બાંગ્લાદેશની એક ફેકટરીમાં આગ લાગી, 49નાં મૃત્યુ

બાંગ્લાદેશના રૂપગંજમાં એક ફેકટરીમાં આગ લાગવાને કારણે ઓછામાં ઓછા 49 લોકોનાં મૃત્યુ થઈ ગયાં છે. બાંગ્લાદેશની ફાયર સર્વિસે આ જાણકારી આપી છે.

ગુરુવારે સાંજે રૂપગંજની એક ફૂડ ઍન્ડ બેવરેજ ફેકટરીની ઇમારતમાં આગ લાગી હતી.

ફાયર સર્વિસના ડેપ્યુટી ડિરેક્ટર દેવાશિષ વર્ધને બીબીસીને જણાવ્યું કે, "ઓછામાં ઓછા 49 મૃતદેહ મળી આવ્યા છે."

તેમણે જણાવ્યું કે રાહત અને બચાવ માટેનું કાર્ય ચાલુ છે.

દેવાશિષ વર્ધને જણાવ્યું કે મૃત્ય પામનારાની સંખ્યા વધી શકે છે.

રૂપગંજ પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ બીબીસીને જણાવ્યું કે ફેકટરીમાં કામ કરનારા લોકોના પરિવારજનો મોટી સંખ્યામાં સ્થળ પર એકઠા થયા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છે