તાલિબાને અડધા અફઘાનિસ્તાન પર કબજો કઈ રીતે જમાવી લીધો?

અફઘાન

ઇમેજ સ્રોત, EPA

    • લેેખક, વિઝ્યુઅલ જર્નલિઝમ ટીમ
    • પદ, બીબીસી ન્યૂઝ

વર્ષ 2001 પછી તાલિબાન અફઘાનિસ્તાનમાં જેટલા વિસ્તાર પર પોતાનો કબજો જમાવી શક્યું નહીં હોય, તેટલો વિસ્તાર છેલ્લા બે મહિના દરમિયાન તેણે પોતાના તાબા હેઠળ લઈ લીધો છે.

અમેરિકા તથા પશ્ચિમી સેનાની વિદાયનો દિવસ જેમજેમ નજીક આવી રહ્યો છે, તેમતેમ તાલિબાનોની આગેકૂચ પણ થઈ રહી છે. તેણે સરકારી દળો પાસેથી અનેક જિલ્લા કબજે કરી લીધા છે.

છેલ્લા બે દાયકા દરમિયાન તાલિબાનના પ્રભુત્વ હેઠળના વિસ્તારમાં સતત ફેરફાર થતો રહ્યો છે.

અફઘાનિસ્તાનના કેટલા વિસ્તાર પર કેટલો ફેરફાર કરાયો એ અંગે અહીં માહિતી અપાઈ રહી છે.

બીબીસીની અફઘાન સેવાનું સંશોધન દર્શાવે છે કે દેશભરમાં તાલિબાનો મજબૂત હાજરી ધરાવે છે, જેમાં પૂર્વ, ઉત્તર-પૂર્વ તથા મધ્યના ગઝની અને મેદાન વરદાક જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. તેઓ કુન્ડુઝ, હૈરાત, કંદહાર અને લશ્કર ગાહ જેવાં શહેરની નજીક પહોંચી ગયા છે.

line

શું તાલિબાન તેની પકડ મજબૂત કરી રહ્યું છે?

અફઘાન

ઉપરોક્ત મૅપમાં 'નિયંત્રણ હેઠળ'નો મતલબ છે કે જે તે જિલ્લાનું વહીવટી કેન્દ્ર, પોલીસ મુખ્યમથક તથા અન્ય સરકારી કચેરીઓ તાલિબાનના નિયંત્રણ હેઠળ છે.

સપ્ટેમ્બર-2001માં અમેરિકાના વર્લ્ડ ટ્રૅડ સેન્ટર પર થયેલા હુમલામાં અલ-કાયદાના વડા ઓસામા બિન લાદેન તથા સંગઠનના અન્ય નેતાઓની ભૂમિકા હોવાનું બહાર આવ્યું હતું. જેમને તાલિબાનોએ પોતાને ત્યાં આશરો આપ્યો હતો.

એ પછી અમેરિકા તથા નાટો રાષ્ટ્રોએ અફઘાનિસ્તાનમાં સૈન્ય તથા હવાઈ કાર્યવાહી હાથ ધરી હતી, જેના કારણે નવેમ્બર-2001માં દેશભરમાંથી તેમની સત્તા જતી રહી હતી.

પશ્ચિમી દેશો દ્વારા અફઘાન સરકારી સેનાની તાલીમ પાછળ અબજો ડૉલર ખર્ચવા છતાં અને દેશમાં પશ્ચિમી સેનાની હાજરી છતાં કબિલાઈ વિસ્તાર તાલિબાન પાસે રહ્યો હતો.

અફઘાન

દક્ષિણ અને દક્ષિણ-પશ્ચિમમાં ઉત્તર હેલમંડ, કંદહાર, ઉરુઝગન અને ઝૈબુલ પ્રાંતનો સમાવેશ થાય છે.

દક્ષિણમાં ફરયાબનો પહાડી વિસ્તાર, ઉત્તર-પશ્ચિમની પહાડીઓ તથા ઉત્તર-પૂર્વના બદખશનનો સમાવેશ થાય છે.

2017માં બીબીસી દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં બહાર આવ્યું હતું કે દેશના અનેક જિલ્લા પર તાલિબાનોનું સીધું જ પ્રભુત્વ હતું. એટલું જ નહીં, અનેક વિસ્તારમાં તેઓ અઠવાડિયે કે મહિને હુમલા કરતા હતા, જેનો અર્થ સ્પષ્ટ હતો કે અગાઉના આકલન કરતાં તેઓ વધુ શક્તિશાળી હતા.

લગભગ દોઢ કરોડ એટલે કે દેશની અરધોઅરધ વસતી તાલિબાનના નિયંત્રણ હેઠળ છે અથવા તો ત્યાં તેમની ખુલ્લેઆમ હાજરી છે અને તેઓ નિયમિત રીતે અફઘાન સુરક્ષાબળો ઉપર હુમલા કરે છે.

line

તાલિબાનોની તાકત કેટલી ?

