You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ જેવી બીમારી સામે રક્ષણ મેળવવા નબળી પડતી ઇમ્યુન સિસ્ટિમને કેવી રીતે બચાવશો?
- લેેખક, લોરા પ્લિટ
- પદ, બીબીસી મુંડો
આપણા શરીરની રોગપ્રતિકારક ક્ષમતા આપણને બીમારીઓથી સુરક્ષિત રાખે છે.
કોરોના વાઇરસની મહામારીએ લોકોને તેમના સ્વાસ્થ્યને લઈને જાગૃત કરવાનું કામ કર્યું છે. લોકોને એ વાતનો ચોખ્ખો અહેસાસ કરાવવામાં આવી રહ્યો છે કે સ્વસ્થ જીવન માટે રોગપ્રતિકારક ક્ષમતા સારી હોવી કેટલી જરૂરી છે.
આ જટિલ નેટવર્ક જ એ હથિયાર છે જે આપણા શરીરને બીમારીઓ અને સંક્રમણથી સુરક્ષિત રાખે છે.
શરીરના કોઈ પણ બીજા ભાગની જેમ ઇમ્યુન સિસ્ટિમ પણ દર વર્ષે નબળી પડતી જાય છે. જેનો સીધો અર્થ છે કે આપણા બીમાર થવાની શંકાઓ વધી જાય છે. આપણા સંક્રમિત થવાની સંભાવનાઓ પણ વધી જાય છે.
આ એક મોટું કારણ છે કે આ સમયમાં જ્યારે કોરોના વાઇરસની મહામારીએ આખી દુનિયાને પોતાની ઝપેટમાં લીધી છે ત્યારે વૃદ્ધોને વધારે ધ્યાન રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
નિષ્ણાતોએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે જે લોકોની ઉંમર 65 વર્ષથી વધુ છે, તેમના સંક્રમિત થવાની આશંકા વધારે છે. તેમના માટે જોખમ તુલનાત્મક રીતે વધારે છે.
જોકે એ જરૂરી નથી કે આપણી ઇમ્યુન સિસ્ટિમ વધતી ઉંમરની સરખામણીમાં નબળી હોય.
ઇઝરાયલના ટેક્નિયોન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજીમાં ઇમ્યુનોલૉજિસ્ટ શાર્ઈ શેન-ઑરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, “અમે એવા અનેક લોકોને ઓળખીએ છીએ જેઓ 80 વર્ષના છે પરંતુ તેમની ઇમ્યુન સિસ્ટિમ 62 વર્ષની છે. અનેક કેસમાં આ બિલકુલ વિપરીત હોય છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સારા સમાચાર એ છે કે આપણે આપણી ઇમ્યુન સિસ્ટિમને નબળી થવાની પ્રક્રિયાની ગતિને મંદ બનાવી શકીએ છીએ અને તેના માટે માત્ર કેટલીક બાબતોને અપનાવવાની છે.
પરંતુ એ પહેલાં જ આપણે એ તબક્કાઓની વાત કરીએ જેનાથી ઇમ્યુન સિસ્ટિમને લાંબા સમય સુધી દુરસ્ત રાખી શકાય છે, એ યાદ કરી લેવું જરૂરી છે કે આપણી ઇમ્યુન સિસ્ટિમ કેવી રીતે કામ કરે છે.
‘ટી’ કોશિકા અને ‘બી’ કોશિકા
ઇમ્યુન સિસ્ટમની બે શાખાઓ છે. દરેક શાખા અલગ પ્રકારની શ્વેત રુધિર કોશિકાઓ (ડબ્લ્યૂબીસી-વ્હાઇટ બ્લડ સેલ્સ)થી બનેલી હોય છે. આ કોશિકા ખાસ કરીને આપણા શરીરની સુરક્ષા માટે કામ કરે છે.
જન્મજાત રોગપ્રતિકારક પ્રતિક્રિયા આપણા શરીરની સુરક્ષા માટે પ્રાથમિક રીતે જવાબદાર હોય છે.
જ્યારે આપણા શરીરમાં કોઈ બહારની વસ્તુ અથવા રોગ પ્રવેશ કરે છે, આપણી ઇમ્યુન સિસ્ટિમ ઍક્ટિવ થઈ જાય છે.
બ્રિટનની બર્મિંઘમ યુનિવર્સિટીની ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફ્લેમૅશન ઍન્ડ એજિંગના ડિરેક્ટર જૈનેટ લોર્ડ કહે છે, “આ પ્રતિક્રિયામાં ન્યૂટ્રોફિલ્સ હોય છે. જે મુખ્યત્વે બૅક્ટેરિયા પર હુમલો કરે છે. મોનોસાટ્સ ઇમ્યુન સિસ્ટિમને વ્યવસ્થિત કરવામાં મદદ કરે છે અને સાથે જે તે બીજી રક્ષણ આપતી કોશિકાઓને સંક્રમણની સામે ઍલર્ટ કરવામાં પણ કામ કરે છે.”
