ઓમિક્રૉન : કોરોના વાઇરસના આ નવા પ્રકારને કેવી રીતે પારખવો? ઓમિક્રૉનનાં પરીક્ષણ માટે કેવા ટેસ્ટ થાય છે?
- લેેખક, ફિલિપ્પા રૉક્સબી
- પદ, સ્વાસ્થ્ય સંવાદદાતા
કોરોના વાઇરસના નવા વૅરિયન્ટના બે કેસ ભારતમાં નોંધાયા છે. દક્ષિણ આફ્રિકામાં આ નવો પ્રકાર પેદા થયો છે અને તેને વિજ્ઞાનીઓ ચિંતાજનક નવો સ્ટ્રેઇન ગણાવી રહ્યા છે.
ગુરુવારે આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે પ્રેસ કૉન્ફરન્સ કરીને જણાવ્યું કે કર્ણાટકમાં ઓમિક્રૉનના બે કેસની પુષ્ટિ થઈ છે.

ઇમેજ સ્રોત, GETTY IMAGES
ઓમિક્રૉનથી સંક્રમિત એક વ્યક્તિની ઉંમર 66 વર્ષ છે અને બીજાની ઉંમર 46 વર્ષ છે.
બીબીસી હિંદીના સહયોગી પત્રકાર ઇમરાન કુરૈશીએ અધિકારીઓ સાથે વાત કરી જેમાં તેમણે જણાવ્યું કે એક દરદી દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા હતા અને 27 નવેમ્બરથી જ ક્વૉરન્ટીનમાં હતા.

ઓમિક્રૉન વિશે જાણવા જેવી ખાસ વાતો
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે ઓમિક્રૉન આખી દુનિયા માટે ખતરો છે. શરૂઆતના ડેટાથી જાણવા મળ્યું છે કે ઓમિક્રૉનમાં વ્યક્તિને સંક્રમિત કરવાની ક્ષમતા વધારે છે અને આ ઇમ્યુન સિસ્ટમ પર ભારે પડી શકે છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે ઓમિક્રૉનની સાથે આ સારી વાત છે કે આની તપાસ કેટલાક આરટી-પીસીઆર ટેસ્ટ થી થઈ શકે છે. આ વાત ઓમિક્રૉનની તપાસ તથા તેને ફેલતો રોકવામાં મદદ મળશે. કેટલાક અન્ય વૅરિયન્ટની તપાસ માટે જેનેટિક સિક્વેન્સની મદદ લેવી પડે છે.
પરંતુ કેટલાક વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ મામલો એટલો સીધો નથી જેટલો દેખાય છે. ઇન્ડિયન એક્સપ્રેસ અખબાર સાથે વાતચીતમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે મોટા ભાગના આરટી-પીસીઆર ટેસ્ટ ઓમિક્રૉન અને બીજા વૅરિયન્ટમાં અંતર કરવામાં સક્ષમ નથી.

તપાસનું વિજ્ઞાન

ઇમેજ સ્રોત, Getty Images
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આરટીપીસીઆર ટેસ્ટથી માત્ર એ જાણી શકાય કે કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત છે કે નહીં, એ નહીં જાણી શકાય કે વૅરિયન્ટ કયો છે. એવામાં જિનોમ સિક્વન્સિંગ સ્ટડી જરૂરી બને છે. પરંતુ બધા સંક્રમિત સૅમ્પલને જિનોમ સિક્વન્સિંગ માટે મોકલી ન શકાય. આ ધીમી, જટિલ અને મોંઘી પ્રક્રિયા છે. આરટીપીસીઆર ટેસ્ટથી શરીરમાં વાઇરસની હાજરીની તપાસ કરી શકાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટેસ્ટિંગના વિજ્ઞાનને સમજનારા નિષ્ણાતોના અલગઅલગ મત છે. સાર્વજનિક તથા ખાનગી લૅબમાં કરવામાં આવેલા મોટા ભાગના ટેસ્ટમાં સાર્સ કોવ-2ની તપાસ કરી શકાય છે.
પરંતુ એ ન જાણી શકાય કે સંક્રમિત વ્યક્તિને વાઇરસના કયા વૅરિયન્ટનો ચેપ લાગ્યો છે.
કારણ કે ટેસ્ટમાં વાઇરસના એ ભાગની તપાસ થાય છે જેમાં વધારે ફેરફાર નથી થયા. વૅરિયન્ટને મ્યુટેશનમાં અંતરના આધાર પર નક્કી કરાય છે.
ઓમિક્રૉનના મામલામાં આ અંતર સ્પાઇક પ્રોટીનના મ્યુટેશનથી સંબંધિત છે જે વાઇરસનો એક ભાગ હોય છે જે વારંવાર બદલાયા કરે છે જેથી તે પોતાને દવા અને રોગ પ્રતિકારક કોશિકાઓથી બચાવી શકે.
આ કારણે જ આની તપાસ કરવી મુશ્કેલ છે. એવામાં અતિરિક્ત ટેસ્ટથી જાણી શકાય કે કોઈ વ્યક્તિ સંક્રમિત છે કે નહીં પરંતુ એ નહીં જાણી શકાય કે તે વ્યક્તિ ઓમિક્રૉન વૅરિયન્ટથી સંક્રમિત છે.

ટેસ્ટ કેવી રીતે થઈ શકે
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
આના માટે ડૉક્ટરો તમારા સૅમ્પલને એક લૅબમાં મોકલશે જે જેનેટિક સિક્વન્સિંગની મદદથી ઓમિક્રૉન જેવા જેનેટિક સિગ્નેચરની તપાસ કરી શકે છે.
થર્મો ફિશર સાઇન્ટિફિક કંપની તરફથી એક ટેસ્ટ રજૂ કરવામાં આવ્યો જે કોરોના સંક્રમણની તપાસની સાથે ટેસ્ટ કરનારને એ પણ સંકેત આપે છે તે આ સૅમ્પલમાં ઓમિક્રૉન વૅરિયન્ટ છે કે નહીં.
આ ટેસ્ટ કોરોના વાઇરસના ત્રણ ભાગ પર નિશાન સાધે છે. આમાંથી બે ભાગ અપેક્ષાકૃત રૂપથી સ્થિર છે. ત્યાં જ એક ભાગ ફેરફારવાળા સ્પાઇક પ્રોટીનનું ક્ષેત્ર છે.
જો વ્યક્તિ ઓમિક્રૉન વૅરિયન્ટથી સંક્રમિત હશે તો પ્રથમ બે ભાગ પૉઝિટિવ આવશે. કોરોના વાઇરસના અલ્ફા વૅરિયન્ટમાં પણ આવાંજ લક્ષણ જોવા મળે છે.
જો વ્યક્તિ ઓમિક્રૉનથી સંક્રમિત હશે તો સ્પાઇક પ્રોટીન ક્ષેત્રમાં નૅગેટિવ મળશે.
આ સમયે દુનિયામાં સંક્રમણના નવા કેસમાં 99 ટકા કેસમાં ડેલ્ટ વૅરિયન્ટ જોવા મળે છે. ડેલ્ટા વૅરિયન્ટમાં આ કમી નથી દેખાતી. અને થર્મો ફિશર પીસીઆર ટેસ્ટમાં ત્રણ ક્ષેત્રોમાં પૉઝિટિવ સંકેત મળે છે.
એવામાં જો ટેસ્ટ દરમિયાન ત્રણ ક્ષેત્રોમાં પૉઝિટિવ સંકેત મળે છે તો તેના ડેલ્ટા વૅરિયન્ટ હોવાની સંભાવના છે.

ઓમિક્રૉનનાં લક્ષણો શું છે?

વાઇરસનો આ નવા વૅરિયન્ટ સૌથી પહેલાં દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો, ત્યાર બાદ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને આની માહિતી મળી. સંગઠને 24 નવેમ્બરે દક્ષિણ આફ્રિકામાં મળેલા નવા વૅરિયન્ટની પુષ્ટિ કરી અને નિવેદન આપ્યું.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ગત અઠવાડિયે કોરોના વાઇરસના આ નવા વૅરિયન્ટની ચિંતાનો વિષય જણાવતા આનું નામ ઓમિક્રૉન રાખ્યું હતું.
નોંધનીય છે કે તે ખૂબ જ વધુ પ્રમાણમાં મ્યુટેટ થયેલો વૅરિયન્ટ છે. સાઉથ આફ્રિકામાં સેન્ટર ફૉર એપિડૅમિક રિસ્પૉન્સ ઍન્ડ ઇનોવેશનના ડિરેક્ટર પ્રોફેસર તુલિઓ ડી ઓલિવિએરાએ આ વિશે કહ્યું હતું કે, આ વૅરિયન્ટમાં "મ્યુટેશનનું અસામાન્ય સંયોજન હતું" અને તે વ્યાપક પ્રમાણમાં ફેલાયેલા અન્ય વૅરિયન્ટ કરતાં 'ખૂબ જ અલગ' છે.
તેમણે કહ્યું કે, "આ વૅરિયન્ટથી અમે આશ્ચર્યચકિત છીએ, ઉત્ક્રાંતિમાં આ વૅરિયન્ટે મોટી છલાંગ લગાવી છે અને તેનું મ્યુટેશન અમારી અપેક્ષા કરતાં ઘણું વધારે છે."
અત્યાર સુધીમાં દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રૉનનો ચેપ લાગ્યો હોય તેવી વ્યક્તિઓ મોટા ભાગે યુવા હોય છે અને તેમનામાં બહુ હળવાં લક્ષણો જોવાં મળ્યાં છે.
ડેલ્ટા કરતાં ઓમિક્રૉનના ચેપનાં લક્ષણો થોડાં જુદાં હોય તેવું પણ જોવા મળ્યું છે, જેમ કે દુખાવો વધારે થાય, પણ સૂંઘવાની કે સ્વાદ પારખવાની શક્તિ પર કોઈ અસર દેખાતી નથી. જોકે ચોક્કસ લક્ષણો વિશે ખાતરીથી હજી કહી શકાય તેમ નથી.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું છે કે અન્ય વૅરિયન્ટ્સ કરતાં ઓમિક્રૉનનાં લક્ષણો બહુ જુદાં હોય તેવા પુરાવા હજી મળ્યા નથી.
તેનો અર્થ એ કે ફરીથી ખાંસી થાય, તાવ આવે કે સ્વાદ અને ગંધ જતી રહે તે લક્ષણોને મુખ્ય લક્ષણો તરીકે ગણવાના રહે છે.
દક્ષિણ આફ્રિકાની હૉસ્પિટલમાં આનાથી વધારે ગંભીર લક્ષણો સાથેના યુવાનો પણ દાખલ થયેલા છે, પરંતુ તેમાંથી ઘણાએ વૅક્સિન લીધેલી નથી અથવા એક જ ડૉઝ લીધેલો છે.
આનાથી એ ખ્યાલ આવે છે કે બંને ડોઝ લઈ લેવા અથવા બૂસ્ટર ડોઝ લીધો હોય તો નવા વૅરિયન્ટ સામે અને અન્ય વૅરિયન્ટ્સના ચેપ સામે સુરક્ષા વધારે મળે છે.

શું લેટરલ ફ્લૉ ટેસ્ટથી ઓમિક્રૉન પારખી શકાય ખરો?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
રેપિડ અથવા તો લેટરલ ફ્લૉ ટેસ્ટ ઘરે પણ કરી શકાય છે, પણ તેનાથી તમને કયા વૅરિયન્ટનો ચેપ લાગ્યો છે તે જાણી શકાતું નથી. જોકે તેનાથી કમસે કમ એટલો ખ્યાલ આવી જાય છે કે તમે નૅગેટિવ છો કે પૉઝિટિવ, ભલે કદાચ ઓમિક્રૉનનો પણ ચેપ હોય.

ઓમિક્રૉન અને બીજા વૅરિયન્ટ વચ્ચે શું તફાવત છે?

ઇમેજ સ્રોત, YALCINSONAT1
ઓમિક્રૉન વૅરિયન્ટના વાઇરસમાં ઘણા બધા જુદા પ્રકારના મ્યૂટેશન્સ જોવા મળ્યા છે, જેમાંથી ઘણા અગાઉ જોવા મળ્યા છે અને ઘણા બધા જોવા નથી પણ મળ્યા.
મોટા ભાગના મ્યૂટેશન્સ વાઇરસના સ્પાઇક પ્રોટીનમાં જોવા મળ્યા છે. મોટા ભાગની વૅક્સિન આ પ્રોટીનને ટાર્ગેટ કરીને જ બનાવેલી હોય છે અને તેના કારણે જ ચિંતા જાગી છે.
સ્ટાન્ડર્ડ ટેસ્ટમાં ઓમિક્રૉનમાં "એસ-જીન ડ્રૉપઆઉટ" મોટા ભાગે જોવા મળ્યો છે અને તેના કારણે જ ખ્યાલ આવે છે કે આ નવો વૅરિયન્ટ છે. ડેલ્ટા વૅરિયન્ટના કેસમાં મોટા ભાગે આવો પ્રકાર જોવા મળતો નથી.
જોકે બધા જ "એસ-જીન ડ્રૉપઆઉટ્સ"નો અર્થ એવો નથી કે તે ઓમિક્રૉન વૅરિયન્ટ હોય. ઓમિક્રૉનની ખાતરી માટે પૂર્ણ જીનોમિક સિકવન્સિંગ કરવું જરૂરી હોય છે.

ઓમિક્રૉન વિશે વધુ શું જાણવા મળ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
નવો વૅરિયન્ટ કેવી રીતે વર્તે છે અને તેનાથી કેટલું જોખમ છે વગેરે વિશે હજી પૂરતી જાણકારી મળી નથી.
જોકે ઉપલબ્ધ વિગતો ચિંતાજનક લાગે છે અને તેના કારણે જ સરકારો સ્થિતિ વકરે તે પહેલાં સાવધાની રાખી રહી છે.
વિજ્ઞાનીઓને ચિંતા છે કે અગાઉના વૅરિયન્ટ્સ કરતાં ઓમિક્રૉન વધારે ઝડપથી ફેલાઈ શકે છે, અને વૅક્સિનથી મળતી કેટલીક સુરક્ષા ના પણ રહે તેવી શક્યતા છે. જોકે આ બાબત હજી પાકા પુરાવા મળ્યા નથી.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












