ભારત-ચીનના કૉર કમાન્ડરની શનિવારે વાતચીત, કેવી રીતે ઉકલશે લદ્દાખનો વિવાદ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રાઘવેન્દ્ર રાવ
- પદ, બીબીસી સંવાદદાતા
ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણરેખા એટલે કે એલએસી પર ગત એક વર્ષ કરતાં પણ વધુ સમયથી ચાલી રહેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો.
ત્યારે ત્રણ મહિનાના અંતરાળ પછી ભારત અને ચીન મૉલ્ડોમાં શનિવાર સવારે કૉર્પ્સ-કમાન્ડર સ્તરની સૈન્યવાર્તા યોજવા જઈ રહ્યા છે.
આની પહેલાં તારીખ નવ એપ્રિલે બન્ને દેશો વચ્ચે આ વાર્તા યોજાઈ હતી જેનું કોઈ હકારાત્મક પરિણામ આવ્યું નહોતું.
ઇન્ડિયન એક્સપ્રેસ અખબારના રિપોર્ટ મુજબ 11 રાઉન્ડની વાતચીતમાં ચીન હૉટ સ્પ્રિંગ્સ અને ગોગરા પોસ્ટ અને ડેપસાંગ પ્લેઇન્સ પરથી પોતાના સૈનિકોને પાછા બોલાવવા માટે તૈયાર નહોતું થયું. હૉટ સ્પ્રિંગ્સ અને ગોગરા પોસ્ટ એ બે પૉઇન્ટ્સ છે જ્યાં ભારત અને ચીન વચ્ચે વિવાદ ખતમ નથી થઈ શક્યો.
ફેબ્રુઆરી મહિનામાં ભારત અને ચીનના સૈનિકો પેંગોંગ ત્સો અને કૈલાશ રેન્જના ઉત્તર અને દક્ષિણ કિનારેથી પાછળ હઠી ગયા હતા.
બન્ને દેશો વચ્ચે કૉર કમાન્ડર સ્તરની 11 બેઠકો થઈ ચૂકી છે અને 12 બેઠક માટે ચીને 26 જુલાઈ, સોમવારની તારીખ સૂચવી હતી. જોકે, ભારતે એ દિવસે કારગિલ વિજયદિન ઉજવી રહ્યું હતું, એટલે એ બેઠક ના યોજાઈ શકી. હવે શનિવારે આ બેઠક યોજાશે.

ભારત-ચીન વિવાદમાં નવો અધ્યાય કેવી રીતે જોડાયો?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ભારત-ચીન વચ્ચે એલએસીને લઈને ચાલી રહેલા દાયકાઓ જૂના વિવાદમાં એપ્રિલ, 2020માં નવું પ્રકરણ ઉમેરાયું, જ્યારે ચીને વિવાદિત એલએસીના પૂર્વમાં લદ્દાખ અને અન્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં સૈનિકો અને હથિયારો સાથે મારચો મંડ્યો. જેને પગલે ગલવાન ખીણ, પેંગોંગ ત્સો અને ગોગરા-હૉટ સ્પ્રિંગ્સ જેવા વિસ્તારોમાં બન્ને દેશોની સેના સામસામે આવી ગઈ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેવામાં 15 જૂને ગલવાન ખીણમાં થયેલા સંઘર્ષમાં 20 ભારતીય સૈનિકોનાં મૃત્યુ થયાં અને આ તણાવે હિંસક રૂપ લઈ લીધું
કેટલાય મહિના બાદ ચીને માત્ર એટલું જ સ્વીકાર્યું કે આ ઘર્ષણમાં તેના ચાર સૈનિકો માર્યા ગયા હતા. જોકે, જાણકારોનું માનવું છે કે ચીની સૈનિકોનાં મૃત્યુનો આંક ઘણો વધારે હતો.
આ વર્ષે ફેબ્રુઆરીમાં બન્ને દેશોએ એક સમજૂતીની જાહેરાત કરી, જે અંતર્ગત પેંગોગ ત્સોના ઉત્તર અને દક્ષિણ કિનારે તબક્કાવાર તણાવ ઓછો કરવાનું નક્કી કરાયું હતું.
આ સમજૂતી છતાં એલએસીના કેટલાય વિસ્તારોમાં તહેનાતી અને પેટ્રોલિંગ સંબંધિત કેટલાય એવા મુદ્દાઓ છે, જેનો ઉકેલ લાવવા બન્ને રાષ્ટ્રો વાતચીત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
બન્ને દેશો વચ્ચે હજુ પણ ગોગરા અને હૉટ સ્પ્રિંગ્સ, ડેમચોક તથા ડેપસાંગ જેવા વિસ્તારોને લઈને ચાલી રહેલા વિવાદનો કોઈ ઉકેલ આવ્યો નથી.
એલએસી પર ભારત અને ચીન ઓછામાં ઓછી 12 જગ્યાને વર્ષોથી વિવાદિત ગણે છે.
ગત વર્ષે થયેલા ઘર્ષણ બાદ બન્ને દેશોનાં વિવાદિત સ્થળોમાં નવા પાંચ વિસ્તારો ઉમેરાઈ ગયા છે.