આ સિવાય કિલર સેલ્સ પણ હોય છે જે વાઇરસ અને કૅન્સર સામે લડવામાં કામ કરે છે. જ્યારે આપણે ઘરડા થવા લાગીએ છીએ તો આ ત્રણ કોશિકા તુલનાત્મક રીતે યોગ્ય રીતે કામ નથી કરી શકતી.
સાર્સ કોવિડ વાઇરસ - 2 પછી એક અનુકૂલન પ્રતિક્રિયા પણ હોય છે, જે ટી અને બી લિમ્ફોસાઇટ્સથી બનેલી હોય છે. આ એક વિશેષ પ્રકારના રોગજનકો સામે લડે છે.
આ પ્રતિક્રિયાની અસર જોવામાં કેટલાક દિવસનો સમય લાગે છે પરંતુ એક વખત થયા પછી તે રોગને યાદ કરી લે છે અને તે રોગ જો ફરીથી શરીર પર આક્રમણ કરે છે તો તે તેને યાદ રાખે છે અને તેની સામે લડે છે.
તેઓ કહે છે, “જ્યારે તમે ઘરડા થવા લાગો છો તો તમારા શરીરમાં નવા લિમ્ફોસાઇટ્સ ઓછા બનવા લાગે છે પરંતુ સાર્સ કોરોના વાઇરસ 2 જેવા નવા સંક્રમણ સામે લડવા માટે તેમની જરૂરિયાત તો હોય જ છે.”
“અને ત્યાં સુધી કે જો તમારા શરીરે પહેલાં ક્યારેય પણ કોઈ રોગ સામે લડવા માટે લિમ્ફોસાઇટ્સ બનાવ્યા હોય અને જો ઢળતી ઉંમરમાં તે રોગ ફરીથી હુમલો કરે, તો તે લિમ્ફોસાઇટ્સ એટલી સારી રીતે લડી શકતા નથી.”
એવામાં એ સમજવું મુશ્કેલ નથી કે વધતી ઉંમરની સાથે ન માત્ર શરીર નબળું પડે છે પરંતુ તેની અસર ઇમ્યુન સિસ્ટિમની પ્રક્રિયા પર પણ પડે છે.
ફ્લૂ વૅક્સિન
સહજ પ્રતિક્રિયાથી કેટલીક બીજી કોશિકાઓ પેદા થાય છે પરંતુ તે એટલી સારી રીતે કામ નથી કરતી અને અનુકૂલન પ્રતિક્રિયા કેટલાક લિમ્ફોસાઇટ બનાવે છે (આ અસ્થિમજ્જામાં બને છે અને ઍન્ટિબૉડી બનાવે છે) અને કેટલાક ટી લિમ્ફોસાઇટ્સ (જે થાઇમસમાં બને છે અને રોગજનકોની ઓળખ કરવા અને તેમને મારવાનું કામ કરે છે.)
લોર્ડ કહે છે, “ટી કોશિકાઓમાં ઘટાડાની પાછળ સૌથી મોટું કારણ એ છે કે 20 વર્ષની ઉંમરમાં થાઇમસ પાતળું થવાનું શરૂ કરી દે છે. આ નાનું થતું જાય છે અને જ્યારે માણસ 65 અથવા 70 વર્ષનો હોય તો આ માત્ર ત્રણ ટકા જેટલું જ બચીને રહેતું હોય છે.”
તે કોશિકાઓ જે રોગજનકો સાથે જોડાયેલી જાણકારી એકઠી કરીને રાખે છે, જ્યારે તે નષ્ટ થાય છે ત્યારે તે માણસ સંક્રમણ પ્રત્યે પ્રતિક્રિયા આપવાની ક્ષમતા પણ ગુમાવી દે છે. સાથે જ રસીને લઈને પણ ઉદાસીનતા આવવા લાગે છે.
શાઈ શેન-ઑરના કહેવા પ્રમાણે, “જો વાત ફ્લૂ વૅક્સિનની જ કરીએ તો, 65 વર્ષની ઉંમરમાં અંદાજે 40 ટકા ઘરડા વૅક્સિન પ્રત્યે પ્રતિક્રિયા આપતા નથી.”
એક અલગ સમસ્યા એ છે કે વધતી ઉંમરની સાથે લોહી અને કોષમાં સોજા આવવાના શરૂ થઈ જાય છે. કેટલાક નિષ્ણાતો આને ઇન્ફ્લેમેજિંગ પણ કહે છે.
પ્રોફેસર લોર્ડના કહેવા પ્રમાણે, “આ સિવાય ખૂબ જ યોગ્ય રીતે કામ ન કરવા પર પણ ઇમ્યુન સિસ્ટિમમાં સોજો આવી જાય છે, જેનાથી અનેક પ્રકારની બીમારીઓ થઈ જાય છે.”
એનકાર્નાકિયોન મોન્ટેસિનો યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયામાં રિસર્ચર છે.
તેમણે બીબીસીને કહ્યું, “ઉંમર ઘટ્યા પછી આ તમામ ફેરફારો આવે છે, તેમાં કોઈ ઈજાના કારણે સંક્રમણમાંથી બહાર આવવું મુશ્કેલ બની જાય છે.”
તેઓ કહે છે, અનેક વખત તો કેટલાક સંક્રમણ ઘણું ખતરનાક સાબિત થઈ ચૂક્યું છે. પરંતુ આ હંમેશાં ઉંમરનો સવાલ નથી. ઉંમર તો તમામની વધે છે અને તેની સાથે શારીરિક ફેરફાર પણ તમામમાં આવે છે પરંતુ દરેકમાં તે ફેરફાર અલગ અલગ હોય છે.
અનેક વખત આ પ્રક્રિયા આનુવાંશિકતાથી પ્રભાવિત હોય છે પરંતુ ઘણા અંશે જીવનશૈલીની તેના પર અસર પડે છે. હાલ સુધી, આપણી ઇમ્યુનિટીની ઉંમર નક્કી કરી શકવી સંભવ ન હતું.
પરંતુ શેન-ઑર અને તેમની ટીમે સ્ટેનફર્ડ યુનિવર્સિટીની સાથે મળીને એક એવો રસ્તો શોધી કાઢ્યો છે જેનાથી આ જાણકારી મેળવી શકાય છે. આ જાણકારી સારવારમાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
શેન ઑર અનુસાર, “18 પ્રકારની ઇમ્યુન સિસ્ટિમની સંરચના અને લોહીના નમૂનામાં અમુક પ્રક્રિયા કરીને આપણને એ જાણકારી મળી શકે છે કે ઉંમર વધવાની પ્રક્રિયા કયા ચરણમાં છે.”
અનેક વખત ઉંમર વધવાની પ્રક્રિયામાં અંતર જોવા મળી શકે છે પરંતુ એવું ભિન્ન લિંગના કારણે થાય છે. યૂસીએલએના મોંટેસિનોનું કહેવું છે, “ઉંમર તો બંનેની વધે છે પરંતુ પુરુષો અને મહિલાઓમાં કેટલાંક માપદંડોમાં ભેદ હોય છે.”
એક સારી વાત, જેનો ઉલ્લેખ અમે શરૂઆતમાં જ કર્યો હતો કે આ ઉંમરની સાથે વધતા પ્રભાવને ધીમો કરી શકાય છે. અને તેના માટે શારીરિક રીતે સક્રિય રહેવાની જરૂરી છે.
લોર્ડના અનુસાર, “અનેક સંશોધનોમાં જાણવા મળ્યું છે કે જે લોકો પોતાના આખા જીવનમાં સક્રિય રહે છે, વૃદ્ધાવસ્થા સુધી તેમના કેસમાં પરિણામ સારાં આવે છે.”
આ તમામ એ વાત પર આધાર રાખે છે કે કોઈ વ્યક્તિ કેટલી ફિટ છે પરંતુ નિષ્ણાંતોનું કહેવું છે કે સરળતાથી વ્યાયામ કરવો જેમ ચાલવું, સીડી ચઢવી અને હલકું વજન ઊંચકવું પણ એક સારી શરૂઆત હોઈ શકે છે.
“બસ તમે કંઈ કરો, કંઈ પણ જે તમે કરી શકો છો”
આ સિવાય જે બીજાં કારણો કામ કરે છે તે એ છે કે તમે શું આરોગો છો? આની સાથે જ ખૂબ જ ઊંઘ લેવી, એટલે ઓછામાં ઓછી છ થી સાત કલાકની ઊંઘ લેવી.
આ ઉંમર વધવાના દરને ધીમો કરવાની એક રીત છે. ગત વર્ષે યૂસીએલએના સંશોધકોએ સાયન્સ જર્નલ નૅચરમાં એક સંશોધન પ્રકાશિત કર્યું હતું. જેમાં તેમણે ત્રણ દવાઓનું મિશ્રણ (ગ્રોથ હૉર્મોન, દો ડાયાબિટિક મેડિસિન)નો ઉલ્લેખ કર્યો હતો.
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે આ દવાઓના મિશ્રણને નવ વોલિન્ટિયર્સ પર પરખવામાં આવી હતી. આ તમામ શ્વેત હતા અને તેમની ઉંમર 51 વર્ષથી 65ની વચ્ચે હતી. સંશોધનમાં જાણવા મળ્યું કે આના ઉપયોગથી ભાગ લેનારની ઉંમર એવરેજ 2.5 વર્ષ ઓછી થઈ ગઈ.
સંશોધકોનું કહેવું છે કે ભાગ લેનારની ઇમ્યુન સિસ્ટિમે કાયાકલ્પના સંકેત પણ આપ્યા. આના સિવાય સાત લોકોમાં થાઇમસ કોષ પણ બન્યા.
શેન ઑર પ્રમાણે, બની શકે છે કે એવું થતું હોય પરંતુ સ્પષ્ટ રીતે આપણે હાલ એમ નથી કહી શકતા કે આ પરિવર્તન સ્થાયી રીતે થાય છે કે કેમ? પરંતુ જો ઘટાડાની પ્રક્રિયા ધીમી થઈ તો આ ઇમ્યૂન સિસ્ટિમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ પગલું હોઈ શકે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો