યુક્રેન યુદ્ધ : કેમ રશિયા યુક્રેનને પૂર્વ તરફથી ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે?
- લેેખક, પોલ કિર્બી દ્વારા
- પદ, બીબીસી ન્યૂઝ
રશિયન દળોએ પહેલાંથી જ પૂર્વમાં ભારે સંહાર કર્યો છે, મારીયુપોલને ખંડિયેરમાં પરિવર્તિત કરી દીધું છે, પરંતુ તેઓ યુક્રેનના સૈન્યને હરાવવામાં નિષ્ફળ ગયા છે. પૂર્વમાં નવા હુમલાની ચેતવણી સામે યુક્રેનિયન પ્રમુખ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ કહ્યું, "અમે અમારી જમીનના એક એક ટુકડા માટે લડીશું."

ઇમેજ સ્રોત, Getty Images
રશિયન સમર્થિત અલગતાવાદીઓ સાથેનાં આઠ વર્ષના યુદ્ધને કારણે યુક્રેન પહેલાંથી જ પૂર્વમાં તેનાં શ્રેષ્ઠ પ્રશિક્ષિત દળોને તહેનાત કરેલાં છે. તેઓને ભારે નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે પરંતુ તે હજુ પણ રશિયાના સૈન્ય માટે એક મોટો પડકાર બનીને ઊભાં છે.

યુક્રેનના ડોનબાસમાં છે શું?

ઇમેજ સ્રોત, Getty Images
રાષ્ટ્રપતિ પુતિન ડોનબાસની વાતમાં યુક્રેનના જૂના કોલસા અને સ્ટીલનું ઉત્પાદન કરતા વિસ્તારનો સંદર્ભ રજૂ કરે છે. જોકે તેમાં તેઓ દક્ષિણમાં મારીયુપોલની બહારથી ઉત્તર સરહદ સુધી યુક્રેનના બે મોટા પૂર્વીય પ્રદેશો, લુહાન્સ્ક અને દોનેત્સ્કની વાત કરે છે.
રૉયલ યુનાઇટેડ સર્વિસિસ ઇન્સ્ટિટ્યૂટના સેમ ક્રેની-ઇવાન્સ કહે છે, "મહત્ત્વની વાત એ છે કે રશિયા આ પ્રદેશને યુક્રેનના રશિયન બોલતા પ્રદેશ તરીકે ઓળખાવે છે અને તેને યુક્રેન કરતાં રશિયાનો ભાગ ગણાવે છે."
આ વિસ્તારોમાં મોટાપાયે રશિયન ભાષા ચલણમાં હશે, પરંતુ તેઓ હવે રશિયાતરફી નથી. રોચન કન્સલ્ટિંગના વડા સંરક્ષણ નિષ્ણાત કોનરાડ મુઝિકા કહે છે, "યુક્રેનમાં સૌથી વધુ રશિયન તરફી વલણ ધરાવતાં શહેરોમાં મારીયુપોલ મોખરે હતું."
ગયા અઠવાડિયે, રશિયાએ લુહાન્સ્ક પ્રદેશના 93% અને દોનેત્સ્કના 54% વિસ્તાર પર નિયંત્રણ મેળવી લીધું હોવાનો દાવો કર્યો હતો.
રશિયન દળો પૂર્વમાં યુક્રેનની સેનાને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેઓએ વ્યૂહાત્મક નગર - ઇઝ્યુમ પર નિયંત્રણ મેળવી લીધું છે દે યુક્રેનના બીજા ક્રમના સૌથી મોટા શહેર ખારકીએવ અને અલગતાવાદી વિસ્તારો વચ્ચે આવેલું છે. ઉપરાંત રુબિઝ્ને, લિસિચેન્સ્ક, પોપાસ્ના અને સેવેરોડોનેત્સ્ક સહિતનાં લુહાન્સ્કનાં નગરો પર ઘેરો ઘાલ્યો છે. બૉમ્બમારો કરીને આવાસો તોડી પાડ્યા છે અને તેમના ઘરોમાં નાગરિકોની હત્યા કરી છે.

જે નગરો આજે રશિયાના કબજામાં છે તે 2014થી યુદ્ધનો અનુભવ કરી ચૂક્યાં છે અને ઘાતક હુમલા વિનાનો ભાગ્યે જ કોઈ દિવસ પસાર થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રશિયાના આક્રમણ પહેલાં નાગરિકોને બહાર ખસેડવામાં આવી રહ્યા છે. સ્થાનિક નેતા સેરહી હૈદાઈએ જણાવ્યું હતું કે ગુરુવારે લિસિચાન્સ્કમાં કિન્ડરગાર્ટનના ભોંયરામાંથી 20 બાળકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યાં હતાં અને લગભગ સેવેરોડોનેત્સ્કમાં 200 નાગરિકોને બસોમાં રવાના કર્યા હતા.
હૈદાઈએ ઉમેર્યું કે, તેઓ કંઈ પણ લીધા વિના ખાલી હાથે જ પશ્ચિમ યુક્રેન જતા રહ્યા હતા, જીવતા હોવાનું આશ્વાસન લઈને.
27 વર્ષીય મારીના અગાફોનોવા આ અઠવાડિયાની શરૂઆતમાં લિસિચેન્સ્કમાં તેમના ઘરેથી નિકળી ગયાં હતાં. યુદ્ધની શરૂઆતમાં તેમણે કહ્યું હતું કે રશિયન દળોએ પહેલાં શહેરની બહારના વિસ્તારોને નિશાન બનાવ્યા હતા પરંતુ પછી શહેર ઉપર હુમલો કર્યો હતો. "તેઓએ હૉસ્પિટલો અને રહેણાક વિસ્તારો પર હુમલો કર્યો. ત્યાં વીજળી નથી. મારાં માતાપિતા હજી પણ ત્યાં છે."
યુક્રેનિયન દળો હજી પણ મોટી સંખ્યામાં ત્યાં રોકાયાં હતાં, તેમણે બીબીસીને કહ્યું : "તેઓ રશિયનોને તેના પર કબજો કરવા દેતા નથી."
રશિયાનો આગામી ઉદ્દેશ 1,25,000ની વસ્તી ધરાવતા શહેર સ્લોવ્યાન્સ્કને ઘેરી લેવા માટે દક્ષિણ તરફ ઘેરો ઘાલવાનું છે, જેને 2014માં રશિયન સમર્થિત દળો દ્વારા ફરીથી કબજો મેળવ્યો તે પહેલાં યુદ્ધનો અનુભવ કરી ચુક્યું હતું.

શા માટે પુતિન ડોનબાસને નિયંત્રિત કરવા માંગે છે

ઇમેજ સ્રોત, SERHIY HAIDAI/LUHANSK OVA
રશિયન નેતાએ વારંવાર પાયાવિહોણા આરોપ લગાવ્યા છે કે યુક્રેને પૂર્વમાં નરસંહાર કર્યો છે.
જ્યારે યુદ્ધ શરૂ થયું, ત્યારે પૂર્વીય પ્રદેશોનો બે તૃતીયાંશ હિસ્સો યુક્રેનિયનના અંકુશમાં હતો. બાકીનો પ્રદેશ અલગતાદીઓના કબજામાં હતો.
જો રશિયા બંને મોટા પ્રદેશો પર વિજય મેળવશે, તો પછીનું પગલું આ પ્રદેશોને રશિયા સાથે જોડવાનું પણ હોઈ શકે છે. જેમ કે તેમણે 2014માં ક્રાઇમિયા સાથે પણ આમ જ કર્યું હતું.
યુક્રેન પર આક્રમણ કરતા પહેલાં, રાષ્ટ્રપતિ પુતિને બે પૂર્વીય વિસ્તારોને યુક્રેનથી સ્વતંત્ર વિસ્તાર તરીકે માન્યતા આપી હતી. લુહાન્સ્કમાં રશિયન કઠપૂતળી નેતાએ અગાઉથી જ "નજીકના ભવિષ્ય"માં લોકમતની વાત કરી દીધી છે.
અલગતાવાદી લુહાન્સ્કનું 'ડરામણું' અસ્તિત્વ

