કોરોના અનલૉક : ભારતમાં પહેલાં જેવી જ ભૂલો ફરીથી કરાઈ તો ભરપાઈ કોણ કરશે?

પ્રવાસી મજૂરો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પહેલી લહેર બાદ અનલૉક પ્રક્રિયાની અસર કેટલાક મહિના સુધી રહી. ફેબ્રુઆરી સુધી કેસ ઓછા જોવા મળ્યા.
    • લેેખક, સરોજ સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી

ભારતમાં સતત કોરોનાના કેસમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. તેનું મહત્ત્વનું કારણ છે કે એપ્રિલ અને મેમાં કેસ વધતા ઘણી રાજ્ય સરકારોએ પ્રતિબંધ લાદ્યા હતા, જે કેટલેક અંશે લૉકડાઉન જેવા હતા.

પણ કેસ ઓછા થતા જ હવે એક જૂનથી મધ્ય પ્રદેશ, દિલ્હી, મહારાષ્ટ્ર સહિત ઘણાં રાજ્યો અનલૉકની પ્રક્રિયા શરૂ કરવાની વાત કરી રહ્યા છે.

તો ઝારખંડ, પશ્ચિમ બંગાળ જેવાં કેટલાંક રાજ્યોએ પ્રતિબંધોની સમયસીમા વધારી છે.

"ભારતમાં કોરોના સંક્રમણની બીજી ઘાતક લહેર એ વાતનું પરિણામ છે કે પહેલી લહેર બાદ સરકારે માની લીધું કે તેણે કોરોના પર જીત મેળવી લીધી છે. આથી વિચાર્યા વિના પહેલેથી અનલૉકની પ્રક્રિયા શરૂ કરી હતી. પણ બીજી લહેર પહેલી લહેર કરતાં વધુ સંક્રામક નીકળી."

મેના બીજા અઠવાડિયામાં અમેરિકાના શીર્ષ સંક્રામક રોગનિષ્ણાત ઍન્થની ફાઉચીએ સૅનેટની હેલ્થ-એજ્યુકેશન કમિટીમાં આવેલા પોતાના નિવેદનમાં આ વાત કરી હતી.

line

પરિસ્થિતિ બદલાઈ

કોરોના વાઇરસ સંક્રમિત દર્દી વ્હીલ ચેયર પર

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, પહેલી લહેર બાદ અનલૉક પ્રક્રિયાની અસર કેટલાક મહિના સુધી રહી. ફેબ્રુઆરી સુધી કેસ ઓછા જોવા મળ્યા.

આથી આ વખતે પણ પહેલાં જેવી ભૂલ ન કરવામાં આવે એનું રાજ્ય સરકારોએ બહુ ધ્યાન રાખવું પડશે. એ પણ સાચું છે કે કોરોના સંક્રમણની બીજી લહેર પહેલી કરતાં અલગ છે.

પહેલી લહેર બાદ અનલૉક પ્રક્રિયાની અસર કેટલાક મહિના સુધી રહી. ફેબ્રુઆરી સુધી કેસ ઓછા જોવા મળ્યા. અશોકા યુનિવર્સિટીના પ્રોફેસર ગૌતમ મેનન ડૉક્ટર ઍન્થની ફાઉચીની વાત સાથે સંપૂર્ણ સહમત થતા નથી.

બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, "ભારતમાં પહેલી લહેર બાદ અનલૉકની પ્રક્રિયા ગત વર્ષે જૂન-જુલાઈમાં શરૂ થઈ હતી. પણ કોરોના સંક્રમણના કેસમાં બીજી વાર તેજી ફેબ્રુઆરી બાદ જોવા મળી. જો ભારતમાં નવો વૅરિએન્ટ ન આવત તો સ્થિતિ થોડી અલગ હોત. નવો વૅરીએન્ટ આટલો વધુ સંક્રામક હશે એનો કોઈને અંદાજ નહોતો."

