બાંગ્લાદેશની એક ફેકટરીમાં આગ લાગી, 49નાં મૃત્યુ

બાંગ્લાદેશની ફેકટરીમાં આગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બાંગ્લાદેશના રૂપગંજમાં એક ફેકટરીમાં આગ લાગવાને કારણે ઓછામાં ઓછા 49 લોકોનાં મૃત્યુ થઈ ગયાં છે

બાંગ્લાદેશના રૂપગંજમાં એક ફેકટરીમાં આગ લાગવાને કારણે ઓછામાં ઓછા 49 લોકોનાં મૃત્યુ થઈ ગયાં છે. બાંગ્લાદેશની ફાયર સર્વિસે આ જાણકારી આપી છે.

ગુરુવારે સાંજે રૂપગંજની એક ફૂડ ઍન્ડ બેવરેજ ફેકટરીની ઇમારતમાં આગ લાગી હતી.

ફાયર સર્વિસના ડેપ્યુટી ડિરેક્ટર દેવાશિષ વર્ધને બીબીસીને જણાવ્યું કે, "ઓછામાં ઓછા 49 મૃતદેહ મળી આવ્યા છે."

ઘટનાસ્થળે ફેકટરીમાં કામ કરતા લોકોના સંબધીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઘટનાસ્થળે ફેકટરીમાં કામ કરતા લોકોના સંબધીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા છે

તેમણે જણાવ્યું કે રાહત અને બચાવ માટેનું કાર્ય ચાલુ છે.

દેવાશિષ વર્ધને જણાવ્યું કે મૃત્ય પામનારાની સંખ્યા વધી શકે છે.

રૂપગંજ પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ બીબીસીને જણાવ્યું કે ફેકટરીમાં કામ કરનારા લોકોના પરિવારજનો મોટી સંખ્યામાં સ્થળ પર એકઠા થયા છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છે