ઇમેજ સ્રોત, Getty Images
રશિયન સમર્થિત અલગતાવાદીઓના નિયંત્રણ હેઠળનું જીવન શાંત છે, જોકે અલગતાવાદી સત્તાવાળાઓએ યુક્રેનિયન દળો પર રહેણાક ઇમારતો પર ગોળીબાર કરવાનો અને નાગરિકોની હત્યા કરવાનો આરોપ મૂક્યો છે. દોનેત્સ્ક સ્ટેટલેટના અધિકારીઓનું કહેવું છે કે ફેબ્રુઆરીના મધ્યથી અત્યાર સુધીમાં 72 નાગરિકોનાં મોત થયાં છે.
લુહાન્સ્કમાં એક મહિલાએ નામ ન આપવાની શરતે બીબીસીને કહ્યું કે તેમણે શહેરમાં ઘણા બધા રશિયન બખ્તરબંધ જવાનો જોયા છે અને વાતાવરણ હવે ભય અને તંગદિલીવાળું છે.
તેમણે કહ્યું, "હું ભયભીત છું - સ્થિતિ ડરામણી છે." લશ્કરી વયના પુરુષોએ સ્થાનિક લશ્કરમાં જોડાવું જરૂરી હતું તેથી જે કોઈએ ડ્રાફ્ટ ટાળ્યો તે છુપાઈ ગયા હતા, એમ તેમણે જણાવ્યું હતું.
"તેઓ [પુરુષોને] શેરીઓમાં એકત્ર કરી રહ્યા છે, તેમને પકડીને લાવી રહ્યા છે. દુકાનોમાં, શહેરમાં, શેરીઓમાં ક્યાંય પુરુષો નથી." પરિણામે તમામ પુરૂષ-પ્રભુત્વ ધરાવતા વ્યવસાયો ઠપ છે.
"અમે ક્યારના રશિયા થઈ જ ગયા છીએ, માત્ર ઔપચારિકતા બાકી હતી. દરેક પાસે રશિયન પાસપોર્ટ છે."

શું યુક્રેનનાં દળો બહાર રહેશે?

ઇમેજ સ્રોત, Getty Images
યુદ્ધની શરૂઆતમાં, પૂર્વમાં જૉઈન્ટ ફોર્સિસ ઑપરેશન (જેએફઓ) ની બનેલી દસ બ્રિગેડને યુક્રેનની અત્યાધુનિક સસ્ત્રોથી સજ્જ શ્રેષ્ઠ પ્રશિક્ષિત સૈનિકોની સેના ગણવામાં આવતી હતી.
રશિયનમાં સેમ ક્રેની-ઇવાન્સે કહ્યું, "અમે ખરેખર હવે યુક્રેનિયન દળોની તાકાત જાણતા નથી." તેઓ માને છે કે તાજેતરના અઠવાડિયામાં સ્વયંસેવકો દ્વારા તેમની સંખ્યામાં વધારો કરવામાં આવશે. રશિયન દળોએ પાંચ અઠવાડિયાંથી વધુના સંઘર્ષ પછી ઘણું નુકસાન સહેવું પડ્યું છે અને સેનાનું મનોબળ નીચું હોવાનું માનવામાં આવે છે. તેમાં સ્થાનિક અલગતાવાદી વિસ્તારોમાંથી ભરતી કરેલા લોકો પણ છે.જોકે, તેઓએ દક્ષિણ-પૂર્વનો નોંધપાત્ર ભાગ કબજે કર્યો છે અને તેઓ ક્રાઇમિયાથી રશિયન સરહદ સુધીના દરિયાકાંઠાના સમગ્ર વિસ્તારને નિયંત્રિત કરવાની ઇચ્છા ધરાવે છે."
કોનરાડ મુઝિકા કહે છે, "યુક્રેનિયનોનું મુખ્ય ધ્યેય રશિયન બાજુએ શક્ય તેટલું વધુ નુકસાન પહોંચાડવાનું છે અને યુક્રેનિયનો મોટી લડાઈઓ ટાળવા માટે અસમપ્રમાણ યુક્તિઓનો ઉપયોગ કરી રહ્યા છે."
મારીયુપોલના રશિયન બૉમ્બમારામાંથી ભાગી જવામાં સફળ થયેલા માયકિટાએ કહ્યું કે તેમને વિશ્વાસ છે કે યુક્રેનિયન સૈન્ય વળતો હુમલો કરવામાં સફળ થશે.
તેમણે બીબીસીને કહ્યું, "કોઈક દિવસ તો તેઓએ અમારાં શહેરો પરત કરવાં પડશે, એઝોવ બટાલિયન મારિયુપોલને આત્મસમર્પણ કરશે નહીં. યુક્રેનિયન સૈન્ય ખૂબ જ ચાલાક છે, મેં તેમને મારા શહેરમાં જોયા નથી, પરંતુ મેં તેમના વિશે સાંભળ્યું છે."

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