જોકે એ વાત પણ સાચી કે ગત લહેરની તુલનામાં આ વખતે પરિસ્થિતિ બિલકુલ અલગ છે.

આ વખતે રાષ્ટ્રીય સ્તરે લૉકડાઉનની ઘોષણા નહોતી થઈ. રાજ્યોએ પોતાની રીતે સ્થાનિક સ્થિતિ જોઈને તેનું એલાન કર્યું હતું.

કેટલીક આર્થિક ગતિવિધિઓને છૂટ આપવામાં આવી અને હવે સંક્રમણથી લડવા માટે રસી જેવું હથિયાર પણ છે.

line

ગત વખતે કરેલી ભૂલો

રસી લેતી યુવતી

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, આ વખતે રાજ્ય સરકારોએ આ નિયમોને તોડવા પર વધુ દંડ અને ઠોસ સજાની જોગવાઈ કરવી જોઈએ, જેથી લોકો તેને ન ભૂલે.

પણ શું ગત વખતે ભારત સરકાર અને લોકોએ કોઈ ભૂલ કરી હતી?

મૌલાના આઝાદ મેડિકલ કૉલેજમાં કૉમ્યુનિટી મેડિસિન વિભાગનાં હેડ ડૉક્ટર સુનીલા ગર્ગ માને છે કે બંને તરફથી ભૂલો થઈ, જેને આ વખતે દોહરાવી ન જોઈએ.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "સૌથી પહેલી વાત અનલૉકનો મતલબ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને વારંવાર હાથ ધોવાથી છુટકારો ન સમજો. જ્યાં સુધી વાઇરસ છે ત્યાં સુધી આ નિયમોનું પાલન કરવું પડશે. આ વાત લોકોએ યાદ રાખવી જોઈએ."

"પહેલી લહેર બાદ લોકોએ અનલૉકનો મતલબ માસ્કથી છુટ્ટી સમજી લીધો. સોશિયલ ડિસ્ટન્સિંગને બાય-બાય કહી દીધું."

આ વખતે રાજ્ય સરકારોએ આ નિયમોને તોડવા પર વધુ દંડ અને ઠોસ સજાની જોગવાઈ કરવી જોઈએ, જેથી લોકો તેને ન ભૂલે. તેના કડક અમલની જવાબદારી પ્રશાસનની રહેવી જોઈએ.

તેઓ વધુમાં કહે છે, "બસો અને સાર્વજનિક પરિવહનને અનલૉક કરવા પર તેમાં પહેલી વાર 30 ટકા યાત્રાઓને અવરજવરની મંજૂરી આપવામાં આવે. એવું ન કરનારને દંડ કે ચલણ અને સજા થાય."

"ગત વખતે રાજ્ય સરકારોએ અનલૉકના નિયમો બનાવ્યા હતા, પણ તેને યોગ્ય રીતે લાગુ કર્યા નહોતા. આ વખતે આ ભૂલ ન કરવી જોઈએ."

"એ જ રીતે ઑફિસ પણ જરૂર પ્રમાણે ખોલવી જોઈએ. શરૂઆતમાં 30 ટકા સ્ટાફને આવવા માટે કહેવું જોઈએ. તેમાં પણ રૉટેશન થઈ શકે તો કરાય. ત્યાં હવે થર્મલ ચેકિંગથી કામ નહીં ચાલે. અલગથી ઑફિસોમાં મૉનિટરિંગ પ્રક્રિયા અપનાવવી પડશે. ડબલ માસ્ક પહેરવાની પહેલ શરૂ કરવી પડશે."

line

રસીકરણમાં ઝડપ

ભારતમાં માત્ર ત્રણ ટકા વસ્તીને જ બંને ડોઝ લાગ્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતમાં માત્ર ત્રણ ટકા વસ્તીને જ બંને ડોઝ લાગ્યા છે.

