બલૂચિસ્તાનમાં મહિલાઓને બજાર જતાં રોકવા માટે હિંદુ દુકાનદારોને ધમકીભર્યાં પૅમ્ફલેટ અપાયાં

ઇમેજ સ્રોત, NAEEM BALOCH
બલૂચિસ્તાનના ખુજદાર જિલ્લાના વિઢ વિસ્તારમાં અમુક દિવસ પહેલાં હિંદુ વ્યવસાયીની હત્યાના બાદ એક એવા પૅમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં દુકાનદારોને કહેવાયું હતું કે મહિલાઓને તેઓ પોતાની દુકાનોમાં ન આવવા દે.
આ પૅમ્ફ્લેટમાં વેપારીઓ, ખાસ કરીને હિંદુ દુકાનદારોને ચેતવણી અપાઈ છે કે જો કોઈ વ્યવસાયી મહિલાઓને પોતાની દુકાન પર આવવાની પરવાનગી આપે છે, તો તેના પરિણામ માટે તેઓ જાતે જ જવાબદાર રહેશે.
પોલીસે પૅમ્ફ્લેટ અંગે પુષ્ટિ કરતાં કહ્યું છે કે હાલ ખબર નથી પડી કે કયું સંગઠન આ પૅમ્ફ્લેટનું વિતરણ કરી રહ્યું છે અને તે ક્યાંનું છે.
આ પૅમ્ફ્લેટ વિઢ બજારમાં એક સાઇનબોર્ડ પર ચોંટાડવામાં આવ્યો હતો અને અમુક દુકાનોની અંદર તેની કૉપી ફેંકવામાં આવી.
વિઢમાં હિંદુ પંચાયતના સભ્ય સંતોષકુમારે જણાવ્યું કે હિંદુ વ્યવસાયીની હત્યાના વિરોધમાં હિંદુ સમુદાયના વેપારીઓએ દુકોનો બંધ કરી હતી. જોકે, તેમને કહેવામાં આવ્યું કે હિંદુ વેપારી સહિત કેટલાક મુસ્લિમ વેપારીઓની દુકાનોમાં પણ કૉપી ફેંકવામાં આવી છે.
તેમણે કહ્યું કે એક તરફ જ્યાં હિંદુ સમુદાયના વેપારીઓની હત્યાની ઘટનાઓ વધી રહી છે, તેમજ વિશેષપણે પૅમ્ફ્લેટમાં પણ હિંદુઓનો ઉલ્લેખ કરાયેલો હતો. જેનાથી ચિંતા હજુ વધી ગઈ.
તેમણે કહ્યું, "અમે કોઈને કોઈ નુકસાન નથી કર્યું, તો પછી અમને કેમ નિશાન બનાવાઈ રહ્યાં છે."
પાછલી 31 મેના રોજ વિઢમાં એક હિંદુ વ્યવસાયીની હત્યા થઈ હતી, જે બાદ વિરોધપ્રદર્શનોનો હારમાળા શરૂ થઈ ગઈ. પરંતુ પ્રશાસનના આશ્વાસન બાદ વિરોધપ્રદર્શન છ દિવસ બાદ સમાપ્ત કરી દેવાયાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

પૅમ્ફ્લેટમાં શું છે અને તેમાં કયા સંગઠનનું નામ છે?

ઇમેજ સ્રોત, Getty Images
વિઢમાં પ્રાઇવેટ મેડિકલ સ્ટોર્સ ઍસોસિયેશનના મહાસચિવ અસલમ શેખ જણાવ્યું કે પૅમ્ફલેટ એક સાઇન બોર્ડ પર હાઇલાઇટ કરીને ચોંટાડાયું હતું.
આ પૅમ્ફ્લેટનું કન્ટેન્ટ હાથથી લખાયેલું છે અને તેની નીચે તલવાર બનેલી છે જેના પર 'કારવાં સૈફુલ્લાહ' લખેલું છે. પરંતુ આ પૅમ્ફલેટ નીચે કોઈ સંગઠનનું નામ નથી.
આ પૅમ્ફલેટમાં લોકોને કહેવાયુ કે પોતાની મહિલાઓને અનાવશ્યકપણ પોતાનાં ઘરોથી બહાર ન નીકળવા દો અને વિશષ કરીને બજારમાં ફરવાથી રોકો.
પૅમ્ફ્લેટના કન્ટેન્ટ અનુસાર બજારોમાં મહિલાઓના બજારમાં ફરવાથી બજારનો માહોલ બગડે છે.
પૅમ્ફ્લેટમાં ત્યાર બાદ લખાયું છે કે, "હિંદુ સમુદાયના લોકોની દુકાનો પર મહિલાઓ વધુ સંખ્યામાં દેખાય છે. તેમને ગુજારિશ છે તેઓ મહિલાઓને પોતાની દુકાનોમાં બિલકુલ ન આવવા દે અને જો તેઓ આવું કરશે, તો તેના પરિણામ માટે તેઓ પોતે જ જવાબદાર રહેશે."

શું વિઢ વિસ્તારમાં મહિલાઓ ફરવા માટે આવે છે?

ઇમેજ સ્રોત, NAEEM BALOCH
વિડમાં પ્રાઇવેટ મેડિકલ ઍસોસિયેશનના મહાસચિવ મોહમ્મદ અસલમ શેખે કહ્યું કે જ્યાં સુધી વિઢમાં સ્થાનિક મહિલાઓનો સવાલ છે, તો તેઓ એકલાં ખરીદી કરવા માટે બજાર નથી જતાં.
તેમણે કહ્યું કે સ્થાનિક મહિલાઓ બજારમાં મોટા ભાગે ઇલાજ માટે આવે છે. પરંતુ એ સમયે પણ તેમના પુરુષ સંબંધી તેમની સાથે હોય છે.
તેમણ જણાવ્યું કે વર્ષ 2011 બાદ, વિઢમાં અશાંતિની ઘટનાઓ થવાની હારમાળા શરૂ થયા બાદથી આ આવું બીજું પૅમ્ફલેટ છે.
અસલમ શેખે કહ્યું કે હિંદુ વ્યવસાયીની હત્યા વિરુદ્ધ લોકોએ ઘણી કઠોર પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી અને તેનાથી ધ્યાન હઠાવવા માટે આ પૅમ્ફલેટ ચોટાડવાંના સ્થાને દુકાનોમાં ફેંકવામાં આવ્યાં હોઈ શકે છે.
તેમણે કહ્યું કે હિંદુ સમુદાયના લોકો સદીઓથી વિઢમાં રહી રહ્યા છે અને તેઓ ખૂબ જ શાંતિપૂર્ણ લોકો છે.
અસલમ શેખે કહ્યું કે પૂર્વમાં પણ હિંદુ વેપારીઓ સહિત મુસ્લિમ વેપારીઓને ઘણા પ્રકારે પરેશાન કરાઈ રહ્યા છે. અને આ ધમકીયુક્ત પૅમ્ફલેટ પણ આ જ હારમાળાની કડી છે.
સંતોષકુમારે પણ એ વાત સાથે સંમતિ વ્યક્ત કરી કે સ્થાનિક મહિલાઓ પોતાનાં ઘરોથી નથી નીકળતાં અને જો તેમને કોઈ કટોકટીના સમયે બજાર જવાનું હોય તો પણ તેઓ પોતાના પતિ વગર ક્યાંય નથી જતાં.

પોલીસનું શું કહેવું છે?
આ સંબંધમાં વિઢ પોલીસના SHO અબ્દુલ રહીમને સંપર્ક કર્યો તો તેમણે આ પૅમ્ફલેટની વાતની પુષ્ટિ કરી.
બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે આ પૅમ્ફ્લેટ માત્ર એક જગ્યાએ લગાવાયું હતું. તેમણે કહ્યું કે તેમને વ્યક્તિગત સ્તરે કોઈ વ્યવસાયીએ તેમની દુકાનની અંદર પૅમ્ફ્લેટ ફેંકાયાં હોવાની કોઈ ફરિયાદ નથી કરી.
"સ્પષ્ટ છે કે આ પૅમ્ફલેટ કારવાં સૈફુલ્લાહ નામના સંગઠન દ્વારા ચોંટાડવામાં આવ્યાં છે, પરંતુ વિઢ અને તેની આસપાસના વિસ્તારમાં પહેલાં આ પ્રકારના કોઈ સંગઠનનું નામ સાંભળવા નથી મળ્યું."
તેમણે જણાવ્યું કે આ સંબંધે અત્યાર સુધી કોઈ મામલો દાખલ નથી કરાયો પરંતુ વિભિન્ન પાસાંથી તેની તપાસ કરાઈ રહી છે.

હિંદુ વ્યવસાયીની હત્યાનો વિરોધ
હિંદુ વ્યવસાયી અશોકકુમારની હત્યા આ વિસ્તારમાં હિંદુ વ્યવસાયીની બીજી હત્યાની ઘટના હતી. આ ઘટનાના નવ મહિના પહેલા નાનક રામ નામક હિંદુ વ્યવસાયીની હત્યા કરી દેવાઈ હતી.
અશોકકુમારની હત્યા બાદ વિરોધપ્રદર્શન શરૂ થયાં હતાં અને પહેલાં જ દિવસે ક્વેટા-કરાચી હાઇવને બંધ કરાવવા સિવાય વિઢમાં વેપારીઓએ વિરોધ નોંધાવવા માટે પોતાની દુકાનો બંધ રાખી હતી.
વિઢમાં તમામ દુકાનો ત્રણ દિવસ માટે બંધ રખાઈ હતી, પરંતુ હિંદ સમુદાયના વેપારીઓએ સુરક્ષાની ગૅરંટી મળ્યા સુધી બંધ પાળવાનું ચાલુ રાખ્યું હતું. આ સાથે જ વિઢમાં એક ભૂખ હડતાળનો કૅમ્પ પણ લગાવાયો હતો.
જોકે શનિવાર હત્યા વિરોધના છઠ્ઠા દિવસે વેપારીઓ ફરી એક વાર ક્વેટા-કરાચી હાઇવેને જામ કર્યો હતો. જે બાદ ઉપાયુક્ત ખુજદાર, વલી મોહમ્મદ બડેચ અને SSP ખુજદાર અરબાબ અમજદ કાસી સિવાય અન્ય અધિકારીઓ સાથે પણ વાતચીત કરવા માટે વિંઢ પહોંચ્યા હતા.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












