ડેલ્ટા વૅરિયન્ટનો ઑસ્ટ્રેલિયામાં પગપેસારો, સૌથી મોટા શહેરમાં છ મહિના બાદ ફરી લૉકડાઉન

ઇમેજ સ્રોત, Getty Images
ઑસ્ટ્રેલિયાના સૌથી મોટા શહેર સિડનીમાં કોરોના વાઇરસના કેસ વધતાં બે અઠવાડિયાંનું લૉકડાઉન કરવાની ફરજ પડી છે.
શુક્રવારે શહેરમાં કોરોનાના કેસ વધતાં શહેરના મધ્ય અને પૂર્વ વિસ્તારોમાં નિયંત્રણ લાદવામાં આવ્યાં હતાં.
પરંતુ હવે આ નિયંત્રણો આખા શહેર પર લાગુ કરવામાં આવ્યાં છે.
આ માટે જવાબદાર છે કોરોના વાઇરસનો સૌથી વધારે સંક્રામક મનાતો ડેલ્ટા વૅરિયન્ટ.
ઑસ્ટ્રેલિયાના માત્ર સિડની શહેરમાં જ આ વૅરિયન્ટે પગપેસારો કર્યો છે અને છેલ્લા પાછલા દિવસોમાં જ શહેરમાં ડેલ્ટા વૅરિયન્ટના 80થી વધારે કેસ સામે આવ્યા છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ આ વૅરિયન્ટને અત્યંત સંક્રામક ગણાવ્યો છે.
ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યનાં પ્રિમિયર ગ્લૅડીઝ બરજિક્લિઅને કહ્યું કે ગ્રેટર સિડનીમાં નવ જુલાઈ સુધી લૉકડાઉન રહેશે, શહેરમાં પચાસ લાખ જેટલી વસતી છે.
તેમણે કહ્યું, "ડેલ્ટા વૅરિયન્ટ જેવો સંક્રામક વૅરિયન્ટ હોય તો ત્રણ દિવસનું લૉકડાઉન કામ નહીં આવે- જો લૉકડાઉન કરવું જ હોય તો સરખી રીતે કરવું પડશે. "
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"આપણે આવનારા દિવસોમાં કોરોનાના કેસોમાં વધારો જોવા માટે તૈયાર રહેવું જોઈએ. "
એક વીડિયો સંદેશમાં ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કૉટ મૉરિસને લોકોનો ધૈર્ય રાખવા માટે આભાર વ્યક્ત કર્યો.
તેમણે કહ્યું, દુ:ખની વાત છે કે મહામારી હજી દુનિયાને ભરડામાં લઈ રહી છે. અને તેની અસર વારંવાર ઑસ્ટ્રેલિયા પર પણ જોવા મળશે."

ડિસેમ્બર બાદ સિડનીમાં પ્રથમ લૉકડાઉન

ઇમેજ સ્રોત, Reuters
પોલીસે જણાવ્યું હતું કે તેઓ લોકો તેમના લૉકડાઉન ઝોનની બહાર નથી નીકળી રહ્યા તેના પર નજર રાખવા માટે નંબર પ્લૅટ રેકગ્નિશન ટેકનૉલૉજીનો ઉપયોગ કરશે.
નવા કેસો સામે આવ્યા બાદ શનિવારે ન્યૂઝીલૅન્ડે સમગ્ર ઑસ્ટ્રેલિયા માટે ક્વૉરેન્ટિનમુક્ત મુસાફરીની સવલત ત્રણ દિવસ માટે સ્થગિત કરી દીધી હતી.
એપ્રિલ માસમાં બંને પાડોશી દેશો વચ્ચે મુસાફરી કૉરિડોર ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. નવા કેસો સામે આવ્યા બાદ ન્યૂઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયાના અમુક વિસ્તારો વચ્ચે મુસાફરી પર રોક લગાવી દેવાઈ હતી. પરંતુ પ્રથમ વખત સમગ્ર ઑસ્ટ્રેલિયામાંથી આવતા મુસાફરો માટે આ સુવિધા સ્થગિત કરી દેવાઈ હતી.
નોંધનીય છે કે ઑસ્ટ્રેલિયાએ સતત કોરોનાના પ્રસારદરને ઓછો રાખવામાં સફળતા મેળવી હતી. પરંતુ ડિસેમ્બર બાદથી ઑસ્ટ્રેલિયાના સૌથી મોટા શહેર સિડનીમાં આ પ્રથમ લૉકડાઉન થયું છે.
વિસ્તારમાં કોરોના પ્રસારના નવા ચક્રની શરૂઆત બોંદીથી થઈ હતી. નોંધનીય છે કે બોંદી એ પ્રખ્યાત બીચવાળું ઉપનગર છે. સૌપ્રથમ સંક્રમણ સિટી સેન્ટરમાં ફેલાયું અને ત્યાર બાદ તે પશ્વિમ કાંઠાના વિસ્તારો તરફ આગળ વધવા લાગ્યું.
આ સંક્રમણના પ્રસારને એક ડ્રાઇવર સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે ઍરપૉર્ટ પરથી વિદેશથી આવનારા મુસાફરોને તેઓ પોતાની સેવા પૂરી પાડતા હતા.
રાજ્ય સ્વાસ્થ્યમંત્રી બ્રૅડ હઝાર્ડે ડેલ્ટા વૅરિયન્ટ, જે ભારતમાં સૌપ્રથમ જોવા મળ્યો હતો, તેને 'ભયાનક દુશ્મન' ગણાવ્યો છે.
તેમણે કહ્યું કે, "હાલ એ વાતથી કોઈ ફેર નથી પડતો કે આપણે હાલ સુરક્ષા માટે કયાં પગલાં લઈએ છીએ, આ વાઇરસને જાણે પ્રતિકાર કરતાં આવડે છે."

ધીમા રસીકરણ માટે સરકારની ટીકા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ઑસ્ટ્રેલિયામાં કોરોના વાઇરસ સામે ધીમા રસીકરણને કારણે સરકારની ટીકા કરવામાં આવી રહી છે.
અત્યાર સુધી ઑસ્ટ્રેલિયામાં વયસ્કોની વસતીમાંથી માત્ર ત્રણ ટકા લોકોનું જ પૂર્ણ રસીકરણ કરાયું છે.
અને 25 ટકા લોકોને પ્રથમ ડોઝ મળ્યો છે.
સરકારના ટીકાકારોનું કહેવું છે કે જો રસીકરણ જલદી કરવામાં આવશે તો શહેરોમાં લૉકડાઉન કરવાનો વારો નહીં આવે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