16 જાન્યુઆરીએ ભારતમાં રસીકરણની શરૂઆત થઈ. સૌથી પહેલાં ડૉક્ટરો રસીની પ્રાથમિકતા અપાઈ. પણ આજ સુધી ભારતમાં બધા ડૉક્ટરોને રસીના બંને ડોઝ અપાયા નથી.

જ્યારે દુનિયાના અન્ય દેશોમાંથી આવી સ્થિતિ નથી.

ડૉક્ટર સુનીલા કહે છે, "રાજ્ય સરકારોએ કેન્દ્ર સાથે મળીને અનલૉક પ્રક્રિયા હેઠળ એ નક્કી કરવાનું છે કે કયા લોકોને પ્રાથમિકતાના આધારે રસી આપવાની જરૂર છે."

ઉદાહરણ તરીકે, દિલ્હીમાં જો મેટ્રો લાઇફલાઇન છે, તો તેના કર્મચારીઓને રસીકરણમાં પ્રાથમિકતા આપવી જોઈએ.

એવી જ રીતે મુંબઈમાં કામકાજની દૃષ્ટિએ મુંબઈ લોકલ જરૂરી છે, તો રસીકરણમાં તેમને પ્રાથમિકતા આપવી જોઈએ.

અમેરિકામાં સીડીસીએ માસ્ક ઉતારવાની ગાઇડલાઇન ત્યારે જાહેર કરી જ્યારે અંદાજે 40 ટકા વસ્તીને બંને ડોઝ લાગી ગયા.

બ્રિટનમાં પણ અંદાજે 35 ટકા વસ્તીને રસીના બંને ડોઝ લાગી ગયા છે. તેમ છતાં બ્રિટનમાં હજુ સુધી સંપૂર્ણ અનલૉક નથી.

બીજી તરફ ભારતમાં માત્ર ત્રણ ટકા વસ્તીને જ બંને ડોઝ લાગ્યા છે.

આ કારણે જાણકારો માને છે કે ભારતનાં રાજ્યોએ અનલૉક કરતાં પહેલાં હવે વધુ વિચારવાની જરૂર છે, કેમ કે નવો વૅરિએન્ટ પણ જોવા મળી રહ્યો છે, જે રસીની ઇમ્યુનિટીને પણ છેતરી રહ્યો છે.

line

અન્ય દેશોએ કેવી રીતે અનલૉક કર્યું?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

જૂની કહેવત છે- અન્યની ભૂલમાંથી શીખનાર વધુ બુદ્ધિશાળી હોય છે.

ઘણા જાણકારો માને છે કે ભારતને બ્રિટન અને બ્રાઝિલની ભૂલમાંથી સબક લેવો જોઈએ.

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉન્સનના પૂર્વ મુખ્ય સલાહ ડૉમિનિક કમિંગ્સે ગત દિવસોમાં સ્વાસ્થ્ય સમિતિ સામે આવીને કહ્યું કે ત્યાંના વડા પ્રધાને બીજું લૉકડાઉન વિશેષજ્ઞોની સલાહને અવગણીને આપી દીધું હતું.

'ધ લૅન્સટ'માં છપાયેલા રિપોર્ટ અનુસાર, બ્રાઝિલ સરકારે પણ કોવિડ-19 મહામારીને શરૂઆતમાં ગંભીરતાથી લીધી નહોતી. એટલા માટે વધુ લોકોએ જીવ ગુમાવ્યો.

આ વખતે ભારતમાં રાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધ લાગ્યા નથી. પણ જાણકારોનું માનીએ તો, સંક્રમણના દરમાં જે ઘટાડો થયો છે, એ મુખ્યત્વે રાજ્ય સરકારોના પ્રતિબંધ અને સખ્તાઈને કારણે થયો છે. તે હઠતા કેસ ફરી વાર વધી શકે છે.

હજુ પણ કેટલાંક મેટ્રો શહેરોમાં કેસ ઘટી રહ્યા છે, તો ઘણાં રાજ્યોમાં ગામોની સ્થિતિ હજુ પણ નિયંત્રણની બહાર છે.

