશ."
મારિયાના પુત્રી લરીસાએ મને સોવિયત જમાનામાં બનેલું તેમનું ઍપાર્ટમેન્ટ બતાવ્યું હતું.
બરબાદીનો આ નજારો ધીરે-ધીરે હોસ્ટોમેલ ઍરપૉર્ટ તરફ લઈ જાય છે. રશિયન સેનાએ આ ઍરપૉર્ટનો ઉપયોગ પોતાના બેઝ તરીકે કર્યો હતો.

ઇમેજ સ્રોત, BBC/JEREMY BOWEN
ઍરપૉર્ટ બનાવવામાં આવેલા એક વિશાળ હૅંગરની છત પર ગોળીઓના કારણે પડેલાં અસંખ્ય કાણાં નજરે પડી રહ્યાં છે.
દુનિયાના સૌથી મોટા પરિવહન જહાજને અહીં પહેલાં જ નષ્ટ કરી દેવામાં આવ્યું હતું. તેમું નામ હતું માર્રયા, જેનો અર્થ થાય છે, 'સપનું'.
આ વિમાન તૂટેલી હાલતમાં પડ્યું છે અને જમીન પર તેના એન્જિનના ટુકડા વેરવિખેર હાલતમાં જોવા મળી રહ્યા છે.
આ વિમાન સાથે જે થયું છે, તે જ યુક્રેન સાથે પણ થઈ રહ્યું છે. વિમાન યુક્રેનના ગૌરવનું પ્રતીક હતું, યુક્રેનની ક્ષમતાના પ્રતીકરૂપે તેને રજૂ કરવામાં આવતું હતું.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












