ઈશ્વરના અસ્તિત્વ વિશે પાંચ સૌથી મહાન વૈજ્ઞાનિકોનું શું માનવું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
- પદ, .
વિજ્ઞાન અને ધર્મ મૂળભૂત રીતે એકબીજાના વિરોધી છે?
ઘણા બધા મહાન વિજ્ઞાનીઓએ ઈશ્વરના અસ્તિત્વનો ઇન્કાર કરેલો છે, પરંતુ ઘણા બધા વિજ્ઞાનીઓ એવા પણ છે, જેમણે વિજ્ઞાન અને ધર્મ વચ્ચે સમન્વય માટેની પણ કોશિશ કરી હોય.
તેમાંના ઘણા વિજ્ઞાનીઓ માનતા હતા કે બ્રહ્માંડની ઉત્પત્તિની શોધ માટેની તેમની ઝંખના ઈશ્વરના સર્જનની નજીક પહોંચવાનો જ પ્રયાસ હતો.
જોઈએ પાંચ મહાન વિજ્ઞાનીઓ ધાર્મિક બાબતોને કેવી રીતે જોતા હતા:

ગેલેલિયો અને ચર્ચ વચ્ચે ઘર્ષણ

ઇમેજ સ્રોત, Getty Images
1614માં ઇટાલીના ખગોળશાસ્ત્રી ગેલેલિયો ગેલીલીએ સૂર્યમંડળ વિશેની કૉપરનિક્સની અવધારણાને સમર્થન આપ્યું ત્યારે ચર્ચ તેની સામે નારાજ થયું હતું અને તેને ઈશ્વરનિંદા ગણાવી હતી.
કૉપરનિક્સે કહ્યું હતું કે સમગ્ર સૂર્યમંડળના કેન્દ્રમાં સૂર્ય છે, પૃથ્વી નથી.
તે વખતે આમ કહેવું બહુ ક્રાંતિકારી હતું, કેમ કે પૃથ્વી જ સમગ્ર સૂર્યમંડળના કેન્દ્રમાં છે તેવી માન્યતા હતી.
1616માં ચર્ચે ગેલેલિયો પર પ્રતિબંધ મૂક્યો કે તમારે આવું શિક્ષણ આપવું નહીં અને આવી થિયરીઓનો બચાવ કરવો નહીં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ધર્મ અને વિજ્ઞાન વચ્ચેનો ઇતિહાસનો આ સૌથી મોટો સંઘર્ષ હતો.
જોકે નોટ્રા ડેમ યુનિવર્સિટીના ઇતિહાસના પ્રોફેસર અર્નાન મૅક્મુલીન કહે છે કે આ કિસ્સો ઘર્મ અને વિજ્ઞાન વચ્ચે વિખવાદનો નહોતો, પરંતુ ગેરસમજણને કારણે ઊભો થયેલો વિવાદ થયો હતો.
કારણ શું? આ વિવાદમાં બંને પક્ષે ખ્રિસ્તીઓ જ હતા.
ગેલેલિયોએ બાઇબલની કથાઓ અને અર્થઘટન માટે ઘણું બધું લખ્યું હતું. કેમ કે તેઓ ટેલિસ્કોપિકથી અવલોકન કરતા ગયા તેમ જાણકારી વધતી ગઈ. તેને બાઇબલના સિદ્ધાંતો સાથે મેળ બેસાડવાની તેમની કોશિશ હતી.
તેમણે પોતે જણાવ્યું હતું કે: "જે ઇશ્વરે આપણને સંવેદના, બુદ્ધિ અને તર્ક આપ્યા હોય તે જ આપણને તે બધાનો ત્યાગ કરી દેવા માટે પ્રેરે એવું હું માની શકતો નથી."

મારિયા મિચેલનો વિજ્ઞાન અને ઇશ્વરમાં વિશ્વાસ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
મારિયા મિચેલ અમેરિકાનાં પ્રથમ ખગોળશાસ્ત્રી હતાં અને 1948માં અમેરિકન અકૅડમી ઑફ આર્ટ્સ ઍન્ડ સાયન્સીઝમાં ચૂંટાયેલાં પ્રથમ મહિલા હતાં. તેઓ ખોગળશાસ્ત્રનાં પ્રોફેસર હતાં અને મહિલાના અધિકારો માટે લડતાં હતાં.
તેમને વિજ્ઞાન તથા ધર્મ બંનેમાં વિશ્વાસ હતો.
"વૈજ્ઞાનિક પ્રયોગો આગળ વધી રહ્યા છે અને તેનાથી ઇશ્વર કેવી રીતે કામ કરે છે તેની નવીનવી રીત આપણને જાણવા મળી રહી છે અને આપણને અજ્ઞાત બાબતોનું ઊંડું જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે," એમ તેમણે લખ્યું હતું.
તેઓ માનતાં હતાં કે બાઇબલમાં અપાયેલા ઉપદેશો અને કુદરતને વિજ્ઞાનથી સમજીએ તે બાબતમાં કોઈ ભેદ નથી. "તમને આવો વિખવાદ દેખાય છે, કેમ કે તમે બેમાંથી એકેયને સમજતા નથી," એમ તેમણે જણાવ્યું હતું.
3. આઇન્સ્ટાઇન માટે ઈશ્વર એટલે "માનવીય મર્યાદાઓનું પરિણામ"
ભૌતિકશાસ્ત્રી તરીકે પ્રસિદ્ધ આલ્બર્ટ આઇન્સ્ટાઇન ધર્મ વિશે જે વિચારો ધરાવતા હતા, તેના પર ફિલોસોફર બરૂક સ્પિનોઝાના વિચારોની ઘણી અસર હતી.
સ્પિનોઝા ઇશ્વરને બિનઅંગત માનતા હતા અને બ્રહ્માંડની વ્યવસ્થા માટે તથા સૌંદર્યના ઘડવૈયા તરીકે જોતા હતા. આ પ્રકારના વિચારો વિજ્ઞાની તરીકે આઇન્સ્ટાઇનને સ્પર્શતા હતા.
આઇન્સ્ટાઇને જર્મનીના યહુદી ચિંતક ઍરિક ગુટકાઇન્ડને પત્ર લખ્યો હતો.
"લેટર ફ્રૉમ ગૉડ" તરીકે પ્રસિદ્ધ થયેલા આ પત્રમાં આઇન્સ્ટાઇને ધર્મ વિશેના તેમના વિચારો, યહૂદી તરીકેની પોતાની ઓળખ અને જીવનનો મર્મ શું છે તે વિશેના પોતાના ચિંતન-મનન વિશે લખ્યું હતું.
ગુટકાઇન્ડે બાઇબલ વિશે પુસ્તક લખ્યું હતું 'ચૂઝિંગ લાઇફ : ધ બિબલિકલ કૉલ ટૂ રિબેલિયન', જેમાં તેમણે જણાવ્યું હતું કે બાઇબલ સંઘર્ષ માટેની ગાથા છે અને યહૂદી ધર્મ અને ઇઝરાયલ શુદ્ધ તત્ત્વો છે. આ દલીલોને આઇન્સ્ટાઇને નકારી કાઢી હતી.
"મારા માટે ઈશ્વર શબ્દ એ માનવજાતની મર્યાદાઓની અભિવ્યક્તિથી વધારે કંઈ નથી," એમ આઇન્સ્ટાઇને લખ્યું હતું.
તેમણે યહૂદી ધર્મને બીજા ધર્મોની જેમ જ 'અંધશ્રદ્ધામાંથી ઉદ્ભવેલો' ગણાવ્યો હતો અને કહ્યું હતું કે બાઇબલ પણ "સારી પણ પ્રાથમિક કક્ષાની દંતકથાઓનો સંગ્રહ છે."
"ગમે તેવું સરલ હોય, કોઈ ઇન્ટરપ્રિટેશન મારી આ માન્યતાને બદલી શકે તેવું નથી."
"અને હું આનંદ સાથે યહૂદી પ્રજા સાથે મને જોડું છું અને તેમની વિચારવાની રીત સાથે સારી રીતે સંકળાયેલો છું તે યહૂદીપણાને કારણે બીજા લોકોથી અનોખા પ્રકારનું સન્માન મને મળે છે એવું કશું છે નહીં. મારા અનુભવ પ્રમાણે બીજા મનુષ્ય જૂથો કરતાં તે કંઈ વધુ સારા નથી", એમ તેમણે કહ્યું હતું.

મેરી ક્યુરીનો અજ્ઞેયવાદ

ઇમેજ સ્રોત, Getty Images
જુદીજુદી બે શાખાઓમાં નોબલ પુરસ્કાર મેળવનારા મેરી ક્યુરી પ્રથમ વ્યક્તિ હતાં.
1903માં તેમણે ફિઝિક્સમાં પતિ હૅન્રી બેકરલ સાથે નોબલ મળ્યું હતું. આઠ વર્ષ પછી તેમને રસાયણમાં નોબલ પ્રાઇઝ મળ્યું હતું.
પાંચ ભાઈબેહનોમાં સૌથી નાનાં મારિયા સાલોમી સ્કૉડોવ્સ્કા ક્યુરી 1967માં પૉલેન્ડમાં જન્મ્યાં હતાં.
તેમના પિતા નાસ્તિક હતા, જ્યારે માતા કૅથલિક હતાં અને તેમનો ઉછેર કૅથલિક તરીકે થયો હતો. જોકે બાદમાં માતાના અવાસન પછી તેમણે પંથનો ત્યાગ કર્યો હતો અને તે રીતે અજ્ઞેયવાદ તરફ દોરાયાં હતાં.
તેમણે એક વાર કહેલું : "જીવનમાં કશાનો ભય રાખવાની જરૂર નથી, ફક્ત તેને સમજવાનું છે. અત્યારે સમય છે કે વધુ જાણીએ, જેથી ઓછો ભય આપણે અનુભવીએ."

સ્ટીફન હૉકિંગ માટે ઇશ્વર "બિનજરૂરી"

ઇમેજ સ્રોત, Getty Images
બ્રિટિશ વિજ્ઞાની 2018માં 76 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા ત્યાં સુધી તેમણે સતત બ્રહ્માંડને સમજાવવા માટે કોશિશ કરી. તેઓ સ્નાયુઓને લગતા ALS રોગથી પીડાતા હતા, પણ તેમની બુદ્ધિ સતેજ હતી.
હૉકિંગે 2010માં પોતાના પુસ્તક "ધ ગ્રેટ ડિઝાઇન"માં લખ્યું હતું કે બિગ બૅન્ગ અને થિયરી ઑફ ઍવરીથિંગ પરના તેમના વિચારોથી તેઓ એક તારણ પહોંચ્યા છે:
"તણખો દાગવા માટે અને બ્રહ્માંડના આરંભ માટે ઈશ્વરને લાવવા જરૂરી નથી".
જોકે બિન બૅન્ગ થિયરીને માની લઈએ તો તરત સવાલ આવે કે તેની પહેલાં શું હતું?
"લોકો મને પૂછે કે શું ગૉડે બ્રહ્માંડનું સર્જન કર્યું હતું, ત્યારે હું કહેતો હોઉં છું કે આ સવાલનો કોઈ અર્થ નથી," એમ હૉકિંગે ડિસ્કવરી ચેનલના એક કાર્યક્રમ માટેના વીડિયોમાં કહ્યું હતું.
"બિન બૅન્ગ પહેલાં સમયનું અસ્તિત્ત્વ નહોતું, એટલે એવો કોઈ સમય જ નહોતો જ્યારે ઈશ્વર બ્રહ્માંડનું સર્જન કરી શકે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












