ગાઝિયાબાદ આસિફ કેસ : મુસ્લિમ બાળકની કથિત પાણી પીવા મુદ્દે મારપીટનો મંદિરના મહંતને કોઈ અફસોસ નથી

ઇમેજ સ્રોત, AFP
- લેેખક, સમીરાત્મજ મિશ્ર
- પદ, ડાસનાથી, બીબીસી હિંદી માટે
ગાઝિયાબાદના ડાસના વિસ્તારમાં એક ખુલ્લા નાળાની એક બાજુમાં કબ્રસ્તાન છે અને બીજી બાજુ વસતી.
વસ્તીના પહેલા મકાનની છત પર કેટલાક રૂમ બનેલા છે, જેમાં આસપાસના વિસ્તારમાં મજૂરી કરવા આવતાં અનેક લોકો ભાડે રહે છે.
આમાંથી એક રૂમ હબીબનો છે જ્યાં તેઓ પોતાના પરિવાર સાથે રહે છે.
રૂમના એક ખૂણામાં હબીબનો 14 વર્ષનો છોકરો આસિફ વાંસ અને દોરડાના બનેલા એક નાના ખાટલા પર સૂતેલો છે.
નીચે જમીન પર તેમનાં માતાપિતા અને નાના ભાઈ-બહેન બેસેલાં છે. આસિફના માથા પર પટ્ટી બાંધેલી છે અને ચાર દિવસ પહેલાં વાગેલી ઈજાના કારણે પીડામાં છે.
શુક્રવાર એટલે 11 માર્ચે ડાસનાના જ દેવી મંદિરમાં કથિત રીતે નળથી પાણી પીવાના કારણે મંદિરમાં રહેનારા શ્રૃંગીનંદન યાદવે આસિફને ન માત્ર બેરહમીથી માર્યો પરંતુ મારવાનો વીડિયો પણ વાઇરલ કર્યો હતો.
વાઇરલ વીડિયોને ધ્યાનમાં લઈને પોલીસે જાતે કેસ દાખલ કર્યો અને શ્રૃંગીનંદન યાદવની સાથે વીડિયો શૂટ કરનાર સાથી યુવક શિવાનંદની પણ ધરપકડ કરીને તેને જેલ મોકલી દીધો.
આસિફનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું છે પણ હાલ એક્સ રે અને અન્ય રિપોર્ટ મળ્યા નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

આસિફના ઘરથી મંદિરનું અંતર

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA/BBC
બીબીસી સાથેની વાતચીતમાં આસિફ ઘટના વિશે કંઈક આ પ્રકારની જાણકારી આપે છે, "હું ત્યાં ભંગાર વીણવા માટે ગયો હતો. મને તરસ લાગી હતી તો મંદિરમાં નળ જોઈને પાણી પીવા ગયો હતો. પહેલાં મને એક પંડિતજીએ બોલાવ્યો અને પૂછ્યું કે શું કરી રહ્યો છે. મેં કહ્યું કે પાણી પીવા માટે આવ્યો હતો. તો તેમણે કહ્યું કે ઠીક છે ચાલ્યો જા. હું બહાર જઈ રહ્યો હતો તો એક બીજા પંડિતજી આવ્યા અને તેમણે કહ્યું કે આવ તારો વીડિયો બનાવીશું."
"મને મારું નામ પૂછ્યું અને પિતાનું નામ પૂછ્યું. મેં જેવું નામ કહ્યું તો મને ગાળો આપીને મારવા લાગ્યા. એક ભાઈ આનો વીડિયો બનાવી રહ્યા હતા. બંને ખૂબ જ હટ્ટા-કટ્ટા હતા. મને ખૂબ માર્યો. મારા માથા પર પણ ઈજા પહોંચી અને હાથ મરોડી નાખ્યો. પછી વીડિયો બનાવનારે કહ્યું કે હવે છોડી દે નહીં તો મરી જશે."
આસિફના ઘરથી મંદિરનું અંતર બે કિલોમીટર દૂર છે.
આસિફનું કહેવું હતું કે તે એ બાજુ અનેક વખત ગયા છે અને ત્યાં પાણી પણ પીધું છે પરંતુ તે દિવસે ન જાણે કેમ તેમનું નામ પૂછવામાં આવ્યું અને પછી મારવામાં આવ્યો.
આસિફે પોતાના નવ ભાઈ-બહેનમાં ત્રીજા નંબર પર છે. તેમની બે મોટી બહેનોનાં લગ્ન થઈ ગયાં છે.
આસિફના પિતા હબીબ પણ મજૂરી કરે છે અને પરિવારની સાથે આ નાના રૂમમાં રહે છે.

સોશિયલ મીડિયા પર ઉત્તર પ્રદેશની ઘટનાની ટીકા

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA/BBC
આસિફની સાથે મારપીટ અંગે કદાચ કોઈને ખબર પણ ન પડત જો તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ ન થયો હોત.
સોશિયલ મીડિયા પર વીડિયોને આરોપીઓએ જ અપલોડ કર્યા.
શનિવારે વીડિયો વાઇરલ થયા પછી સોશિયલ મીડિયામાં આ ઘટનાની નિંદા થવા લાગી અને #SorryAsif ટ્વિટર હૅન્ડલ ટ્રેન્ડ થવા લાગ્યું.
વીડિયો ક્લિપ શૅર કરીને તમામ લોકો એ મુદ્દાને ઉઠાવવા લાગ્યા. પોલીસે પણ સોશિયલ મીડિયામાં આવેલી ક્લિપને ધ્યાનમાં લઈને કાર્યવાહી કરી.
દેશ-વિદેશના મીડિયાએ આ મુખ્ય ઘટનાને કવર કરી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ગાઝિયાબાદ પોલીસ અધીક્ષક (ગ્રામીણ) ઇરાજ રાજાએ બીબીસીને કહ્યું, "વાઇરલ વીડિયોને જાતે જ ધ્યાનમાં લઈને પોલીસે કેસ નોંધ્યો હતો. પછી બાળકના પિતા અને તેમણે આપેલા નિવેદનને તેમાં જોડી દેવામાં આવી છે. છોકરાને મારનાર શ્રૃંગીનંદન યાદવની તે દિવસે જ ધરપકડ કરવામાં આવી હતી."
"પછી વીડિયો બનાવનારા વ્યક્તિ શિવાનંદની પણ ધરપકડ કરી લેવામાં આવી. બંને આરોપીઓની સામે આઈપીસીની કલમ 504, 505 અને 352 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. છોકરાના મેડિકલ રિપોર્ટ આવ્યા પછી જરૂરી લાગતા વધારાની કલમ પણ જોડવામાં આવશે. પોલીસે આ કેસમાં સખત કાર્યવાહી કરવામાં આવશે."
વાઇરલ વીડિયોમાં એક વ્યક્તિ યુવકને પહેલાં તેનું નામ, પિતાનું નામ અને મંદિરમાં આવવાનું કારણ પૂછે છે. છોકરાનો જવાબ મળતા જ તેને બેરહેમીથી પીટવા લાગે છે.
જ્યારે બીજી બાજુ, વીડિયો બનાવનારા વ્યક્તિને પીટનારા વ્યક્તિને કેટલાક નિર્દેશ આપતો સાંભળવા મળે છે.
પોલીસના કહેવા પ્રમાણે મુખ્ય આરોપી શ્રૃંગીનંદન યાદવ આ મંદિરમાં છેલ્લા ત્રણ મહિનાથી રહે છે. શ્રૃંગીનંદન યાદવ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છે અને બિહારમાં સાસારામનો રહેવાવાળો છે.

અગાઉ પણ વિવાદોમાં રહ્યું છે મંદિર

ઇમેજ સ્રોત, KIRTISH BHATT/BBC
ડાસનાના જે દેવી મંદિર પરિસરમાં આ ઘટના બની છે, તે પહેલાં પણ અનેક વખત વિવાદોમાં રહ્યું છે. અનેક એકરમાં બનેલા આ મંદિરને ઘણું પ્રાચીન માનવામાં આવે છે.
મંદિર પરિસરની અંદર એક વિશાળ તળાવ અને ગૌશાળા પણ છે. મંદિરની બહાર મુખ્ય દ્વાર પર એક મોટો ગેટ છે જેની પર સ્પષ્ટ રીતે લખ્યું છે - 'અહીં મુસ્લિમો માટે પ્રવેશ નિષેધ છે'.
આ તકતી મંદિરના મહંત યતિ નરસિંહાનંદ સરસ્વતીના આદેશ અનુસાર લખવામાં આવી છે.
મંદિર પરિસરની અંદર ઉત્તર પ્રદેશ પોલીસના બે જવાન સિવાય અનેક ખાનગી હથિયારધારી સુરક્ષાકર્મીઓથી ઘેરાયેલા મહંત યતિ નરસિંહાનંદે આ આખા કેસમાં બીબીસી સાથે લાંબી વાતચીત કરી.
તેમણે એ વાતનો કોઈ અફસોસ નથી કે મંદિર પરિસરની અંદર પાણી પીવા માટે એક 14 વર્ષના છોકરાને બેરહેમીથી મારવામાં આવ્યો. પરંતુ તેઓ આસિફને બાળક કહેવા પર ભડકી જાય છે.
મહંત નરિસંહાનંદ કહે છે, "તમે તેને બાળક કહી રહ્યા છો? આ આરોપી છે. આ હત્યા, ચોરી અને ન જાણે કેવા કેવા ગુના કરે છે. અમે એટલા માટે જ મંદિરની બહાર સ્પષ્ટ રીતે લખી નાખ્યું છે કે અહીં કોઈ મુસ્લિમ અંદર આવી નથી શકતું. અમારા મઠના અનેક મહંતની હત્યા થઈ ચૂકી છે અને આ લોકોએ મંદિરની જમીન કબજે કરી રાખી છે."

14 વર્ષીય આસિફને બાળક કહેવા પર આપત્તિ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
મહંત નરિસંહાનંદ ગુનાઓનું લાંબું લિસ્ટ રજૂ કરે છે અને આરોપ લગાવે છે કે આ બધું કરનારા આ વિસ્તારના મુસ્લિમ લોકો છે.
તેઓ કહે છે, "પહેલાંના મહંત હિંદુ મુસ્લિમ ભાઈચારામાં વિશ્વાસ રાખતા હતા અને આ લોકોએ તેનો ખોટો ફાયદો ઉઠાવ્યો હતો. મેં તેમની સાથે સખતાઈ વર્તી છે, એટલા માટે સુરક્ષિત છું."
"પોતાની સુરક્ષા ખુદ કરું છે. મંદિરમાં જે પણ કાંઈ થયું, અમે તેની સંપૂર્ણ જવાબદારી લઈએ છીએ અને શ્રૃંગી યાદવની કાયદાકીય મદદ કરીશું, તેમના જામીન કરાવીશું."
મહંત નરસિંહાનંદની વાતોથી આસપાસના બીજા લોકો પણ સહમત થાય છે એવું નથી. મંદિરથી થોડે દૂર રહેતા દિનેશચંદ્ર અહીં અનેક વર્ષ પહેલાંથી રહી રહ્યા છે અને આ મંદિરમાં દર્શન કરવા પણ જાય છે પરંતુ તેમને આવા કોઈ ડરનો અહેસાસ થતો નથી જેનો ઉલ્લેખ મહંત કરી રહ્યા છે.
હા, મંદિર પરિસરમાં હાજર અનેક લોકોને પણ 14 વર્ષીય આસિફને બાળક કહેવા પર આપત્તિ હતી, જેવી મહંત નરસિંહાનંદને.
ડાસનાના સભાસદ મતીઉર્રહમાન કહે છે કે મુસ્લિમ બહુમતી છતાં આ વિસ્તારમાં હિંદુઓ અને મુસ્લિમોની વચ્ચે સારા સંબંધ બનેલા છે.
તેઓ કહે છે, "મહંતજી સિવાય અને કદાચ જ કોઈ આ પ્રકારની વાત કરે. મહંત યતિ નરસિંહાનંદે જ્યારથી આ ગાદીને સંભાળી છે ત્યારથી આ લોકો મુસ્લિમોની સામે આવી વાત કરે છે. આ વિસ્તારના લોકોએ આની ફરિયાદ પણ કરી છે પરંતુ કોઈ કાર્યવાહી નથી થઈ."
પોલીસનું કહેવું છે કે મંદિર પરિસરમાં આસિફની સાથે મારપીટ કરનાર અને તેનો વીડિયો બનાવનાર બંને આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે. આ કેસમાં જોકે બીજા કોઈનું નામ નથી માટે કોઈ કાર્યવાહી કરવાની થતી નથી.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