એવામાં સબક કયા દેશમાંથી કેટલો લેવો છે, તેની ચોક્કસ ફૉર્મ્યુલા ન હોઈ શકે.

પણ સંક્રમણના દરમાં ઘટાડો, રોજિંદાં મોતમાં ઘટાડો અને સ્વાસ્થ્યવ્યવસ્થા પર ભારણ ઓછું થવું એ કેટલાંક પરિમાણ છે, જેના આધારે રાજ્ય સરકારો અનલૉકનો નિર્ણય કરી શકે છે.

પ્રોફેસર ગૌતમ મેનન અનુસાર, "દરેક દેશનો અનુભવ સંક્રમણ મામલે અલગ રહ્યો છે. જે દેશે તેના પર જીત મેળવી છે, એ નાના દેશ છે. વસ્તી ભારત કરતાં ઓછી છે, તેમાં મોટા ભાગે નાના દ્વીપ છે. ત્યાં લૉક-અનલૉકની પ્રક્રિયા સરળ પણ છે, કેમ કે અન્ય દેશોમાંથી આવવાનો રસ્તો કે ઍન્ટ્રી પૉઇન્ટ એક જ છે."

"જ્યાં પણ ભારતમાં જેવા ઘણા ઍન્ટ્રી પૉઇન્ટ હોય એ દેશોમાં રહીરહીને કેટલી વાર લૉકડાઉનની નોબત આવી છે, એ આપણે જાણીએ છીએ."

"અનલૉકની સાથે લોકો માસ્ક પહેરવાની આદત પાડી દે, બંધ જગ્યાએ જમા થવાની આદત છોડે અને પોતાનો વારો આવે ત્યારે રસી લગાવડાવે, તો ઘણેઅંશે અનલૉક કરી શકાય છે."

line

બંધ રૂમમાં સાવધાની

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

પ્રોફેસર ગૌતમ માને છે કે અનલૉક કરતી વખતે રાજ્ય સરકારોએ વૅન્ટિલેશન પર જરૂર ધ્યાન આપવું જોઈએ.

જે વિસ્તારોમાં સંક્રમણની ગતિ ધીમી છે અને કાબૂમાં છે, ત્યાં ખુલ્લામાં રહીને આર્થિક ગતિવિધિઓને બંધ રાખવાનું કોઈ કારણ નથી. તેની પાછળની દલીલ એ છે કે આ ડ્રોપલેટથી ફેલાતી બીમારી છે, બંધ રૂમમાં ઝડપથી ફેલાઈ શકે છે.

મતલબ કે બંધ બંધ જગ્યાઓ પર થતી ગતિવિધિઓ, જેવી કે પાર્લર, જિમ, રેસ્ટોરાં- આ બધાંને અનલૉકનું ફરમાન બાદમાં કરવું જોઈએ. ડૉક્ટર સુનીલા પણ એ વાતે સહમત થાય છે.

તેમના અનુસાર, શૉપિંગ મૉલ, સિનેમાહૉલ જેવી બાબતો રોજિંદી જરૂરિયાત નથી. જીવ બચશે તો તેનો આનંદ આપણે પછી પણ લઈ શકીશું.

રેસ્ટોરાં, શૉપિંગ મૉલ, સિનેમાહૉલ કોઈ પણ સ્થિતિમાં છેલ્લે ખોલવાં જોઈએ, કેમ કે ત્યાં મૉનિટરિંગ મુશ્કેલ બનશે.

line

રૅશન ખરીદવાની સમયસીમા

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

પણ શાકભાજી અને રૅશનની દુકાનોને ત્રણ કલાક કે ઓછા સમય માટે ખોલવાને લઈને બંનેના મત અલગ છે.

પ્રોફેસર ગૌતમ કહે છે, "ત્રણ કલાક માટે આવી દુકાનોને ખોલવાનો મતલબ છે કે ભીડને આમંત્રણ આપવું. આ સમયસીમા વધારવી જોઈએ, જેથી લોકોની ભીડ ન થાય."

જ્યારે ડૉક્ટર સુનીલા કહે છે કે ત્રણ કલાક આ દુકાનોને ખુલ્લી રાખવાથી મૉનિટરિંગ સરળ રહે છે.

બે ગજનું અંતર રાખ્યું છે કે નહીં, કોઈએ માસ્ક પહેર્યું છે કે નહીં, ક્યાં ભીડ જમા થાય છે? આ ધ્યાન રાખવું પ્રશાસન માટે સરળ છે.

તેમની સલાહ છે કે અલગઅલગ મહોલ્લામાં અલગઅલગ સમયે દુકાન ખોલવાની મંજૂરી આપવી એક ઉપાય હોઈ શકે છે.

line

જિલ્લાકક્ષાએ બને રણનીતિ

બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

પણ આખા રાજ્યમાં એક અનલૉક નીતિ ફાયદાકારક નહીં રહે. તેના માટે ડૉક્ટર સુનીલા 'સ્માર્ટ અનલૉક'ની પ્રક્રિયાની વાત કરે છે.

મહારાષ્ટ્રનું ઉદાહરણ આપીને તેઓ સમજાવે છે, "મુંબઈમાં કેસ ઓછા આવી રહ્યા છે, પણ આખા મહારાષ્ટ્રમાં પૉઝિટિવિટી રેટ આજે પણ વધુ છે. માટે મુંબઈ માટે અનલૉક અલગ રીતે થશે, જ્યારે અન્ય જિલ્લા માટે અલગ. એવું જ દિલ્હીએ પણ કરવું પડશે."

એક મહત્ત્વપૂર્ણ આધાર એ હોઈ શકે કે જે જિલ્લાઓમાં છેલ્લા 14 દિવસમાં એક પણ નવો કેસ સામે ન આવ્યો હોય એને પહેલા અનલૉક કરો. ત્રણ-ચાર દિવસ પહેલાં ભારતમાં આવા કુલ 180 જિલ્લા હતા.

પણ એ જિલ્લાઓમાં બધું ન ખોલો. લગ્નમાં સામેલ થનારા લોકો પર પ્રતિબંધ રાખો, એક જગ્યાએ લોકોના જમાવડાને હજુ પણ મંજૂરી આપવાની નથી, કેટલીક મેડિકલ સુવિધાઓ હજુ વધારો, માર્કેટ ખોલવા માટે રૉટેશનની ફૉર્મ્યુલા નક્કી કરી શકો છો.

line

ટેસ્ટિંગ

બદલો YouTube કન્ટેન્ટ, 5
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5

ડૉક્ટર સુનીલા અનલૉક માટે MTV ફૉર્મ્યુલાને આધાર બનાવવાની વાત કરે છે. M- માસ્કિંગ, T- ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રેસિંગ, V- વૅક્સિનેશન.

તેમનું કહેવું છે કે જ્યાં આ બધું યોગ્ય રીતે શક્ય તો ત્યાં અનલૉક કરી શકાય છે.

બ્રિટનમાં હવે અનેક જગ્યાએ ટેસ્ટિંગ કૅમ્પ લગાવીને લોકોની રેન્ડમ તપાસ કરાઈ રહી છે. ઘણી જગ્યાએ સ્કૂલોમાં ટીચરોને સીમિત સંખ્યામાં ટેસ્ટિંગ કિટ અપાઈ છે.

પ્રોફેસર ગૌતમ કહે છે કે આ બહુ જ સારી રીત છે.

ટેસ્ટિંગની સુવિધા કોઈ પણ વ્યક્તિ માટે ઇચ્છે તેટલી વાર ઉપલબ્ધ હોવી જોઈએ. તેનાથી આઇસોલેટ કરવામાં સરળતા રહે છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 6
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 6

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો