બ્રિટનના PM બોરિસ જોન્સને મંગેતર સાથે કર્યાં છાનાંમાનાં લગ્ન

ઇમેજ સ્રોત, Reuters
બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સને તેમનાં મંગેતર કૅરી સાયમન્ડ્સ સાથે વેસ્ટમિન્સ્ટર કૅથેડ્રલ ખાતે એક ખાનગી સમારોહમાં લગ્ન કરી લીધાં છે.
કેટલાંય છાપાંના અહેવાલો પ્રમાણે શનિવારે નજીકના મિત્રો અને પરિવારની હાજરીમાં લગ્ન થયાં હતાં.
આ અંગે ડાઉનિંગ સ્ટ્રીટે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો છે.
જોકે, વર્ક ઍન્ડ પેન્શન્સ સેક્રેટરી થૅરેસ કૉફીએ ટ્વીટ કર્યું હતું : "તમારાં લગ્ન બદલ અભિનંદન @બોરિસજોન્સન અને @કૅરીસાયમન્ડ્સ"
ઉત્તર આયર્લૅન્ડના ફર્સ્ટ મિનિસ્ટર અરલીન ફોસ્ટરે પણ ટ્વિટર પર તેમને અભિનંદન પાઠવ્યાં છે.
રવિવારે 'ધ મેઇલે' લખ્યું હતું કે આ સમારોહમાં 30 લોકોને બોલાવાયા હતા. નોઁધનીય છે કે કોરોનાના પ્રતિબંધોને કારણે ઇંગ્લૅન્ડમાં વધુમાં વધુ 30 લોકો સાથે જ સમારોહ યોજવાની પરવાનગી છે.
ફાધર ડેનિયલ હમ્ફ્રીસના માર્ગદર્શન હેઠળ ચર્ચના કેટલાક અધિકારોએ કૅથલિક સમારોહની તૈયારી કરી હતી.
'ધ સન'ના અહેવાલમાં જણાવાયું હતું કે ડાઉનિંગ સ્ટ્રીટના એક મહત્ત્વના સિનિયર અધિકારીને લગ્ન વિશે ખબર નહોતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ અહેવાલ અનુસાર સામાન્ય જનતાને બપોરના દોઢ વાગ્યા બાદ વેસ્ટમિન્સ્ટર કૅથેડ્રલ ખાલી કરવાનું સૂચવવામાં આવ્યું હતું.
જેના અડધા કલાક બાદ એક લીમો કારમાં વ્હાઇટ ડ્રેસ પહેરીને કૅરી સાયમંડ્સ કૅથેડ્રલ પહોંચ્યાં હતાં.

શનિવારે રાત્રે સ્થળ પરથી મ્યુઝિશિયનો પણ નીકળતા જોવા મળ્યા હતા.
નોંધનીય છે કે વર્ષ 2019માં 56 વર્ષીય વડા પ્રધાન બોરિસ જોન્સન સાથે મીડિયાએ કૅરી સાયમન્ડ્સને રોમેન્ટિકલી લિંક કર્યાં હતાં.
ત્યાર બાદ ફેબ્રુ્આરી, 2020માં તેમણે તેઓ બંને ઍન્ગેજ છે તેવી જાહેરાત કરી હતી. જે બાદ માલૂમ પડ્યું હતું કે કૅરી સાયમન્ડ્સ ગર્ભવતી હતાં.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