અફઘાન

2001માં તાલિબાનો પાસે જેટલો વિસ્તાર હતો, તેના કરતાં વધુ વિસ્તાર પર તેઓ કબજો ધરાવે છે. છતાં ધરાતલ પર સ્થિતિ હજુ પ્રવાહી છે.

અમુક જિલ્લામથક પર લડી શકે તેમ ન હોવાથી અફઘાન સુરક્ષાબળોએ આધિપત્ય છોડી દીધું હતું, જ્યારે અમુક જિલ્લમથક તેમની પાસેથી બળપૂર્વક ખૂંચવી લેવામાં આવ્યાં છે.

અમુક વિસ્તારોમાં સરકારી દળો ખુદને પુનર્ગઠિત કરવામાં સફળ રહ્યાં અથવા તો સ્થાનિક ઉગ્રવાદી જૂથોનું સમર્થન મળ્યું, ત્યાં ફરીથી કબજો પ્રસ્થાપિત કરવામાં તેમને સફળતા મળી છે અથવા તો લડાઈ ચાલુ છે.

મોટાં ભાગનાં અમેરિકન દળો જૂન મહિનામાં જ રવાનાં થઈ ગયાં હતાં, છતાં અમુક હજુ કાબુલમાં જ છે. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન અમેરિકાના વાયુદળે તાલિબાનનાં ઠેકાણાં પર હુમલા કર્યા હતા.

અફઘાન

જ્યાં મેદાન છે, નદીના વિસ્તાર છે અથવા તો વસતી વધુ છે, તેની પર અફઘાન સુરક્ષાબળોનો કબજો છે. જ્યારે છુટીછવાઈ વસતી ધરાવતા વિસ્તારો પર તાલિબાનોનો કબજો છે.

અહીં અમુક સ્થળોએ તો પ્રતિવર્ગ કિલોમીટરે 50 કે તેથી ઓછી વસતી છે.

અફઘાનિસ્તાનની સરકારે તાલિબાનો સામે લડવા માટે મોટાં શહેરોમાં પૂરક દળો મોકલ્યાં છે અને તાલિબાનોની આગેકૂચને અટકાવવા માટે એક મહિનાનો રાત્રિ કર્ફ્યુ લાદ્યો છે.

તાલિબાનો હૈરાત તથા કંદહારની નજીક પહોંચી ગયા હોય તેમ જણાય છે, પરંતુ હજુ સુધી તેની પર કબજો મેળવવામાં તેમને સફળતા નથી મળી.

જેટલા વિસ્તાર પર વધુ કબજો થશે તેટલો જ વિસ્તાર વાટાઘાટ સમયે હાથ પર રહેશે એ વાત તાલિબાન સારી રીતે જાણે છે. આ સિવાય સ્થાનિક વિસ્તારોમાંથી તે પૈસા ઉઘરાવી શકે છે, જે તેને આ લડાઈમાં મદદ કરશે.

ચાલુ વર્ષના છ મહિનામાં જ છેલ્લા બે દાયકાની તુલનામાં સૌથી વધુ નાગરિકનાં મૃત્યુ થયાં છે. સંયુક્ત રાષ્ટ્ર 1600 જેટલાં મૃત્યુ માટે તાલિબાન અથવા તો તેની સાથે સંકળાયેલા ઉગ્રવાદી સંગઠનોને જવાબદાર ઠેરવે છે.

આંતરિક વિગ્રહને કારણે દેશમાં ચાલુ વર્ષ દરમિયાન લગભગ ત્રણ લાખ લોકો બેઘર થયા છે. યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ્સ કાઉન્સિલના કહેવા પ્રમાણે, જે-જે વિસ્તાર તાલિબાનોના કબજામાં આવ્યા છે, ત્યાંથી હિજરત વધી છે.

અફઘાન

ઇમેજ સ્રોત, Getty Images

કેટલાક લોકો અમુક દિવસો માટે પાસેના ગામ કે જિલ્લામાં હિજરત કરી જાય છે, જ્યારે અમુક લોકો વધુ સમય માટે નિરાશ્રિત બની જાય છે.

ન્યૂઝ એજન્સી એએફપીના રિપોર્ટ મુજબ, તાલિબાન હુમલાથી બચવા માટે અનેક અફઘાનીઓ તજાકિસ્તાનમાં રૅફ્યૂજી બની ગયા છે.

તાલિબાન સ્પીન બોલદાક વિસ્તાર ઉપર કબજો ધરાવે છે, જેને 'પાકિસ્તાનના પ્રવેશદ્વાર' તરીકે પણ ઓળખવામાં આવે છે.

અફઘાન

આંતરરાષ્ટ્રીય વેપારમાં તાલિબાનને કસ્ટમ ડ્યૂટી મળે છે, જોકે તેમને કેટલી રકમ મળે છે, તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે, કારણ કે આંતરિક વિગ્રહને કારણે વેપાર ઠપ થઈ ગયો છે.

જ્યારે ઈરાનની ઇસ્લામ કાલા સરહદ પરથી તેને મહિને બે કરોડ ડૉલરની આવક થાય તેમ છે.

સામાન્ય વાહનવ્યવહારને કારણે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ વધી ગયા છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો