You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોનાની રસી ન લીધી હોય તેમના માટે અહીં લૉકડાઉન લાદવામાં આવ્યું
- લેેખક, બેથની બેલ
- પદ, વિયેના સંવાદદાતા
શિયાળો શરૂ થયાની સાથે કોરોના સંક્રમણના કેસોમાં ભારત નીસાથે યુરોપમાં પણ ઉછાળો જોવા મળ્યો છે.
વિદેશમાં પણ ફરી એક વાર કોરોનાના કેસો નોંધાતા હવે રસી ના લઈ લીધી હોય તેમના માટે લૉકડાઉન લાદવામાં આવ્યું છે.
ઑસ્ટ્રિયામાં કોરોના સંક્રમણના કેસ વધતાં રસી ન લેનાર લગભગ 20 લાખ લોકો માટે લૉકડાઉન લાદવામાં આવ્યું છે.
ઑસ્ટ્રિયાના ચાન્લેસર ઍલેક્ઝાન્ડર શેલેનબર્ગે કહ્યું કે, "અમે હળવાશમાં આ પગલું નથી લઈ રહ્યાં, દુર્ભાગ્યવશ આ ખૂબ જરૂરી છે."
જે લોકોએ રસી ન લીધી હોય તેમને મર્યાદિત કારણોસર જ ઘરથી બહાર નીકળવાની પરવાનગી હશે, જેમકે કામ પર જવું કે ખાદ્યસામગ્રી ખરીદવા માટે જવું.
ઑસ્ટ્રિયામાં 65 ટકા વસતીનું સંપૂર્ણ રસીકરણ થઈ ગયું છે, જે પશ્ચિમ યુરોપના દેશોમાં રસીકરણનો સૌથી નીચો દર છે.
આ દરમિયાન, સાત દિવસમાં એક લાખ લોકોમાં કોરોના સંક્રમણના 800થી વધારે કેસ નોંધાયા છે, જે યુરોપમાં સૌથી વધારે છે.
યુકેમાં કોવિડના સંક્રમણનો દર સૌથી વધુ છે, પરંતુ અહીં નિયંત્રણો ફરીથી લાદવામાં નથી આવ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યુકેમાં આરોગ્યનિષ્ણાતો શિયાળામાં કોરોનાને રોકવા ફરીથી જાહેર તથા બંધ જગ્યાઓ પર ભીડમાં માસ્ક પહેરવાને ફરજિયાત કરવાની ભલામણ કરી રહ્યા છે.
ગુજરાતમાં કોરોના વધવાની આશંકા
ગત અઠવાડિયે ગુજરાતમાં ચાર મહિના પછી કોરોના વાઇરસના કેસમાં વધારો નોંધાયો હતો. 10 અને 11 નવેમ્બરે સૌથી વધુ કેસ નોંધાયા હતા, જેને પગલે અમદાવાદમાં કેટલાક નિયમો લાગુ કરવામાં આવ્યા છે.
કોરોનાના કેસ નોંધાતા અમદાવાદની બીઆરટીએસ બસમાં બેસવા માટે મુસાફરોએ કોરોનાની રસીનું સર્ટિફિકેટ બતાવવાનું રહેશે.
જો વ્યક્તિ પાસે કોરોનાનું સર્ટિફિકેટ નહીં હોય તો તેમને બસમાં મુસાફરી કરવા નહીં મળે.
આ સિવાય કાંકરિયા લેક અને પ્રાણીસંગ્રહાલય, સાબરમતી રિવરફ્રન્ટ, પુસ્તકાલયો, જિમખાનાં, સ્વિમિંગ-પુલ, AMC સ્પૉર્ટ્સ કૉમ્પ્લેક્સ, સિટી સિવિક સેન્ટરો અને અન્ય AMC બિલ્ડિંગોમાં પણ આ નિયમ લાગુ કરવામાં આવશે.
રસી ના લીધી હોય તેમને કેવી રીતે લાગુ પડશે લૉકડાઉન?
12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને લોકો જે કોરોના સંક્રમણમાંથી હાલમાં જ સાજા થયા છે તેમને લૉકડાઉનમાંથી છૂટ મળશે.
