મહિલા ક્રિકેટ વર્લ્ડકપ : ભારતની વેસ્ટ ઇન્ડીઝ સામે શાનદાર જીત, સ્મૃતિ મંધાના અને હરમનપ્રીતની સદી

ન્યૂઝીલૅન્ડના હેમિલ્ટનમાં રમાઈ રહેલા મહિલા ક્રિકેટ વર્લ્ડકપની મૅચમાં ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે 155 રને જીત મેળવી છે. ભારતની મહિલા વર્લ્ડકપમાં આ બીજી જીત છે.

ભારતીય ઓપનર સ્મૃતિ મંધાના અને હરમનપ્રીતની સદીની ઈનિંગ્સ સાથે વેસ્ટ ઇન્ડીઝને 318 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે વેસ્ટ ઇન્ડીઝ ચેઝ કરી શક્યું નહોતું.

મૅચ દરમિયાન સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કોર

ઇમેજ સ્રોત, TWITTER/BCCI WOMEN

ઇમેજ કૅપ્શન, મૅચ દરમિયાન સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કોર

ઊંચા ટાર્ગેટને સર કરવા મેદાનમાં ઊતરેલી વેસ્ટ ઇન્ડીઝની ઓપનર જોડી ડિયેન્ડ્રા ડોટ્ટીન અને હેલી મેથ્યૂઝે પહેલી વિકેટ પર શતકીય ભાગીદારી નોંધાવી હતી.

ડિયેન્ડ્રાએ 46 બૉલમાં 62 રન અને હેલીએ 36 બૉલમાં 43 રન નોંધાવ્યા હતા.

જોકે 100 રન પર વેસ્ટ ઇન્ડીઝની પહેલી વિકેટ પડી પછી કોઈ ખેલાડી સેટ થઈ ન શક્યાં અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ 40.3 ઓવરમાં માત્ર 162 રનમાં ઑલ-આઉટ થઈ ગઈ હતી.

સ્નેહ રાણાએ 3 વિકેટ ઝડપી હતી, જ્યારે મેઘનાસિંહે 2 વિકેટ તેમજ ઝુલન ગોસ્વામી, રાજેશ્વરી ગાયકવાડ અને પૂજા વસ્ત્રાકરે 1-1 વિકેટ ઝડપી હતી.

ક્રિકેટ

ઇમેજ સ્રોત, Getty Images

સ્મૃતિ મંધાનાએ ઝડપી બેટિંગ કરતા 123 રન બનાવ્યા હતા. આ સાથે જ હરમનપ્રીત કોરે પણ 107 બૉલમાં 109 રન જોડ્યા હતા.

સ્મૃતિ મંધાનાએ 119 બૉલમાં 123 રન બનાવ્યા હતા. સ્મૃતિએ ઇનિંગમાં 13 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. જોકે, 43મી ઓવરના બીજા બૉલ પર મંધાના વેસ્ટ ઇન્ડીઝના બૉલર કોનેલના હાથે કૅચઆઉટ થઈને પેવેલિયન પરત ફર્યાં હતાં.

આ મૅચમાં ભારતનાં કૅપ્ટન મિતાલી રાજે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ભારત તરફથી સ્મૃતિ મંધાના અને યાસ્તિકા ભાટિયા ઓપનિંગમાં બેટિંગ કરવા ઊતર્યા હતાં. ભારતને છઠ્ઠી ઓવરના ત્રીજા બૉલ પર પહેલો ઝટકો લાગ્યો હતો અને યાસ્તિકા ભાટિયા 31 રન બનાવીને પેવેલિયન પરત ફર્યાં હતાં.

ત્યાર બાદ કપ્તાન મિતાલી રાજ મેદાન પર આવ્યાં પરંતુ તેઓ પણ વધુ સમય ટકી શક્યા નહીં. મિતાલી રાજ માત્ર પાંચ રનના સ્કોર પર નવમી ઓવરના ત્રીજા બૉલે કેચ આઉટ થઈ ગયાં.