સૈન્યસંઘર્ષ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
આ પાંચ વિસ્તાર છે - ગલવાન ક્ષેત્રમાં 120 કિલોમીટરનો વિસ્તાર, પેટ્રોલિંગ પૉઇન્ટ 15, પેટ્રોલિંગ પૉઇન્ટ 17 અને પેંગોગ ત્સોના દક્ષિણ કિનારે રેચિન લા અને રેઝાંગ લા.
સોમવારે અંગ્રેજી અખબાર 'ઇન્ડિયન એક્સપ્રેસ'ના એક અહેવાલમાં વરિષ્ઠ સરકારી અધિકારીઓને ટાંકીને જણાવાયું કે ચીનીઓએ પૂર્વ લદ્દાખના ડેમચોકમાં ચારડિંગ નાળાના ભારતીય વિસ્તારમાં તંબૂઓ બાંધ્યા છે.
અહેવાલમાં એવું પણ જણાવાયું કે ભારતે આ લોકોને પરત જવા માટે કહ્યું છે. જોકે, હજુ પણ ત્યાં એમની ઉપસ્થિતિ છે.
બીબીસી અધિકૃત રીતે આ સમાચારની પુષ્ટિ કરી શક્યું નથી.
એ કહેવું ખોટું નહીં ગણાય કે એક વર્ષ કરતાં વધારે વખત થઈ ગયો હોવા છતાં બન્ને દેશો વચ્ચેનો સૈન્યતણાવ ખતમ થાય એવું દેખાઈ રહ્યું નથી.

તણાવ અને વાતચીત

ઇમેજ સ્રોત, AFP/Getty Images
હાલમાં જ તાજિકિસ્તાનની રાજધાની દુશાંબેમાં શંઘાઈ કૉઑપરેશન ઑર્ગેનાઇઝેશન (એસસીઓ)ના વિદેશમંત્રીઓની બેઠક દરમિયાન ભારતના વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી હતી.
વર્તમાન સ્થિતિને લાંબી ખેંચવી કોઈ પણ પક્ષના હિતમાં ન હોવા અંગે બન્ને પક્ષો સહમત થયા હોવાનું જયશંકરે તેમના ચીની સમકક્ષને જણાવ્યું હતું. તેમણે આ પરિસ્થિતિ બન્ને દેશોના વચ્ચેના સંબંધોને નકારાત્મક રીતે પ્રભાવિત કરી રહી હોવાનું પણ જણાવ્યું હતું.
ડૉ. જયશંકરે એ વાત પર ભાર મુક્યો હતો કે વર્ષ 1988થી સરહદી વિસ્તારોમાં શાંતિ બનાવી રાખવીનો પ્રયાસ બન્ને દેશના સંબંધોનો આધાર રહ્યો છે.
તેમણે એવું પણ કહ્યું કે ગત વર્ષે યથાસ્થિતિ બદલવા માટે કરાયેલા પ્રયાસે બન્ને દેશોના સંબંધોને પ્રભાવિત કર્યા છે અને આવું કરવું બન્ને દેશો વચ્ચે 1993 અને 1996માં થયેલી સમજૂતીની અવગણના કરવા જેવું છે.

કૉર કમાન્ડરના સ્તરની 11મી બેઠક
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
આ મુલાકાત બાદ બન્ને દેશના વિદેશમંત્રીઓ એ વાત પર સહમત થયા કે આગામી તબક્કાની કમાન્ડરસ્તરની વાર્તા વહેલી તકે શરૂ કરવી જોઈએ. એ વાતચીતમાં બન્ને પક્ષોના બાકીના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવી જોઈએ અને પારસ્પરિક રૂપે સ્વીકાર્ય સમાધાન શોધવું જોઈએ.
એ વખતે એવું પણ નક્કી કરાયું હતું કે બન્ને પક્ષો જમીન પર સ્થિરતા સુનિશ્ચિત કરવાની ચાલુ રાખશે અને કોઈ પણ પક્ષ તણાવ વધે એવી કોઈ કાર્યવાહી નહીં કરે.
ભારત-ચીન વચ્ચે કૉર કમાન્ડરના સ્તરની 11મી બેઠક 9 એપ્રીલે ચુશુલ-મોલ્દો સરહદ પર યોજાઈ હતી.
બન્ને પક્ષોએ પૂર્વ લદ્દાખમાં એલએસી પરના તણાવના સમાધાન માટે વિસ્તૃત વાતચીત કરી હતી.
ભારતે આ બેઠક બાદ જણાવ્યું હતું કે બન્ને પક્ષ વર્તમાન સમજૂતી અને પ્રૉટોકૉલ અનુસાર બાકીના મુદ્દે તત્કાલ ઉકેલની જરૂરિયાત પર સહમત થયા છે.

'આ મામલો લાંબો ચાલશે'

ઇમેજ સ્રોત, YAWAR NAZIR/GETTY
ડૉક્ટર અલકા આચાર્ય જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયની સ્કૂલ ઑફ ઇન્ટરનેશનલ સ્ટડીઝના પૂર્વ એશિયાઈ અધ્યયનકેન્દ્રમાં પ્રોફેસર છે. બીબીસી સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું કે આ વિવાદમાં ઘણી એવી વાતો છે, જે અંગે કોઈ સ્પષ્ટ જાણકારી ઉપલબ્ધ નથી.
તેઓ કહે છે, "દાખલા તરીકે આપણે એ ખ્યાલ નથી કે લદ્દાખમાં શું સ્થિતિ છે. પહેલાંની સ્થિતિ કાયમ કરવી જોઈએ એવું ભારતે અધિકૃત રીતે કહ્યું છે. જે થયું એ ભારત વિરુદ્ધ થયું છે. આપણી ધરતી પર ચીન આવીને બેસી ગયું છે પણ ભારત તરફથી એવું કોઈ અધિકૃત નિવેદન નથી આવ્યું કે જેમાં એ સ્પષ્ટ રીતે કહેવાયું હોય કે ભારતે આખરે ગુમાવ્યું શું છે."
પ્રોફેસર આચાર્યનું માનવું છે કે આ મામલો સરળતાથી નહીં ઉકેલાય. તેઓ કહે છે :
"કમાન્ડરના સ્તરે વાતચીત કરીને આનો ઉકેલ લાવી દેવાનું વિચારવું, મને નથી લગાતું કે આવું થશે. ઉચ્ચતમ સ્તરે રાજકીય હસ્તક્ષેપની જરૂર છે અને એવું કરાઈ રહ્યું હોય એવું લાગતું નથી."
"ભારતના વડા પ્રધાને આ મામલે શરૂમાં કહ્યું હતું કે ન તો કોઈએ ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે કે ન તો કોઈ ભારતીય ચોકી પર કબજો કરાયો છે. એ સિવાય વડા પ્રધાન તરફથી કંઈ પણ જણાવાયું નથી."
પ્રોફેસર આચાર્ય કહે છે કે તેઓ હાલ આ મામલાને લઈને બહુ આશાવાદી નથી.
તેઓ કહે છે, "ચીન માટે પોતાની કબજાવાળી જમીન ખાલી કરવી સરળ નથી. ભારત પાસે કદાચ હજુ એટલાં સંસાધન નથી કે તે આટલી મોટી સંખ્યામાં સૈનિકોને ત્યાં લઈ જાય અને બળપૂર્વક એ જમીન પરત હાંસલ કરી લે. જો આ થવાનું હોત તો અત્યાર સુધી થઈ ગયું હોત. આવું થયું નહીં, એ જ દર્શાવે છે કે ત્યાં ગંભીર મુશ્કેલીઓ છે. શિયાળામાં આ મુશ્કેલીઓ વધી જશે."
તેમનું માનવું છે કે "આ મામલો લાંબો ચાલશે" અને "એ દરમિયાન બન્ને દેશોના સંબંધોમાં ખટાશ વધતી જશે."
પ્રોફેસર આચાર્ય અનુસાર કયું કારણ કે પરિસ્થિત બન્ને દેશોને સમજૂતી કરવા માટે પ્રેરિત કરે એ જોવાનું રહેશે.

'ચીન છૂટછાટ આપવાના મૂડમાં નથી'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
ભારતીય સૈન્યના સેવાનિવૃત્ત મેજર જનરલ એસબી અસ્થાના સામરીક બાબતોના જાણકાર છે. તેમનું માનવું છે કે ભારત પાસે લીવરેજની કમી છે એટલે સૈન્યસ્તરની વાતચીત પર તેણે ખાસ આશા રાખવી જોઈએ નહીં.
તેઓ કહે છે, "કૈલાસ રેન્જ પર ભારતના કબજાથી ચીન અસહજ હતું. એક કારણ એ પણ હતું કે એનાથી ચીનના મોલ્ડા ગૅરીસન પર જોખમ હતું. જોકે, એના કરતાં પણ વધારે એની આંતરરાષ્ટ્રીય છબીને ખતરો હતો."
"ખતરો એ હતો કે ભારતે આટલી મોટી કાર્યવાહી કરી અને ચીન કંઈ પણ ન કરી શક્યું. એટલે તેઓ ઇચ્છતા હતા કે ગમે તે રીતે ભારત કૈલાસ રેન્જ પરથી ઊતરી જાય. એક વખત ભારત કૈલાસ રેન્જ પરથી ઊતરી ગયું તો ચીને વાત કરવાનું બંધ કરી દીધું."
તેઓ ઉમેરે છે, "હવે ચીન ભારતને કહી રહ્યું છે કે સરહદને ભૂલી જાઓ અને હંમેશ માફક વેપાર શરૂ કરી દો. જો ભારત હંમેશ માફક કારોબાર કરવાનું શરૂ કરી દે, તો પાંચ-છ વર્ષ બાદ ચીન ભારતને એ રીતે સરહદ નક્કી કરવાનું કહેશે, જે રીતે બન્ને દેશ વર્ષ 2020માં એલએસી પર ઊભા હતા."
અસ્થાના કહે છે, "ચીન ચોક્કસથી ડેપસાંગ પર પોતાની પકડ નહીં છોડે. જ્યાં સુધી ગોગરા-હૉટ સ્પ્રિંગ્સનો સંબંધ છે, ચીન કેટલાક કિલોમીટર પાછળ હઠવા માટે સહમત થઈ શકે, જો ભારત પણ આવું કરવા તૈયાર થાય તો."
"આવી સ્થિતિમાં વધુ એક બફર ઝોન બની જશે, જે એલએસીમાં ભારતની તરફ હશે. મને લાગે છે કે ચીની પક્ષ આવો જ પ્રયાસ કરશે. જોકે, બન્ને દેશોની વાતચીતમાં શું નક્કી થાય છે એ જોવાનું બાકી છે."
અસ્થાના અનુસાર ભારતનો ઉદ્દેશ એપ્રીલ 2020માં જે સ્થિતિ હતી એને કાયમ કરવાનો જ રહ્યો છે. તેઓ કહે છે, "જ્યાં સુધી પેંગોગ ત્સો સેક્ટરની વાત છે, ભારતે એ સ્થિતિ હાંસલ કરી લીધી છે જે એપ્રીલ 2020માં હતી."
બન્ને દેશો વચ્ચે થનારી કૉર કમાન્ડરોની 12મી બેઠકને લઈને અસ્થાના કહે છે કે ભારતે વધારે પડતી આશા ન રાખવી જોઈએ.
તેઓ કહે છે, "તથ્ય એ છે કે શી જિનપિંગ તિબેટ ગયા છે, તથ્ય એ છે કે તેમણે લગભગ 680 ગામને એલએસી સાથે સ્થાપિત કરવા માટેની મંજૂરી આપી દીધી છે. તથ્ય એ પણ છે કે ચીન એલએસી નજીક પહેલાંની સરખામણીએ વધારે બુનિયાદી માળખાનું નિર્માણ કરી રહ્યું છે. એનો અર્થ એ છે કે ચીન કોઈ પણ છૂટછાટ આપવાના મૂડમાં નથી. "
અસ્થાનાનું માનવું છે કે એ વાતની કોઈ શક્યતા નથી કે ચીની પરત જતા રહેશે અને ડેપસાંગમાં તેમણે જે કંઈ પણ બનાવ્યું છે, એને નષ્ટ કરી દેશે.
તેમના મતે માત્ર ગોગરા-હૉટ સ્પ્રિંગ્સમાં થોડાઘણા અંશે વિવાદનો ઉકેલ આવે એવી આશા છે.
તેઓ કહે છે, "ડેપસાંગ ચિંતાનો વિષય છે કેમ કે એ દોલત બેગઑલ્ડી ઍરસ્ટ્રીપ માટે જોખમી છે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