શનિવાર અને રવિવારે લોકોએ રાજધાની વિએનામાં વિરોધપ્રદર્શન કર્યાં, લોકોના હાથમાં બૅનર હતાં, જેમાં લખેલું હતું, "અમારું શરીર, નિર્ણય કરવાની સ્વતંત્રતા પણ અમારી."
ઑસ્ટ્રિયામાં દરરોજ સૌથી વધુ કોરોના કેસ નોંધાઈ રહ્યા છે, ત્યારે રસી ના લીધી હોય તેવા લોકો પર રેસ્ટોરાં, સિનેમા, અને હેરડ્રેસરને ત્યાં પ્રવેશ માટેના પ્રતિબંધો જાહેર કરી દેવામાં આવ્યા છે.
ચાન્સેલરના જણાવ્યા અનુસાર આનો અર્થ એ થયો કે જે લોકોએ રસી નહીં લીધી હોય તેમને ઘરની બહાર જવાની મંજૂરી નહીં મળે. કામકાજ માટે, ખાદ્યસામગ્રી ખરીદવા અને કસરત કરવા સિવાયના કોઈ કારણસર બહાર નીકળી શકાશે નહીં.
જમણેરી વિપક્ષ ફ્રીડમ પાર્ટી વૅક્સિન અંગેના સવાલો માટેની ઝુંબેશ ચલાવી રહી છે.
ઘણા નાગરિકોને તેમની આ ઝુંબેશ આકર્ષી રહી છે. પક્ષનું કહેવું છે કે આ રીતે અમુક લોકો માટે લૉકડાઉન લગાવવું એ તેમને સેકન્ડ ક્લાસ સિટીઝન ગણવા જેવું છે.
યુરોપમાં વધતો કોરોના
ઑસ્ટ્રિયામાં છેલ્લા સાત દિવસ દરમિયાન કેસોમાં થયેલો વધારો પડોશી દેશો જર્મની કરતાંય વધી ગયો છે. જર્મનીમાં પણ આરોગ્યમંત્રી જેન્સ સ્પાને હાલમાં જ ચેતવણી આપી છે કે રસી ના લીધી હોય તે લોકોમાં રોગચાળો ફેલાઈ શકે છે.
ગુરુવારે જર્મનીમાં પણ 50,000 કોરોના કેસ નોંધાયા હતા. પ્રથમ વાર આ રીતે આંક એક દિવસમાં 50,000ને પાર કરી ગયો હતો.
ઑસ્ટ્રિયા કરતાં જર્મનીમાં વૅક્સિન લેનારાની સંખ્યા થોડી વધારે છે, પણ કુલ વૅક્સિનેશન હજી 67.3% ટકા જ થયું છે.
આ રીતે લૉકડાઉન લાગુ પડે તો તેનો અર્થ એ થશે કે રસી ના લીધી હોય તેવી વ્યક્તિઓને રેસ્ટોરાં, હોટલ, સિનેમા-થિયેટર વગેરે જેવી જાહેર જગ્યાએ પ્રવેશ મળશે નહીં.
સોમવારથી બ્રેન્ડનબર્ગ પ્રાંતમાં "2G" નિયમ લાગુ પડી રહ્યો છે, જેમાં રસી લીધી હોય તેવી વ્યક્તિઓને જ આવી જગ્યાએ પ્રવેશ આપવામાં આવશે.
નેધરલૅન્ડ્ઝમાં પણ કોરોના ચેપ વધ્યો છે અને હૉસ્પિટલમાં દાખલ થયેલાની સંખ્યા પણ વધી છે. ગુરુવારે વિક્રમજનક 16,364 કોરોના કેસ નોંધાયા હતા.
હાલની કેરટેકર ડચ સરકાર શુક્રવારે પશ્ચિમ યુરોપનું પ્રથમ આંશિક લૉકડાઉન જાહેર કરે તેવી શક્યતા છે.
ત્રણ અઠવાડિયાં માટે કડક પ્રતિબંધો લાદવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણકારો કહી રહ્યા છે. આવશ્યક સેવાઓ સિવાયની દુકાનો, રેસ્ટોરાં, હોટલ વગેરે સાંજે સાત વાગ્યે બંધ કરી દેવાનાં રહેશે. ફૂટબૉલ જેવી રમતો બંધબારણે યોજી શકાશે ખરી, એમ જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો