યુક્રેન-રશિયા સંકટ : પુતિનના જીવનનો એ કિસ્સો, જ્યારે તેઓ નેટોના વિરોધી બની ગયા
"રશિયા શું ઇચ્છે છે? શું રશિયા ખરેખર યુક્રેનના ભાગને ભેળવવા માગે છે? મારું માનવું છે કે પુતિન દબાણ બનાવી રહ્યા છે કારણ કે તેમને ખબર છે કે તે કામ કરી શકે છે. તેઓ જાણે છે કે યુરોપિયન યુનિયનમાં મતભેદ પેદા કરી શકે છે."
"પરંતુ જે તેઓ ખરેખર ઇચ્છે છે, તે છે – સન્માન... અને કોઈનેય સન્માન આપવામાં ખૂબ ઓછો ખર્ચ થાય છે. સાચું કહીએ તો કોઈ ખર્ચ નથી થતો. આપણને ચીન વિરુદ્ધ રશિયાની જરૂરિયાત છે. આપણે રશિયાને ચીનથી દૂર રાખવું પડશે. યુક્રેનમાં જે કાંઈ પણ થઈ રહ્યું છે, આપણે એ પણ જોવાનું છે. ક્રિમિયા પ્રાયદ્વીપ હવે જતું રહ્યું છે અને હવે તે રશિયા ક્યારેય પાછું નહીં કરે. આ જ સત્ય છે."

ઇમેજ સ્રોત, KREMLIN
ભારતમાં 20 જાન્યુઆરીના રોજ આ નિવેદનના કારણે જર્મન નૅવી પ્રમુખે રાજીનામું આપવું પડ્યું હતું. જર્મન નૅવી પ્રમુખના રાજીનામા અને તેમના નિવેદન પર રશિયાએ પણ પ્રતિક્રિયા આપી છે.
રશિયાની સમાચાર એજન્સી તાશ અનુસાર, રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના પ્રેસ સેક્રેટરી દમિત્રી પેસ્કોવે કહ્યું, "જર્મન નૅવી પ્રમુખ નિવેદનથી સ્પષ્ટ છે કે યુરોપિયન યુનિયનમાં બધું ખરાબ નથી થયું. ઘણા એવા પણ લોકો છે જેઓ યોગ્ય વાત કરે છે."
દમિત્રી પેસ્કોવે કહ્યું, "અમને એ નિવેદન વિશે ખબર છે. જોકે આ નિવેદનના નેટો અને યુરોપિયન યુનિયનનાં વલણો સાથે કોઈ લેવાદેવા નથી. પરંતુ આ નિવેદનનો અર્થ છે કે બધા પાટા પરથી ઊતરી ગયા નથી. ગંભીર લોકો પણ છે જેઓ સાચું બોલી શકે છે અને આવા લોકો યોગ્ય પક્ષને જોવા માગે છે."
જર્મન નૅવી પ્રમુખનું આ નિવેદન યુરોપિયન સંઘ અને અમેરિકાનું આધિકારિક વલણ એકદમ ઊલટાં હતાં.
અમેરિકા અને યુરોપિયન યુનિયનનું કહેવું છે કે 2014માં યુક્રેન પાસેથી ક્રિમિયાને રશિયાએ ગેરકાયેદસરપણે ભેળવી લીધું હતું અને તે અસ્વીકાર્ય છે. અમેરિકા અને યુરોપિયન યુનિયન ક્રિમિયાને પાછું આપવાની માગ કરે છે.
પરંતુ ઘણા વિશેષજ્ઞોનું માનવું છે કે જર્મન નૅવી પ્રમુખની વાતોમાં દમ છે અને પુતિનને સન્માન આપવાની વાત પણ તાર્કિક છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

નેટોનું અસ્તિત્વમાં આવવું

ઇમેજ સ્રોત, EPA
નૉર્થ ઍટલાન્ટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન એટલે કે નેટો બીજા વિશ્વયુદ્ધ બાદ 1949માં બની હતી. તેને બનાવનાર અમેરિકા, કૅનેડા અને અન્ય પશ્ચિમના દેશો હતા.
આ સંસ્થા સોવિયેત યુનિયન સામે સુરક્ષાના હેતુસર બનાવવામાં આવી હતી. તે સમેય વિશ્વ બે ધુવોમાં ફંટાયેલું હતું. એક મહાશક્તિ અમેરિકા હતું અને બીજી સોવિયેત યુનિયન.
શરૂઆતમાં નેટોના 12 સભ્યો દેશ હતા. નેટો બન્યા બાદ જાહેરાત કરી હતી કે અમેરિકાકા કે યુરોપના કોઈ પણ દેશ પર હુમલો થશે તો તેને સંગઠનમાં સામેલ તમામ દેશો પર હુમલો માનવામાં આવશે. નેટોમાં સામેલ દરેક દેશ એકબીજાની મદદ કરશે.
પરંતુ ડિસેમ્બર 1991માં સોવિંયેત સંઘના પતન બાદ ઘણું બદલાયું. નેટો જે હેતુના કારણે બન્યું હતું, તેનું સૌથી મોટું કારણ સોવિયેત યુનિયન વિખેરાઈ ચૂક્યું હતું. વિશ્વ એક ધ્રુવી બની ગયું હતું.
અમેરિકા એકમાત્ર મહાશક્તિ તરીકે જળવાઈ રહ્યું હતું. સોવિયેત યુનિયનના વિઘટન બાદ રશિયા બન્યું અને રશિયા આર્થિકપણે તૂટી ચૂક્યું હતું.
રશિયા એક મહાશક્તિ તરીકે વિઘટનના દુ:ખ અને ગુસ્સાથી પોતાની જાતને સંભાળી રહ્યું હતું. કહેવાય છે કે અમેરિકા ઇચ્છ્યું હોત તો તે રશિયાને પણ પોતાના સમૂહમાં લઈ શક્યું હોત. પરંતુ તેઓ શીત યુદ્ધવાળી માનસિકતાથી મુક્ત નહોતું થયું અને રશિયાને પણ યુએસએસની જેમ જોતું રહ્યું.

પુતિનને એકલા પાડવામાં આવ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
જ્યોર્જ રૉબર્ટસન બ્રિટનના ભૂતપૂર્વ સંરક્ષણમંત્રી છે અને તેઓ 1999થી 2003 વચ્ચે નેટોના મહાસચિવ હતા. તેમ ગત વર્ષ નવેમ્બર મહિનામાં કહ્યું હતું પુતિન રશિયાને શરૂઆતમાં નેટોમાં સામેલ કરવા માગતા હતા પરંતુ તેઓ તેમાં સામેલ થવાની સામાન્ય પ્રક્રિયા અપનાવવા નહોતા માગતા.
જ્યોર્જ રૉબર્ટસને કહ્યું હતું કે, "પુતિન સમૃદ્ધ, સ્થિર અને સંપન્ન પશ્ચિમનો ભાગ બનવા માગતા હતા."
પુતિન વર્ષ 2000માં રશિયાના રાષ્ટ્રપતિ બન્યા હતા. જ્યૉર્જ રૉબર્ટસને પુતિનની શરૂઆતની મુલાકાતને યાદ કરતાં કહ્યું કે, "પુતિને કહ્યું – તમે અમને નેટોમાં સામેલ થવાનું આમંત્રણ ક્યારે પાઠવવા જઈ રહ્યા છો? મેં જવાબ આપ્યો – અમે નેટોમાં સામેલ થવા માટે લોકોને બોલાવતા નથી. જેઓ તેમાં સામેલ થવા ઇચ્છે છે, તેઓ અરજી કરે છે, તેના જવાબમાં પુતિને કહ્યું – હું એ દેશો પૈકી એક નથી જે તેમાં સામેલ થવા માટે અરજી કરું."
લૉર્ડ રૉબર્ટસને આ વાત સીએનએનના ભૂતપૂર્વ પત્રકાર માઇકલ કોસિંસ્કીના ‘વન ડિસિઝન પોડકાસ્ટ’માં કહી હતી.
રૉબર્ટસનની વાતો પર એટલા માટે ભરોસો કરી શકાય કારણ કે પુતિને પાંચ માર્ચ 2000ના ડેવિડ ફ્રૉસ્ટને અપાયેલા ઇન્ટરવ્યૂમાં કંઈક આવી જ વાત કરી હતી. ડેવિડ ફ્રૉસ્ટે પોતાના પ્રશ્ન અંગે પુતિનને પૂછ્યું હતું કે, "નેટોને લઈને તમે શું વિચારો છો? નેટોને તમે સંભવિત ભાગીદાર તરીકે જુઓ છો કે એક પ્રતિસ્પર્ધી કે દુશ્મન તરીકે?"

ઇમેજ સ્રોત, Getty Images
તેના જવાબમાં પુતિને કહ્યું હતું કે, "રશિયા યુરોપની સંસ્કૃતિનો ભાગ છે, હું પોતાના દેશની કલ્પના યુરોપથી અલગ કરી શકતો નથી. અમે તેને જ સામાન્યપણે સભ્ય વિશ્વ ગણાવીએ છીએ."
"આવી પરિસ્થિતિમાં નેટોને દુશ્મન તરીકે જોવું એ મારા માટે મુશ્કેલ છે. મને લાગે છે કે આ પ્રકારનો પ્રશ્ન ઊભો કરવો પણ રશિયા કે દુનિયા માટે સારું નહી હોય. આ પ્રકારનો પ્રશ્ન જ નુકસાન પહોંચાડવા માટે પૂરતો છે."
"રશિયા પોતાના સાથીદારો પાસેથી સમાન અને ન્યાયસંગત સંબંધોની આશા રાખે છે. જે સંકળાયેલ હિતો અંગે પૂર્વસંમતિ છે, તેનાથી અલગ થવું એ મુખ્ય સમસ્યા છે. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સુરક્ષા મુદ્દાનું નિરાકરણ મહત્ત્વપૂર્ણ છે."
"આપણે સમાનતા અને પાર્ટનરશિપ માટે તૈયાર છીએ. અમે નેટો સાથે સહયોગ માટે વાત કરી શકીએ છીએ. પરંતુ આવું ત્યારે જ શક્ય છે જ્યારે રશિયાને સમાન ભાગીદાર તરીકે રાખવામાં આવે. તમે જાણો છો કે અમે પૂર્વમાં નેટોના વિસ્તારનો વિરોધ કરતા રહ્યા છીએ."
ડેવિડ ફ્રૉસ્ટે બીજો પ્રશ્ન પૂછ્યો હતો, શું સંભવ ચે કે રશિયા નેટોમાં સામેલ થાય?
આ પ્રશ્નના જવાબમાં પુતિને કહ્યું, "આવું ન થવા માટેનાં કારણ નથી. હું આવી સંભાવનાઓને ખારિજ નથી કરતો. પંરતુ હું એ વાત ફરી વખત કહું છું કે રશિયાને સમાન ભાગીદારી મળે. હું એ વાતે વારંવાર ભાર મૂકું છું."
"સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના બીજા વિશ્વ યુદ્ધ બાદની પરિસ્થિતિમાં થઈ હતી. તેમના સિદ્ધાંત તે જ પરિસ્થિતિઓમાંથી નીકળ્યા હતા. એ વાત યોગ્ય છે કે પરિસ્થિતિ બદલાઈ શકે છે. ચાલો માની લઈએ કે તેમણે આ જ હિસાબે આંતરરાષ્ટ્રીય સુરક્ષાને લઈને નવી વ્યવસ્થા બનાવી. પરંતુ એ બતાવવું કે એ ધારણાથી આગળ વધવું કે રશિયાના તેનાથી કોઈ લેવાદેવા નથી અને તે પ્રક્રિયાથી બહાર રાખવું, કદાચ જ સંભવ છે."

ઇમેજ સ્રોત, Getty Images
પુતિને કહ્યું હતું કે, "જ્યારે અમે નેટોના વિસ્તારનો વિરોધ કરીએ છીએ તો તમે એ વાતનું ધ્યાન રાખો કે અમે ક્યારેય એવું નથી કહ્યું કે વિશ્વના કોઈ ખાસ વિસ્તારમાં અમારું કોઈ વિશેષ હિત છે. અમે વ્યૂહચનાને લગતી ભાગીદારીની વાત કરવાને પ્રાથમિકતા આપીએ છીએ. અમને એ પ્રક્રિયામાંથી બહાર કરવાની કોશિશ જ અમારા વિરોધ અને ચિંતાનું કારણ છે. પરંતુ તેનો અર્થ એ નથી કે અમે પોતાની જાતને વિશ્વથી અલગ પાડવા જઈ રહ્યા છે. એકલા પડવું એ કોઈ વિકલ્પ નથી."
કહેવાઈ રહ્યું છે કે પુતિનના વ્યક્તિત્વ અને વિચારોમાં પાછલાં 21 સામોમાં સત્તામાં રહ્યા દરમિયાન ભૂતકાળ અને વર્તમાન બંનેથી પ્રભાવિત થયા છે. યુક્રેનમાં 2004માં ઑરેન્જ રેવોલ્યૂશન સ્ટ્રીટ પ્રદર્શન બાદ પુતિન પશ્વિમ માટે સંદિગ્ધ બનતા ગયા.
પુતિને પ્રદર્શન પાછળ લોકતંત્ર સમર્થક એનજીઓ હોવાનું કહ્યું હતું. પરંતુ નેટોના વિસ્તારને લઈને પુતિનનો ગુસ્સો વધતો ગયો.
મધ્ય અને પૂર્વ યુરોપમાં રોમાનિયા, બુલ્ગારિયા, સ્લોવાકિયા, સ્લોવેનિયા, લાતવિયા, ઇસ્ટોનિયા અને લિથુઆનિયા પણ 2004માં નેટોમાં સામેલ થઈ ગયાં હતાં. ક્રોએશિયા અને અલ્બાનિયા પણ વર્ષ 2009માં સામેલ થઈ ગયાં. જ્યૉર્જિયા અને યુક્રેનને પણ વર્ષ 2008માં સભ્યપદ મળવાનું હતું પરંતુ બંને હજુ પણ બહાર છે.

નેટોનો અનુચ્છેદ પાંચ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
રૉબર્ટસને જ નેટોમાં અનુચ્છેદ પાંચ લાગુ કર્યો હતો. તેને 9/11 બાદ લાગુ કરાયો હતો. અનુચ્છેદ પાંચ લાગુ કરવો એ સૌથી મોટી વાત માનવામાં આવે છે. તે બાદ નેટોની છબિ કંઈક એવી બની કે આ ગઠબંધન પોતાની સુરક્ષા માટે જ નહીં પરંતુ હિતો માટે પણ બીજા પર હુમલા કરી શકે છે.
અમેરિકાએ 2003માં જ્યારે ઇરાક પર હુમલો કર્યો ત્યારે પણ અનુચ્છેદ પાંચનો આશરો લેવાયો હતો. તેને લઈને નેટોમાં મતભેદ પણ હતા.
રૉબર્ટસને જણાવ્યું કે, "ત્યારે એક મંત્રીએ તેમને પૂછ્યું હતું. – આનો અર્થ એ થયો કે આપણે ઇરાક પર હુમલા માટે તેમને બ્લેન્ક ચેક આપી રહ્યા છીએ?"
પુતિન અમેરિકા અને યરોપ સામે તણાવ ઘટાડવા માટેની એક શરત મૂકી રહ્યા છે. શરત એ છે કે યુક્રેન ક્યારે નેટોમાં સામેલ નહીં થાય. પુતિન એક સમયે જાતે જ નેટોમાં સામલ થવા માગતા હતા હવે એ જ પુતિન નેટોમાં કોઈ દેશ સામેલ થાય તેનો એટલો વિરોધ કરી રહ્યા છે કે તેમણે સેના તહેનાત કરી દીધી છે.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












