મ્યાનમારના તખ્તાપલટા બાદ 'લોહિયાળ સંઘર્ષ'ની બોલતી તસવીરો

મ્યાનમારમાં તખ્તાપલટો થયા બાદ પ્રદર્શનોનો ક્રમ શરૂ થઈ ગયો હતો. શનિવારે રસ્તા પર ઊતરી આવેલા લોકો પર સેનાએ ગોળીઓ વરસાવી હતી, જેમાં 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યાના અહેવાલ છે.

યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ ઍન્ટની બ્લિન્કને કહ્યું 'મ્યાનમારમાં શનિવારે થયેલાં અનેક મૃત્યુથી વૉશિંગ્ટન ગભરાયેલું છે.'

યુએસ દૂતાવાસે કહ્યું હતું, "સુરક્ષા દળોએ બિનહથિયારી લોકોની હત્યા કરી."

સમાચાર સંસ્થા 'ધ ઇરાવડ્ડી' અને 'મ્યાનમાર નાઉ'ના અહેવાલ અનુસાર શનિવારે જે વિરોધપ્રદર્શનો થયાં એ અત્યારસુધીનાં સૌથી લોહિયાળ પ્રદર્શન છે.

'સેના દ્વારા હિંસા અચારવામાં આવશે', તેવી ચેતવણી છતાં તખ્તાપલટાનો વિરોધ કરી રહેલા ઍક્ટિવિસ્ટોએ શનિવારે મોટાં વિરોધપ્રદર્શનોની જાહેરાત કરી હતી.

વિરોધપ્રદર્શન કરતાં લોકોને અટકાવવા માટે સમગ્ર દેશમાં અને ખાસ કરીને યંગૂનમાં મોટી સંખ્યામાં સુરક્ષાદળોને તહેનાત કરવામાં આવ્યાં હતાં.

આ પ્રદર્શનો તખ્તાપલટાના વિરોધ અને આંગ સૂ કી સહિત ચૂંટાયેલા નેતાઓને મુક્ત કરાવવા માટે થઈ રહ્યા છે. તખ્તાપલટા બાદ સેનાના જનરલ મિંગ આંગ લાઇંગ મ્યાનમારની સૌથી શક્તિશાળી વ્યક્તિ બની ગયા છે.

64 વર્ષીય લાઇંગે આ વર્ષે જુલાઈ મહિનામાં નિવૃત્ત થવાના હતા. પરંતુ કટોકટીની જાહેરાત સાથે મ્યાનમારમાં તેમની પકડ બહુ મજબૂત થઈ ગઈ છે.

આ અગાઉ મ્યાનમારની સેનાના પ્રમુખ મિન આંગ લાઇંગે શનિવારે નેશનલ ટેલિવિઝન પર સંબોધનમાં કહ્યું કે, તેઓ લોકશાહીની રક્ષા કરશે.

એમણે વચન આપ્યું કે દેશમાં ચૂંટણી કરાવવામાં આવશે પરંતુ ચૂંટણી ક્યારે થશે એ અંગે એમણે કંઈ કહ્યું નથી.

આ અગાઉ મ્યાનમારની સેનાના પ્રમુખ મિન આંગ લાઇંગે શનિવારે નેશનલ ટેલિવિઝન પર સંબોધનમાં કહ્યું કે, તેઓ લોકશાહીની રક્ષા કરશે.

એમણે વચન આપ્યું કે દેશમાં ચૂંટણી કરાવવામાં આવશે પરંતુ ચૂંટણી ક્યારે થશે એ અંગે એમણે કંઈ કહ્યું નથી.

1 ફેબ્રુઆરી 2021ન રોજ કરવામાં આવેલા તખ્તાપલટા પહેલાં પણ જનરલ લાઇંગ કમાન્ડરલ ઇન ચીફ તરીકે રાજકીય રીતે ઘણો પ્રભાવ ધરાવતા હતા.

મ્યાનમારમાં લોકશાહી વ્યવસ્થા શરૂ થયા બાદ પણ લાઇંગે ક્યારે પણ મ્યાનમારની સૈન્યની તાકાત ઘટવા નહોતી દીધી.

આ માટે લાઇંગની આંતરરાષ્ટ્રીયસ્તરે ઘણી નિંદા પણ થઈ છે અને લધુમતીઓ પર કરવામાં આવેલા સૈન્ય હુમલા માટે તેમને પ્રતિબંધો પણ સહન કરવા પડ્યા છે.

મ્યાનમારમાં સૈન્યબળવા મામલેની કાર્યવાહીઓનો સિલસિલો ચાલુ છે. એવામાં એક 7 વર્ષની બાળકી તેનો શિકાર બની છે. એક કાર્યવાહી દરમિયાન ડરના લીધે બાળકી પિતાની પાસે જવાની કોશિશ કરી રહી હતી ત્યારે પોલીસ ગોળીબારમાં તેનું મૃત્યુ થઈ ગયું હતું.

મૃતક બાળકી ખિન મ્યો ચીતના પરિવારે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે માંડલે શહેરમાં બાળકીનાં ઘરે દરોડા પડ્યા ત્યારે દોડીને તે પોતાના પિતાની પાસે જઈ રહી હતી, એ વખતે તેને ગોળી મારવામાં આવી અને તેનું મૃત્યુ થઈ ગયું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.