દસમી ઓવર સુધીમાં ભારતનો સ્કોર 2 વિકેટના નુકસાને 62 રન હતો.

line

સ્મૃતિ મંધાનાની શાનદાર ઇનિંગ

સ્મૃતિ મંધાનાએ 119 બોલમાં 123 રન ફટકાર્યા

ઇમેજ સ્રોત, TWITTER/BCCI

ઇમેજ કૅપ્શન, સ્મૃતિ મંધાનાએ 119 બોલમાં 123 રન ફટકાર્યા

દીપ્તિ શર્માએ થોડો સમય મંધાનાને સાથ આપ્યો હતો પણ તેઓ પણ તેરમી ઓવરમાં કૅચઆઉટ થઈ ગયાં હતાં. દીપ્તિએ માત્ર 15 રન ઉમેર્યા હતા. આ સમયે ભારતીય ટીમ થોડી મુશ્કેલીમાં જોવા મળી હતી પરંતુ સ્મૃતિ મંધાનાએ બીજો છેડો જાળવી રાખ્યો હતો.

દીપ્તિના આઉટ થયા બાદ હરમનપ્રીત કોર મેદાનમાં આવ્યાં અને 20મી ઓવર સુધીમાં બંને ખેલાડીઓએ ભારતની ઇનિંગને 100 રને પહોંચાડી દીધી. આ પછી બંને છેડેથી રન શરૂ થયા અને 39મી ઓવરમાં બંને વચ્ચે 150 રનની ભાગીદારી થઈ હતી.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

સ્મૃતિ મંધાનાએ 40મી ઓવરમાં મેથ્યુઝના બીજા બૉલ પર ચોગ્ગો ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. ત્યાર બાદ સ્મૃતિએ ધમાકેદાર બેટિંગ કરીને 41મી ઓવરના પ્રથમ ત્રણ બૉલમાં સતત 3 ચોગ્ગા ફટકાર્યા હતા.

જોકે, 43મી ઓવરમાં સ્મૃતિ 123 રન પર પેવેલિયન પરત ફર્યાં હતાં. તે સમયે ટીમનો સ્કોર 262 રન હતો. જોકે સ્મૃતિના આઉટ થયાં પછી હરમનપ્રીત કોરે બાજી સંભાળી લીધી. કાંડામાં દુખાવો હોવા છતાં હરમનપ્રીત કોરે 47મી ઓવરના પ્રથમ બૉલ પર સિંગલ લઈને તેમની કારકિર્દીની ચોથી એકદિવસીય સદી ફટકારી હતી.

વર્લ્ડકપમાં હરમનપ્રીત કોરની આ બીજી સદી છે. હરમનપ્રીતે 100 બૉલમાં સદી ફટકારી હતી.

મૅચ દરમિયાન હરમનપ્રીત કૌર અને રિચા ઘોષ

ઇમેજ સ્રોત, TWITTER/BCCI WOMEN

ઇમેજ કૅપ્શન, મૅચ દરમિયાન હરમનપ્રીત કૌર અને રિચા ઘોષ

જોકે ભારતને પાંચમો ઝટકો રિચા ઘોષના રૂપમાં લાગ્યો હતો. ઘોષ માત્ર 5 રન બનાવીને પેવેલિયન પરત ફર્યાં હતા. આ પછી પૂજા વસ્ત્રાકરે કેટલાક સારા શોટ રમ્યાં અને ભારતે 300 રન પૂરા કર્યા.

48મી ઓવરમાં પૂજા વસ્ત્રાકર અને 49મી ઓવરમાં હરમનપ્રીત કોર પણ 109 રનની ઇનિંગ્સ રમીને પેવેલિયન પરત ફર્યાં હતાં.

ભારતને આઠમો ઝટકો ઝુલન ગોસ્વામીના રૂપમાં લાગ્યો હતો અને ભારતે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 317 રન બનાવ્યા હતા.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો