You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકાને પછાડી ચીન યુરોપિયન યુનિયનનું સૌથી મોટું વ્યાપારિક ભાગીદાર બન્યું
2020માં અમેરિકાને પછાડીને ચીન હવે યુરોપિયન યુનિયનનું સૌથી મોટું વ્યાપારિક ભાગીદાર બની ગયું છે.
કોરોના રોગચાળાના કારણે યુરોપના પ્રમુખ સાથીદાર દેશો વચ્ચે વ્યાપાર ઘટી ગયો હતો પરતું આ વ્યાપક ટ્રૅન્ડને અટકાવવામાં ચીનને સફળ થયું છે.
2020માં ચીન અને યુરોપિયન યુનિયન વચ્ચે 709 અબજ ડૉલરનો વ્યાપાર થયો છે જ્યારે અમેરિકા અને યુરોપીય સંઘ વચ્ચે 671 અબજ ડૉલરનો વ્યાપાર થયો છે.
જોકે કોરોના વાઇરસના કારણે 2020ના પ્રથમ ત્રિમાસીકમાં ચીનની અર્થવ્યવસ્થાની હાલત બગડી ગઈ હતી, પરતું વર્ષના અંતે આર્થિક સ્થિતિમાં સુધારો થતાં યુરોપના દેશોમાં વસ્તુઓની માગમાં વધારો થયો છે.
2020માં વિશ્વના મુખ્ય અર્થતંત્રોમાં આર્થિક વિકાસ નોંધાયો હોય તેવો એકમાત્ર દેશ ચીન છે. આ જ કારણે ચીનમાં યુરોપિયન કાર અને લકઝરી વસ્તુઓની માગમાં વધારો નોંધાયો છે.
આ બધાની વચ્ચે તબીબી ઉપકરણો અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓની ભારે માગ રહેતા યુરોપમાં ચીનની નિકાસનો લાભ થયો છે.
યુરોપિયન યુનિયનના સ્ટેટિસ્ટિક્સ કાર્યાલય યુરોસ્ટેટ મુજબ 2020માં ચીન યુરોપિયન યુનિયનનું મુખ્ય ભાગીદાર હતું. આયાતમાં 5.6 ટકાનો વધારો થતા અને નિકાસમાં 2.2 ટકાનો વધારો થતા આ પરિણામ આવ્યાં છે.
યુરોપિયન યુનિયનના આંકડા અને જાન્યુઆરીમાં ચીન દ્વારા બહાર પાડવામાં આવેલ આંકડાઓ મળતાં આવે છે. ચીન અનુસાર 2020માં યુરોપિયન યુનિયન સાથેના વ્યાપારમાં 5.3 ટકાનો વધારો નોંધાયો છે અને વ્યાપાર વધીને 696 અબજ ડૉલર થઈ ગયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સોમવારે યુરોસ્ટેટ દ્વારા જાહેર કરવામાં આંકડા મુજબ ચીન સાથે યુરોપિયન યુનિયનની વ્યાપારિક ખાધ 199 અબજથી વધીને 219 અબજ ડૉલર થઈ ગઈ છે.
અમેરિકા અને બ્રિટેન સાથેના વ્યાપારમાં ઘટાડો નોંધાયો
યુરોપિયન યુનિયનના નિકાસ માટે અમેરિકા અને બ્રિટેન હજુ પણ સૌથી મોટા બજારો છે. પરતું આંકડા મુજબ બંને દેશોના ઈયુ સાથેના વ્યાપારમાં ભારે ઘટાડો નોંધાયો છે.
યુરોસ્ટેટ કહે છે, અમેરિકા સાથેના વેપારમાં ભારે ઘટાડો નોંધાયો છે. આયાતમાં (13.2 ટકા) અને નિકાસમાં (8.2 ટકા)નો ઘટાડો નોંધાયો છે.
વેર લેવાની કાર્યવાહી સાથે સંકળાયેલા વિવાદોની હારમાળાના કારણે વ્યાપારને અસર થઈ છે, જેના કારણે સ્ટીલ અને ફ્રેન્ચ કોનિયાકની સાથે-સાથે હાર્લે ડેવિડસન મોટરસાઈકલ પર વેરો નાખવામાં આવ્યો હતો.
2020માં યૂરોપિયન યૂનિયન સાથે અમેરિકાનો વ્યાપાર 671 અબજ ડૉલર રહ્યું હતું જ્યારે એક વર્ષ પહેલા વ્યાપાર 746 અબજ ડૉલર હતું.
હજુ આ સ્પષ્ટ નથી કે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઇડન યુરોપ સાથેના વ્યાપારને લઈને પોતાના દેશના અભિગમનો ફરીથી મુલ્યાંકન કરશે કે નહીં.
પરતું આ બધાની વચ્ચે યૂરોપિયન યૂનિયન અને ચીન પોતાના આર્થિક સંબંધો વધુ મજબૂત કરવાના પ્રયાસ કરી રહ્યા છે. આ માટે બંને પક્ષ રોકાણને લઈને એક સમજૂતી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સમજૂતીથી યૂરોપીયન કંપનીઓ ચીનના બજારમાં સરળતાથી પ્રવેશ કરી શકશે.
નિષ્ણાતોને લાગે છે કે 2020માં ખરાબ પ્રદર્શન કર્યા બાદ આ વર્ષે આંતરાષ્ટ્રિય વેપારમાં સ્થિતિ સારી રહેશે.
રિસર્ચ કંપની આઈએચએસ માર્કિટનું આંકલન છે કે આ વર્ષે આંતરાષ્ટ્રીય વ્યાપારમાં 7.6 ટકાનો વધારો થઈ શકે છે. પાછલા વર્ષે અંતરાષ્ટ્રીય વ્યાપારમાં 13.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો